Yakshi - 33 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 33

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

યશ્વી... - 33

(યશ્વીએ લખેલું નાટક 'પડયું પાનું' ની પ્રેઝન્ટેશન પૂરી થાય છે. હવે આગળ... )

'પડયું પાનું' નાટક પણ સકસેસફૂલ અને હાઉસફૂલ જવા લાગ્યું. આ નાટક તો મહિલા મંડળ, ગ્રુપમાં ખાસ્સું ફેવરિટ થયું અને દરેક તે પ્લે કરવા માટે ઈન્વાઈટ કરતાં હતા.

યશ્વીએ સૌથી પહેલાં રચેલું નાટક 'ભારતમાતાની વ્યથા' જેમાં ફકત દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૃણ હત્યા અને બાળ મજૂરી પર જે કેન્દ્રિત હતું. તેમાં આ વખતે આ પોઈંટ ના સંવાદોમાં સુધારાની સાથે ખેડૂતોની તકલીફ, મોલ કલ્ચરમાં વેપારીઓ નું મોત અને મોઘવારીમાં મધ્યમ વર્ગની હાલાકી જેવા પોઈંટ રજૂ કર્યા. એના પર રાજકારણીઓ મત મેળવવા માટે કરાતાં વાયદાની પરિસ્થિતિ જેવા પણ રજૂ કરીને 'ભારત કયાં' નામનું આ નાટક લખ્યું.

આ બધી પરિસ્થિતિ પર રિસર્ચ કરતાં કરતાં એક લેડી પોલીસ ઓફિસર સાથે તેની મુલાકાત થઈ અને એની સાથે થયેલી વાતો, એના સંઘર્ષની વાતો સાંભળીને એ ખૂબ જ તેનાથી ઈમ્પ્રેસ થઈ.

અને એણે એક લેડી ઓફિસર જે એક અનાથાલયમાં ઉછરી હતી. આ અનાથ બાળકીની આંખોમાં પોલીસ અફસર બનવાનું સપનું રોપનાર એક પોલીસ ઓફિસર અને તે વખતની ઘટના હતી. જે આંતકવાદીઓ એ પોતાના બચાવ માટે અનાથાલય ના બાળકોનું અપહરણ કર્યું. એ બાળકોને બચાવવા માટે આ બાળકીએ હિંમત દેખાડીને રસોડામાં જે દરવાજો હતો તે ખોલીને પોલીસ જે અનાથાલયને ઘેરીને રહ્યા હતા. એમના આવવા માટે રસ્તો કર્યો, અને પોલીસે આવીને બધાને બચાવ્યા. આ બાળકીની આ હિંમત અને ખરાબ પરિસ્થિતિમાં પણ ઠંડા દિમાગે કામ કરવાની તેની તાકાતને એસપી એ પ્રશંસા કરી અને તેનું નામ મનાલી આપ્યું. તેને અનાથાલય ના મેનેજર વહેચી દેતા તે ત્યાંથી છટકીને ભાગી અને એ એસપી પાસે પહોંચી ગઈ અને તેમની મદદ લઈને તે ભણી. અને આખરે પોલીસ ઓફિસર બની, અને એના પર યશ્વીએ 'મનાલી' નામનું નાટક લખ્યું.

એક વાર સાન્વી અને રજતને સામાજિક કામસર બહાર જવાનું થયું. પરીની સ્કુલમાં થી એક પ્રોજેક્ટમાં હોસ્પિટલની વીઝીટ કરીને અને બ્લડ વિશેની માહિતી કલેકટ કરીને એ પ્રોજેક્ટ ફિનિશ કરવો જરૂરી હોવાથી તેઓ પરીને તેના નાના-નાની ના ઘરે મૂકીને ગયાં.શનિવાર હોવાથી દેવમ અને યશ્વી ઘરે હતા.

પરી પ્રોજેકટ કરવા સ્કુલમાં ગઈ હતી. અને એનો સ્કુલમાં થી આવવાનો ટાઈમ થયો હોવાથી યશ્વી કિચનમાં તેની ભાવતી રબડ્ડી, પાલક પનીર, વેજ. મખ્ખનવાલા, બટર રોટી, જીરા રાઈસ, દાલફ્રાય, પાપડ,સલાડ વિગેરે બનાવી રહી હતી.

અચાનક પરી સ્કુલમાં થી આવીને નાનીના રૂમમાં ભરાઈ ગઈ. સુજાતાબહેને જે બહાર હીચકાં ખાતાં હતા એમને પરીનું આવું વર્તન જોઈને નવાઈ લાગી. 'શું થયું?' એ જોવા સુજાતાબહેને પોતાની રૂમમાં ગયા તો પરી ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી. એ જોઈને સુજાતાબહેને ટેન્શનમાં આવી ગયા.

પરીને જેમ જેમ તે પંપાળીને શાંત પાડવા મથી રહ્યા હતા તેમ તેમ પરીનું રૂદન વધી ગયું. ખૂબ સમજાવ્યા છતાં જયારે પરી ચૂપના થઈ તો સુજાતાબહેને બોલ્યા કે, "શું વાત છે પરી? શું થયું? કંઈક તો કહે, એક કામ કરું યશ્વીને બોલાવું.તારી લાડલી મામી છે, તો તું તેને જ કહે."

સુજાતાબહેને બોલતાં બોલતાં જેવા ઊભા થવા ગયા તો પરીએ તેમનો હાથ પકડીને રોકી લીધા. તે પોતાની નાનીના ખોળામાં માથું મૂકીને રોવા લાગી.

પછી ધીમે ધીમે શાંત થઈ પાણી પીને તે બોલી કે, "તમને ખબર છે નાની, આજે મારે સ્કુલમાં થી પ્રોજેક્ટ માટે બ્લડ વિશેની સમજ મેળવવા માટે હોસ્પિટલ જવાનું હતું. એ માટે અમે હોસ્પિટલ પહોંચ્યા."

સુજાતાબહેને બોલ્યા કે, "હા....તો"

પરીએ આગળ કહ્યું કે, "એમણે બ્લડ વિશેની માહિતી, તેના ડિફરન્સીસ, ગ્રુપ વિશેની સમજૂતી આપી. એમાં એક વાતમાં ને વાતમાં તેમણે 'બ્લડ કેન્સર' વિશે બોલતાં..." અને પરી પાછી રોવા લાગી.

સુજાતાબહેને શંકાથી પૂછયું કે, "પછી... શું થયું?"

પરી બોલી કે, "એટલે જાણકારી મેળવવા માટે બ્લડ કેન્સર રિલેટેડ વાતો પૂછી તો તેમણે મારી જેવા બાળકોને સમજ આપવા માટે તે 'કેન્સર વિભાગમાં' લઈ ગયા. અને બ્લડ કેન્સરના પેશન્ટને મળાવીને તે કેન્સર વિશેની સમજ આપી. તે પેશન્ટોને દેખ્યા તો તેમને પડતી તકલીફો અને વેદના જેમાં મ્હોં વાટે, દાઢ માંથી પડતું લોહી અને તેમના પરિવારના લોકોની આંખોમાં આંસુ જોઈને તો... "

સુજાતાબહેનેને કંઈ સમજ ના પડી એટલે પૂછ્યું કે, "પણ તો... આમાં રોવાનું આટલું કેમ?"

પરી રોતાં રોતાં બોલી કે, "નાની...જયારે સોહમને કેન્સર થયો હતો ત્યારે હું નાની હતી એટલે ખબર નહોતી પડતી. પણ જયારે કેન્સર વિશે, તેની તકલીફો વિશે જાણ્યું ત્યારે એવું લાગ્યું કે આ બધું જોયું છે મેં. અને નાની આપણે તો વાતો જ કરી જાણીએ છીએ, પણ વિચારો નાની સોહમે તે વેદના કેવી રીતે સહન કરી હશે. અને એની એ વેદના મામીએ માં બનીને કેવી રીતે જોઈ હશે.'

"નાની, બસ આજે મને મારો એ નાનકડો ભાઈ અને મારો સાથીદાર બહુજ યાદ આવે છે." આટલું બોલીને પરી ફરીથી ધ્રુસકેને ધ્રુસકે રોવા લાગી.

અને આ સાંભળીને સુજાતાબહેનની આંખમાં પણ આસું આવી ગયા.

આ બધી વાતો સાંભળીને યશ્વી જે પરીને જમવા બોલાવવા આવી હતી, તેનું પણ એ દર્દ તાજું થઈ ગયું.

યશ્વીએ દર્દ સાથે પોતાની રૂમમાં જઈને એક ડાયરીના કાગળિયાં ઉથલાવી અને સહેલાવા લાગી.

દેવમ પણ તેની પાછળ પાછળ બેડરૂમમાં આવ્યો અને તે પણ યશ્વી જોડે જઈને જેવો બેઠો તેવી જ યશ્વી તેને વળગીને રોવા લાગી. દેવમની આંખમાં આસું આવી ગયા.
છતાંય તે યશ્વીને ચૂપ કરાવા લાગ્યો.

તેને કહ્યું કે, "યશ્વી.. રડ નહીં, મને ખબર છે સોહમ તને ખૂબજ વહાલો હતો. પણ તે પાછો આવી શકે તેમ નથી."

યશ્વી બોલી કે, "મને ખબર છે કે સોહમ પાછો આવી શકે એમ નથી. પણ તેની યાદોને કેવી રીતે ભૂલું?"

દેવમ બોલ્યો કે, "પણ યશ્વી તને નથી લાગતું કે હવે તારે સોહમનું આપેલું પ્રોમિસ પૂરું કરવું જોઈએ. તારે તારા એ દર્દને વાચા આપી દે, અને તેના પર નાટક લખવું જોઈએ."

યશ્વી કંઈ પણ કહ્યા વગર રોતી આંખે પોતાની ડાયરીમાં 'કેન્સર એટલે કેન્સલ?" નામના નાટકની સ્ક્રીપ્ટ બતાવીને દેવમની છાતીમાં પોતાનું મ્હોં છૂપાવી દીધું.

ડાયરીના પાનામાં નાટકની સ્ક્રીપ્ટને સહેલાવી ને દેવમે પૂછ્યું કે, "યશ્વી તે લખી કાઢયું છે."

યશ્વીએ જવાબ આપતાં કહ્યું કે, "હા, હું બધા નાટક લખ્યા પહેલાં જ નહીં.. સોહમના ગયા પછી નાટક લખ્યું હતું."

દેવમે પૂછ્યું કે, "તો પછી... વાર કેમ લગાડી બતાવવા માં.."

યશ્વીએ કહ્યું કે, "પણ દેવમ તમને... મને લાગે છે કે હજી ઘણું બધું ખૂટે છે. આ પરફેક્ટ નથી. મારા બાળકને આપેલા પ્રોમિસને મારે આ રીતે..."

દેવમે પૂછ્યું કે, "આ રીતે મીન્સ..."

યશ્વીએ કહ્યું કે, "આ રીતે મીન્સ કે મારે મોટા ફલક પર મીન્સ કે ગ્રાન્ડ ઓપનિંગ સાથે મોટા થિયેટરમાં એક અદ્ભુત રીતે રજૂ કરવું છે."

દેવમે કહ્યું કે, "તું નાટક લખવાની તૈયાર કર...નહીં તેને મઠારવાની, રિસર્ચ કર. જે કરવું પડે તે કર. હું સ્પોન્સર શોધવાનો પ્રયત્ન કરું નહીં.. હું જ સ્પોન્સર બનીશ. પણ મારા બાળકને આપેલું પ્રોમિસ આપણે પૂરું કરીશું જ."

યશ્વી બોલી કે, "દેવમ તમને લાગે છે એમ સહેલું નથી. હું આ નાટક ખૂબજ અલગ રીતે રજૂ કરવા માંગું છું. સાથે સાથે આનો ખર્ચ પણ ઓછો નથી. વળી, તેના માટે સ્ટેજ પર બ્રેકગ્રાઉન્ડ લુક બધું જ, દરેક વસ્તુ મારે ગ્રાન્ડ જોઈએ છે. અને એ ખર્ચો મોટો છે, જે 'સોહમ ક્રિએશન' માટે પોસીબલ નથી."

"કંઈ વાંધો નહીં યશ્વી દેવમ, બેટા હું સ્પોન્સર બનીશ. તને જેવું જોઈએ તેવી, જેમ જોઈએ તેમ તૈયારી કર. જેટલો ખર્ચો થાય તેટલો કર. હું સ્પોન્સર હોવાથી તારે વિચારવું નહીં પડે." જનકભાઈને બોલતાં સાંભળીને યશ્વીએ તેમની સામે જોયું.

દેવમ બોલ્યો કે, "પપ્પા તમે..."

જનકભાઈએ કહ્યું કે, "હા બેટા, હું મારા દીકરા વહુનું સપનું પૂરું તો કરી શકું છું. હું હજી સારું કમાઈ શકું છું. અને મારી પાસે પોતાની સારી એવી કમાણી, એફડી બધું જ છે. માટે તું ચિંતા ના કર."

યશ્વીએ કહ્યું કે, "પણ પપ્પા, આ બધામાં ઘણો ખર્ચો થઈ જશે. અને તે તમારી જમા મૂડી છે."

જનકભાઈએ કહ્યું કે, "અને મારા દીકરો વહુ પણ મારી જમા મૂડી જ છે. પૈસા એ ભલે મારી જમા મૂડી છે, પણ મારા પૌત્રને યશ્વીએ આપેલા વચન કરતાં વધારે તો નહીં જ. બેટા, તું મારા પૌત્રને આપેલું પ્રોમિસ પૂરું કર." આટલું કહીને જનકભાઈ ભીની આંખે તેમના રૂમમાં થી બહાર નીકળ્યા.

દેવમે કહ્યું કે, "યશ્વી તારું બધું જ ટેન્શન એ હવે મારું ટેન્શન છે. બસ તું નાટક મઠાર, જે તૈયારી કરવી હોય તે કર. તેની ગ્રાન્ડ ઓપનિંગની તૈયારી પણ કરીશું. જેટલી મહેનત કરવી પડે તેટલી આપણે તે કરીશું, પણ તે પ્લેને પ્લેટફોર્મ પર લઈ જા."

(શું યશ્વી સોહમને આપેલું પ્રોમિસ પૂરું કરશે? તેને લખેલા નાટકનું ગ્રાન્ડ ઓપનિંગ થશે કે પછી? કેરેક્ટર માટે, કેન્સર રિલેટેડ રિસર્ચ કરી શકશે ખરી યશ્વી? યશ્વીનું 'કેન્સર એટલે કેન્સલ?'માં કેવી રીતે લખ્યું હશે? શું તે સોહમની સિચ્યુએશન પર જ હશે કે પછી?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)