Year 5000 - 6 in Gujarati Science-Fiction by Hemangi books and stories PDF | Year 5000 - 6

The Author
Featured Books
Categories
Share

Year 5000 - 6

દ્રશ્ય છ -
પ્રતીક આવી ને બોલ્યો " સર મને સ્પેસ સૂટ મળ્યા છે પણ એક તકલીફ છે"
કેપ્ટન ને પૂછ્યું " શું તકલીફ છે "
પ્રતીક બોલ્યો " સર શૂટ થોડા જૂના છે "
કેપ્ટન ને ગુસ્સે આવી ને પૂછ્યું " હવે શું કરું શુ "
જેરી ને કહ્યું "તે કેટલા જૂના છે."
પ્રતીક ને તે શૂટ બતાવ્યા. જેરી ને તેને ધ્યાન થી જોયા પાછી કીધું આ શૂટ પેહરવા લાયક છે એમાં ત્રણ લેયર છે જે સ્પેસ અને બોડી વચે બલેન્સ રાખશે.
કેપ્ટન ને તે શૂટ સ્વાતિ અને હિરમ ને આપ્યા તે બને તે શૂટ પેહરી લીધા તે લાઈટ બ્લૂ કલર ના શૂટ હતા જેમને ખાસ મટીરિયલ થી બનાવાયા હતા. તેમાં એક મશીન હતું જે સ્ટોર ઓક્સિજન ને ધીમે ધીમે તેમને જરૂરી માંત્રાં શૂટ માં મોકતું હતું. હવે તે એક મોટા રૂમ માં ગયા પછી એક દરવાજા આગળ જઈ ને ઉભા રહ્યા ત્યાં એક સ્ક્રીન હતી એમાં તેમાં કેપ્ટન ને આપેલો પાસવર્ડ નાખ્યો પાસવર્ડ હતો z565000 અને દરવાજો ખૂલ્યો હવે તેમને પોતાને બહાર ની બાજુ પર એક નાના રૂમ માં પડેલી સફેદ રંગ ની દોરી શૂટ ના હુક માં લગાવી જેની બહાર નું પડ એક કપડાંનું હતું અને અંદર ખાસ પ્રકાર ધાતુ જેનું નામ બ્રેઇન છે તેને દોરીના જેમ વળી શકાય છે તેને અંદર હતું. તે હવે સ્પેસ માં આવી ગયા તે સીડી ના સહારે એન્જિન તરફ ગયા. અને એક એન્જિન ના સિસ્ટમ બદલી ને તેને પાછળ ની બાજુ કરી ને તે બીજી બાજુ ના એન્જિન તરફ આગળ વધ્યા પણ ત્યાજ હીરમ ની દોરી એના હૂક માંથી નીકળી ગઈ. અને તે હવામાં તરવા લાગી આજોયી ને સ્વાતિ એના પાછળ પોતાના હાથ છોડી ને ગયી પકડવાની ખૂબ કોશિશ કરવા લાગી અને ગણા હાથ અને પગ માર્યા પછી સ્વાતિ નો હાથ એના હાથ માં આવ્યો એમને જોઈ ને આવું લાગતું હતું કે સ્પેસ માં ફ્રી સ્ટાઇલ ડાંસ કરતા હોય એક તરફ તે દૃશ્ય રમુજી હતું ને બીજી બાજુ જીવ પર વાત આવી હતી.થોડી વાર એકબીજા ની સામે જોઈ પછી બને હસવા લાગ્યા અને પછી તે સીડી તરફ ગયા. સ્વાતિ પોતાનો હાથ સીડી માંથી છોડ્યા પેહલા હુક ને સીડી ની અંદર થી પસાર કરી પછી પાછો એના શૂટ પર હુક લગાવ્યો હતો.
હવે તે બીજા એન્જિન ની પાસે હતા અને તેને પણ પાછળ ની તરફ કર્યું અને પાછા આવ્યા. આ બધું કામ પૂરું કરતા તેમને ૭ થી ૮ કલાગ લાગી ગયા એ શૂટ ના નિશાન એમના શરીર પર હતા લાબા સમયથી બહાર રેહવના કારણે થાકી ને એક બાજુ બેસી ગયા. એટલા સમય માં જેરી ને એક ટેમ્પરારી મશીન બનાવ્યું હતું જેના સહારે યાન ને પ્રોપર કન્ટ્રોલ કરી સકાય. તેને પાછળ ના બે એન્જિન અને યાન ને બંદ કરવાની સિસ્ટમ સાથે યાન ને સ્પેસ લેબ ને જોડે જોઇન્ટ કરવાની સિસ્ટમ અને ઓન ઓફ કરી સકે તેવું મશીન બનાવ્યું હતું.
તેને એન્જિન ચાલુ કર્યા અને એન્જિન ચાલુ કરતા ની સાથે યાન આગળ ની તરફ વધવા લાગ્યું. હવે યાન એક લેબ આગળ ઉભુ રાખ્યું અને તેને તે લેબ સાથે જોઇન્ટ કર્યું. જેરી , કેપ્ટન, સ્વાતિ, પ્રતીક, હીરામ, ત્યાંથી હવે યાન ના જોઇન્ટ કરેલા ભાગ તરફ આગળ વધ્યા. એ નાની ટનલ જેવું હતું એમાંથી પસાર થઈને તે લેબ માં ગયા.
લેબ માં જેરી ના સાથી હતા. કેપ્ટન ને આ જોઈ ને નવાઇ લાગી અને જેરી ને પૂછ્યું "તે કહ્યું હતું જૂની લેબ છે કોઈ નથી ત્યાં અહિતો બધા છે"
જેરી ને જવાબ આપ્યો " હા મને માફ કરજો પણ આ એક સિક્રેટ લેબ છે માટે પેહલા ના કીધું મને પેહલા જ ખબર હતી કે યાન ખરાબ થવાનું છે. આ અપ્સરા યાન છેલ્લા ત્રણ વખત થી ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે છેલ્લી વાર તેને ઉપયોગ માં લીધું ત્યારે એની ચેકીંગ પૂરી રીતે કરી નથી એમાં પણ જ્યારે પૃથ્વી પર આવ્યું ત્યારે એમાં ખામી ચેક કરવામાં આવી નહતી. અને જેમની ભૂલ હતી એમને પોતાની જીવ ગુમાવ્યો અને બાકી ના લોકો ના જીવ પણ મુશ્કેલ માં મૂક્યા"
સ્વાતિ ને આ સાંભળીને પૂછ્યું" તને આ બધી પેહલેથી ખબર હતી?"