"પપ્પા જમવાનું બની ગયું છે, જમી લો". રસોડા માંથી અતિથિ એ બુમ પાડી.
"હા વહુ બેટા," એમ રાજેશ ભાઈ એ પ્રત્યુત્તર આપ્યો. રસોડા માંથી અતિથિ જમવાનું પીરસતા પીરસતા કીધું કે "પપ્પા, તમને ને ખબર છે આજે તમારા દીકરા સવારે કહી ને ગયા હતા કે આજે પપ્પા ને પ્રિય આલુ પરોઠા બનાવજે. અતિથિ હજુ કે છે ત્યાં જ અવિનાશ ઘર મા પ્રવેશ્યો..
"શું વાત ચાલી રહી છે, બન્ને બાપ દીકરી વચ્ચે? " અવિનાશે આતુરતા થી પૂછ્યું.
" કાંઈ નહીં બેટા, વહુ તો તારું કેતાં હતાં કે આજે જમવાનું મેનુ અવિનાશ એ કાંઈ ને ગયો હતો". રાજેશ ભાઈ એ જમવા બેસતા બોલ્યા.
"વહુ બેટા થોડુક દહીં આપજો ને,..! રાજેશ ભાઈ એ અતિથિ ને કહ્યું.
" પપ્પા ઘર મા આજે દહીં નથી. " એમ અતિથિ એ જણાવ્યું.
" સારું, બેટા કહી ને રાજેશ ભાઈ એ જમવાનું શરૂ કર્યું.
" પપ્પા તમે જમી લો હું ફ્રેશ થાય ને આવું!" અવિનાશ એમ કહી ને રૂમ મા જતો રહ્યો..
આજે રાજેશ ભાઈ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા, કરોડો નો ધંધો એમને દીકરા ના હાથ માં સોપી ને હવે છેલ્લી જીવન માં થોડીક ભગવાન ની મૂડી પણ મેળવી લેવા માગતા હતા. આમ તો છાયા બેન ના ગયા પછી જીવન મા તે એકલા પડી ગયા હતા પણ આટલો સમજદાર દિકરો ને સુશીલ વહુ મળી એટલે થોડાક અંશે એકલતા દૂર થાય ગઇ હતી..!
" વહુ બેટા, હું સૂવા જાવ છું," હા પપ્પા કહી ને અતિથિ એ અવિનાશ ને બુમ પાડી.
" ચાલો હવે, જમવાનું ઠંડુ થાય છે.!" હા આવું બે મિનિટ..!
અતિથિ એ એક જ થાળી માં બને નું પીરસયુ અને સાથે ફ્રિજ મા થી એક વાટકી દહીં કાઢ્યું. જમતા જમતા અવિનાશ એ પૂછ્યું કે હમણાં તો દહીં નહતું એવું પપ્પા ને કીધું હતું ને, (અવિનાશ ને ગુસ્સો થઇ આવ્યો)
" પપ્પા ને દહીં વગર ચાલે પણ તમને પરોઠા સાથે દહીં વગર ચાલતું નથી" અતિથિ એ દલીલ કરતા કહ્યું. આ વાત અવિનાશ ને મન મા લાગી આવી. અને તેના દિલ માં સોસરવી ઉતરી ગઈ. બધું કામ પતાવી ને બને જણા બેડ રૂમ મા આડા પડ્યા પણ આજે રાત્રે અવિનાશ ને ઊંઘ ના આવી. મન મા એક દ્રઢ નિશ્ચય કરી લીધા હતો.
આજે સવારે પાંચ વાગ્યે અતિથિ ની આંખો ઉઘડી ગઈ હતી બાજુ માં અવિનાશ ને ના જોઈ ને એને આશ્ચર્ય થયું, બાલ્કની મા આજે અવિનાશ ચા ની ચૂસકી લગાવી રહ્યો હતો.
"વાહ, સાહેબ આજે સુરજ કઈ દિશા માં ઉગ્યો છે" કે આજે તમે વેલા ઊઠી ગયાં અતિથિ એ પૂછ્યું.
"કાંઈ નહીં, જલ્દી તૈયાર થાય જાવ આજે કાંઈક સરપ્રાઇઝ આપવાની છે" અવિનાશ એ મીઠી સ્માઇલ આપી.
" ઓહો, MY SWEET HEART, અતિથિ ખુશી ખુશી થાય ગઇ.
આ તરફ અવિનાશ એ બધી ફોર્માલીટી પતાવી દીધી, બંને નાસ્તો કરવા માટે હોલ મા આવી ગયા.
" અરે દીકરા ને વહુ, આજે કેમ વેલા ઊઠી ગયા. બહાર ફરવા જવાનું છે કે શું? "રાજેશ ભાઈ એ બહુ ઉત્સાહ થી પૂછ્યું.
" કાંઈ જ નહી પપ્પા, એમ કહી ને અવિનાશે રાજેશ ભાઈ ના હાથ માં કાગળો મુક્યા,. રાજેશ ભાઈ એ આશ્ચર્ય સાથે પેપર વાંચ્યા ને આંખ માં આંસુ આવી ગયા.
" શું થયું પપ્પા, કેમ રડો છો? અતિથિ એ પૂછ્યું", " જોવો ને તમે પપ્પા રડી રહ્યાં છે, શું છે આ કાગળ માં"…? અતિથિ અચાનક પ્રશ્નો ની લાઈન ઉભી કરી દીધી.
રાજેશ ભાઈ એ પેપર અતિથિ ને હાથ મા આપ્યા, આ વાંચતા જ અતિથિ નિ પગ નીચે થી જમીન ખસી ગઈ.
"આની શું જરૂર હતી, બેટા"? રાજેશ ભાઈ રડમશ આવાજ મા જ બોલી ઊઠ્યા.
[ એ પેપર માં અવિનાશે વસિયત ત્યાર કરી હતી, આજ થી તે તેના જ પપ્પાની કંપની મા નોકરી કરશે અને તેનું વેતન પણ 15000 નક્કી કરેલું હતું, સાથે સાથે તે તેના પપ્પા ના બીજા ઘર માં રહેવા જઈ રહ્યો હતો સાથે એ પણ લખ્યું હતું કે ભાડા ના પેટે 3500 dar મહિને ચૂકવશે તથા લાઇટ બિલ ને બાકીના પણ અલગ થી ચૂકવશે....
આમ તો તેનો વિચાર ભાડા ના ઘર મા જ જવાનો હતો પણ પપ્પા એકલા ના પડી જાય એટલા માટે તેણે પોતાના બીજા ઘર મા રેહવા જવાનું નક્કી કર્યુ ]
હવે અવિનાશ કરોડો પતિ નહીં પણ સામાન્ય માણસ બની જવા માગતો હતો, હવે તેને એસી નહીં પણ ગરમી માં નાહવાનુ હતું, તે પોતે પણ ઇચ્છતો નહતો છતાં એને કરવું હતું જે જરૂરી પણ હતું.
"પણ આ બધું શા માટે, બેટા? " રાજેશ ભાઈ એ અવિનાશ ને પૂછ્યું.
અવિનાશ એ બવ પ્રેમ પૂર્વક જવાબ આપ્યો, "પપ્પા મારો ઉદ્દેશ્ય તમને એકલા મુકી ને જવાનો નથી, પણ જીવન અમુક પાઠ પણ લોકો એ શીખવવા જરૂરી છે"..!
' તમારા વહુ ને" દહીં ની કીંમત" સમજાવવા માટે આ જરૂરી છે પપ્પા!' આટલું કહી ને અવિનાશ એ અતિથિ એ સામાન પેક કરવા કહ્યું.
" પપ્પા તમે ચિંતા ના કરશો નહીં, હું દિવસ મા 2 વખત આવીશ,તમારા પાસે, અને થોડાક દિવસ નિ તો વાત છે, પપ્પા..! તમારી વહુ ને જે દિવસે ' દહીં ની કીંમત ' સમજાય જશે તે દિવસે અમે પાછા આવી જઈશું..!" અવિનાશ એ પપ્પા નો હાથ પકડી ને પ્રેમ થી કહ્યું.
" ઠીક છે બેટા, તને યોગ્ય લાગે એમ કર." રાજેશ ભાઈ એ નિરાશા સાથે કહ્યું.
ત્યાર બાદ બને જણા એ અવિનાશ એ નક્કી કર્યું તેમ સાદું જીવન જીવવા લાગ્યા. રોજ સવારે બસ મા જતો ને સાંજે બસ મા આવતો.
{ ક્યારેક ક્યારેક જીવનમાં આપણા થી કોઈ ખાસ વ્યક્તિ ની ધ્યાન રાખવામાં બીજા વ્યક્તિ ને જાણતા અજાણતા દુઃખ પહોંચી જાય છે. સંબંધો એક વાત ધ્યાન રાખવું કે જ્યારે સંબંધો માં મગજ વાપરવામાં આવે ત્યારે તે વ્યક્તિ ના દિલ માં થી આપણું સ્થાન ઊતરી જાય છે.}
( વાચક મિત્રો ને એક વિનંતી છે કે આપનો મંતવ્ય જરૂર જણાવશો અને આપનો પ્રતિભાવ જરૂર આપશો)