Of love thoughts .... - 2 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમ વિચારોનો.... - 2

Featured Books
Categories
Share

પ્રેમ વિચારોનો.... - 2

ઓજસજી,
ખુબ સુંદર નામ ...
આવું જ હૃદયસ્પર્શી નામ અપેક્ષિત હતું. શબ્દનો જાદુ નથી એ તો આપણી મિત્રતા શબ્દોનું સાયુજ્ય સાધે છે. હું તમારી જેમ બહુ આપણા સંબંધો ના રહસ્ય વિશે વિચારતો જ નથી, પણ તમારાં સાથેની મિત્રતા આનંદ આપે છે આવતીકાલે ખબર નથી, અને ગઈકાલ સુધી આપણે તો પરિચય પણ નહોતો. ઈશ્વરીય સંકેત હોઈ શકે પણ ખબર નહીં તમારી સાથેની મિત્રતા નવી ઊર્જા આપે છે અપેક્ષા રહિત ઉષ્મા શબ્દોની અને શાંતિની... સાથે રહેજો શબ્દોના સથવારે....
એ જ આસવ.....

આસવજી,
આભાર... મારા થી આ વખતે અનાયાસે નામ લખાઇ ગયું તમારી ખબર નહીં પણ મારા જીવનમાં તમે ચમત્કાર બનીને આવ્યા છો જે સાંજે તમારી પ્રિયા વિશેની પંક્તિઓ વાંચી તે દિવસે હું કંઈક નક્કી કરીને પુસ્તકાલયમાં આવી હતી. કદાચ છેલ્લી વાર પુસ્તકો જમા કરાવી હું અનંત રસ્તા પર ચાલ્યા જવાની દિશામાં હતી અને અચાનક શબ્દસેતુથી પગ થંભી ગયા.
નવી આશા જન્મી ,અહેસાસ થયો કે કોઈક તો છે જે મને સમજે છે ઓળખે છે અને મારા જેવા જ છે. તમારા શબ્દો ની પ્રેરણા એ મને નવો રસ્તો બતાવ્યો છે, આમંત્રણ આપ્યું છે જે ચોક્કસ મને કંઈક નવું શીખવાડસે.

એ જ ઓજસ.....(નવી મિત્ર).

ઓજસ જી,
ચમત્કાર હું નથી કરતો ઈશ્વર કરે છે.....સાચું કહું જ્યારથી ગામ છોડ્યું,અને શબ્દસેતુ પુસ્તકાલય છૂટ્યું ત્યારથી જીવન માં ભૌતિક સુખો આવી ગયા પણ મન ના એક ખૂણા માંથી માયા છૂટી નહતી.... માયા વાંચેલા પુસ્તકોની,જૂના મિત્રો ની,જાણીતી લાગણીઓની, મનગમતી વાતોની....અહી બધું જ છે...સુંદર પત્ની, બે સમજુ બાળકો નવા મિત્રો...સ્થિર જિંદગી..બધું ઍટલે બધું....તો કેમ મન માં કૈક ખૂટે છે? એક ટિશ ઊઠે છે?કૈક બાકી રહી ગયું?
આ જ વિચારોની શૃંખલા કદાચ તમારા સુધી ખેંચી લાવી મને....અને સાથે જોડાઈ ગયા તમારાં વિચારો...તમારા સંવેદનો.... પરસ્પરની પ્રેરણા જ કદાચ આપણને નવી ઊંચાઈએ લઈ જસે....ચાલશો ને મારી સાથે? વિચારોના સફરમાં... કલ્પનાની કેડીએ... સ્વપ્ન ના આકાશ તરફ?
આશામાં જીવતો આસવ........

💕 આશા પંખીડું
ઉડતું આકાશમાં
પાંખો ફેલાવી💕
આરતી છેલાણા....


આસવ જી,
તમારી સાથે તો અહીં સુધી આવી ગઈ અને હવે..... તમારા વિશે વધારે જાણવાની ઈચ્છા થાય છે....
મારા વિશે કહું તો હું સંપૂર્ણપણે સુખી પણ નથી અને સંપૂર્ણપણે દુઃખી પણ નથી..... મને એવું લાગે છે તમારી જેમ કંઈક ખૂટે છે. આ અધૂરપ જ ઓળખવી અને પૂરવી છે....
મારી નૈયા તમારા સાગરની લહેરો સાથે મંઝિલ સુધી પહોંચશે .ચાલો આ વિચારોના પત્રને નવા સંસ્મરણો આપીએ, નવી ભેટ આપીએ.....
આજથી એક નવી શરુઆત કરીએ.....હું કોઈપણ વિષય પર મારા વિચારો જણાવીશ...અને તમે તમારા? મંજૂર? અને વિષયો પરના વિચારો આપણી બન્નેની જિંદગીને એકબીજાની સામે અનાયાસે લઈ આવશે... આપણે એકબીજાને ઓળખશું પણ નવી રીતે.
એકબીજાને પ્રશ્ન નહિ પૂછવાના. બસ...વ્યક્ત થવાનું નિખાલસ રીતે.....
આજે હું તમને એક વિષય આપુ છું,મારા વિચારો જાણવું...આવતા પત્ર માં તમારે જણાવાના....
આજનો મારો વિષય છે..' પ્રાર્થના'....
પ્રાર્થના એટલે મારે મન સારો વિચાર....
નાનપણથી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા શીખી ત્યારે જ મમ્મી એ એક સરસ પ્રાર્થના શિખડાવી દીધી...હે જગતની સર્વ દિવ્ય શક્તિઓ ખરાબ માણસો અને ખરાબ વિચારોથી મને દૂર રાખજે.....આ એક જ પ્રાર્થનામાં મને એવું લાગે જાણે હું ઈશ્વર પાસેથી બધું જ માંગી લવું છું.આ પ્રાર્થનાથી મારા હૃદયની બીક નીકળી જાય છે....
બસ મન આનંદિત થઈ જાય છે....આ પ્રાર્થના ના બળે જ હું તમે અજાણ્યા હોવા છતાં તમારા પર વિશ્વાસ મૂકી સકુ છું... હું રાહ. જોવું છું તમારી પ્રાર્થના ના વિચારોની...
આનંદિત ઓજસ.......




ઓજસ જી,
મારી અને તમારી આ વિચારોની સાંકળ,
બાંધે મને તમારી આ કલ્પનાની વારતા......

તમારા જીવનની અધુરપને મારા વિચારો પૂર્તિ કરી આપે તેનાથી રૂડું શું? તમારા વિચારો દાદ માંગી લે છે...હું પણ રાજી ખુશીથી તમારા વિચારોની સફર માં જોડાઈશ...
પ્રાર્થના...શબ્દ સાંભળું ત્યાં જ સાંજની ઝાલર કાનમાં સંભળાવવા માંડે છે.. મારું તો બાળપણ મંદિરના ચોગાનમાં વીત્યું છે...જોગાનુજોગ આપણી વાત પણ ત્યાંથી જ શરૂ થઈ... પ્રાર્થના એટલે મનની શાંતિ...
ભવિષ્યના વીમા નું પ્રીમિયમ... સવારે મન પ્રફુલ્લિત થઈ જાય અને રાત્રે હળવું થઈ જાય... ઉચાટ રહેતો નથી...
બસ મન નિશ્ચિત થઈ જાય છે...કે બધું સારું જ થશે...

ચાલો હવે હું નવો વિષય આપુ... ' ફિલ્મ ' ......

(ક્રમશ)

( પ્રિય વાંચક મિત્રો ચાલો આપણે બધા ઓજસ અને આસવ ના વિચારોમાં આપણા વિચારો સાંકળીને તેમના વિચારો ને માણીએ....
તમારા મનમાં જે નવા વિષય આવે તેને જણાવજો તેને પત્ર રૂપે માણશું.)