રાત નો સમય હતો ....સાંજના 7 વાગ્યાં હતા દર્શન , ઉમંગ અને યશ ત્રણે મિત્રો સંધ્યાં ને નિહાળવા માટે નદીનાં કિનારે ઉંચા ટેકરા પર જઈ ને બેઠા હતા...
સંધ્યા થવા આવી હતી ...... પંછીઓ હવે પોતાના માળા તરફ ફરવા લાગ્યા હતા ...મંદિર ની ઝાલર નો અવાજ સ્પષટ સંભળાતો હતો
યશ : મિત્રો વિચારો અચાનક અહીં 👽 એલિયન્સ આવી ચડે ને આપણને સુપર પાવર આપે તો....
ઉમંગ : હવે , રેવા દેને તારી પાસે બીજી કંઈ નવીન વાત હોઈ બસ સુપર પાવર ...સુપર પાવર...મુક ને યાર...
દર્શન : સાવ સાચી વાત છે ઉમંગ તારી ,આ ને તો સપના પણ સુપર પાવર ના આવે છે...મને હજી સવારે જ કહેતો હતો કે મને 4 વાગે સપનું આવ્યું. ..લોકો મુસીબત માં છે...એલિયન્સ આવ્યા છે...આપણે બધાને દુનિયા...આલતું...ફાલતુ...હ..હ..( મોં બગાળતા )
યશ : અબે .. અોઈ... ભાઈ કા ભેજા ગરમ મત કરના વરના..
ઉમંગ : વરના.. ક્યાં..ભાઈ... ઢંડા હો જાયેગા...હા..હા..
( વાતાવરણમાં...હસી નું માહોલ સર્જાઈ ગયું..)
અચાનક ખૂબ સ્પીડ માં એક મોટી ...રકાબી જેવું કંઈ ક આવ્યું અને નદીના પાણીમાં ફાટ દઈ ને પડી પાણી ઉછળીને સીધું ત્રણેય ના મોં પર ઉડ્યું...
_________________________________________
MAN VS MAN ( PART - 2 )
ત્રણે એક બીજા સામુ જોવા લાગ્યા...
યશ : ચટકો ભર તો મને ...ઝલદી...કર...
ઉમંગ : શું તું પણ ! આ હકીકત છે આ લે તારો ચટકો ( જોરથી )
યશ : આ ...વુ... ચ....
દર્શન : ચાલો તો ખરી જોવા તો જઈ .....શું છે....??
ઉમંગ : ના , હવે ...એ... આપણું...કામ...નથી...અને આમ પણ તરતા ક્યાં આવડે છે કોઈ ને!!
યશ : હાલો ...પણ...જોઈ.તો..ખરી...
દર્શન : ચાલ આપણે બને જાય આ ઉમંગ તો ફટુસ ...નઈ જ આવે...
[ બને જાય છે...ઉમંગ રોકવાની કોશિશ કરે છે....]
અચાનક..." બચાવ ઉમંગ...."એવો અવાજ ઉમંગ ને સંભળાયો...
ઉમંગ : હું ..નથી ..આવાનો...મને...મામુ...બનાવોમાં...
યશ : આ આમ ના આવે તને કહેતો હતો ને હું દર્શન...
દર્શન : હજી એક વાર બૂમ માર પણ આ વખતે થોડી કરુણા થી મારજે...
[ ફરી થી બૂમ મારી ....]
ઉમંગ : અરે રેવા દો હું નઈ આવું...તમને શું લાગે છે પાણી ની અંદર થી માણસ બોલી શકે ??....મને શું માથે ચોટી છે
દર્શન : આને કે દિવસે બુદ્ધિ આવી વડી..??
યશ : હવે .. ચાલ..ને .. તે નઈ આવે ...આપણે તો જાય
[ બને જાય છે...]
ઉમંગ : મને બધી ખબર છે ?? તમે કાઈ નથી જવાના આવતા રો પાછા ... ... હજી કવ છું આવતા રહો..હું નથી આવ.. .. વાનો
પણ કંઈ જવાબ નથી આવતો ...
ઉમંગ....હજી એક બૂમ મારે છે..... ( ઉમંગ ના મોં પરના હાવભાવ બદલાઈ ગયા )
[ પણ ...કંઈ જવાબ ન આવ્યો...)
_________________________________________
MAN VS MAN ( PART - 3)
(ઉમંગને ચિંતા થવા લાગી )
ઉમંગ : આ બને પણ ...સાવ...તે...સાવ...હવે..મારે.. જાવું..જ.. પડશે ..[ ચિંતા સાથે જાય છે ]
ઉમંગ : યશ... દર્શન... ક્યાં છો તમે બને?? ...બોલો...હવે...ક્યાં.. છો?? બોલશો કે પછી હું જાવ
યશ : જોયું ને કેવો ગોત્તતો આવ્યો ...
દર્શન : હા, હવે ચાલ બોલાવ અહીં એને
યશ : ના , તું બોલાવ ...
દર્શન : તું પણ...(અવાજ મારે છે) ઉમંગ.. અહીં...ઝાડ પાસે છી..આવી..જા..
ઉમંગ : ( મોં પર પ્રસંતા આવી જાય છે ) હાસ ! આ બને પણ ...સાવ...
યશ : ચાલ આપણે આગળ વધી ... ઇ ...આવેજ છે
દર્શન : અરે.. ઊભો રે...હવે...આવી જ ગયો...
ઉમંગ : ( નદીમાં ઉતરે છે ...) આ બને ને તો બે ચાર લગાવી હોઈ ને તો ભાન આવે...( મનમાં)
યશ : કાચબો તો આપણા ગામનો આ જ છે..મને લાગે છે આવતા આવતા સવાર કરી દેસે ( મોં ચડાવે છે )
દર્શન : ઓ ...ભાઈ...અને..તું.. આપણા..ગામનો... સસલો... ઉતાવળ તો.. તારે..જ.. નઈ...
યશ : અરે ...તમને કંઈ ખબર પડે આકેવડી મોટી વાત કેવાય ..વિચાર.. આપને કદાચ જાદુ ..(મૂવી ) વાળું મળી જાય ને આપને સુપર પાવર મળી જાય તો..
[ એટલામાં ઉમંગ આવે છે ]
ઉમંગ : તું પાછો ...બોલ્યો...
યશ : ના..ના.. આતો..ખાલી..વાત..કરું..છું
દર્શન : હવે ,શું કરશું ખંભા પાસે પાણી આવી ગયું છે
ઉમંગ : એટલે જ હું ના પાડતો હતો હવે પાછા વળો ...
યશ : ના..હું ...નથી... જવાનો
ઉમંગ : હવે ચાલ ને ભાઈ ત્યાં કંઈ નહી હોઈ.. આપણો.. ભ્રમ હસે... તારી સાયન્સ વાર્તા વાચી વાચી ને હવે અમને પણ તારા જેવું જ બધે દેખાઈ છે
યશ : ના ...એટલે...ના...હું તો જઈશ ...જ...બસ...
દર્શન : હવે...જીદ કરમાં ખોટી... મોડું થઈ જસે.. ચાલ હવે
યશ : નઈ ... નઈ...નઈ...હું નઈ આવું...
ઉમંગ : હાલ ને ભાઈ હવે તું કેતો હોઈ તો સવારે આવસુ બસ..પણ..અત્યારે ચાલ... હાથ જોડું. બાપા...
[ તમને શું લાગે છે ??... યશ માની જસે કે પછી પોતાની જીદ પર અડકી રહેશે.....?? આ નું શું પરિણામ આવશે. ???....વિચારો...]