Paranormal protector co - 7 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 7

The Author
Featured Books
Categories
Share

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 7

દ્રશ્ય સાત -
એ હેન્ડસમ છોકરા નું નાામ હતું અભિનવ. અભિનવ નું વ્યક્તિત્વ કોઈ પણ સામાન્ય માણસ પસંંદ આવી જાય એવું હતું. તેના સ્ટ્તાઇલેસ હેર અને પ્રરભાવ શાળી ચેહરા સાાાાથે બોલ્યો " સુ થયું શક્તિ ને " મેેેગના ને જવાબ માં કહ્યું " તે બીજી વાર હોોનટેડ ગાર્ડન માં ગઈ છે અને એની માતા નું કેહવુ છે આ વખતએનું બચંવું મુશ્કેલ છે." અભિનવ ને કહ્યું" તો હવે સમય આવી ગયો છે. એની મદદ કરવાનો તમે મદદ કરવા માગો છો" જવાબ માં બને હા પાડે છે અને તે બધા ત્યાં થી નીકડે છે
હવે અભિનવ ને ગાડી માં શક્તિ ને કહેલી વાતો બધા ને કેહવાનુ સરું કર્યું. શક્તિ ને અભિનવ ને પંડિત અને એની ટીમ તૈયાર રાખવા કીધું હતું તેને પેહલા જ ખબર હતી કે પરિસ્થિતિ એટલી હદ સુધી બગડ સે માટે તે તૈયાર હતો. અભિનવ અને શક્તિ સાથે કામ કરતા હતા અભિનવ એક બીઝનેસ મેન નો છોકરો હતો એની અને શક્તિ ની મુલાકાત કોલેજ માં થયી હતી. અને તે કહે છે અમે એક નવું વિલ્લા લીધું હતું જેમાં સરું માં તો અમને બધું સરું લાગ્યું પણ પછી થી શું થઈ છે અમારી સાથે એ કંઈ પણ સમજાયું નહિ પણ પછી થી ખબર પડી કે વીલ્લા માં કંઇક હતું જે એમને દિવસ થી લઈને રાત્રે હેરાન કરતું હતું. આ વાત મે શક્તિ ને કરી અને તેને મારી મદદ કરી પછી અમે સરા મિત્રો બનીગયા એનું કામ મને બઉ ગમ્યું એની મદદ થી શાંતિથી મારા મોમ એન્ડ ડેડ જીવન વિતાવતા લાગ્યા. મે તેને કહ્યું હું પણ તરી સાથે જોડાવા માગું છું તો અને મને હા પડી પણ અને કહ્યું તું મારી છુપાઈ ને મદદ કરીશ. માટે ક્યારે પણ હું પેલા મદદ માટે નથી આવતો શક્તિ મદદ માટે બોલાવે ત્યારે જ આવું છું. બીજું કોઈ આપડી મદદ કરે એવું છે.
મેઘના ને કહ્યું" હા શક્તિ ની માતા છે શ્રીજયા મેડમ"
અભિનવ ને ઉત્સા થી જવાબ આપ્યો " અરે વાહ હું પેહલી વાર એમને મળવાનો છું એમની વિશે બઉ સાંભળ્યું છે"
સેમ ને પૂછ્યું " હવે આગળ શું કરવાનુ છે"
અભિનવ ને જવાબ માં કીધું " બસ તું જોતો જા ભાઈ હવે ડેવિલ ને ખતમ કરવાનો છેલ્લો પ્લાન. શક્તિ ક્યારે એક પ્લાન સાથે કામ નથી કરતી"
સેમ ફરી પૂછ્યું" મે આવું કસુ પેહલા કર્યું નથી તો હું શું કરું?"
મેઘના ને જવાબ આપ્યો" તું ગાર્ડન ની બહાર રેહજે અને નજર રાખ જે કોઈ શહેર નું માણસ ગાર્ડન માં આવી ના જાય"
સેમ બોલ્યો" ઠીક છે."
અભિનવ ને કીધું " ચાલો ગાર્ડન આવી ગયું છે થોડી વાર માં બધા આવી જસે તૈયાર થઈ જવો અને કામ પર લગો."
સેમ ગાર્ડન ની બહાર આંટા મારવા લાગ્યો જેથી કોઈ અંદર ના જાય અને મેઘના ને શ્રીજયાં ને ફોન કરી ને ગાર્ડન પર બોલાવ્યા.શ્રીજ્યાં અને અભિનવ ની પેહલા મુલાકાત હતી પણ પરિસ્થિતિ ના કારણે એ બને સરખી રીતે મળી ના સખ્યા અભિનવ એની ટીમ ને તૈયાર કરી અને બધા ગાર્ડન માં જવા માટે તૈયાર હતા. અભિનવ, મેઘના , શ્રી જયા, ૧૦ પંડિત, અને લેટેસ્ટ સાધનો સાથે શક્તિ ના પાંચ ટીમ મેમ્બર બધા તૈયાર હતા શક્તિ ને બચાવા જવા માટે. પણ શક્તિ ને એક દિવસ થી ગાર્ડન માં ગઈ હતી તો એની શું હાલત હસે એની કોઈ ને ખાત્રી ના હતી. પણ બધા માં અભિનવ ને ખબર હતી કે શક્તિ ભલે હરી હસે, છુપાઈ હસે કે પછી ઘાયલ હસે પણ જીવતી તો હસે જ. એની એટલો બધો વિશ્વાસ જોઈ મેઘના ને લાગ્યું કે કદાચ અભિનવ ને શક્તિ ના વિશે બધીજ ખબર છે.
હવે બધા પોતાના સાધનો લઈને તૈયાર હતા ગાર્ડન ની બહારથી એ અંદર જાય છે. અને શક્તિ ને શોધવા લાગે છે તે ગાર્ડન મોટુ હતું પણ શ્રીજયા ને ખબર હતી કે શક્તિ હાઉસ ઓફ ડેવિલ ની આજુ બાજુ કે તેની અંદર જ હસે માટે તેને બધાને ત્યાં જવા કહ્યું અને તે પણ સાથે જ હતી. ત્યાં હાઉસ ઓફ ડેવિલ ની બહાર એક મોટા ઝાડ ની નીચે શક્તિ એક રાઉન્ડ કરી એની વચ્ચે ક્રિસ્ટી સાથે બેસી હતી. શક્તિ પાસે બધા ગયા અને ક્રિસ્ટી વિશે પૂછ્યું. જવાબ માં શક્તિ ને કીધું" હું આવી ત્યારે મને લાગ્યું કે ડેવિલ ને મદદ કરવા વળી આત્મા ને કેદ કરી અને બહાર લઈને હું થોડી વાર માં આવી જઈશ પણ અહીંયા ક્રિસ્ટી એની હાથ માં આંગળી નાખી ને હાઉસ ઓફ ડેવિલ માં જતી હતી માટે મે ક્રિસ્ટી ને બચાવા માટે પવિત્ર પાણી એ આત્મા પર નાખ્યું અને જ્યાં સુધી એ પાછો હમલો કરે એટલા માં આ સુરક્ષા કવચ બનાવી ને ક્રિસ્ટી સાથે લઈને બેસી ગઈ"
અભિનવ ને શક્તિ ને કહ્યું" હવે આગળ શું કરવાનુ છે"
શક્તિ ને જવાબ માં કીધું " ક્રિસ્ટી ની પાસે અહીંયા કોઈ ને બેસવું પડશે હાલ તે એ આત્મા ના વસ માં છે."
ક્રિસ્ટી ની આંખો લાલ હતી અને ચેહરા પર ગુસ્સો તે પોતાને શક્તિ ની હાથ માંથી છોડવા બઉ પ્રયત્ન કરતી હતી પણ શક્તિ એની પોતાના ખોડા માં બેસાડી બંને હાથ થી પકડી હતી જેથી એને કોઈ નુકસાન ના થાય.
મેઘના બોલી " ઠીક છે આપડા માંથી કોઈ બેસી જાય"
શક્તિ ને ના પાડી અને કહ્યું આ બધા ની મારે જરૂરત છે અને તમારી પણ ક્રિસ્ટી ને જો એ આત્મા મારી દેસે તો રીયલ ડેવિલ ને તરત જ આઝાદ થઇ જસે માટે ક્રિસ્ટી માટે બીજું કોઈ વ્યક્તિ બહાર થી અવે આવું છે?
અભિનવ ને જવાબ માં કહ્યું " હા સેમ... તે બહાર છે તેને બોલાવ."
મેઘના સેમ ને કોલ કરી બોલાવ્યો એને શક્તિ ની જગ્યા પર ક્રિસ્ટી સાથે બેસાડ્યો અને શક્તિ રક્ષા કવચ માંથી બહાર આવી સેમ ની આવી ને કહ્યું" સેમ કોઈ પણ થાય તું ક્રિસ્ટી ને બહાર નઈ આવા દે તે તારી જવાબદારી એ આપડા માટે જરૂરી છે અને મને તારા પર વિશ્વાસ છે તું એની રક્ષા કરે મને આશા છે."
શક્તિ ની વાત સાંભળી સેમ ને તેને વિશ્વાસ અપાવ્યો કે હવે તે ક્રિસ્ટી ની રક્ષા કરશે અને શક્તિ ની ડેવિલ અને દુષ્ટ આત્માને ખતમ કરવા નું કહ્યું.