Hind mahasagarni gaheraioma - 1 in Gujarati Thriller by Hemangi books and stories PDF | હિંદ મહાસગરની ગેહરાયીઓમાં - 1

The Author
Featured Books
Categories
Share

હિંદ મહાસગરની ગેહરાયીઓમાં - 1

દ્રશ્ય એક -
એક બહાદુર છોકરાં ની આ વાર્તા છે જેને સમુદ્ર માં મુસાફરી કરવી ગમતી હતી. એ પંદર વર્ષ નો હતો ત્યારથી એના પિતા સાથે સમુદ્ર માં જવાનું સરું કર્યું હતું. એનું નામ હતું દેવ એના પિતા નું નામ હતું મુકેશ તે એમના જોડે જોડે બધે ફરતો હતો એના પિતા એક ઉદ્યોગ પતિ હતા અને એ પણ સમુદ્ર ના મોટા ચાહક હતા. દેવ જ્યારે સત્તર વર્ષ નો થયો ત્યારે એના જનમ દિવસે એના પિતા આવ્યા અને કહ્યું આપડે કાલે તારા જનમ દિવસે મુસાફરી કરવા નીકળીશું આ વખતે હિંદ મહા સાગર માં જવાનું છે હું ક્યારનો હિંદ મહા સાગર માં જવા માગતો હતો એમ કહીને તે એને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી એમના રૂમ માં જઈને સૂઈ ગયા. એ દિવસે રાત્રે જ એમનું અવસાન થયું હાર્ટ એટેક ના કારણે અને એમની ઈચ્છા અધૂરી રહી ગઈ. પણ દેવ એમની છેલ્લી ઈચ્છા મન માં જ ફરતી હતી એમને એમ એક વર્ષ વિતી ગયું. દેવ ના પિતા નો બીઝનેસ એમના બાળપણ ના મિત્ર સચિન ને સંભળી લીધો અને દેવ તેની બી.કોમ ની સ્ટડી માં લાગી ગયો. દેવની માતા એ જ્યારે નાનો હતો ત્યારે જ અવસાન પામ્યા હતા અને સચિન ને લગ્ન નાતા કર્યા માટે દેવ અને સચિન સાથે રેહવા લાગ્યા.સચિન દેવ ના બાળપણ થી દેવ ને ઓળખતો હતો અને દેવ પણ સચિન ને ઓળખતો હતો એ એક મિત્રો જેવા હતા અને હવે સાથે રેહવા થી એકબીજાને વધુ સમજવા લાગ્યા હતા.
એક દિવસ દેવ ને સચિન ને એના પિતા ની બોટ યાદ કરવી અને કીધું કે "હજુ અની યાદ માં એ બોટ આપડી પાસે જ છે."
દેવ એ સમયે કૉલેજ માં પેહલા વર્ષ માં હતો અને વાકેશન ચાલતું હતું તેને ફોન કરી એના મિત્રો ને બોટ લઈને હિંદ મહા સાગર માં ફરવા જવા માટે પૂછ્યું ને ત્યાં થી બધા તૈયાર થયા હવે દેવ અને અની સાથે બીજા પાંચ મિત્રો બીજા દિવસે નીકળવાના હતા.
દેવ ને સચિન ને પૂછ્યું અને સચિન ને હા પાડી દેવ ને બોટ ચલાવ તા આવડતી હતી પણ છતાં તેને એક કેપ્ટન ને હા ય ર કર્યો અને બોટ ની મુસાફરી જરૂરી સામાન સાથે સરું કરી.
દેવ અને અની સાથે એના પાંચ મિત્ર સૂરજ, સુર્ભ જે જુડવા ભાઈ હતા. ગોપી, માહી, અને રિયાંશા એમ છો કૉલેજ ના યુવા ને આ મુસાફરી ને સરું કરી. એમની સાથે કેપ્ટન તરીકે કેવિન હતો. હવે તે લોકો હિંદ મહા સાગર માં પોહચી ગયા હતા દેવ બઉ ખુશ હતો એના પિતા ની છેલ્લી ઈચ્છા અને પૂરી કરી. હવે તે વધુ આગળ જવા નું કેહવ લાગ્યો અને અની સાથે બીજા લોકો પણ બૂમો પાડવા લાગ્યા. કેપ્ટન ને વાત માની લીધી અને તે પણ હવે હિંદ મહા સાગર માં થોડા આગળ જવા માટે તૈયાર થઈ ગયા. પણ અચાનક જ વાતાવરણ બગડવા લાગ્યું ને સમુદ્ર માં ભવર આવ્યું અને એક એક બોટ એ ભવ ર માં ગાયબ થઈ ગઈ. થોડીક મિનિટ માં આખ્ખી બોટ અને સાત લોકો નો એક આવશે સ દેખાતો નહતો.હવે સમુદ્ર પાછો એવો જ લાગતો હતો જેવો પેહલા હતો કોઈ ભવર કે કઈ પણ નથી. કોઈ જાણે બધાને જાણી જોઈને ડૂબાડયા હોય એવું પ્રતીત થતું હતું.
સેમ ની આંખ ખુલી અને તે જોવે છે ટો તે એક ગુફા માં હતો અની સાથે એના મિત્રો બાજુ માં બેભાન હતા. એને બધાને ઉઠાડ્યા કેપ્ટન પણ ત્યાજ હતા. તે એક સમુદ્ર ના નીચે અંધારી અને પથરાડી ગુફા માં હતા. હિંદ મહા સાગર ની ગેહરાયી માં એક ગુફા માં સાત માણસો ફસાયા હતા. એક બાજુ સમુદ્રનુ ખરું પાણી અને બીજી બાજુ ગુફા અને એક નાના કિનારા જેવી સમુદ્ર ના નીચે આવેલ કોઈ અજાણી જગ્યા માં ફસાયેલા દેવ અને તેના મિત્રો વિચાર માં પાડી ગયા કે તે કઈ જગ્યા પર છે?