One and half café story - 18 in Gujarati Love Stories by Anand books and stories PDF | વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 18

The Author
Featured Books
Categories
Share

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 18

વન એન્ડ હાફ કેફે સ્ટોરી

Anand

|18|

બીજો દીવસ, દીવમાં

ધ સેન્ડ કેસ્ટલ

“કેટલું ચલાવીશ બાબા, તને સાચે ખબર ને આપણે ક્યાં જવાનું છે.” આંખ પર હાથ રાખીને દુર સુધી જોવા એ બેન્ચ પર ચઢીને ઉભી રહી. “ક્યુકી મુજે તો દુર-દુર તક કોઇ ખુની નહી દીખ રહા દયા.”

“નહી દીખ રહા....નહી દીખ રહા....નહી દીખ રહા....” પોતે ત્રણ વાર બોલીને મને બતાવે છે કે જો પડઘો પડે છે. ચાલતા-ચાલતા ક્યારે અમે સી.આઇ.ડી. ના રોલમાં આવી ગયા ખબર જ ન પડી.

“તલાસી લો અભીજીત યહી કહી છુપા હોગા.” મે મારા રોલમાં આવી ને કહ્યું.

અમારા જેવા તોફાન કરવામાં તો છોકરાવ પણ વીચારે. “એક સાવ નાનો અને એક ક્યારેય મોટી જ નથી થઇ.” મે મજાક કરતા કહ્યું.

તડકા એ રંગ રાખ્યો પણ વરસાદ આવી જાય તો ખબર નહી. આવી રળીયમણી બીચ પર ધોધમાર વરસાદ પડે ત્યારે બીચ કેવી મજાની લાગતી હોય. મે તો આજ સુધી શહેરમાં જ વરસાદ માણ્યો છે. દરીયા દેવ મેઘરાજને દેખીને કેવા રાજી થતા હશે. દરીયાકાંઠે રહેતા લોકો કેવા નસીબદાર કહેવાય. મહેરામણથી દુર અને આમ આખો દીવસ મહેરામણની વચ્ચે જીવવાનો કેવો અનેરો આનંદ આવતો હશે. કદાચ હું પણ દરીયાકાંઠે રહેતો હોત. નિરાશા મારા મનને ઘેરી વળી.

મોડી રાતે આંખ દરીયા સાથે મીંચાય અને વહેલી સવારે ખુલે ય એના જ સથવારે. આવી રળીયામણી જગ્યા એ ફરી આંખ ન પણ ખુલે તોય એક દહાડો વર્ષો જીવ્યાં સમાન જ છે.

જ્યાં જવાનુ છે એ જગ્યા પીયા માટે સર્પરાઇઝ છે. કેટલું દુર છે એ જોવા માટે મે મારા ફોન પર લોકેશન ચેક કરી. અમે સાવ નજીક પહોંચવા જ આવ્યા. મે આ જગ્યાં વીશે એક રેર આર્ટીકલમાં વાંચ્યું છે. મારા બ્લોગ પર એ જગ્યાની પોસ્ટ છે પણ મને ખબર છે કોઇને ખબર નહી હોય. મને બીક છે એને મારી પોસ્ટ ન જોઈ હોય. જ્યારથી મે એ જગ્યા વીશે જોયું અને સાંભળ્યું છે ત્યારથી મારે એ જગ્યા જોવી છે. એ મજા માણવી એ મારુ સપનું હતુ જે આજે પુરુ થવા જઇ રહ્યું છે. ફોટોમાં જોઈને જ આટલી મજા આવે તો નજરે દેખીને કેવી રળીયામણી લાગતી હોય. મારા માટે તો બેય જગ્યા રળીયામણી છે. કઇ સારી નક્કી કરવાવાળો હું તો કુદરતનો ગુનેગાર જ કહેવાય ને. મારી સાથે મારી પીયા અને બીજે પડખે આ બીચ. જગતના કોઇપણ ખુણાંમાં આનાથી વધારે સુખ બીજુ કયુ હોઇ શકે.

“કેટલું દુર?” તડકાના લીધે ચાલવાનો અણગમો એના ચહેરા પર હું જોઇ શક્યો.

“એક જ મીનીટ...” મે પ્રેમથી કહ્યું. હું નેવીગેશનમાં લોકેશન જોવામાં ખોવાયો. થોડીવાર તો નેટવર્ક નહોતું મળતું પછી અચાનક આવી ગયું. “દસ મીનીટ જેટલું દુર છે. બસ.”

“મારે નથી ચાલવું. મને તેડીને લઇ જા.” એ નાના છોકરાની જેમ જીદ્દ કરવા લાગી. મને ખબર છે એ અટકચાળા કરે છે તોય મને એ મોકો મળે તો હું હવે મુકવાનો નથી.

“ચલો.” મે એની તરફ હાથ આગળ કર્યો. કાંઇપણ વીચાર્યા વગર એ મારો હાથ પકડીને ચાલવા લાગી. થોડીવાર કોઇ કાંઇ બોલ્યું નહી. વાતાવરણને માણતા, ભીની રેતીમાં પગલા કરતા બેય ચાલ્યા રાખ્યું. મારી પાસે એક બેગ હતું અને પીયાનું પર્સ જેવું બેગ મે એની પાસેથી લઇ લીધું. એના હાથમાં ફોન છે એટલે ઘડી-ઘડી મારા વીયર્ડ ફોટોસ ક્લીક કર્યા રાખે છે.

ડાબી બાજુની પાળી ઓળંગીને સીધી પાકી સડક છે. પાળી પર ચાલતા જઇએ તો વચ્ચે-વચ્ચે ક્યાંક કોઇ જુની ઇમારતો છે. દરીયાકાંઠાની વનરાજી ચોમેર ભરપુર પથરાયેલી છે. થોડે આગળથી ડાબા પડખે મોંઘા દાટ લીકર શોપની શરુઆત થઇ છે. એ શોપની બનાવટ જ એટલી મોહક છે કે ન પીવા વાળા માણસો પર એકવાર ત્યાં જઇને જોઇ આવીએ એવો વીચાર તો કરે છે.

“દીવ જઇને પીધા વગર પાછા આવીએ તો દીવ શું કામનું.....” કોઇ પણ સામાન્ય માણસના મનમાં પહેલો વીચાર આવો આવે, આવે અને આવે જ.

“શું બોલ્યો?” ચાલતા ઉભી રહીને મારી સામે હોઠ બીડાવ્યાં. મને ખબર છે હું જે બોલ્યો એ એને સાંભળ્યું. “ફરી બોલ.”

“બોલ....”

“કાંઇ નહી ખાલી બ....બ....બીયર પીશ એમ કેતો તો. સોરી. મસ્તી કરતો તો.” હું થોડો હેબતાઇ ગયો. મને એનો ગુસ્સો જોઇને બીક લાગી. એને સાચે એવું લાગ્યું કે હું દારુડીયો છું તો. મારા મનમાં પહેલો વીચાર આ આવ્યો. થોડીવાર તો એ કાંઇ બોલી જ નહી. મારી સામે ગુસ્સામાં જોતા ઉભી રહી.

અચાનક એના ચહેરા પર સ્માઇલ આવી ગઇ. અને મારી સામે અચાનક પ્રેમથી જોઇ રહી. “વેલ પીયા એ ક્યારેય ટ્રાય નથી કરી અને કોઇ ક્યે તો કરે પણ નહી. પણ તારી સાથે કરે.”

મારી સામે એવી વીશ્મયતાથી જોઇ રહી. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મને જીવનમાં જેટલા શોક લાગ્યાં છે એમાનો આ બધાથી મોટો હતો. મે તો એમનમ મજાકમાં વાત કરી કારણ કે મે પોતે આજ સુધી ક્યારેય એ વસ્તું ને હાથ નથી લગાવ્યો. અને આ પાગલ છોકરી મારા માટે એ પણ કરવા તૈયાર છે.

“થેંન્કસ દ્વારીકાધીશ....ફોર એવરીથીંગ. યુ આર ધી બેસ્ટ.” મારા હદય માંથી શબ્દો નીકળાં.

“એ આ તો વેવ લાઇફ કેફે છે ને આપણે કાલે ગયા તા એ વાળું.” વેવલાઇફ કેફેના નીચેના ભાગ પાસેથી નીકળતા પીયા એ કહ્યું.

જઉ છે ફરી.” મે કહ્યું.

“નો. મારે પેલા મારુ સર્પરાઇઝ જોઇએ છે.” પહેલા તો એણે નાના છોકરા જેવો ચહેરો બનાવ્યો અને પછી મારા હાથ સાથે વળગી ગઇ.

“આ તારી કોઇ સાઝીસ કે સડયંત્ર તો નથી ને માસુમ પીયાને ફસાવવાની.” એને મારી સામે જોઇને કહ્યું.

“માસુમ કે નોસ્ટેલેજીયા.” મે દાંત કાઢતા કહ્યું અને માર પણ ખાધો.

વાતો કરતાં-કરતાં અમે ઘણા આગળ નીકળી આવ્યાં ખબર ન પડી. આગળ ચાલતા થોડો ભાગ સાવ ખાલી રેતાળ પટ છે જ્યાં થોડે દુર સુધી દુકાનો ને એવું કાંઇ નથી.

ખાલી નીર્જન પટ, દરીયો અને મારી પીયા મારી સાથે છે હવે મારે શું જોઇએ.

“કોઇ માણસો કેમ નથી. મને બીક લાગે છે.” એને મારા કાન પાસે આવીને કહ્યું.

“કાંઇ નહી થવા દઉ તને. રીલેક્સ. હું છું ને.” મે એના કાન પાસે ધીમેકથી કહ્યું. આગળ મારે કાંઇ કહેવાની જરુર પડે એમ નથી. એને મારી પર એટલો વીશ્વાસ છે કે ખાલી આંખના ઇશારાથી મને “ઓકે.” કહી દીધું. થોડું ચાલ્યા ત્યાં આગળ એક સાઇકલ વાળો દેખાયો. દુરથી જોતા નેપાળી જેવો લાગ્યો. નજીક આવ્યો ત્યાં નક્કી થઇ ગયું. અમારા બેયના મનમાં ફરી-ફરીને એજ વીચાર આવે કે આ માણસ ગમે ત્યારે ગમે ત્યાંથી કઇ રીતે ટપકી પડે છે. “મને તો લાગે આ ટેરરીસ્ટ છે....આમ જો તો બાકી આવા વગડાંમાં ક્યાંથી આવી શકે આ.” પીયા એ મારા શર્ટનો કોર્લર ખેંચીને કહ્યું.

“ખબર નહી.” મે કહ્યું. આટલી વાત થઇ ત્યાં એ અમારી બાજુમાં આવીને ઉભો રહી ગયો.

“ગુડ મોર્નીંગ સાહબ. મે સ્પેશયલ આફ ખે લીયે હી છાય લે કે આયા હું. મેડમજી ખુશ હો જાયેંગી એકદમ.” અમારી સામે સાઇકલ ઉભી રાખીને એની રોજની વીચીત્ર સ્ટાઇલમાં હસવા લાગ્યો.

“આવ્યો ખરો તારો બેસ્ટી.” મે પીયા સામે જોતા કહ્યું. “આ નેપાળી ને તારા પર ક્રસ આવી ગયો હોય એવું લાગે છે.”

પીયા જીણી આંખ કરીને મારી સામે જોઇ રહી. “ચીંબો તેમાં. આ જ મળ્યો તને?” આની સાથે જ મારા પગ પર જોરથી પગ વાગ્યો. પીયાએ મારી સામે ચીડાઇને બુમ પાડી “હે...હે...ટુ ફની હો. ઇડીયટ. એક છુટ્ટુ ફેંકીને મારીશ ને....”.

“અને આનુ નામ તો આજથી ચીંબો જ રહેશે. તને શોખ હોયને તો તુ પરણી જા એની સાથે.” ચીંબો ના ગયા પછી મને પ્રેમથી ખીજાઇને પીયાએ કહ્યું.

એનો ગુસ્સો જોયા પછી હું કાંઇ ન બોલ્યો. પણ ચા પીધા પછી એને જે જોશ ચઢયો છે કાંઇ. એ વેરાન વગડા જેવી જગ્યા વટાવી ત્યાં ફરી જાગતો દરીયાકાંઠો આવ્યો એવું લાગવા લાગ્યું. બેયને હાશકારો થયો. વચ્ચે-વચ્ચે ખંડેર થઇ ગયેલી વર્ષોથી ખાલી પડેલા, અવાવારું મકાનો અને ભુતીયા કુવાઓ વટાવીને અમને અડધી તુટેલી દીવાલ દેખાઇ. સવારના પહોરમાં આ ભૂત બંગલામાં જવા જેવો અનુભવ હતો. “હાશ હવે કાંઇક દેખાયું ખરુ. મને તો કેવી બીક લાગી તને ખબર.” દીવાલની નજીક પહોંચતા બીજી બાજુ માણસો જોઇને પીયા બોલી અને મને ગળે વળગી ગઇ “આરામથી....” બે-ત્રણ ફુટ જેટલી ઉંચી દીવાલ ઉપર ચઢતા મે એનો હાથ પકડી રાખ્યો. મને એની ચીંતા થાય છે. જો એને તકલીફ પડે તો મને તકલીફ પડે છે.

બીજી જ ઘડીએ બધુ ભુલીને અમે બેય એ રેતી માં કુદકો માર્યો. “ઓહ માઇ ગોડ.” સામે જોતા જ પીયા બોલી પડી. એના ચહેરાના હાવભાવ જોવા લાયક હતા. સામે શું છે એ મને ખબર નથી. એ જોવા કરતા વધારે પીયાના ચહેરાનો એક-પણ હાવભાવ મીસ ન થાય એ જરુરી છે.

“ધ સેન્ડ કેસ્ટલ....” એને બરોબર જ વાંચ્યું. મારા સપનામાં મે જોયેલી જગ્યાએ અમે આવી પહોંચ્યા.

ઉંચે સુધી વાંસના લાકડાથી મઢેલા બે ટાવર જેવા માંચડા દેખાય છે. ઉપર ચઢવા માટે દોરીની હેલીકોપ્ટરમાં હોય એવી નીસરણી. બે-માંથી એક ટાવર ઉપર ગોળ કાઉબોયની ટોપી વાળો ગોળ-મટોળ માણસ હાથમાં માઇક જેવું કાંઇક લઇને ઉભો છે. અમને જોઇને એને તરત જ હાથ ઉંચો કર્યો અને સ્ટીરીયો પર ગીત ચાલુ કર્યા. થોડા આગળ ઢાળ ઉતરતા જે દેખાયું એ જોઇને અમારા હોશ ઉડી ગયા. માણસોના ટોળે-ટોળા ઉભરાઇ પડયા છે. ફરતી બાજુ ટોપી વાળા કેટલાય માણસો હાથમાં ડોલ અને કોથળા લઇને આમથી આમ દોડા-દોડી કરે છે.

“યોર સર્પરાઇઝ. મીસ પીયું....” મે એની આંખમાં જોઇને પ્રેમથી કહ્યું. એને કાંઇક બોલવુ હતુ પણ બોલી ન શકી સીધી દોડીને મારા ગળે વળગી ગઇ “થેંન્કસ યાર. ધીમેકથી એને કહ્યું.”

“અને મારે સાંભળવું છે.” મે એના ખભ્ભે બે હાથ રાખીને એની આંખમાં જોઇને કહ્યું. એ શરમાઇને નીચું જોઇ ગઇ “બોલને પાગલ.”

“જો હું....પછી....” મે પ્રેમથી કહ્યું. “પછી....મારી સામે જો પેલા....”

બે-ત્રણ વાર સામે જોઇને એ નીચે જોઇ ગઇ. “કાલ્મ ડાઉન. લુક એટ મી.”

હીમ્મત કરીને એને મારી સામે જોયું “જો તું....જો....તું ન હોત તો હું દીવમાં શું કરત....હું ઇન્જોય જ ન કરી શકી હોત આટલું. થેંન્ક ગોડ તું મને મળી ગયો બાકી મારુ શું થાત....” એની આંખની ભીનાશ અને મારા માટેનો પ્રેમ ઘડીભર માટે હું જોઇ શક્યો.

“સહહહ.....કાંઇ નથી બોલવું આપણે. હવે આવી ગયો ને હું....આ બધુ ઓવરથીંકીંગ મને કરવા દે.” મે એને મારા તરફ ખેંચી અને મારો એક હાથ એના વાળ પર અને એનો ચહેરો મારા ખભ્ભા પાસે લાવ્ચો. એના વાળમાં હાથ ફેરવીને મે કહ્યું. “એવરીથીંગ વીલ ફાઇન. ઓકે.”

“ઓકે.” એને ભીની આંખ લુછતા મારી સામે જોઇને પ્રેમથી કહ્યું.

“હવે આ રોવાનું બંધ કર. મારે મારી જી.એફ. ની સ્માઇલ પાછી જોઇએ છે.” એના હોઠ બે આંગળીથી ખેંચીને એને સ્માઇલ કરાવી.

અમારુ ધ્યાન ગયુ કે કોથળા વાળાં માણસો કોઇ રીતે રેતી નાખીને દીવાલ જેવું કાંઇક બનાવે છે. અને સીધી સપાટી પર પાણી દુર-દુર સુધી ક્યાંય દેખાતું નથી. વાંસના કટકા ખોડીને બનાવેલા વાંકા-ચુકા પગદંડી જેવા રસ્તા પર ચાલવાની મજા આવે છે. અમે વધારે ટાઇમ બગાડયા વગર સીધા નીચે પહોંચ્યા. ત્યાં વાગતા ગીતો અને માનવ મહેરામણનો આવકાર ઘડી-ઘડી માણસોને એની બાજુ ખેંચે છે.

ઉપરના ટાવર જેવી જગ્યાં એ ઉપરથી નજારો જોવા અને કોમેન્ટરી આપવા માટે છે. એની ફરતી બાજુ ટોપી વાળા લોકો કીલ્લાના આકારમાં દીવાલ બનાવે છે. અમે બાકી બધા માણસો ઉભા છે એ જગ્યા એ પહોંચ્યા. ટીકીટ બારીની લાઇનમાં ઉભા રહી ટીકીટ લીધા પછી એન્ટ્રન્સ ગેટ પાસે ઉભા રહ્યાં. ત્યાં એક ટોપી વાળો માણસ અમારી તરફ આવ્યો. “નમસ્તે સર, નમસ્તે મેડમ. આપકા બહોત-બહોત સ્વાગત હે સેન્ડ કેસ્ટલમે, હમ આપકે બચપન ઓર આપકે સપને કો પુરા કરને કા છોટા સા પ્રયાસ કરતે હે.”

ત્યાં જ અમારી નજર સામે જોરદાર ગીત શરુ થયું અને બેય ટાવર પર એક સાથે ધજા ઉપર થઇ જેમાં મોટા અક્સરે લખ્યું છે “વેલ્કમ ટુ સેન્ડ કેસ્ટલ.” અને બેની વચ્ચેથી એક પાટીયું ખુલ્યું અને અમારી નજર સામે એમાંથી ઝરણું વહેવા લાગ્યું અને જોત-જોતાંમા જ પાણી અમારા પગ નીચેથી નદીની જેમ વહેવા લાગ્યું. અમારા આશ્ચર્યનો તો કોઇ પાર જ નહોતો. પીયા એ તરત ટોપીવાળાની સામે જોયું. “જી હા મેડમ આપ નાઇલ નદી કે બીચમે ખડે હે.” એને તરત હસીને કહ્યું. “ઓર યે એમેઝોન કા જંગલ હે. વેલ્કમ ટુ સેન્ડ કેસ્ટલ. વેલ્કમ ટુ ડ્રીમ લેન્ડ મેમ. હેવ અ ગુડ ડે.”

ઘડીવાર તો એ મારી સામે જોઇ જ રહી. આ ઝરણા વાળી વાત તો મારા માટે પણ નવી જ હતી. અમે વાત કરવા ઉભા રહ્યાં ત્યાં ગોઠણ સુધી પાણી તો આવી જ ગયું. “ઓય યાર મારે બરોડા નથી જવું હવે.” પીયા જગ્યાના રંગે પુરેપુરી રંગાઇ ગઇ છે. આ જગ્યા એ આવીને એને કેટલી મજા પડી ગઇ એ એના ચહેરા પર હું જોઇ શકું છું.

“તુ ડબલ.” કહીને મારો હાથ પકડીને મને આગળ ખેંચી ગઇ. “ચલ હવે. મારો હાથ પકડ અને ચલ.”

ઓહ માય ગોડ આ છોકરી યાર, જસ્ટ થેંન્ક ગોડ તમે અમને મળાવ્યાં.

દરીયાદેવના ખોળામાં આવી અદભુત દુનીયા કોને બનાવી હશે. વચ્ચે નદી અને બેય બાજુ નાના-નાના ઝાડ અને અવનવી વસ્તુઓની દુકાનો. રમકડાથી માંડીને ખાવા-પીવાના બધા સ્ટોલ એવા સરસ રીતે ગોઠવાયેલા છે. અમારી ડાબી બાજુ અવનવા રમકડાની દુકાનો છે. પીયા એક પછી એક દુકાને જોવા ઉભી રહેતી જાય છે. અમુક રમકડા જોઇને તો હોશ ઉડી જાય એવા છે. નાનો હતો ત્યારે હું વીચારતો કે રમકડાની એક નદી હોય એના કાંઠે રેતી હોય અને એમાં સાચુ પાણી નાખીને રીમોટથી બોટ ચલાવી શકાય એ સપનાના રમકડા મને આજે હકીકતમાં જોવા મળ્યાં. ઘડીવાર તો એવુ લાગે કે આ માણસો એ મારા સપના ચોર્યા છે.

પીયાને એક રમકડુ ગમ્યું પણ એને લીધુ નહી. મને ખબર પડી એટલે મે એને કીધા વગર એને ખબર ન પડે એવી રીતે લઇને એના બેગમાં નાખી દીધુ. જ્યારે એ બેગ ખોલશે ત્યારે જોઇને કેટલી ખુશ થઇ જશે એ વીચારીને મને મજા આવે છે. બીજી એક મોટી ગીફ્ટ મે એના માટે જોઇ રાખી છે. એના માટે સર્પરાઇઝ છે એટલે અત્યારે લઇ જઇ શકાય એમ નથી. મે દુકાનદાર સાથે વાત કરી લીધી છે. એ મારા હોટેલના રુમ પર મોકલાવી આપશે.

આપણને ગમતા માણસ ને ગમતું આપણને ગમવા લાગે એટલે સમજી જવુ પ્રેમમાં પડવાની શરુઆત થઇ ગઇ.

“આ તો ડ્રીમલેન્ડ છે યાર...ક્યાંથી શોધી આવે છે આવી જગ્યા તું....” આગળ ચાલતા એણે કહ્યું “એક મીનીટ આર.જે. ના પેજ પર મે આ જ જગ્યા જોઇ છે આઇ ગેસ.”

“તારુ નવું નામ એ....ક્યુટ વાળો એ....” મારો ગાલ ખેંચતા એને કહ્યું.

“કેટલા નામ રાખીશ મારા....” મે ધીમેકથી મારીને કહ્યું. “નોટી ગર્લ....”

“એ....” એને વીશ્મયતાથી મારી સામે જોયું. “ક્યારેક-ક્યારેક મને એવું લાગે કે તું જ આર.જે. નથી ને.”

“હું કેવી રીતે....” મારાથી બોલાઇ ગયું. હવે પોલ ખુલી ગઇ. પકડાયો.

“તમે બેય આમ સરખી જ હરકત કરો છો. વાતો સેમ. ફીલોસોફી સેમ. મને તો અવાજ ય સેમ જેવો લાગે.” એ મારી સામે વીચીત્ર રીતે જોઇ રહી. “રીલેક્સ. આટલો બધો સીરીયસ ન થા મજાક કરુ છું.”

મે એની વાત માની લીધી પણ મને મજાક જેવુ જરાય ન લાગ્યું.

નદી વાળો ભાગ થોડો નીચો ખાડો છે. અમે કાંઠાનાં ઉંચાણવાળા ભાગ પર ચાલ્યાં જતા હતા. અમે વાતો કરવામાં રહ્યાં ત્યાં નદી અડધા જેવી ભરાઇ ગઇ. ટાવર સુધી તો અમે પહોંચ્યાં જ નથી. આ બધુ જોઇને જ કાંઇક સપના જેવું લાગે છે. કેટલાય ખેપાની મોટા ન થયેલા મોટા કપલ અને છોકરાવ પાણીમાં કુદાકુદ કરે છે અને બે-ત્રણ ટેણીયાવ હવા વાળી બોટ લઇને બે ફુટ ઉંડા પાણીમાં ચલાવવા મથે છે. પણ બે ફુટમાં બોટ કેમ ચાલે? અહીં ના માલીકે કોઇપણ માણસને કાંઇપણ કરવાની છુટ આપી રાખી છે. ખાલી નુકશાન બને એટલું ઓછુ કરવાનું એવી ટકોર કરી છે ખાલી. એટલે જ તો છે આ ડ્રીમ લેન્ડ.

“એમ.” એને મારી સામે હોઠ બીડાવ્યાં. “એક મીનીટ બધો સામાન આપ.”

“આપો.” એમ કહીને મારી પાસેથી બધા બેગ અને ફોન બધુ લઇ લીધું. “હવે આંખ બંધ.”

“કેમ.”

“બંધ....” એને હોઠ બીડાવ્યાં. મે આંખ બંધ કરી. પાણીનો “ધબાક...” કરતો અવાજ આવ્યો. મારી આંખ ખુલી ત્યારે હું પાણીમાં સીધો સૂતો હતો. ગમે એટલી હોશીયારી કરુ પણ આ છોકરી આગળ હું કાંઇ નથી બોલી શકતો. હું બસ શિકાર થઇ ગયો. “વોટ....સીરીયસલી....”

હવે ગમે તે થાય મારુ બાકી વધેલું જીવન મારે આ પાગલ છોકરી સાથે જ વીતાવવું છે.

“હવે બોલ તોફાની કોણ?” એને મારી સામે હસીને કેમેરો ઓન કરતા કહ્યું.

“એમ....” કહીને હું જડપથી બહાર આવ્યો અને પકડીને એને ય પાણીમાં નાખી.

“વોટ....” આંખ ખુલ્યા પહેલા એને મારી સામે ચીડાઇને હોઠ બીડાવ્યાં. પછી “હે હે....” કહીને મને પાણી ઉડાડવા લાગી. આ ઘટના કેટલી સેકન્ડમાં થઇ એની એને કલ્પના જ નથી. અમે બેય એકબીજાની હાલત જોઇને હસી પડયા.

સામેની દુકાનવાળા કાકા અમને બેય પાગલને જોઇને મજા લઇ રહ્યા છે. અમે પાણીમાં પલળવા રહ્યાં ત્યાં સ્ટીરીયોમાં ગીત બંધ થયા અને બેય ટાવર પર બે એકસરખા ગોળમટોળ ટોપી વાળા માણસો આવી ગયા. માઇકમાં સેન્ડ કેસ્ટલ કોમ્પીટીશનની અનાઉન્સમેન્ટ થઇ અને બધા ઝરણા બાજુ દોડવા લાગ્યાં.

આ કોમ્પીટીશન પણ છે વાત મારા માટે નવી હતી. પીયા મને પુછે છે એના વીશે. મને પોતાને ખબર નથી. લોકોનું ટોળું ટાવર પાસે ભેગું થઇ ગયું. ધકામુકીમાંથી પાછા આવતા માણસોના હાથમાં કલર-કલરની કાંઇક વસ્તુ છે. દોડીને જતા એક કપલને રોકીને મે પુછયું. “સેન્ડ કેસ્ટલ કોમ્પીટીશન....ગો રન ફોર યોર પ્લેટફોર્મ કાર્ડ....” બોલીને એ પણ ઉતાવળમાં ભાગી નીકળ્યો.

“એ ચલને આળસુ ત્યાં જ જઇને જોઇએ ને.” મને મારીને પીયાએ કહ્યું.

“ચલને હવે....લેઝી બોય....” મારો હાથ ખેંચીને ચાલવા લાગી.

ટોળાની વચ્ચે ખાલી બે ટોપી દેખાય છે. મને તો ખાલી કોમ્પીટીશનનું નામ ખબર છે. હું વીચારવા ઉભો રહ્યો ત્યાં પાછળથી પીયાએ ધક્કો માર્યો. “પેલા લઇને આવ જા. પછી વીચારજે.”

ટોળામાં તો હું ઘુસી ગયો. મારા ખાલી હાથ જ ઉપર હતા ક્યારે અને કોને મારા હાથમાં રંગબેરંગી પ્લેટ જેવું કાંઇક રાખી દીધુ મને દેખાયુ પણ નહી. પણ છેલ્લે મને મળી ગયું જે હતું તે. ત્યાં જ અનાઉસ્મેન્ટ થઇ કે ટોકન પુરા થઇ ગયા બાકીના બધાને કાલે મળશે હવે. અમે બેય કાંઇ પણ બોલ્યા વગર એકબીજાની સામે જોઇને જોર-જોરથી હસી પડયાં. “ચોર સાલા.” પીયાએ મારો કાન ખેંચ્યો.

“ફીર સે એક બાર આપ સભી કા સ્વાગત કરતે હે સેન્ડ કેસ્ટલમે....યે આપકે સપનો કી દુનીયા હે....ઓર ઇસીકે સાથ હમ શુરુ કરને જા રહે હે આજ કા સેન્ડ કેસ્ટલ કોમ્પીટીશન. લકી લોગો કો ટોકન મીલ ગયા હોગા ઓર જીનકો નહી મીલા ઉનકે લીયે માફી ચાહતે હે, મગર હીમ્મત મત હારીયે અગલે દીન ટ્રાય જરુર કીજીયે ગા.” એટલીવારમાં બેય ટાવરને ફરતે માણસોનું ટોળું ભેગુ થઇ ગયું.

“ઓય, આ છે શું એ કેને....” પીયા એ માણસ સામે ઉપર નજર કરીને કહ્યું. તડકો વધારે લાગે છે એટલે આંખ ખોલવામા તકલીફ પડે છે એટલે આંખને નેણ પાસે હાથથી ઢાંકીને ઉપર જોવા એ મથી રહી છે.

“આજ કે દીન પે હમારે કેસ્ટલમે કોમ્પીટશન હોને વાલા હે જીસકા નામ હે સેન્ડ કેસ્ટલ કોમ્પીટીશન.”

એટલામાં બીજા ટાવર પર બેઠેલા ટોપીવાળા એ માઇક ઉપાડયું “જી હા દોસ્તો આપકો બનાના સેન્ડ કેસ્ટલ યાની કી રેત કા કીલા તબ તક જબ તક સમંદર ઓર હમારી રીવર કી બાઢ આપકે કીલે તક નહી પહોંચ જાતી. પાની આને તક આપકો કીલા બનાના હે. જીસકા કીલા પાનીમે સબસે ઝ્યાદા દેર તક ખડા રહેગા વહી વીનર હોગા. બાકી કે રુલ્સ આપકો બાદ મે બતા દીયે જાયેંગે.”

ત્યાં ટાવર વન પરથી પાછો અવાજ આવ્યો “કોમ્પીટીશન જલ્દી સે સ્ટાર્ટ કરને કે લીયે આપકે હાથમે દીયે ગયે ટોકનમે સે નંબર દેખ કે અપના-અપના પ્લેટફોર્મ ઢુંઢ લીજીયે. કીલા બનાને કે લીયે જરુરી સામાન આપકે પ્લેટફોર્મ પર આપકો મીલ જાયેગા.

“દોસ્તો ઇન્જોય કરને મે કોઇ કસર મત છોડીયેગા. ભુલ જાઇએ કી આપ બડે હે. આપ આજ કે દીન તો બચ્ચે હી હે. ઇન્જોય.”

“કેવી મજા પડશે યાર. આઇ એમ સો એક્સાઇટેડ. મારે સાચે બરોડા નથી જવું.” એને મારા બેય ખભ્ભા પર રોમેન્ટીક મુડમાં હોય એમ હાથ રાખ્યાં અને મારી આંખમાં જોઇ રહી “જો હું બરોડા નહી જઉને તો એનો જવાબદાર આ પાગલ રહેશે.”

થોડીવાર અમે એકબીજાની સામે જોઇ રહ્યા ત્યાં અમારા કોસ્ટયુમ આવી ગયા. ચેન્જીંગ રુમમાંથી કોસ્ટયુમ પહેરીને હું પહેલા આવ્યો. પીયા પાસે બેગ હતા એટલે મારા આવવાની રાહ જોતી એ ઉભી છે. મને આવતો જોઇને “એ....” મે સામે જોયું. એને મારી સામે જોયું. “ક્યુટ લાગે છે.”. આ મારા માટે અણધાર્યું હતું.

ગમતા વ્યકિતને ગમતી વાત કરવા માટે રાહ ન જોવી પડે. ન કહેવું હોય તોય કહેવાય જાય. એવુ થાય ખરું?

“થેન્કસ પીયું....તુ પણ ચેન્જ કરી આવ જલ્દીથી....” મે કહ્યું.

થોડીવારમાં એ પાછી આવી ગઇ. “ક્યુટી....” મે એને કહ્યું. એ સામે જોઇને શરમાઇ ગઇ.

નદીની બેય બાજુના પટ પર રેતીના લંબચોરસ લાકડાના માંચડા જેવી જગ્યા બનાવેલી છે. એની અંદર રહીને કીલો બનાવવાનો છે. ચાર માણસો આરામથી સમાઇ જાય એટલી જગ્યા છે. બધાની જગ્યાની અંદર પાણી ભરેલા નાનકડા ટાંકા જેવા ખાડા છે એમાંથી જોઇએ એટલું પાણી વાપરવાનુ અને રેતી માટે એક માણસ ટ્રોલી લઇને ફરે છે. જેને જેટલી જોઇએ એટલી આપે છે. ખરેખર આ મારા સપનાની જ દુનીયા છે. પાણીનો ટાંકો યાર. રેતીમાં રમવાનું. સીરીયસલી.

“પાની, રેતી....જીતના ચાહીયે યુઝ કરો. બસ ઇન્જોય કરના ઝરુરી હે.” સ્ટીરીયો માંથી અવાજ આવ્યો.

અમે બેય આવીને સીધા રેતીમાં કુદી જ ગયા. કાંઇપણ વીચાર્યા વગર પહેલા તો રેતીમાં થોડીવાર નાના હોય ત્યારે બનાવતા એવી ગુફાઓ બનાવી. મારું મન સાત વર્ષના બાળક જેવુ થઇ ગયું. મકાનનું કામ ચાલતુ હોયને રેતીના ઢગલા પડયા હોય એમાં હાથ સવારથી સાંજ સુધી રમ્યા કરતો. જ્યાં ખરેખર આનંદ હતો કોઇપણ જાતની ચીંતા નહોતી. આજે એવો જ દીવસ છે એવું મને લાગે છે.

નસીબથી અમારી જગ્યા નદીની સાવ બાજુમાં છે. અમારી આગળ એક કપલ અને બાજુમાં ફોરેનર કપલ છે. પાછળની બાજુના પ્લેટફોર્મ પર કોઇ આવ્યું જ નથી. અમે ઘણા બધા ફોટોસ અને સેલ્ફી પાડયાં. કોમ્પીટીશન શરુ થવાને પાંચ મીનીટની વાર છે એટલે હું બધા ટુલ્સ જોવામા પડયો. રેતી ભરવાનો ચમચો, રેતી કાઢવાનો ચમચો, પાણી ભરવા માટેના સાધનો, અવનવા આકારની કલર-કલરની ડોલ. આ બધા સાધનો મે તો સપનામાં અને ટીવી પર જ જોયા છે. હકીકતમાં આ નાના છોકરાવના સપનાના રમકડા છે. પણ અમે ક્યાં મોટા થયા જ. એવો વીચાર ફરી મનને ઘેરી વળ્યો.

હા ભઇ હા....” પીયા મોજમાં આવીને મોટે-મોટેથી ગાવાનું ચાલુ કર્યું. થોડીવારમાં તો હતા એટલા માણસો એની સાથે-સાથે ગાવા લાગ્યાં. એ ખાલી મારા ગાવાની રાહ જોતી મારી સામે જોઇ રહી. મેં પણ સાથે ગાવાનું ચાલુ કર્યું.

કાંઉબોય પણ સાથે માઇકમાં ગાવા લાગ્યાં.

અમે બેય એ પણ સાથે ગીત ગાવાનું ચાલુ રાખ્યું. બધા અમારી સાથે ગાતા રહ્યા જ્યાં સુધી બીજી વાર ગીત ન પત્યું.

ક્રમશ: