જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb
ભાગ - 21
રોહન મેધાને પ્રપોઝ કરે છે,
"જ્યાર થી મળ્યો છું તને, બસ તારા જ વિચારો દિલમાં ચાલ્યા કરે છે, કોઈપણ સમયે તું સાથે ન હોય ને તો એવું લાગે છે કે હું ધડકન વગર જ જીવી રહ્યો છું, મેધા આજ પહેલા તો કોઈની માટે આ ફીલ કર્યું નથી પણ આજે તારી માટે ફીલ કરીને દિલને શુકુન મળે છે. જિંદગીમાં તું ન હોયને તો મને આ જિંદગી બોજ લાગવા લાગે છે. મેધા જ્યારે પણ તું સાથે હોય છે ત્યારે બસ બધું ગમે છે પણ જ્યારે તું નથી હોતી ત્યારે શ્વાસ લેવી પણ મુશ્કેલ પડે છે, શું મેધા તું મારો શ્વાસ બનીને મારા હ્રદયમાં ધબકવા માટે તૈયાર છે?"
રોહન મેધાને પ્રપોઝ કરી દે છે પણ મેધા શૉક થઈને ઊભી રહે છે. કેમકે મેઘાનું ધ્યાન રોહન તરફ હતું જ નહિ! મેઘા રોહનનો હાથ છોડીને બહાર તરફ ભાગવા લાગે છે. રોહન મેઘાની આ હરકત જોઈને પહેલા તો વિચારમાં પડી જાય છે, કે જે મેઘાની આંખોમાં પોતાની માટે પ્રેમ હતો એ મેઘ જવાબ આપ્યા વગર ભાગી કેમ ગઈ? રોહન પોતાના ઘૂંટણ ઉપરથી ઊભો થઈ જાય છે અને મેઘા પાછળ ભાગવા લાગી જાય છે. કેફેની બહાર જઈને જુએ છે તો એક વૃદ્ધાનો અકસ્માત થઈ ચૂક્યો હોય છે અને તેમના માથા ઉપરથી ખૂબ જ લોહી વહી રહ્યું હોય છે.
મેઘા આ જોઈને પાગલ થઈ રહી હોય છરાને રોહન મેઘાને આ રીતે દર્દમાં જોઈ જ ન શકતો હતો! રોહન મેઘા માટે કંઈપણ કરવા તૈયાર જ બેઠો હોય છે. પેલી વૃદ્ધાને ઉપાડી રોહન તેની કારમાં હોસ્પિટલ લઈ જાય છે, ત્યાં જઈને તેમની સારવાર કરાવવામાં આવે છે અને જ્યારે માજી ભાનમાં આવે છે ત્યારે મેઘા તેમનો હાથ પકડી લે છે અને બીજો હાથ તેમના માથા ઉપર મૂકી દે છે, જેથી પેલા માજીને અહેસાસ ન થાય કે એ કોઈક અજનબીની વચ્ચે બેઠા છે. મેઘા સમય જોઈને માજીને પૂછે છે,
"મા આપ કોણ છો? અને આપની આ હાલત કઈ રીતે?"
ત્યારે પેલા માજી રડવા લાગી જાય છે અને તેમને રડતા જોઈને મેઘા શાંત કરવાની કોશિશ કરી રહી હોય છે, માજીના શાંત થયા પછી મેઘા તેમને પાણી પીવડાવે છે. પાણી પીવડાવ્યા પછી મેઘા કહે છે,
"મા આપ મને પોતાની દીકરી સમજીને તમારા દિલની વાત કહી શકો છો! મા હું તમારા દર્દને સમજી શકું છું, એને મહેસૂસ પણ કરી શકું છું! મા આપ મારો વિશ્વાસ કરો અમે પ્લીઝ મને આપના દર્દ વિશી જણાવો."
પેલા માજી પહેલા તો મેઘા સામે જોઈ રહે છે, અને તે મેઘાની આંખોમાં પોતાની માટે સ્નેહ અને ચિંતા જોઈ લે છે અને પછી મેઘાને ગળે લગાવીને રડવા લાગી જાય છે. મેઘા તેમને એક નાના છોકરાની જેમ લાડ લડાવી રહી હોય છે, અને આ બધું જોઈને રોહન મેઘા તરફ વધુ આકર્ષિત થઈ રહ્યો હોય છે. મેઘા પેલા માજીને જેમ તેમ શાંત કરે છે ane એમની સામે આશા ભરી આંખોથી જોઈ રહે છે. પેલા માજીની અંદર હવે થોડી હિંમત આવી ચૂકી હોય છે, જે જોઈને મેધા તેમને ફરી પૂછે છે,
"મા તમને ખબર છે જ્યારે હું નાની હતી ત્યારે મારી મા ભગવાન પડે જતી રહી! જ્યારે હું સોળ વર્ષની થઈ ત્યારે મારા પિતાએ મનેં પચાસ વર્ષના જગા સાથે પરણાવી દીધી! જ્યારે મેં એનેં તેની પહેલી પત્ની સાથે જોયો ત્યારે એણે મને ખૂબ મારી અને પછી મને અહીં એક કોઠા ઉપર વેચી દીધી અને ત્યારથી અત્યાર સુધી હું મારા સન્માન માટે લડી રહી છું. મને તો એ પણ ખબર નથી કે ક્યારેય મને સન્માન મળશે કે નહિ! બસ હું એણે પામવા માટે કોશિશ કરી રહી છું."
મેઘાની વાત સાંભળીને રોહનની આંખો ભીની થઈ જાય છે કેમકે રોહન મેઘાને અનહદ પ્રેમ કરવા લાગી ગયો હતો, મેઘાની સમસ્યા જાણીને પેલા માજીને થાય છે કે એ પણ પોતાની સમસ્યા મેઘા સાથે શેર કરે, એટલે તે મેઘના હાથ ઉપર પોતાના હાથ મૂકીને કહે છે,
"દીકરા સમસ્યાઓ ક્યાં કોઈના જીવનમાં ઓછી હોય છે! દીકરા મને મારો એકના એક દીકરો રસ્તા ઉપર મરવા માટે છોડી ગયો છે, હું એની પાછળ ભાગી રહી હતી પણ એજ સમયે એક કાર સાથે ટકરાઈ ગઈ અને મારી આ હાલત થઈ ચૂકી છે." આટલું કહેતા કહેતા તો માજી નોધારા આંસુ એ રડી પડે છે.
મેધા જેમ તેમ કરીને પેલા માજીને શાંત કરે છે અને પછી તેમને કહે છે "મા આમાં તમારો કોઈ દોષ નથી, બસ તમારો દીકરો એની જવાબદારીથી મુક્ત થવા માગી રહ્યો છે, પણ મા આપ જરાય પણ ચિંતા ન કરો કેમકે તમારી સાથે તમારી દીકરી મેઘા છે. તમે મારી સાથે રહેશો અને તમારી બાકીની જિંદગી ત્યાં વિતાવશો! મા તમને હું કોઈ વાતે કમી નહી આવવા દઉં; મા હવેથી આપ મારી જવાબદારી છો, હું તમારું ધ્યાન અને કાળજી રાખીશ."
મેઘા પેલા માજીને એક નવી ઉમ્મીદ આપી ચૂકી હતી અને તેમની બધી જવાબદારી પણ ઉઠાવવા માટે તૈયાર હતી, બસ આજ કારણ હતું કે પ્રેમથી દૂર રહેનાર રોહનને પણ મેઘાથી પ્રેમ થઈ ચૂક્યો હતો! રોહન મેઘા સામે જોઈને ખુશ થઈ રહ્યો હોય છે! થોડા સમય પછી ડોક્ટર આવીને પેલા માજીને ઘરે લઈ જવા માટે રજા આપી દે છે. મેઘા અને રોહન પેલા માજીને લઈને વૃદ્ધાશ્રમ પહોંચી જાય છે, ત્યાં જઈને મેઘા પેલા માજીની કાળજી રાખવા લાગી જાય છે.
થોડા સમય પછી રોહનને કામ હોય છે એટલે રોહન ત્યાંથી ચાલ્યો જાય છે પણ આખો રસ્તો એ મેઘા વિશે વિચારી રહ્યો હોય છે. મેઘા પોતાના કામમાં વ્યસ્ત હોય છે અને તેને જેવો જ અહેસાસ થાય છે કે રોહન અહી નથી ત્યારે ફટાફટ અવની પોતાનો ફોન શોધવામાં લાગી જાય છે; મેઘા પોતાનો ફોન શોધી રહી હોય છે પણ એને ફોન મળતો નથી, આ વાત મેઘાને પરેશાન કરીને મૂકી દે છે. મેઘા શાંત થઈને ફોન શોધવાની કોશિશ કરે છે એટલે મેઘાને તેનો ફોન મળી જાય છે. ફોન મળતાં જ મેઘા રોહનને ફોન કરી દે છે, રોહનના મોબાઈલ ઉપર મેઘાનો કોલ આવી રહ્યો હતો એ જોઈને રોહનના ચહેરા ઉપર સ્મિત આવી જાય છે. રોહન પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને મેઘાને ફોન ઉપાડી લે છે,
"રોહન અચાનક ક્યાં ગાયબ થઈ ગયો? હજુ તો મારે તને જવાબ પણ આપવાનો હતો અને એની પહેલા જ તું અહીંથી ગાયબ!"
"તો અત્યારે આપી દે! અને હા મારે થોડું કામ આવી ચૂક્યું હતું એટલે હું કામ માટે બહાર આવ્યો છું."
"મિસ્ટર આટલી જલ્દી તમને જવાબ નહિ મળે; એની માટે આપડે કાલે ફરી એજ સમયે એજ જગ્યા ઉપર મળી રહ્યા છીએ! પણ આજની જેમ લેટ ન થતો; નહિ તો હું કાલે તારી રાહ નહિ જોવુ અને પાછી આવતી રહીશ!"
"ઓકે બાબા, હું સમયથી પહેલા આવી જઈશ, લવ યુ!"
"હમમ..." કહીને મેઘા ફોન કટ કરી દે છે.
ક્રમશ.....
શું હશે મેઘનો જવાબ? શું ગુડિયા શેરીના નિયમ તોડી મેઘા રોહનને અપનાવી લેશે? જાણવા માટે બન્યા રહો ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં? જ્યાં મેઘા પોતાના સન્માન માટે કરશે હર હદ પાર!