હવે આગળ ,
દેવ રિસેશ પડતા ભાવેશ દેવ એક સાથે કેન્ટીન તરફ આગળ વધે છે પહેલા ફ્રેશ થઈને આગળ ચાલવા લાગે છે મજાક મસ્તી કરતા કરતા ક્યારે કેન્ટીન માં પહોંચે છે તે ખબર પડતી જ નથી .દેવ અને ભાવેશ પોતાની જગ્યા પર બેસીને રોજની માફક ચા નો ઓર્ડર આપે છે અને દેવ અને ભાવેશ પોતાની વાતોએ વળગી પડે છે.
દેવ : ભાવેશ કાલની તૈયારી શુ છે તારી ?
ભાવેશ : કાઈ તૈયારી નથી સર જે પૂછશે અને જે આવડસે તેના જવાબ આપીશ અને તારી ?
દેવ : તારી જેમ જ છે હા પણ મને એકવાર કોઈ બોલે તે યાદ રહી જાય છે એટલે મને તકલીફ નહીં પડે .
ભાવેશ : હા એતો તારે સારું છે ને અહીં તો યાદ પણ કાઈ રહેતું નથી અને એમાં સરે આજે કીધું કે એક અઠવાડિયા સુધી રિવિઝન ચલાવશે મારુ તો માથું ખવાઈ જશે.
દેવ : કેમ તારું માથું ખવાઈ જશે યાર બધું રિપીટ થશે તો પરીક્ષામાં આપણને જ કામ આવશે નહીં તો સર અત્યારથી પણ આપણને રજા આપી શકતા હતા વાંચવાની . સર એ રજા ઓછી કરી એનું એક જ કારણ છે કે આપણે ઘરે જઈને તો બુક અડવાના રહ્યા પરીક્ષા આવે એવી જશે એટલે જ સર અહીં રિવિઝન નું વિચાર્યું હશે .
ત્યાં બંને માટે ચા આવે છે અને વાત પડતી મૂકી ચા પીવા લાગે છે દેવ હજી પણ ચા પીતા પીતા તે જ વિચારતો હતો કે શું તે સરે બનાવેલી આ પરીક્ષામાં પાસ થશે કે નહીં તેને વિશ્વાસ તો હતો કે તે પાસ થશે પણ થોડો નર્વસ પણ હતો . બંને ચા પીને ભાવેશ રૂપિયા આપીને પોતાના કલાસરૂમ તરફ પાછા ફરે છે રિસેશ પુરી થવા આવી છે બંને ફ્રેશ થઈને પોતાના કલાસરૂમ માં પોતાની જગ્યા પર બેસી જાય છે અને ત્યાં સર પણ આવી જાય છે
હજી ઘણા વિધાર્થી બહાર થી ક્લાસ માં આવતા હોવાથી સર ભણાવાનું શરૂ કર્યું ના હતું બધા આવી જાય તેની રાહ જોતા હતા ત્યાં સુધી સર તેના કામ માં વ્યસ્ત હતા બધા આવી જતા સર પોતાનું આગળ ભણાવા નું શરૂ કરે છે અને બપોરના બાર કેમ વાગી જાય છે કોઈને ખબર પડતી નથી .લેકચર પૂરો થતાં જ બધા ઘરે જવાની ઉતાવળ બતાવે છે પણ સર હજી તેને થોડી માહિતી આપવાનું વિચારે છે અને બધા બેસી રહે છે .સર માહિતી આપવા લાગ્યા થોડી જ વારમાં માહિતી આપીને બધા ને ફરી કાલનું યાદ અપાવે છે અને બધા છુટા પડે છે .દેવ અને ભાવેશ કલાસરૂમ માંથી નીકળીને પાર્કિંગ તરફ આગળ વધે છે આજે ભાવેશને દેવ કહે છે કે મારે બાઇક ચલાવવી છે તો ભાવેશ કાઈ પણ કહ્યા વગર દેવને બાઇક ની ચાવી આપી દે છે દેવ પોતાની લિમિટમાં બાઇક અમરેલી ના રસ્તા પર દોડાવા લાગે છે જોત જોતામાં અમરેલી બસ સ્ટોપ આવી જાય છે અને દેવ ભાવેશને બાઇક આપીને બસ સ્ટોપ ની અંદર જાય છે અંદર જતા જ બસ ઉપડવાની તૈયારી માં હોય છે દેવ દોડીને બસમાં ચડી જાય છે અને પોતાની જગ્યા પર જઈને બેસી જાય છે.
દેવ બારી પાસે બેસી બહારના રસ્તા જોવા લાગે છે દેવ આજે રસ્તા પર કૈક શોધતો હોય એવું લાગે છે પણ શું તે તેને પણ ખબર નથી .થોડી જ વારમાં બસ આગળ વધે છે અને અમરેલીની બહાર નીકળી ને રસ્તા પર દોડવા લાગે છે દેવ પોતાના કાનમાં હેડફોન લગાવી સોન્ગ સાંભળવા લાગે છે અને બહાર થી આવતો ઠંડો અને ગરમ પવન માં ક્યારે તેને ઊંઘ આવી જાય છે ખબર પડતી નથી . રોજ સવારમાં વહેલા જાગીને આવવું અને બપોરે આમ બસમાં સુઈ જવું દેવનો રોજ નો નિત્યક્રમ બની ગયો હતો પણ આજે તે કૈક અલગ જ વિચારમાં હતો .પોતાનું ગામ આવતા દેવની ઊંઘ ઊડી જતી આજે પણ તેની ઊંઘ ઊડી ગઈ .ગામ આવતા નીચે ઉતરી ઘર તરફ ચાલવા લાગ્યો.
શુ દેવ કાલથી શરૂ થતા રિવિઝન માં અવ્વલ આવી શકશે ? શુ દેવ જોબ પર પોતાનું હુન્નર બતાવી શકશે ? શુ દેવ એક મહિના પછી શરૂ થતી પરીક્ષામાં અવ્વલ આવી શકશે ? શુ દેવ પોતાની જોબ પર ઘર ને યાદ કર્યા વગર રહી શકશે ? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ