Season Ni Paheli Keri in Gujarati Children Stories by Keval Makvana books and stories PDF | સિઝનની પહેલી કેરી

Featured Books
Categories
Share

સિઝનની પહેલી કેરી


"Hello પપ્પા! આજે શનિવાર છે તો ઓફિસેથી વહેલા ઘરે આવી જજો અને પપ્પા કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે તો આવતાં આવતાં કેરી પણ લેતાં આવજો." ફોનમાં પ્રથમે તેનાં પપ્પાને કહ્યું. તેનાં પપ્પા મોહનભાઈ બોલ્યાં, "Ok બેટા, બીજું કંઈ ખાવું છે?" પ્રથમ બોલ્યો, "ના પપ્પા, તમે કેરી લેતાં આવજો." મોહનભાઈ બોલ્યાં,"Ok...byy...love you". પ્રથમ બોલ્યો, "bye pappa...love you too" આટલું બોલી પ્રથમ ફોન મૂકી દે છે.

પ્રથમ તેનાં મિત્રને કહે છે, "આજે તો મારા પપ્પા મારા માટે કેરી લઈ આવશે. આ વખતે તો સીઝનની પહેલી કેરી તો હું જ ખાઈશ." તેનો મિત્ર યુગ બોલ્યો, "આ વર્ષે અમારી ફિનાન્સિયલ કંડીશન સારી નથી. મમ્મીને કોરોના થયો હતો એટલે તેમની સારવારમાં ઘણો બધો ખર્ચો થઇ ગયો. ભગવાનની કૃપા હતી એટલે મમ્મી જલ્દીથી સાજાં થઈ ગયાં. પપ્પા મને અને મમ્મીને કહેતાં ન હતાં, પણ અમને ખબર હતી કે પૈસાની તંગી થઈ ગઈ હતી. તેથી મેં જ પપ્પાને કેરી લાવવાની ના પાડી છે". પ્રથમ બોલ્યો, "આ તો તારા બહાનાં છે. તું શરત હારી જવાનો છો એટલે તું બહાનાં બનાવે છે".
યુગ બોલ્યો, "તું ન માન તો કોઈ વાંધો નઇ. તું ખાઈ લેજે સિઝનની પહેલી કેરી." આટલું બોલી ઉદાસ ચહેરે યુગ પોતાનાં ઘરે ચાલ્યો જાય છે.

પ્રથમ અને યુગનાં પપ્પા એકસાથે જ કામ કરતાં હતાં. સાંજે પ્રથમનાં પપ્પા ઘરે જાય છે. પપ્પાની બાઈકનો અવાજ આવતાં જ પ્રથમ દોડીને બહાર જાય છે. તે તેનાં પપ્પાને કહે છે, "પપ્પા તમે કેરી લઈ આવ્યાં ?" તેનાં પપ્પા માથે હાથ મૂકતા બોલ્યાં, "અરે બેટા, કેરી તો ભુલાઈ જ ગઈ. ઓફિસ માં કામ વધારે હતું એટલે ભુલાઈ ગયું." આ સાંભળી પ્રથમ રડવા લાગ્યો અને બોલવા લાગ્યો, "મારે અત્યારે જ કેરી ખાવી છે". પ્રથમ જીદ કરવાં લાગ્યો. તેના પપ્પા થાકી ગયા હતા. એટલે તેમણે ગુસ્સામાં પ્રથમને થપ્પડ મારી દીધી. પ્રથમ રડતો રડતો તેનાં ઘરની સામેનાં ગાર્ડનમાં ચાલ્યો ગયો.

યુગનાં પપ્પાને ઘરે આવવામાં થોડું મોડું થયું. તેનાં પપ્પા ઘરે આવ્યાં. યુગે તેમનાં હાથ માંથી બેગ લઈ ને સોફા પર મૂકી દીધી અને તેનાં પપ્પાને પાણી આપ્યું. તેનાં પપ્પા યુગને કેરી દેખાડતાં બોલ્યાં, "યુગ! તને કેરી ખૂબ ભાવે છે ને, એટલે હું તારા માટે કેરી લઈ આવ્યો છું." યુગ બોલ્યો, "પપ્પા! મેં તમને ના પાડેલી ને, તો પણ તમે કેમ લઈ આવ્યા ?" તેનાં પપ્પા બોલ્યાં, "અરે યુગ બેટા! અમે મા-બાપ તો તમારા માટે જ કમાઈ છીએ. જો તમને જ ખુશી ન આપી શકીએ તો એ કમાઈ શું કામ ની ?" યુગ ખુશ થઈને તેનાં પપ્પાને ભેટી પડ્યો.

યુગ કેરી ખાવા જતો હતો ત્યારે તેને વિચાર આવ્યો કે હું આ કેરી પ્રથમ સાથે ખાઈશ તો વધારે મજા આવશે અને મમ્મી પણ કહે છે કે સાથે ખાવાથી પ્રેમ વધે છે. તે કેરી લઈને ગાર્ડન માં ગયો. ત્યાં પ્રથમ ને ઉદાસ જોઈ ને બોલ્યો, "શું થયું? કેમ ઉદાસ છે?" પ્રથમ બોલ્યો, "મારાં પપ્પા મારા માટે કેરી ન લઈ આવ્યાં. તેઓ ભૂલી ગયાં. હું શરત હારી ગયો. હવે હું સીઝનની પહેલી કેરી નહિ ખાઈ શકું". યુગ બોલ્યો, "અરે પ્રથમ! એમાં શું મોટી વાત છે? જે મારું છે તે તારું પણ છે. તું મારા કેરીમાંથી કેરી ખાઈ લે. તું જીત કે હું કંઈ ફર્ક નથી પડતો." પ્રથમ બોલ્યો, "સાચે...?" યુગ બોલ્યો, "હા". પ્રથમ બોલ્યો, "Thanks યુગ, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે."

The End