Pollen 2.0 - 32 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 32

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

પરાગિની 2.0 - 32

પરાગિની ૨.૦ - ૩૨



પરાગ ખરેખરમાં અટવાય ગયો હોય છે.. જે સમયે તેને રિનીની જરૂર હોય છે તે સમયે જ રિની તેની સાથે લડીને તેની ઘરે જતી રહી હોય છે. રિની પરાગને સમજવાની કોશિશ પણ નથી કરતી... પરાગ તેને હંમેશા ખરાબ માણસોથી દૂર રાખવા માંગતો હોય છે અને અત્યારનાં સમયે પણ પરાગ તે જ કરી રહ્યો છે પરંતુ રિની તે વાત સમજતી નથી..! પરાગને હતું કે સવાર સુધીમાં રિની તેનો ગુસ્સો ઉતારીને તરત ફોન કરશે પરંતુ એવું ના થયુ..! આટલા વર્ષો બાદ પરાગને તેની મમ્મી જોવા મળે છે પરંતુ રિનીની એક ભૂલને કારણે તે પણ દૂર થઈ જાય છે.. રિની આવી બધી વાત સમજતી નથી હોતી.. તેને ફક્ત પરાગ મારી સાથે કેમ આવું કરે છે તે દેખાય છે. રિનીને પરાગ માટે મદદરૂપ થવુ જોઈએ પરંતુ તે પરાગને આવી હાલતમાં મૂકી જતી રહે છે.


નવીનભાઈ હજી ઘરે નથી આવ્યા હોતા તેને થઈને શાલિની હજી હેરાન હોય છે તેને એવુ હોય છે કે નવીનભાઈ તેને છોડીને લીનાબેન પાસે જતાં રહ્યાં હશે..!


નિશા માનવને એશાના મોબાઈલમાંથી ફોન કરે છે. એશાનો ફોન આવતાં જોઈ માનવ ખુશ થઈ જાય છે. તે જ સમયે માનવ ગાડી ચલાવતો હોય છે અને પરાગ બાજુમાં જ બેઠો હોય છે. માનવ પરાગને તેના મેરેજ વિશે જણાવે છે.. પરાગ માનવ માટે ખુશ થાય છે. એશાનો ફોન આવતા માનવ ફોન ઉપાડી લે છે અને ફોન સ્પીકર પર મૂકીને કહે છે, હા.. મારી જાન શું કહે છે?

નિશા ખોંખારો ખાતા કહે છે, તારી જાન નહીં, સાળી બોલું છુ...

માનવ- ઓહ... નિશા...

નિશા- હા, મારી સાથે એશા અને રિની બંને છે.

નિશાનાં કહેવા પર પરાગને ખબર પડે છે કે રિની તેના ઘરે ગઈ છે.

રિની માનવને કોન્ગ્રેચ્યુલેશન કહે છે. નિશા પર તેને વિશ કરે છે...

એશા માનવને પૂછે છે... ક્યાં છે તું અત્યારે? ગાડી ચલાવે છે?

માનવ- હા, હું પરાગને લઈને હોસ્પિટલ જઉં છુ....

આ સાંભળી રિનીનાં હાવભાવ બદલાય જાય છે... તે પરાગને પૂછવા જ જતી હોય છે પરંતુ તે પહેલા જ પરાગ રિનીને કહી દે છે, રિની ચિંતા ના કરીશ... મને એવું કંઈ નથી થયુ... હું તને પછી શાંતિથી ફોન કરીશ..! બાય કહી પરાગ તરત ફોન કટ કરી દે છે. રિની પણ કંઈ નથી બોલતી..! એશા અને નિશાને થોડું અજીબ લાગે છે. તેઓ રિનીને ફરી પૂછે છે, રિની તું કંઈ છૂપાવે છે અમારાથી?

રિની- ના, કેમ?

એશા- તે પરાગ સાથે વાત પણ ના કરી અને તેને બાય પણ ના કહ્યુ?

રિની- એવું કંઈ નથી.. હું બોલવા જાવ એની પહેલા તો એમને ફોન મૂકી દીધો..! હું શાંતિથી વાત કરી લઈશ..!

એશા અને નિશાને હજી એવુ લાગતું હોય છે કે કંઈક તો થયું જ છે...!


પરાગ અને માનવ ગાંધીનગર પહોંચે છે. પરાગ્ માનવ અને સમર બંનેને ના કહ્યું હોય છે કે જ્યાં સુધી તેની મમ્મી ના મળી જાય ત્યાં સુધી કોઈને કંઈ કહેવું નહીં..! પરિતાએ જે હોટલનું એડ્રેસ આપ્યુ હોય છે ત્યાં તપાસ કરવા કે સાચેમાં જ લીનાબેન અહીં રોકાયા હોય છે કે નહીં? એડ્રેસ શોધી તેઓ હોટલ પર પહોંચે છે. હોટલને જોઈને પરાગ કહે છે, શું તેઓ આવી હોટલમાં રોકાયા હશે?

માનવ- અંદર જઈને પૂછીએ તો ખબક પડેને?

પરાગ અને માનવ હોટલની અંદર જાય છે. હોટલમાં કોઈ દેખાતું નથી હોતું... એટલામાં જ હોટલનો જ એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને તેમને પૂછે છે, શું કામ છે તમારે? રૂમ જોઈએ છે?

પરાગ- ના, લીના શાહ કરીને કોઈ લેડી આવી હતી અહીં રોકાવા?

હોટલનો માણસ પરાગને કહે છે, સોરી અમે કોઈની વિગતો ના આપી શકીએ..!

પરાગ તેને વિનંતી કરતાં કહે છે, મારું જાણવું બહુ જ જરૂરી છે.

માનવ પરાગને પૈસા આપવાનો ઈશારો કરે છે...

પરાગ તેના વોલેટ માંથી પાંચસોની નોટ કાઢીને તે વ્યક્તિને આપે છે. તે વ્યક્તિ તરત બોલવા માંડે છે અને કહે છે, આ બેન ઘણી વખત અહીં રોકાય ગયા છે.. ગઈ કાલ સવારે જ હોટલ પર આવ્યા હતા અને રાત્રે ત નીકળી ગયા હતા.. તેમની તબિયત નહોતી સારી લાગતી... અને જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમની સાથે એક છોકરી પણ હતી... પરંતુ જતી વખતે તેઓ એકલા જ જતા રહ્યા... ટેક્સી મેં જ બોલાવી હતી તેમની માટે..! તેમની સાથે જે છોકરી હતી તે કંઈ દવા લેવા ગઈ હતી..! બિચારી છોકરી રડતી હતી.. કહેતી હતી કે પૈસા લઈને જતા રહ્યા..!

પરાગને પરિતાની આ વાત સાચી લાગે છે. તે આગળ પૂછતા કહે છે, શું તમને ખબર છે કે તેઓ ક્યાં ગયા?

તે વ્યક્તિ કહે છે, ના.. એ તો મને નથી ખબર..!

પરાગ અને માનવ પાછા જ વળતા હતા કે તે વ્યક્તિ તેમને રોકતા કહે છે, કદાચ આ તમારા કામમાં આવે?

પરાગ ઉતાવળમાં પૂછે છે.. પરંતુ તે માણસ પૈસા તરફ ઈશારો કરે છે.

માનવ પરાગને પૈસા આપવાનુ કહે છે. પરાગ તેનું વોલેટ કાઢી પાંચસોની નોટ કાઢી તે વ્યક્તિને આપે છે. તે વ્યક્તિ તેનો મોબાઈલ કાઢી તેમાં કોલ લોગ ખોલે છે અને એક નંબર બતાવતા કહે છે... આ નંબર કદાચ તમારા કામમાં આવે..?

પરાગ તરત જ તેના મોબાઈલમાં ડાયલ કરે છે અને તે નંબર દાદીનો હોય છે. પરાગ તે વ્યક્તિને પૂછે છે, શું આ નંબર પરથી જ મારી મમ્મીએ ફોન કર્યો હતો?

તે વ્યક્તિ હા નો જવાબ આપે છે. દાદીનો નંબર તેની મમ્મીએ ડાયલ કર્યો હતો તે જાણી પરાગને નવાઈ લાગે છે.



શું દાદી જાણતા હશે કે લીનાબેન ક્યાં છે?

સિમિત ફરી નથી આવ્યો તો શું આ શાંતિ પહેલાનું વાવાઝોડું છે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૩