Yakshi - 34 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 34

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

યશ્વી... - 34

(યશ્વીએ બીજા બે નાટક લખ્યા. એક દિવસે પરી સ્કુલ પ્રોજેક્ટમાં ની તૈયારી કરતાં તેણે બ્લડકેન્સર વિશે જાણ્યું અને એનાથી આખા ઘરમાં બધાનું દર્દ તાજું થાય છે. દેવમ અને જનકભાઈના કહેવાથી યશ્વી તેના દિકરાને આપેલું પ્રોમિસ પૂરું કરવા તૈયાર થાય છે. હવે આગળ..)

યશ્વીએ પણ મનથી કાઢી થઈ એ દર્દ સાથે આગળ વધવા માટે પોતાના મનને તૈયાર કર્યું. તેણે નાટક માટે જરૂરી માહિતી ભેગી કરવા માટે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. કેન્સરના દર્દી જે હયાત હોય તેવા અને હયાત ના હોય તેવા લોકોના ઘરના સભ્યોને મળીને તેમની પડતી તકલીફો, તેમની વેઠવી પડતી વેદના વિશે જાણી. યશ્વીએ નાટકને મઠારવુ નું ચાલુ કર્યું.

યશ્વીના નાટક માટે સ્ક્રીપ્ટ, કેરેક્ટર બધું જ રેડી હતું સિવાય કે મેઈન રોલ નાના બાળકનું કેરેક્ટર નહોતું મળતું. એ જ નાટકનો સૌથી મોટું કેરેક્ટર, મેઈન રોલ હતો. સ્ક્રીપ્ટ પ્રમાણે મુખ્ય એકટર નાનકડો દસેક વર્ષનો બાળક હતો. અને એ જ મળવું અઘરું હતું, જેની એક્ટિંગ પાવરફૂલ હોવી જોઈએ તેવો બાળક શોધવો જરૂરી પણ હતો.

એક વખતે યશ્વી પરીના કહેવાથી તેના સ્કુલના પ્રોજેકટ અને ફંકશન જોવા ગઈ. પ્રોજેક્ટ જોયા પછી ફંકશનમાં ગઈ તો ત્યાં એક નાટક ચાલી રહ્યું હતું,

'જેમાં બોર્ડર પર ઈન્ડિયા અને પાકિસ્તાનના મેજર ખાસ મિત્રો હતા. તે સાથે કેરમ રમતાં, લડ્ડૂ ખાતા હતા. ગીતો ગાતાં અને સમય પસાર કરી રહ્યા હતા.

એવામાં યુદ્ધ નું બ્યૂગલ વાગતાં તે મિત્રો એકબીજાને ગળે લાગીને કહ્યું કે, "આજ સુધી મિત્રતા રાખી. હવે દેશ પ્રત્યે ની ફરજ નિભાવવાની છે." એમ કહીને યુદ્ધ લડે છે. અને એમાં બંને મરી જાય છે.

તેમની માતાઓ પોતાના મળેલા મેડલ એકબીજાને આપીને તેમની દોસ્તી નિભાવે છે.'

આ નાટકની ખૂબજ સરસ રીતે ભજવાયુ હતું. પણ તેમાં નાટકની અંદર એક અગ્યાર વર્ષનો બાળક મેજરનું રોલ જે ભજવતો હતો તેને યશ્વીએ પોતાના નાટકમાં બાળકના રોલ માટે પસંદ કરી લીધો. ટીચર જોડેથી તે બાળકનું એડ્રેસ લઈને યશ્વી તેના મમ્મી-પપ્પાની પરમિશન લેવા પહોંચી ગઈ.

યશ્વીએ તેના મમ્મી-પપ્પાને કહ્યું કે, " હું યશ્વી અને 'સોહમ ક્રિએશન'ની રાઈટર છું. નિહાલ ની એક્ટિંગ સરસ છે. પ્લીઝ મારે તમારી પરમિશન જોઈએ છે."

નિહાલની મમ્મીએ પૂછ્યું કે, "શેની પરમિશન મેમ?"

યશ્વીએ જવાબ આપતાં કહ્યું કે, "મેં એક 'કેન્સર એટલે કેન્સલ?' નામનું નાટક લખ્યું છે. એમાં મેઈન રોલ એક બાળકનો છે. અને એ રોલ માટે જ મેં નિહાલને પસંદ કર્યો છે. એ માટે તમારી પરમિશન લેવી છે."

નિહાલની મમ્મીએ કહ્યું કે, "ના..મારો નિહાલ આ નાટક તો નહીં જ કરે. અને પાછું આ તો મરવા વાળું નાટક છે."

એવામાં નિહાલ આવ્યો અને યશ્વીને જોઈને બોલ્યો કે, "તમે પરીની આન્ટી છો ને?"

યશ્વીએ કહ્યું કે, "હા બેટા, તું મને ઓળખે છે."

નિહાલે કહ્યું કે, "પરી અને હું એક જ કલાસમાં છીએ. મેં તમને ઘણી વાર જોયેલા છે. તમને તો હું 'એસ.એન' વાળું નાટક લખ્યું હતું ત્યારનો ઓળખું છું."

પછી તેની મમ્મીને સમજાવતાં કહ્યું કે, "મમ્મી આ તો નાટક છે. તને ખબર છે ને કે મને એક્ટિંગ કરવી પસંદ છે. મને થિયેટરમાં આ પ્લે કરવા દે, પ્લીઝ."

યશ્વીએ પણ કહ્યું કે, "પ્લીઝ તમે હા પાડો. આ મારા દીકરા માટેનું ગ્રાન્ડ પ્લે છે. એનું એટલું જ ગ્રાન્ડ ઓપનિંગ થશે. તમારા દીકરાને પણ સારી એવી તક પણ મળશે." આમ કહીને તે સોહમ અને તેને આપેલ પ્રોમિસ વિશે વાત કરી.

નિહાલે પાછું કહ્યું કે, "મને આવી મોટી તક મળી છે. એ તો મારે કરવી જોઈએ. મમ્મી હા પાડને..."

નિહાલની મમ્મી કંઈ ના બોલી શકી.

પણ નિહાલના પપ્પાએ કહ્યું કે, "પણ આ નાટક માટે થઈને મારા દિકરાનું ભણવાનું બગડવું ના જોઈએ."

નિહાલે કહ્યું કે, "પપ્પા નહીં બગડે. હું રાત્રે કવર કરી લઈશ અને દિવસે પ્લેની પ્રેક્ટીસ કરી લઈશ. સો ડોન્ટ વરી અબાઉટ માય સ્ટડીઝ."

યશ્વીએ પણ બાંયધરી આપતાં કહ્યું કે, "સર, મારી ભાણી પરી જે આની કલાસમાં જ છે, તે પણ આ નાટકમાં જ છે. અને તે બંનેનું ભણવાનું ના બગડે તે જોવાની અમારી જવાબદારી છે. જેવો સમય મળશે તેવા જ તેમને આરામની સાથે સાથે ભણવાની ફેસિલિટી સ્ટુડિયોમાં પણ આપીશું જ."

નિહાલની મમ્મીએ કહ્યું કે, "સારું ત્યારે."

યશ્વીએ કહ્યું કે, "થેન્ક યુ સો મચ, તમને બંનેને. નિહાલ તું કાલથી સાંજે ચાર વાગ્યે પ્રેક્ટીસ માટે આવી જજે. ના...ના...હું જ તને પીકઅપ કરી લઈશ."

નિહાલે કહ્યું કે, "થેન્ક યુ મેમ, મને આ ઓર્પચ્યુનિટી આપવા માટે."

બધી જ તૈયારી ચાલુ થઈ ગઈ હતી. તેની અદ્ભુત રીતે અપકમિંગ ની એડવર્ટાઈઝ કરવામાં આવી અને નાટકની તો જોરશોરથી તૈયારી ચાલુ થઈ ગઈ

આખરે આજે તેનું ગ્રાન્ડ ઓપનિંગ હતું. યશ્વી અને તેના ઘરના સભ્યો, તેના મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી વિગેરે આવી ગયા હતાં.

જોડે જોડે મોટા મોટા લોકો, નેતા, મંડળોના પ્રમુખ અને ફિલ્મ મેકર્સ વિગેરે ને આ પ્લે માટે જોવાનું આમંત્રણ આપ્યું હતું, તે પણ આવ્યા હતા.

આ શો ની ટિકિટ બુક કરવાનું ઓપન થતાં જ એક જ દિવસમાં તે શો હાઉસફૂલ થઈ ગયો હતો.

' 【પહેલો સીન】
[સ્ટેજનો બ્રેકગ્રાઉન્ડ ઘરના જેવો લુક]
(એક બાળક સ્કેટ સ્કુટી રમતો રમતો આવે છે.)
બાળક: "એય ધડામ.... એય ધડામ.... એ આમ ગયો.... એ આમ ગયો.... ધડામ.... ધડામ"

દાદી: "માનસ... એ માનસ... કયાં છે તું?"

માનસ: "એય ધડામ.... એય ધડામ..."

(દાદી થાળી લઈને આવે છે.)
દાદી: "માનસ તું કેમ જવાબ આપતો નથી."

માનસ(આંખ ઊંચી કરીને): "બી કૂલ... સ્વીટી બી કૂલ."

દાદી: "બી કૂલવાળા, આ તારી માં તારો ધોઈલો પાડશે એટલે એને કહેજે. ખબર છે ને તારી માં કેટલી સ્ટ્રીક છે. ભણતો નથી, આખો દાહડો રમ રમ કરવું અને સ્કેટ સ્કુટી જોડેને જોડે. બાપ રે, અત્યાર સુધીની આ સાતમી સ્કેટ સ્કુટી છે."

માનસ: "સ્વીટી તને ખબર છે ને કે સ્કેટ સ્કુટી તો મારો જીવ છે. કયાં પણ જવું હોય તો કેટલી આસાની. આ એક પગેથી બોટની જેમ હલેસો માર્યો ને જયાં જવું હોય ત્યાં પહોંચી ગયા. એય ધડામ..."

(આમ બોલીને સ્કેટ સ્કુટી ચલાવે છે)
દાદી (ખોટો ગુસ્સો કરતાં): "જમી લે પહેલાં, પછી તારું આ ધડામ... ધડામ... કર્યા કરજે. આ આખા ઘરમાં સ્કેટ સ્કુટી અથડાવી અથડાવીને કલર ઉખાડયા છે તે."

માનસ: "સ્વીટી, રમવા દે ને. હાલ નથી જમવું મારે."

(રમવા લાગે છે એટલે દાદી તેને પકડીને)
દાદી: "આ તારી માં આવશે ને અને તને જમવાના ટાઈમે રમતો અને ફરતો જોઈને બોલશે હો."

માનસ: "સ્વીટી, તું કેમ ગભરાય છે. મધર ઈન્ડિયાને બોલવા દે. એનું કામ જ છે બોલ બોલ કરવાનું. બ્લા...બ્લા..."

(દાદી અને સોહમ હસવા લાગે છે.)
દાદી: "સારું, હવે ચાલ પહેલાં જમી લે, પછી રમ."

સોહમ: " ઓકે સ્વીટી, આજે શું બનાવ્યું છે લંચમાં?"

દાદી: "ભીંડા નું શાક, રોટલી, દાળ-ભાત અને સલાડ."

સોહમ(મ્હોં બગાડીને): "આવું... મને નથી ભાવતું."

દાદી: "તો શું બનાવે?"

સોહમ (રાજાની જેમ ખુરશી પર બેસીને): "ઓહ સ્વીટી, અમારા માટે છોટુકાકા નું મગદળ, નટરાજ ની સોનપાપડી, દાસ ના ખમણ, સતનામ ની પૂરી શાક અને કાકા ના ગોટા જેવું મંગાવો."

દાદી: "એય નૌટંકી, આ તારી મધર ઈન્ડિયા હમણાં આવશે અને તારા આ જમણવારનો બેન્ડ વાગી જશે, સમજયો. ચાલ છાનોમાનો ખાઈ લે."

માનસ(એક્ટિંગ કરતાં): "હમમ.. મધર ઈન્ડિયા આવશે એવા જ બોલવા લાગશે કે સોહમ તું જમ્યો નથી... આટલું કેમ તોફાન કરે છે. તું કોઈનું સાંભળતો જ નથી. બ્લા.. બ્લા.."

નમ્યા(સોહમની મમ્મી): "બ્લા.. બ્લા.. કેમ મધર ઈન્ડિયા? આ શું છે માનસ? બસ, આખો દિવસ રમ્યા કરવાનું જ અને જમવામાં પાછા નખરાં તો ખરા જ તારા."

માનસ: "મધર ઈન્ડિયા એમાં શું છે ને કે,(નમ્યા સામે જોતાં જ) મોમ, એકચ્યુઅલી મને આ જમવાનું નથી પસંદ! કંઈક ડિફરન્ટ બનાવે તો ખાવાની મોજ પડી જાય ને."

(આમ બોલતાં બોલતાં રાજાની સ્ટાઈલિશ રીતે બેસી જાય છે)

નમ્યા: "હમમ...શું બનાવું મારા આ નટખટ અને રમતિયાળ નૌટંકી રાજકુંવર માટે?"

સોહમ: "હા, તો સવારે સંકલ્પ નો ઢોંસા, બપોરે પકવાન જેવા રસથાળ અને સાંજે હોનેસ્ટ નો ભાજીપાંવ બનાવો."

નમ્યા(હસતી હસતી): "કેમ નહીં.. આ લાકડીથી બધું જ બનાવી આપું."

માનસ: "ના.. ના.. મધર ઈન્ડિયા મીન્સ મોમ.. આ સરસ જમવાનું જ છે. હું જમી લઉં છું."

નમ્યા: "એમ.. નાટક બંધ કર અને ચાલ ચૂપચાપ જમી લે."

(માનસ જમે છે. નમ્યા અને દાદી જોઈ રહે છે અને પડદો પડે છે.) '

યશ્વી મનમાં ને મનમાં વિચારે છે કે, "સોહમ તું આવો જ હતો ને જમવામાં નખરા કરતો હતો. તને કયારેય ઘરનું જમવું નહોતું ગમતું. અને આવો જ રમતિયાળ."

(યશ્વીની સોહમ સાથેની યાદો નાટક સાથે સાથે તાજી થશે? નાટકમાં કેવા વળાંક આવશે? કેવી રીતે આગળ વધશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ... )