My poems part 26 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 26

Featured Books
Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 26

અત્યારે ઘણો કપરો સમય ચાલી રહ્યો છે, આખો દેશ એક કઈક અલગ જ સમય માંથી પસાર થઈ રહ્યો છે અને ભલભલા મજબુત માણસ નુ મનોબળ તોડી નાખે એવો સમય છે ...ત્યારે આપણે સખાવત, દાં એકબીજા ને મદદ તેમજ મનોબળ મજબૂત રાખવું જોઈએ તે બાબત ની અલગ અલગ પાંચ કવિતા ઓ તમારી સમક્ષ રજૂ કરું છું...આશા રાખું kectamevloko વધાવી લેશો...

કાવ્ય 01

અપીલ...કરીએ સખાવત..🙏

કોરોના સામે વાંધા વચકા છે ઘણા
વાંક અહીં કોના કોના ગણવા

ભૂલ છે જેની એનો કરશે ઉપરવાળો ન્યાય
મહામારી થી બચવા આવો ગોતીએ ઉપાય

માણસાઈ, સખાવત, મદદ, સાંત્વના, હિમ્મત,
દાન છે મહામારી માંથી દેશ ને ઉગારવા ના ઉપાય

કોઈ કરે આર્થિક સહાય,
કોઈ કરે શારિરીક સહાય,
કોઈ કરે અન્ન દાન
કોઈ કરે રક્તદાન
તો કોઈ આપે દવા નુ દાન

આપતા જરૂરીયાતમંદ ને ટેકો
ઉગરીશું આ મહામારી માં થી જલ્દી

આવો ભેગા મળી કરીએ મહાભીયોગ
ભગવાને બનાવ્યા છે આપણે સક્ષમ
કરીએ આપને અનુકૂળતા મુજબ દાન

લડી રહ્યો છે દેશ..ઝઝૂમી રહ્યો છે દેશ
ત્યારે આવો આપણે સૌ એક થઈ
મહામારીને આપી માત.. દેશ બચાવીએ....
🙏🙏🙏



કાવ્ય 02

ઉમ્મીદ...

દુનીયા છે બધા ની એક
ઇશ્વર બધા ના છે એક

આકાશ એક અને ધરતી એક
હવા છે બધા માટે એક

જેનું નિર્માણ તેનો નિશ્ચિત છે અંત
અંત પછી પણ છે નવુ જીવન

આજે દિવસ છે થોડો ખરાબ
મન થી નાં માનીશ તું હાર

ઉમ્મીદ થી જ છે નવજીવન
ઉમ્મીદ થી જ જીવાય જીવન

નાસીપાસ થા નહી કર મક્કમ નિર્ધાર
ઉમ્મીદ થકી છે આગળ સુંદર જીવન...

કાવ્ય 03

કોરોના એ બતાવી દુનિયા ....

વાહ કોરોના વાહ
તે બતાવી નવી દુનિયા

મળી દુનિયાની બે બાજુઓ એકસાથે જોવા
ચોખ્ખો દેખાડયો સારા- નરસા નો ફરક

સગા ભાગે દૂર જાણે અછૂત
તો અજાણ્યા બની આવે દેવદૂત

એકબાજુ જોવા મળી ઉઘાડી લૂંટ
તો બીજી બાજુ જોવા મળે સખાવત

એકબાજુ કાળાબજારિયા ની લૂંટફાટ
તો બીજી બાજુ દાન ની દરિયાદિલી

એકબાજુ ડોક્ટર્સ ને રાતદિવસ કામ
તો બીજીબાજુ વેપારીઓ સાવ નવરાધૂપ

કોઈએ કાપ્યા કર્મચારી નાં પગાર
તો કોઈએ ઘર બેસાડી આપ્યા પૂરાં પગાર

કોઈ થઈ ગયા તવંગર માલદાર
કોઈ થઈ ગયા તવંગર માંથી સાવ બેકાર

એક્સ રે, લેબ મા જોવા મળે નકરી ભીડ
તો દુકાનો મોલો થિએટર મળ્યાં ખાલીખમ

પ્રદુષણ ઓકતાં ભૂંગળા થતા શાંત
સાંભળવા મળ્યા પંખીઓ નાં અવાજ

મંદિર મસ્જિદ ચર્ચ ગુરૂદ્વારા થયા બંધ
દેખાયા માનવીને ભગવાન સર્વત્ર...

માનું છુ થયું નુકશાન ઘણા નિર્દોષનું
પણ હવા માં ઉડતા માનવી ને
કોરોના એ બતાવ્યું ખરું સ્થાન...

કાવ્ય 04


આવીએ થોડા કામ....🙏

આવ્યો કેવો કપરો કાળ
ભાગે દૂર માણસ માણસ થી

ગળે મળવા હતા તલપાપડ જેને
એને લંબાવી નથી શકતા મદદ તણો હાથ

આવ્યો છે કપરો કાળ તો શુ થયુ ??
દૂર થી મદદ ના કરી શકીએ એકબીજાં ને??

ડોક્ટર્સ ને નર્સિંગ સ્ટાફ કરે છે તેમનું કામ
સરકાર ને સરકારી સ્ટાફ પણ છે ખડે પગ

આપણે પણ ડર્યા વગર કરવા નું છે એક કામ
આવતા રહીએ એકબીજા ને થોડા થોડા કામ

ખુશી લાવીને કોઈ અજાણ્યા ચહેરા ઉપર
કરીએ માનવતા તણું સૌથી મોટું કામ

ડૂબતા ને તણખું બચાવી જાય
બસ લંબાવીએ આપણે મદદ નો હાથ

એકબીજાને મદદ કરતાં કરતાં
કપાશે બધા નો આ અતી કપરો કાળ

જો પ્રગટાવતા રહીશુ માનવતા તણા દિવડા
તો પથરાશે એક દિવસ આનંદ તણો ઉજાસ

આવશે ફરી ખુશી દરેક ના ચહેરા ઉપર
જો આવતા રહીશુ એકબીજાને થોડાં કામ..

🙏🙏🙏❤️🙏🙏🙏


કાવ્ય 05

બની રહીએ વ્હાલાં...

જીવન મા વ્હાલા વ્હાલા વ્હાલા
થઈને રહેજો સૌના વ્હાલાં

છે નાનકડી જીંદગી
એમાં મનદુઃખ લગાડવાનાં ના શાના

નથી કોઈ સર્વ ગુણ સંપન્ન
મનુષ્ય સ્વભાવગત ગુણ અવગુણ રહેવાનાં

એકબીજા ના અવગુણ ને અવગણી
ગુણ જોઈ ને બની રહીએ વ્હાલા

હોય ભુલ મારી તો માફ કરજો
કહી માફી માંગી લઈએ વ્હાલાં

ભૂલ ની માફી માંગનાર ને
પ્રેમ થી માફ કરીએ વ્હાલાં

ક્યારે કોને તેડાં આવે પ્રભુના
કોને ખબર છે મારા વ્હાલા

છે નાનકડી બધાની જીંદગી
એમાં મનદુઃખ લગાડવાનાં ના શાના

ચાલો આપણે બની રહીએ એકબીજા નાં
વ્હાલા વ્હાલા વ્હાલા વ્હાલા