Pranaynu pahelu pagathiyu - 2 in Gujarati Love Stories by Nihar Prajapati books and stories PDF | પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 2

Featured Books
Categories
Share

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 2

રોહનનાં મિત્રોનાં વાહન તે બધાં રોહનના ઘર આગળ મુકે છે અને ચારેય મિત્રો કમલેશની ગાડીમાં બેસીને કોલેજ જાય છે.લેક્ચર ચાલું થાય છે અને ચારેય મિત્રો પહેલી પાટલી પર બેસે છે અને હા આખા રૂમમાં રોહન સૌથી હોશિયાર વિધ્યાર્થી હોય છે.પહેલું લેક્ચર પુરુ થાય છે આમ તો તેઓ દરરોજ લેક્ચર ભરતા હોય છે પણ આજે ચિરાગ અને ચિંટુંને લેક્ચર ભરવાનું મન ન હતું તેથી રોહન અને કમલેશે પણ આજે લેક્ચર નહિ ભરવાનું નક્કિ કર્યું.

તે બધાં કેન્ટિનમાં બેસવા જાય છે પછી ત્યાં કોફી પીને પછી થિયેટરમાં ફિલ્મ દેખ્વાં જાય છે.બધાં મિત્રો ફિલ્મમાં મગ્ન હતાં જ્યારે રોહનનું મન કંઈક બિજી જ જગ્યાએ ફરતું હોય છે.ફિલ્મ પૂરી થાય છે.ચિંટુ રોહનને કહે છે કે રોહન તારું મન ક્યાં હોય છે?તું ફિલ્મમાં કંઈક વિચારતો હતો તેવું મને લાગ્યું.હમણાંથી તારું મન ક્યાં હોય છે?ચિંટુ હું તને કાલે વાત કરું.

બધાં મિત્રો દરરોજની જેમ રોહનનાં ઘરે આવે છે અને બધાં ત્યાંથી કોલેજ જવાં નીકળે છે.તેમની કોલેજ રોહનનાં ઘરથી લગભગ 3 કિમી જેટલી દૂર આવેલી હોય છે અને રોહનના ઘરેથી ગાડી લઈને ત્યાં પહોંચવામાં લગભગ 15 મિનિટ કે 20 મિનિટ થાય છે પણ જો કોઈ દિવસે ટ્રાફિક હોય તો 30 મિનિટ જેવું પણ થાય.આ સમયગાળાનાં દરમિયાન રોહન ચિન્ટુને વાત કહે છે.

ચિંટુ વાત કંઈક એમ છે કે હું થોડાક દિવસથી ટેન્સનમાં છું.ચિંટુ કહે છે કે કેવું ટેન્સન?રોહન ચિંટુને કહે છે કે ચિંટુ મારા મમ્મી - પપ્પા થોડાંક દિવસથી મારા માટે છોકરી જુવે છે. મેં હમણાં તો 3 , 4 છોકરીઓના ફોટા પણ દેખી લીધાં અને બે દિવસ પછી અમારે બાજુનાં ગામમાં છોકરી દેખવા જવાનું છે.

દરરોજની જેમ બધાં મિત્રો ફરીથી પહેલી પાટલી પર બેસી ગયાં.પ્રોફેસર એક સારાં સમાચાર લઈને રૂમમાં આવ્યાં.પ્રોફેસરે બધાં વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે એક પ્રવાસ યોજવાનો છે.તો આપણે ક્યાં સ્થળે પ્રવાસ કરવાનું યોજિશું? બધાં વિદ્યારથીઓએ અલગ અલગ સ્થળનાં નામ કહ્યાં.પ્રોફેસરે કહ્યું કે બધાં વિદ્યાર્થીઓનો અલગ અલગ જવાબ આવે છે એટલે આપણે બહુમતી કરીને સ્થળ પસંદ કરીશું. અને હા આપણે પર્વતીય પ્રદેશનો પ્રવાસ યોજવાનો છે.

રૂમમાં બહુમતી કરવામાં આવ્યું.સૌથી ઓછી બહુમતી સાપુતારાને 24 નંબરે મળી.ત્રીજા નંબરે બહુમતી પાલીતાણા ને 26 નંબરે મળી. બીજાં નંબરે બહુમતી ગિરનારને 58 નંબરે મળી અને પ્રથમ નંબરે બહુમતી માઉન્ટ આબુ 72 નંબરે મળી.તેથી પ્રોફેસરે કહ્યું કે આપણે પ્રવાસ માઉન્ટ આબુ એ યોજીએ.પ્રોફેસરે કહ્યું કે કાલે બપોરે 4 વાગ્યે બધા વિદ્યાર્થીઓ કોલેજમાં તૈયાર થઈને આવતા રહેજો.

બધાને પ્રવાસ જવાનો ઉત્સાહ અને તાલાવેલી હોય છે. બધાં વિધ્યાર્થી પ્રવાસનો ક્યારે આરંભ થાય તેની રાહ જોતા હતાં.રોહન અને તેના મિત્રો પણ આ પ્રવાસની વાતો કરતા હોય છે પણ રોહન તેના મિત્રોને કહે છે કે હું પ્રવાસમાં કેવી રીતે આવું?મારા મમ્મી - પપ્પા અને મારે તો બે જ દિવસમાં બાજુનાં ગામમાં છોકરી દેખવા જવાનું છે.

હવે, હું શું કરું?હું કેવી રીતે પ્રવાસમાં આવું જો હું મારા મમ્મી - પપ્પા સાથે છોકરી જોવા નહિ જવું તો તેમને લાગશે કે અમારી જોયેલી છોકરી રોહનને પસંદ આવતી નથી.ત્યારે ચિન્ટુએ કહ્યું કે હું તારા પપ્પાને સમજાવી દઈશ અને મનાવી લઈશ.તું તેનું ટેન્શન ના કર રોહન. ચાલ હું તારા ઘરે આવું.રોહન અને ચિન્ટુ બંને રોહનના ઘરે પહોંચી ગયાં.

ચિન્ટુ રોહનના મમ્મી - પપ્પાને પ્રણામ કરે છે.રોહનના પપ્પા કહે છે ચિન્ટુ બેટા તું......આવ આવ.ચિન્ટુ કહે છે કે મને રોહને કહ્યું કે તમે રોહન માટે છોકરી જુવો છો અને બે દિવસમાં જ તમારે બાજુનાં ગામમાં રોહન માટે છોકરી જોવા જવાનું છે.ચિન્ટુ કહે છે કે કાકા અમારી કોલેજમાં કાલે માઉન્ટ આબુનો પ્રવાસ યોજાયો છે.તેમાં રોહનને પણ આવું છે પણ........

પણ... શું બેટા.ચિંટુએ કહ્યું કે કાકા તમારે બે દિવસમાં જ બાજુનાં ગામમાં છોકરી જોવા જવાનું છે અને અમારો પ્રવાસ એક અઠવાડિયાનો છે.કાકા હું તમને એક વિનંતી કરું છું. કાકા રોહનને પણ અમારી સાથે પ્રવાસમાં આવવા દો.બેટા બધી વાત સાચી છે પણ અમે તેમને બે દિવસમાં જ આવવાનું કહ્યું છે.ચિન્ટુ બોલ્યો કાકા તમે રોહનની ખુશી માટે ખાલી આટલું કરી દો.રોહનના પપ્પાએ વિચાર કર્યો અને કહ્યું કે રોહન તું પ્રવાસમાં જા અમે તેમના સાથે વાત કરી દઈશું.

રોહન ચિન્ટુને thank you કહે છે.પછી ચિન્ટુ ઘરે જાય છે.

રોહન:- ok bye......

ચિન્ટુ :- ok bye.........

રોહન:- કાલે મળીશું.

ચિન્ટુ:- ok...

કોલેજનાં પ્રવાસ દમિયાન શું.....શું..... ધટના ઘટે છે?રોહનના મમ્મી - પપ્પાએ પસંદ કરેલી છોકરી શું રોહનને પસંદ આવશે?આના માટે તમે વાંચતા રહો પ્રણયનું પહેલું પગથિયું.

ક્રમશ:


~ written by Nihar