daaityaadhipati - 10 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ - ૧૦

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

દૈત્યાધિપતિ - ૧૦

લગ્ન ફેરા ચાલુ હતા. સામે લગ્ન જોડું હતું. લોકો પાણીની જેમ ફેલાયલા હતા. ફૂલ નાખતા હતા. સુધા લોકો ના ઝુંડથી પસાર થઈ, ત્યાં તે મંડપની સામે આવી અને તેણે સ્મિતા ને જોઈ. સ્મિતા, સુધા. બંનેઉ સરખા હતા. સ્મિતા, સુધા. આા શું હતું? આ વિચાર કરતી સુધાની નજર દૈત્ય પર પડી. તે ફેરા લઈ રહ્યો હતો. આ એજ માણસ હતો જે સુધા ને સવારે મલ્યો હતો. હા એજ છે. પાછળ થી અવિરાજ આવ્યો. તે તો સ્મિતા ને જોઈને ઊભોજ રહી ગયો. અને પછી દૈત્યની આંખો તેની પર પડી. ધીમે ધીમે સ્મિતા એ તેની આંખો ફેરવી. સુધાને જોઈને તેણે ફેરા ફરવાના બંધ કરી દીધા. તે સ્થિર થઈ. બધા સુધાની સામે જુએ તે પહેલાંજ.. સ્મિતા નીચે પડી. ધડામ થી તેનું શરીર જમીન પર ઢોળાયું.

સુધાને ખબર છે. હવે સુધાને બધીજ ખબર છે. સુધા મૃત્યુ પામી છે. તેની આત્મા તેના મૃત શરીરમાં ફસાય ચૂકી છે. અને હવે.. અવિરાજ તેનો ક્રિયાકર્મ કરવાનો છે. સુધાને એક સફેદ કપડાંમાં ફુલોથી સજાઈ છે. તેને ત્રણ અવાજ સંભળા ઈ રહ્યા છે. અવિરાજ અને મૃગધાં રડી રહ્યા છે. પણ હવે, સુધા ને દુખ નથી. સુધાને કોઈ માણસ ના મુખ યાદ નથી. તે માયાનું સામ્રાજ્ય ત્યજી ચૂકી છે. તે હવે પરમાત સંગ થશે. તેનો પરમાત. સુધા અત્યારે કદાચ સ્મશાન માં છે. કશુંક બળી રહ્યું છે. પણ ભગવાનની કૃપા થઈ અને તે પંખો જતો રહ્યો.

હજારો લોકો મંડપ સામે વધે છે. આા જોઈ સુધાતો ભાગી જાય છે. સુધા અવિરાજનો હાથ લે છે, અને દરવાજા તરફ વધી ને ભાગી જાય છે. અવિરાજ સ્મિતા ના શરીર નેજ જોતો રહે છે. સ્મિતા? સુધા? સ્મિતા? સુધા? અને અવિરાજ તેના ઘરમાં હતો. ઓસરીમાં. હેં!

'હાય, હાય! લુંટારાની જેમ હું નાસો સો?' ઘર માંથી સુધાની માં બોલી.

'ભૂખ લાગી છે.' સુધા ઝોર થી બોલી.

'હેં?' અવિરાજ સુધાને પૂછે છે.

'કઇ નઈ.' કહી સુધા ઘરે પ્રવેશી.

પાછળથી કોઈકનો અવાજ આવ્યો, 'મિત્ર?'

અવિરાજે પાછળ વળી જોયું તો એક માણસ ઊભો હતો. આ માણસનું મુખ અંધારાએ ઢાંક્યું હતું.

'કોણ?'

'હું.. સુમિત્ર. અંદર ગઈ, શું તે તમારી બહેન છે?'

'હાં.'

'અમ.. તેમનું મુખ તે, સ્મિતાથી મળી આવે છે.'

'અવિરાજ!' સુધા બૂમ પાડે છે.

'હા.. પણ સ્મિતા કોણ- '

'પ્લીઝ.. સ્મિતા, તે તમારી બહેનની મળવા માંગે છે.'

'એવું કેમ?'

'તે..'

મૃગધાં પાછળથી આવે છે.

'તે તેની મરણ પથારી પર છે.'

'તો?'

'ડેથ બેડ એટલે મરણ પથારી?' પેલો માણસ બોલ્યો.

'હાં. તે સુધા સાથે વાત કરવા માંગે છે.'

'શું વાત?'

'હાય, હાય, આ કોણ?' સુધાની બા આવી બોલે છે.

'પેલા લગ્ન પ્રસંગના લોકો.' અવિરાજ કહે છે.

સુધાને યાદ નથી પછી શું થયું. પણ એ લોકોએ વાત કરી સુધાની બા જોડે, પણ તેણે કીધું નહીં કે બંનેઉ ની મુખ રેખા સરખી છે. પછી સુધાની બાએ ધીમે થી, ના કહેવું હોય તેમ, જવાની હાં પાડી.

સુધા તે લોકો સાથે આગળ વધી, અને પછી તે લોકો થોભી ગયા.

'સુધા.'

'હંમ,' અવિરાજે સુધાને કેહતા સાંભળ્યું.

'અમારું એક કામ કરીશ?'

'શું?'

'અમદાવાદ જઈશ?'

'હેં?' અવિરાજ છક્ક થઈ બોલ્યો.

'પ્લીઝ.. પ્લીઝ હેલ્પ અસ આઉટ. વી નીડ યોર સપોર્ટ.'

'મને અંગ્રેજી- '

'સોરી, અમને તારી મદદની જરૂર છે. તારે અમદાવાદ જઈ અમારું એક કામ કરી આપવાનું છે. તને જે જોઈએ તે આપીશું. પ્લીઝ. તારો આભાર નૈ ભુલીયે.'

'પણ અમદાવાદ.. આ શું કહો છે તમે? પણ કેમ?'