The First of Love - 3 (The Last Part - Climax) in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | પ્રેમની પહેલી - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)

Featured Books
Categories
Share

પ્રેમની પહેલી - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)


કહાની અબ તક: ચાર દોસ્તો એક હોટલમાં સામસામે બેઠા છે. એક વ્યક્તિ ને ઉદ્દેશીને એ લોકો બીજી એને પ્યાર કેમ નહિ કરતી એમ કહી રહ્યા છે. એટલે કે અહીં એવા બધા જ લોકો છે જે બીજા ને લવ કરે છે અને બીજું કોઈ એમને ખુદ! મતલબ કે રાજેશ સ્નેહલ ને; સ્નેહલ વિરલ ને; વિરલ પ્રજ્ઞાને અને પ્રજ્ઞા ખુદ રાજેશને જ પ્યાર કરે છે! પણ પ્રજ્ઞા હજી સુધી રાજેશને કહી નહિ શકી. બહુ જ હિમ્મત કરતા સ્નેહલ ને રાજેશ પ્રપોઝ કરે છે પણ એ તો પોતે વિરલ ને જ પ્યાર કરતી રહીશ એમ કહે છે. સ્નેહલ ને ખબર છે કે વિરલ તો પ્રજ્ઞાને પ્યાર કરે છે તો પણ એ વિરલ ને છોડવા તૈયાર નહિ. વિરલને પણ તો પ્રજ્ઞા સિવાય કોઈને પ્યાર કરવું મંજૂર નહિ. બહુ જ હિંમત કરીને રાજેશ કહે છે કે સ્નેહલ તો વિરલ ને પ્યાર કરે છે તો વિરલ ને એક હળવો ઝાટકો લાગે છે. એ સ્નેહલ ને બેસ્ટ ફ્રેન્ડ માનતો હતો. એ જાણીને પણ કે પોતે તો પ્રજ્ઞાને પ્યાર કરે છે સ્નેહલ એને પ્યાર કરે છે એ જાણી ને એ એને પૂછે છે કે એ આવું કેમ કરે છે તો સ્નેહલ એને કહે છે કે આ પ્યાર એનો છે અને એની પર એનો જ હક છે એમ. વિરલ આ વિષયે વધારે વિચાર કરે એ પહેલાં જ રાજેશ એક બીજો ધમાકો કરે છે. એ કહે છે કે પોતે એ સ્નેહલ ને પ્યાર કરતો હતો એમ! આ બાજુ પ્રજ્ઞા ધ્રુજી ઉઠે છે! કહાની બહુ જ ઉલ્જેલી છે. શું થયું આ લોકોનું? શું એમને એમનો પ્યાર પાછો મળશે? કે એ લોકોની જીત થશે જે લોકો કહ્યા વિના જ પ્યાર કરી રહ્યા હતા.

હવે આગળ: "હું તો... હું તો... પ્રજ્ઞા ને લવ કરું છું!" રાજેશે કહ્યું.

"આઇ લવ યુ ટુ, રાજેશ! પણ તને કેવી રીતે ખબર પડી?!" પ્રજ્ઞા એ કહ્યું તો એની આંખો કોરી ના જ રહી શકી!

"યાદ કર એ રાત... જ્યારે આપણે રાતના શોમાં ફિલ્મ જોવા ગયા હતા. તું તો મારા ખભા પર માથું મૂકીને ઊંઘી ગઈ હતી. જ્યારે હું ઘરે તને મૂકવા કારમાં આવેલો ત્યારે રસ્તામાં તે મને કહેલું કે "ના... રાજેશ! તું સ્નેહલ ને પ્યાર ના કર! હું તને પ્યાર કરું છું! પ્લીઝ તું મને પ્યાર કર!" તું તો ઊંઘમાં કહી રહી હતી પણ એ બધું સાચ્ચું હતું! કેમ કે આપને બંને પણ તો બહુ ક્લોઝ છીએ!" રાજેશે કહ્યું તો બધા સમજી ગયા!

"એવું જરૂરી તો નહિ ને કે આપને જેને પ્યાર કરીએ, એ પણ સામે આપણને પ્યાર જ કરે! ખરેખર તો પ્યાર એને જ કરવાનો જે આપણને પ્યાર કરે! તો જ તો બંને એકબીજાને પ્યાર કરી શકીશું!" પ્રજ્ઞા એ કહ્યું.

"હા... અને એટલે જ તો હવે હું સ્નેહલ ને લવ કરીશ! " વિરલ એ કહ્યું તો સ્નેહલ જાણે કે એક કરોડની લોટરી ના જીતી ગઈ હોય એમ ખુશ થઈ ગઈ!

"સોરી યાર! પ્લીઝ મને માફ કરી દે!" વિરલ એ સ્નેહલ ને કહ્યું.

"એ બધું છોડો! હવે બધા મન મૂકીને આ બધું પૂરું કરો!" રાજેશે કહ્યું અને ફટાફટ ખાવા લાગ્યો.

લાઈફ પણ કેટલી સિમ્પલ હોય છે ને! અમુક વાર તો કઈ ખાસ નહિ બસ થોડું જ બદલવાની જરૂર હોય છે, અને આખી લાફ સેટ થઇ જાય છે!

(સમાપ્ત)