suryast ane tu in Gujarati Love Stories by Juli Solanki books and stories PDF | સૂર્યાસ્ત અને તું

Featured Books
Categories
Share

સૂર્યાસ્ત અને તું

એક નવી અનુભૂતિની સાથે જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરીએ ત્યારે આપણા મનમાં એક અલગ હાશકારો અનુભવાય છે .

" આજે તો ખૂબ જ મજા આવશે ચેતું " ધૂલીએ પોતાના મોબાઈલમાં મૅસેજ કર્યો .

" હા તું સાથે હોઈશ મારી." પ્રત્યુત્તર આવ્યો .

આ કોરોનાના કારણે લોકોનું બહાર જવું પણ મુશ્કેલ થતું ગયું છે.કરફ્યુ જાણવાયો છે . લોકો 8 વાગે એટલે તરત પોતાના ઘરે પહોંચી જાય છે.

" પરંતુ 7:30 પહેલા આપણે ઘરે પહોંચવું પડશે ." ધૂલી થોડી ચિંતામાં આવી ગઈ કારણ કે કરફ્યુના નિયમો થોડા કડક હોય .

" ચિંતા ન કર આપણે 5 થી 7 મળશું. પછી હું તને મૂકી આવીશ. " ચેતુએ કહ્યું.

" ભલે મળશું. " ધૂલીને હવે થોડી ચિંતા ઓછી થઈ.

" એક વાત કહું? " ચેતુએ હસતાં કહ્યું.

" હા કહો."

" તારી સાથે સમય વિતાવવો બહુ જ ગમે છે." કહેતા મૅસેજની પાછળ સ્માઇલવાળું ઇમોજી મૂક્યું.

" હા " ખુશ થતા જવાબ આપ્યો .

શમી સાંજના પ્રેમીઓની મુલાકાતની અનુભૂતિ જ અલગ હોય છે . ધૂલીને ચેતું લેવા આવ્યો.બંને જણ દરિયા કિનારે બેઠા બેઠા વાતો કરતા ને દરિયાને નિહાળતા હતા . આજુબાજુ બહુ જ ઓછી વસ્તી હતી . સામે સૂરજ અને દરિયા એક થઈ ગયા હોય તેવું લાગતું હતું .

" કેમ છે ધૂલી ? " ચેતુંએ ધૂલીનો પોતાના હાથમાં લેતા કહ્યું.

" તમારા વગર કેવી હોઉં ." ધૂલી થોડી ઉદાસ થઈ ગઈ.

" આપણે પણ જો આ સામે સૂરજ અને દરિયાનો મિલન કેવો દેખાય. એમ આપણે પણ એક દિવસ સાથે હશું . " ચેતુએ ધૂલીની ચિંતા થોડી ઓછી થાય એમ સમજાવતાં સૂરજ અને દરિયાના ઉદાહરણ આપી સમજાવ્યું.

"જિંદગીમાં ગણું એવું થઈ ગયું છે જેથી એક ડર લાગે છે હું તમને ખોઈ બેસીશ તો??" કહેતા ધૂલીના આંખમાં આંસું આવી ગયા.

ચેતુંએ તેના આંખોમાં આંસું પૂછતાં કહ્યું," જો હવે રડીશને તો હું અહીંથી ચાલ્યો જાઉં છું . "

" નહીં રડું ." ધૂલીએ થોડી સ્માઈલ કરી .

આ સૂર્યાસ્તનો અદ્ભૂત નજારો જોતા એવું જ લાગે કે તેને સતત જોતાં જ રહીએ . પ્રકૃત્તિનું આવું દ્રશ્ય પ્રેમીઓના હૃદયમાં અદ્ભૂત અનુભૂતિ કરાવે .

" ધૂલી આ દ્રશ્ય આપણે જોતા જ રહીએ એવું લાગે છે." ચેતુએ કહ્યું.

" હા ખૂબ જ સુંદર." કહેતાં ધૂલીએ ચેતુંના ખભા પર માથું રાખ્યું.

મનમાં અલગ અનુભૂતિની સાથે બંને જણ પ્રેમની વાતો કરતા રહ્યા .

" ધૂલી હવે ચાલશું ?? " ચેતુએ ઘડિયાળમાં જોતાં કહ્યું.

" ના મને ઘરે નથી જવું તમારી સાથે જ રહેવું છે." નારાજ થતાં બોલી.

" જો સાંભળ આ સૂર્યાસ્ત અને તું એક જ છો. કેમ કહું તને ?? "

" હા કહો." ધૂલી એ કહ્યું.

" જો આ સૂર્યાસ્તનો નજારો કેવો છે અદ્ભૂત ને તેને જોયા જ રાખીએ તો , તેવી રીતે તું પણ મારા માટે અદ્ભૂત છો...!! મારી જિંદગીનો સૂરજ છો જે ક્યારેય પૂર્ણ ન થાય દિવસ ઉગતા પાછો આવી જ જાય." ચેતું એ કહ્યુ.

" સાચે ? " ધૂલીની આંખમાં આંસું આવી ગયા.

" હા " ચેતું એ ધુલીના આંખમાં રહેલા આંસું લૂછયાં.

" હવે તો હાલશું ને ?? 6:45 થાય છે ." ચેતું એ ઉભા થતાં કહ્યું .

" હા ચાલો. "કહી ધૂલી પણ ઉભી થઇ .

બંને જણ પોત - પોતાના ઘરે પરત ફર્યા . મનમાં એ સૂર્યાસ્તની છબી લઈ અને અદ્ભૂત યાદ લઇને .