Ganika - Shraap ke sharuaat ? - 24 in Gujarati Women Focused by Ankit Chaudhary શિવ books and stories PDF | ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 24 - મેઘાનું કર્તવ્ય

Featured Books
Categories
Share

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 24 - મેઘાનું કર્તવ્ય

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb


ભાગ :- 24 મેઘાનું કર્તવ્ય


રોહન અને મેઘા એક બીજા માટે સપ્રાઈજ પ્લાન કરી ચૂક્યા હતા, તે બંને એક બીજાનો પ્રેમ અહેસાસ કરવા માટે આ સપ્રાઈજ પ્લાન કરી ચૂક્યા હતા. ડેકોરેટર અને તેની સેક્રેટરી મેઘા અને રોહનને એક કક્ષમાં મૂકીને ચાલ્યા જાય છે; મેઘા રોહનને કહે છે કે,


"હું ટેન સુધી કાઉન્ટિંગ ના કરું ત્યાં સુધી તમે પટ્ટી નીકળતા નહીં!"


રોહન મેઘાની વાત માની લે છે અને પછી મેઘા કાઉન્ટિંગ શરૂ કરી દે છે. કાઉન્ટિંગ પૂર્ણ થતાની સાથે જ મેઘા અને રોહન પોતાની આંખ ઉપરની પટ્ટી એકબીજાના હાથે હટાવે છે. મેઘા અને રોહન એકબીજાની આંખ ઉપરથી જેવી જ પટ્ટી હટાવે છે કે ત્યાંનું રમણીય દૃશ્ય જોઈને મેઘા અને રોહન અચંબિત થઈ જાય છે.


થોડા સમય સુધી તો મેઘા અને રોહન આ દૃશ્ય જોતાં જ રહી જાય છે અને એક બીજાને પ્રેમ કરવાનું શરૂ કરી દે છે. રોહન અને મેઘા એક બીજા માટે અનહદ લાગણીઓ ફીલ કરી રહ્યા હતા, જેને માણવા માટે આ બે જીવ તૈયાર થઈને જ બેઠા હોય છે. મેઘા રોહનનો હાથ પકડીને આખા રૂમમાં ફરવા લાગી જાય છે, તેના દિલમાં રોહન માટે અનહદ લાગણીઓ ઉઠી હતી જેને પરિપૂર્ણ કરવા માટે મેઘા સજ્જ થઈ જાય છે અને ટેબલ પર પડેલ ગુલાબને ઉઠાવીને પોતાના ઢીંચણ ઉપર બેસી જાય છે.


આજથી પહેલા મેઘા એ કોઈ માટે આવું ફીલ નોહ્તું કર્યું કે ના ક્યારેય વિચાર્યું હતું કે તેના જીવનમાં આવો પણ કોઈ પળ આવશે; જેને જીવવા માટે મેઘા બધુજ ભૂલી જશે! મેઘાના દિલની ધડકન ધીરે ધીરે તેજ થઈ રહી હતી કેમકે અત્યાર સુધી મેઘા પોતાના લોકો માટે કર્તવ્ય નિભાવી રહી હતી પણ જીવનમાં પહેલી વખત મેઘા પોતાની માટે કર્તવ્ય નિભાવવા જઈ રહી હતી. મેઘા પોતાની આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈને પોતાની આંખો ખોલીને રોહનની આંખોમાં જોવા લાગે છે, ધીરે ધીરે પોતાના હાથ રોહન તરફ આગળ કરે છે અને રોહન મેઘાના હાથમાં રહેલ ગુલાબ પકડી લે છે, પછી મેઘા રોહનને કહે છે,


"રોહન, યાર તને જે દિવસથી મળી છું ને એ દિવસથી એક અહેસાસ થઈ રહ્યો હતો, પણ આજ સુધી એ એહસાસને મારતી આવી છું, પણ હવે એ અહેસાસને જીવવા માગું છું, તમને પ્રેમ કરીને મારા જીવનમાં એક નવો પ્રેમરૂપી રંગ ભરવા માંગુ છે, એ રંગને જીવનની સચ્ચાઈ અને સન્માન બનાવવા માગું છું, અત્યાર સુધી મારા જીવનમાં બસ સન્માન માટેની લડાઈ જ હતી, જેને હવે પ્રેમનું નામ આપી તેને મહેસૂસ કરવા માગું છું, અત્યાર સુધી તો ડરી રહી હતી અને પોતાને રોકી રહી હતી, જેમ બને એમ મારી જાતને તમારાથી દૂર રાખી રહી હતી પણ યાર એમાં હું હંમેશાં અસફળ રહી છું, કેમકે આપડો પ્રેમ અવાર નવાર વચ્ચે આવીને મને તમારી નજીક લાવી દે છે, રોહન હું તમારાથી દૂર રહેવા માગું તો પણ દૂર નથી રહી શકતી! કેમકે રોહન હું તમને પ્રેમ કરવા લાગી છું, જીવનને એક મકસદ આપવા માગી રહી છું, અને એ મકસદને પૂર્ણ કરવા માટે તમારા સાથની આશા રાખું છું, જીવનની એ દરેક કઠણાઈને તમારી સાથે ચાલીને પાર કરવા માગું છું, શું રોહન આ જન્મમાં મારા હમસફર બનીને મારો સાથે આપશો?"


મેઘાનું પ્રપોસલ સાંભળીને રોહનના ચહેરા ઉપર સ્મિત આવી જાય છે અને તે મેઘાની જેમ જ પોતાના ઢીંચણ ઉપર બેસી જાય છે, મેઘાના ખભા ઉપર પોતાના હાથ મૂકીને મેઘાની આંખોમાં જોવા લાગી જાય છે અને કહે છે,


"મેધા હું તો ચાર મહિનાથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારેક તો આ દિવસ મારા જીવનમાં આવશે અને તું મારા પ્રેમને હંમેશાં માટે અપનાવી દઈશ! મેઘા હું નથી જાણતો કે અત્યાર સુધી તારી એવી તો શું મજબૂરી રહી હતી કે જેને લીધે તું તારા પ્રેમને ફક્ત આંખોમાં અને દિલમાં છુપાવીને રાખતી હતી! મેઘા હું સમજી શકતો હતો કે ગુડિયા શેરી માટે જે તારું કર્તવ્ય છે એનો ત્યાગ તું ક્યારેય પણ નહિ કરે પણ શું કરું મેધા! હું મહિનાઓથી એ આશ દિલમાં લઈને બેઠો હતો કે એક દિવસ તો મારી મેઘા મારા પ્રેમને સમજશે અને એ આ બધા બંધન તોડીને હંમેશાં માટે મારી થઈ જશે! મેઘા તું મને હમસફર બનાવીને નશીબદાર છું કે નહિ એ તો સમય જ કહેશે પણ હું તને હમસફરના રૂપમાં પામીને નસીબદાર જરૂર છું. મેઘા તારો હમસફર બનવા માટે મારે ગુડીયા શેરીને પણ નષ્ટ કરવા માટે તૈયાર હોત પણ હંમેશાં મને તારી પરવાહ લાગી રહેતી કેમકે હું તારી આંખોમાં તો મારી માટે અનહદ પ્રેમ જોઈ શક્તો હતો પણ એને જુબાન ઉપર લાવવાની wait કરી રહ્યો હતો. મેધા તને પામવા માટે હું તને દુઃખી ન કરવા માગતો હતો એટલે જ અત્યાર સુધી હું શાંત ઝરણાંની જેમ વહી રહ્યો હતો! મારા લાગણી રૂપી વમણોને રોકી રહ્યો હતો પણ હવે તારી માટે આખી દુનિયાની લડવા હું તૈયાર છું, આઈ લવ યુ મેઘા, હું તને હદથી વધારે અનહદ પ્રેમ કરું છું."


રોહન અને મેઘા એકબીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કરીને એક બીજાના ગળે લાગી જાય છે. મેઘા અને રોહન આજે અનહદ ખુશી મહેસૂસ કરી રહ્યા હતા, જે ખુશીના લીધે આ બે પ્રેમ મદહોશ થઈને એકબીજાના થઈ રહ્યા હતા,


कहते हैं ख़ुदा ने


इस जहाँ में सभी के लिए


किसी ना किसी को है बनाया


हर किसी के लिए


तेरा मिलना है


उस रब का इशारा


मानो मुझको बनाया


तेरे जैसे ही किसी के लिए


कुछ तो है तुझ से राबता


कुछ तो है तुझ से राबता


कैसे हम जाने, हमें क्या पता


कुछ तो है तुझ से राबता


तू हमसफ़र है,


फिर क्या फिकर है


जीने की वजह यही है


मरना इसी के लिए


कहते हैं खुदा ने


इस जहाँ में सभी के लिए


किसी ना किसी को है बनाया


हर किसी के लिए|


મેઘા અને રોહન એકબીજાની બાહોમાં મદહોશ થઇ રહ્યા હતા, થોડા જ સમયમાં તેમનો દરવાજો કોઈક નોક કરે છે એટલે તે બંને પોતાની હાલત થીક કરીને દૂર થઈ જાય છે. રોહન જઈને દરવાજો ખોલે છે ત્યારે વેટર રોહન અને મેઘા માટે ડિનર લઈને આવ્યો હોય છે, રોહન ડિનર અંદર લઇ લે છે અને પછી રૂમ ફરી લોક કરી દે છે.

થોડા સમય પછી મેઘા અને રોહન ડિનર કરવા માટે બેસી જાય છે, રોહન અને મેઘા એક બીજાની આંખોમાં ખોવાઈ રહ્યા હોય છે અને ડિનર પણ ઠંડુ થઈ રહ્યું હોય છે એટલે મેઘા રોહનને કહે છે,

"હવે મારી સામે જોતા જ રહેશો કે ડિનર પણ કરશો?"

ત્યારે રોહન હસવા લાગે છે અને કહે છે "ડિનર કરીશ પણ એક શરત પર!"

મેઘા રોહન સામે આશ્ચર્યથી જોઈ રહી હોય છે એટલે રોહન કહે છે "હું ડિનર કરીશ પણ ફક્ત તારા હાથે." એટલે મેઘા અને રોહન બંને હસવા લાગી જાય છે. પછી મેઘા અને રોહન એક બીજાને પોતાના હાથે ખવડાવવા લાગી જાય છે."

ક્રમશ..

કેવો રહેશે રોહન અને મેધાનો આ મિલન સફર? શું આજની રાત રોહન અને મેઘાની જિંદગીમાં કોઈક નવી ઉમ્મીદ લાવશે કે મેઘાને ફરી પોતાના સન્માન માટે લડવું પડશે? જાણવા માટે બન્યા રહ્યો મારો સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં જ્યાં મેઘા પોતાના સન્માન માટે કરશે હર હદ પાર!