Paranormal protector co - 8 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 8

The Author
Featured Books
Categories
Share

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 8

દ્રશ્ય આઠ -
હવે સમય આવી ગયો હતો હાઉસ ઓફ ડેવિલ માં જવાનો શક્તિ અને સાથે બધા તૈયાર હતા. શક્તિ ને કહ્યું" પેહલા આત્મા ને પકડવાની છે ધ્યાન રાખજો કે ડેવિલ ને પછી પકડીશું" એના જવાબ માં બધાને હા પાડી શક્તિ આગળ વધી અને તે પથ્થર ની બનેલી જૂની ઇમારત માં બધા ની સાથે ગઈ. અંધારું અને તે અંધારા માં કિકિયારીઓ નો આવાજ આવાનો સરું થયો. હવે બધા એ રૂમ માં આવી ગાયા જ્યાં લાશો નો ઢગલો હતો તે રૂમ ના અડધે સુધી હતો અને છત પર ડેવિલ એ ઢગલાની એકદમ ઉપર ઊંધો લટકેલો તેની અને ઢગલા ની વચે થોડી જ જગ્યા બચી હતી. એમને ડેવિલ તો જોવા મળી ગયો પણ આત્મા દેખાતી ન હતી. શક્તિ બોલી " પંડિત મંત્રો બોલવાનુ ચાલુ કરો એ દુષ્ટ આત્માને અહી બોલાવી પડશે" એ સાંભળી ને પંડિતો ને મંત્રાં જાપ સરું કર્યા પવન ના સૂસવાટા અને કેદ આત્માઓ ની કિકિયારીઓ અંધારું અને ડર બધું એમના સામે હતું પણ એ બધા જીવ આપવા તૈયર હતા પણ હાર માનવા તૈયાર ન હતા.
હજુ તો બસ સરૂવત હતી શક્તિ ને અભિનવ અને તેની ટીમ ને હાઉસ ઓફ ડેવિલ માં જઈને એ આત્મા ને શોધવાનુ કીધું. અને શક્તિ, મેઘના, અને શ્રીજયા ત્યાં ઊભા રહી ને ડેવિલ પર નજર રાખતા હતા. પંડિતો ને પવિત્ર પાણી નો છંટકાવ સરું કર્યો આસોપાલવ ના પત્તા થી એમને હાઉસ ઓફ ડેવિલ ને સુધ કરવાનુ કરું કર્યું. એક રૂમ સિવાય બાકી ના બધા રૂમ માં શોધ કરી પણ એ દુષ્ટ આત્મા ક્યાંય ના દેખાઈ. શક્તિ ને સુધ પાણી ને લીધું ને ડેવિલ ની નીચે પડેલી લાશો માં નાખ્યું અને હવે તે લાશોના ઢગલા માં એક હાથ પર પાણી પડયું અને બળવા લાગ્યો પછી તેને પર વધુ પાણી નાખ્યું અને ત્યાં સુધી નાખ્યું જ્યાં સુધી એમાં છૂપાયેલી આત્મા બહાર ના આવી. હવે તેને સુધ પાણી નાખીને બહાર લાવી હતી એ ઢગલા નીચે તે છુપાઈ ને બેસ્યો હતો. શક્તિ બોલી " આજે તને સીધો નર્ક માં મોકલવા નો બદોબસ્ત છે"
એ હવે હસવા લાગ્યો અને કાળા કપડાં પેહર્યા હતા અને એક ચર્ચ ના ફાધર ને પોતાના વશ માં કર્યો હાતા. એ પોતાના કામ જાતે કરી શકતો ન હતો માટે એને પકડવા માટે જે ફાધર આવ્યા હતા તેમને પોતાના વશમાં કરીને બધી હત્યા એમના હાથે કરાવી. એ ફાધર ને વશ કરી અને ડેવિલ જેને તે ભગવાન માનતો હતો તેને આઝાદ કરવા માટે નબળા માણસો ને મોતને ઘટ ઉતર્યાં.
શક્તિ બોલી" હવે ક્યાં છુપાવા નું વિચાર્યું છે તું ગમે ત્યાં જયિસ અમે તને શોધીને ફાધર ને આઝાદ કરી પછી તને તારી જગ્યાએ પાછો મોકલી શું"
શક્તિ નું બોલવાનુ પૂરું થયું એટલામાં બધાને એને કેદ કરવા માટે ભગવાન ના નામ વાડું કુમકુમ થી ભરેલું એક ભગવા રંગ નું મોટું અને લાંબુ કપડું લાવ્યા અને એના પર મુક્યું. એ તેના થી પીડા માં બૂમો પાડવા લાગ્યો અને છૂટવા માટે પોતાની બમણી શક્તિ લાગવા લાગ્યો પંડિતો ને હવે દીવાલ પર ફેકી ને ટકરાવ લાગ્યો. શક્તિ ને અની પાસે ગઈ અને બને હાથ થી પકડી ને અને દોરી વડે બાધી ને બધા ભેગા થઇ ને બહાર લાવ્યા અને ચર્ચ માં લઇ ને ગયા.એમને તેને પકડવાનનો જ હતો કારણ જો તેને બીજી કોઈ રિતી નસ્ટ કરીએ અને પાછા આવો ભય હતો તો એનાથી તેને પોતાના ધર્મ પ્રમાણે મુક્તિ આપવાની હતી. અહી શક્તિ ને તેને બીજા ફાધર ને સોંપ્યો તેમને આગળ વિધિ સરું કરી અને એ આત્મા ના વશ માં જે ફાધર છેલ્લા પાંચ વર્ષ થી હતા એમને આઝાદ કરાવ્યા. પછી તે આત્મા ના કારણે બીજી જે આત્મા કેદ હતી તે બધી આત્મા આઝાદ કરી તેમને પણ મુક્તિ અપાવી અને પછી એ દુષ્ટ આત્માને ને પણ મુક્ત કરી. એ ફાધર ની હાલત બહુ ગંભીર હતી.
તેમને હોસ્પિટલ લઈ ને ગયા પણ હજુ સેમ ને તો ગાર્ડન માં જ ભૂલીને આવ્યા હતા અને તેમને ક્રિસ્ટી ને પણ ડેવિલ ના કાળા જડુમાંથી આઝાદ કરવાની બાકી હતી. એમને ચર્ચ માંથી એક ફાધર ને સાથે લઈને પાછા ગાર્ડન માં ગયા અને ક્રિસ્ટી અને સેમ ને ગાર્ડન માંથી બહાર લાવ્યા. ક્રિસ્ટી પર બધા પ્રયત્નો કર્યા પણ તે કોઈ પંડિત કે કોઈ ફાધર થી ઠીક થતી નથી. પછી કંટાળી ને તેને દવાખાને લઈ ગયા અને એક રૂમ માં અલગ રાખવામાં આવી. ક્રીસ્ટિ ઉંમર માં તો નાની હતી પણ અને સેમ ને બહાર જવા માટે ખૂબ માર્યો હતો એના હાથ અને ગાલ પર નખ થી લીસોટા પડ્યા હતા. સેમ ને તેની હાલત જોવાતી ના હતી અને શક્તિ ને કહ્યું" મારી કોઈ મદદ ની જરૂર હોય તો હું આવી જયીસ હું હવે ઘરે જવું છું" શક્તિ ને માથું હલાવ્યું અને હા પાડી તે ઘરે જાય એના પેહલા તેને એક કાળો દોરો જેને ગુંથયો હતો તે એના હાથ પર બધ્યો અને બોલી " હજુ આપડી સમસ્યા પૂરી થયી નથી હજુ મોટુ કામ બાકી છે આ દોરો તારી રક્ષા કરશે."
સેમ ના ઘરે ગયા પછી શક્તિ ને એવા જ દોરા બધાના હાથ પર બધ્યા અને બધાને સાચવાનું કહ્યું.