Big dreams of small villages ... - 2 in Gujarati Fiction Stories by Gal Divya books and stories PDF | નાના ગામડાના મોટા સપના... - 2

Featured Books
Categories
Share

નાના ગામડાના મોટા સપના... - 2


આમ જ ઘરના બધા સભ્યોને ભીની આંખે પાછડ છોડી મારી રાજકોટની સફરે હું નિકળી ગઈ. ભાઈ મને બસ સુધી મૂકવા આવીયો હતો. બસ આવી અને મેં મારી સીટ ગોતી તેમાં ગોઠવાય ગઈ. બારીમાંથી ભાઇ ને હાથ ઉંચો કરી બાય કહેતી જ હતી ત્યાં તો બસ ચાલુ થઈ ગઈ. પાછળ ભાઈને જોતી રહી પણ હવે એ દેખાતો બંધ થઇ ગયો હતો. મારું પોતાનું નાનું ગામડું પાછળ છુટી રહ્યું હતું અને હું અણજાણીયા મોટા શહેર તરફ જઇ રહી હતી.

નાના ગામડાના મોટા સપના... ( ભાગ 2 )

2. ઘરથી રાજકોટ ની સફર....

ફાઈનલી, મારું રાજકોટ જવાનું પાકું થઈ ગયું હતું. ફુલ જોર - શોરથી મારા રાજકોટ જવાની તૈયારી ચાલી રહી હતી. ભાઈ 3 દિવસ રાજકોટમાં રહી, બધું હરિ - ફરી મુશ્કિલથી મારા માટે એક રૂમ પસંદ કરી આવ્યો હતો, ત્યાંની બધી જ કોલેજો જોઈ એક સારી કોલેજમાં મારું એડમીશન થઈ ગયું હતું જમવાનું અત્યારે ટિફિન બાજુમાં મળી રહે તેવી સુવિધા હતી આગળ નું આગળ વિચારયુ જશે...

ઘરનો માહોલ પણ અલગ જ હતો. પપ્પા ને ભાઈ રાજકોટમાં મારા માટે સુવિધાઓ ઊભી કરવા માં વ્યસ્ત હતા, મમ્મી મારા માટે નાસ્તા નો પીટારો તૈયાર કરતા હતા, ભાભી મોટા શહેરમાં કઈ રીતે રહેવું તે સલાહો આપતા ફરતા હતા, દાદી બધી જ વસ્તુ યાદ કરી મારી બેગ ભરવામાં જોડાયેલા હતા, દાદા થોડા તેમનાથી હું દૂર થઇ જાય એ ગમમાં હતા અને હું બસ ખૂલ્લી આંખે રાજકોટના સપના જોવામાં મશગુલ હતી. મારી બેસ્ટફ્રેન્ડ ને ‌રાજકોટ‌ શુ કરીશ, કઈ રીતે રહીશ, ક્યાં ફરવા જઈશ એ લીસ્ટ સંભળાવતી હતી.

મારા મનમાં તુફાન ચાલી રહ્યું હતું, થોડો ઘરથી દૂર થવાનું દુઃખ હતું તો સામે રાજકોટ માં એકલા રહેવાનું એક્સાઇટમેન્ટ હતું અને દિલના એક ખૂણે ડર પણ હતો કે હું બધું એકલી મેનેજ તો કરી લઈશ ને ??બધી તૈયારી થઈ ગઈ હતી, બેગ પેક થઇ ગયા હતા, ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. આ છેલ્લી રાત હતી મારી મારા ઘરમાં, કાલ સવારે હું રાજકોટ માટે રવાના થઈ જવાની હતી.

મને તો આખી રાત ઉંઘ જ નાં આવી, સવારે સૌથી પહેલાં ઉઠી ગઇ હતી હવે સમય મારા નીકળવાનો થઈ ગયો હતો. હું બેગ લઇ તૈયાર થઇ ગઈ હતી. ઘરના બધા જ લોકોની આંખ નમ થઇ ગઈ હતી અને મારી મા ... એ તો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા. દાદી એમને સંભાળવા જતા ખુદ જ કમજોર પડી રડવા લાગ્યા. હું પણ હવે ઇમોશનલ થઈ ગઈ હતી, અને મારી આંખો પણ પલળી ગઇ હતી. એક મિનિટ માટે તો ઘરના બધા ની આવી હાલત જોઇને થયું કે નહીં જવું રાજકોટ .... પણ હવે બધું જ રેડી હતું, અને હું મારા સપનાઓ પાછળ દોડવા માંગતી હતી .

આમ જ ઘરના બધા સભ્યોને ભીની આંખે પાછડ છોડી મારી રાજકોટની સફરે હું નિકળી ગઈ. ભાઈ મને બસ સુધી મૂકવા આવીયો હતો. બસ આવી અને મેં મારી સીટ ગોતી તેમાં ગોઠવાય ગઈ. બારીમાંથી ભાઇ ને હાથ ઉંચો કરી બાય કહેતી જ હતી ત્યાં તો બસ ચાલુ થઈ ગઈ. પાછળ ભાઈને જોતી રહી પણ હવે એ દેખવનો બંધ થઇ ગયો હતો. મારું પોતાનું નાનું ગામડું પાછળ છુટી રહ્યું હતું અને હું અણજાણીયા મોટા શહેર તરફ જઇ રહી હતી.


મારા ગામથી રાજકોટ નો રસ્તો 4 કલકનો હતો. આ 4 કલાકમાં હું ક્યારેક રાજકોટની ઝગમગાટ વિશે વિચારતી તો વળી મા નો રડતો ચહેરો દેખાતો. બસ મન માં આ ગડમથલ ચાલતી હતી અને હું પહોંચી ગઈ મારા સપનોના શહેર રાજકોટ ...