Unfinished Love (Season 2) - 5 in Gujarati Love Stories by CA Aanal Goswami Varma books and stories PDF | અધુરો પ્રેમ (સિઝન ૨) - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અધુરો પ્રેમ (સિઝન ૨) - 5



આગળના ભાગમાં જોયું કે, પોતાની નિયતીથી બેખબર, તારા અને સિધ્ધાર્થ ફરી એકવાર એકબીજા સાથે ટકરાવાના છે. ચાલો વાંચીએ આગળ.


તારા અને અર્જુને મુંબઇ પહોંચીને હોટેલમાં ચેકઇન કર્યું. બન્ને રિસેપ્શન પર ફોર્મલિટી પુરી કરી રૂમ તરફ રવાના થયા. ચાર વાગે રિસેપ્શન પર ભેગા થવું એમ નક્કી કરીને બન્ને પોતાના રૂમમાં આવ્યા. તારાએ રૂમમાં આવતાની સાથે સીતારાને વિડિયો કોલ કર્યો અને બધા સાથે વાત કર્યા પછી ફ્રેશ થવા ગઈ.

બાથરૂમમાં હતી કે ઇન્ટરકોમ પર ફોન આવ્યો. ફોન ઉપડતા જ તારા બોલી ન્હાવા તો દે, અર્જુન બોલ્યો, અરે યાર! તું ફોન મુક હું હમણાં આવું. તારા એને અધવચ્ચે અટકાવી બોલી, ફોન કેમ કર્યો છે? અર્જુન બોલ્યો, દેવી ખાવાનું ઓર્ડર કર્યું છે, આવી જજો.

તારા ફ્રેશ થઈ, રેડ ટી શર્ટ અને વાઈટ ટ્રેકમાં અર્જુનના રૂમમાં ગઈ.
અર્જુન: ( દરવાજો ખોલતાજ), આવો સુંદર પાતળો ફૂટબોલ મેં પહેલી વાર જોયો.
તારા: હા, મેં પણ ફાટેલા ટેનિસ બોલને પહેલી વાર બારણું ખોલતા જોયો. ચાલ હવે ખસ વચ્ચેથી મને ભૂખ લાગી છે.

તારા: (ચાઈનીઝ જોઈને) આ જો આપણો બડી સાથે કામ કરતો હોય તો આ ફાયદો. ખાવાનું પણ આપણી પસંદનુજ ઓર્ડર થાય.

અર્જુન: એટલે તો કહું છું કે, મને પરણી જા.

તારા: બિલકુલ નહિ. મારે કઈ કાયમ તારી કચકચ નથી સાંભળવી.

અર્જુન: હું આખી જિંદગી ચૂપ રહેવા તૈયાર છું.

તારા ખાતા-ખાતા અટકી જાય છે. અર્જુનની આંખોમાં એને પોતાના માટે એજ લાગણી દેખાય છે જે એની આંખોમાં સિદ્ધાર્થ માટે દેખાતી હતી, હજીય દેખાય છે અને કદાચ કાયમ દેખાશે. જ્યારે અર્જુન સ્પષ્ટ પણે તારાની આંખોમાં પોતાના માટે સહાનુભૂતિ જુવે છે, દોસ્તી જુવે છે, પણ પ્રેમ નહીં. બંનેની આંખોમાં, આંસુ આવી જાય છે.

અર્જુન:(નીચું જોઈને,જોરથી હસતા), જોયું ને હજી પણ પાક્કો નથી ઓળખતી મને. બનાવી દિધીને ઉલ્લુ! આંખમાં આંસુ લાવી દીધાને. આવી પાછી, દોઢડાહી વળી.

તારા ઉભી થઈને સામે બેઠેલા અર્જુનને પાછળથી હગ કરી લે છે અને કહે છે કે હું તો કાયમ ઉલ્લુ બનવા તૈયાર છું પણ જો એ સાચ્ચે મજાક હોય તો. બન્ને કંઈજ નથી બોલતા.

મેં બહું ખાઈ લીધું એમ કહીને તારા પોતાના રૂમમાં આવતી રહે છે. આવતાની સાથે પોતાને પલંગ પર ફંગોળે છે. તારાને હમેંશા અર્જુન પોતાના જેવો લાગતો. જેમ એ સિધ્ધાર્થની પાછળ ઘેલી હતી એમ કદાચ અર્જુન પણ! અને કદાચ એટલેજ એ અર્જુનનું દુઃખ, એની પીડા સમજતી હતી. જેને તમે સૌથી વધારે પ્રેમ કરો એજ તમારા જીવનમાં ના રહે તો કદાચ કશું પહેલા જેવું નથી રહેતું. કંઈક સતત ખૂંચતુ જ રહે છે.

ના-ના. પ્રેમમાં રીજેકશનનું જે દર્દ મેં વેઠયું એ હું અર્જુનને નહીં જ વેઠવા દઉં અને જરૂર પડશે તો જોબ પણ બદલી નાખીશ પણ મારુ આમ અર્જુનની સાથે રહેવું એના માટે સારુ નથી. સિદ્ધાર્થના પ્રેમનું આવરણ મને એટલા ઊંડાણથી ઢાંકી ગયું છે કે એની પર હવે કોઈ બીજા ઢોળ માટે જગ્યા નથી. અર્જુનને પણ એ ખબર છે તો એ શા માટે મને પ્રેમ કરતો હશે?

અને તારાને પોતાના જ વિચાર પર હસવું આવ્યુ. પોતે શા માટે સિધ્ધાર્થ ને આટલો પ્રેમ કરતી હશે? શા માટે પોતાના પ્રેમ ખાતર આટલો મોટો નિર્ણય લીધો હતો? શા માટે એકજ ઝાટકે બધું છોડી આવી હતી. બધાજ પ્રશ્નોનો એકજ જવાબ હતો. સિધ્ધાર્થ માટેનો કોઈ કારણ વગરનો અગાઢ પ્રેમ. પ્રેમને કોઈ તર્ક નથી હોતા. એતો એક જાદુ છે. ક્યારે કોણ તમારા હૈયે એ જાદુનો ગુલાલ નાખીને કાયમ માટે તમને પોતાના કરી જાય એની પર ગમે તેટલા પ્રયોગ કરવામાં આવે, કોઈ તર્ક નહીં શોધી શકાય. હા દરેક વખતે કોઈક ચમત્કાર જરૂર દેખાશે.

તારાના આ ચમત્કારનું, જાદુગરનું, એ પ્રેમભર્યો ગુલાલ નાંખનારનું નામ છે, સિધ્ધાર્થ. તારાનો સિધ્ધાર્થ❤️.
તારા ભૂતકાળમાં સરી પડી. સિધ્ધાર્થ સાથેની પહેલી મુલાકાત, એમનું કૅફેટેરિયામાં સાથે હોવું, બસમાં સાથે ઓફીસ જવું, છુટા પડવું, બધું જાણે હમણાંજ બન્યું હોય.

ઓહ સિધ્ધાર્થ! આપણે કેમ સાથે નથી. શુ તું મને ભૂલી ચુક્યો છે? શુ તને મારી ખોટ નથી સાલતી? હું તને બિલકુલ યાદ નથી આવતી? આપણે બન્ને એકબીજા માટે કેટલા ખાસ હતા, અને હવે આમ એકદમ અલગ! શુ સિદ્ધાર્થે મારી શોધ કરી હશે? એ ખુશ હશે? કુશળ હશેને? આજે કેમ મન આટલુ વ્યાકુળ થઈ રહ્યું છે ? તારાના વિચારોના વંટોળમાં મોબાઈલમાં આવેલ મેસેજે ભંગાણ કર્યું.

ત્યાંજ એના મોબાઈલમાં નોટિફિકેશન આવ્યું. મેસેજ ચેક કરતાં એણે સિદ્ધાર્થનું સ્ટેટ્સ જોયું જે આજે ખાલી હતું. સિધ્ધાર્થ કુશળ તો હશે ને? ફરી એકવાર એજ વિચાર આવ્યો. ત્યાંજ નિહારનું સ્ટેટ્સ અપડેટ થયું. કેટલો ખુશ લાગતો હતો એ પોતાની પત્ની અને બાળક સાથે! એને ખુશ જોઈને તારા થોડું ઓછું ગિલ્ટી ફિલ કરતી હતી. એ સાચી હતી કે માણસ પોતે ખુશના હોય તો બીજાને ખુશના રાખી શકે. નિહાર ક્યારેય પોતાની સાથે ખુશના રહી શકત. પણ શું આવો વિચાર સિધ્ધાર્થ પણ કરતો હશે? સિદ્ધાર્થ પોતાના જીવનમાં તારાના ના હોવાથી, ખાલીપો અનુભવતો હશે!

આવું બધું વિચારતી તારાને ફરીથી અર્જુનનો ફોન આવ્યો જે એણે જાણીને ના ઉપાડ્યો. અર્જુનનો વોટ્સએપ પર મેસેજ આવ્યો જે એણે નોટિફિકેશનમાં જોઈ લીધો પણ જાણીને વાંચ્યો નહીં. અર્જુનનો ફોન પણ પિક ના કર્યો. એ અર્જુનને અવોઇડ કરવા માંગતી હતી.

અર્જુન વિચારી રહ્યો કેવો ગાંડો છું હું! એ મને પ્રેમ નથી કરતી. કદાચ એણે મને એ નજરોથી ક્યારેય જોયો નથી અને હું આ આખી દુનિયામાં એંને જ પ્રેમ કરી બેઠો. તારા, શુ કામ, હું તને આટલો પ્રેમ કરું છું? હા એ મારી ખૂબ સારી મિત્ર છે અને હમેંશા રહેશે પણ મારે એનાથી આગળ વધવું છે. તારા એવો તો કેવો પ્રેમ કર્યો તે કે પાંચ વર્ષથી જેને મળી નથી, જેને જોયો નથી, કોઈ સમ્પર્ક નથી છતાં તું એના સિવાય કોઈ વિશે વિચારી પણ નથી શકતી. કાશ આટલો પ્રેમ તે મને કર્યો હોત તો હું તને છોડીને ક્યાંય ન જાત, ના તને જવા દેત. ફરી એક વાર એ તારાના પ્રેમીની(સિધ્ધાર્થની) ઈર્ષા કરતો નીચે રેસ્ટોરન્ટમાં ગયો.

તારા રૂમમાં વિચારી રહી હતી કે અર્જુન મારો સૌથી સારો મિત્ર છે. મેં મારા તરફથી કોઈ વાર એને, અમે એક મિત્રથી વધારે કંઈક છીએ એવો અણસાર સુદ્ધા નથી આવવા દીધો તો હું શું કામ એને અવોઇડ કરું. ના, મારે એને બિલકુલ અવોઇડ કરવાની જરૂર નથી. એણે અર્જુનને ફોન કર્યો અને કહ્યું હું નીચે આવું છું મારી મસાલા ટી ઓર્ડર કર.

તારા રૂમ લોક કરીને કોરિડોરમાં પહોંચી. લગભગ બંધ થવા જઈ રહેલ લિફ્ટ પ્રેસ કરીને, લિફ્ટનો દરવાજો ખુલતાંજ પોતાને લીધેલ થયેલ મુશ્કેલી બદલ "સોરી" કહે છે. એ હજી એ વ્યક્તિ તરફ જુવે એ પહેલાં એનો મોબાઇલ નીચે પડી જાય છે એ મોબાઈલ લેવા નીચે ઝૂકે છે ત્યારે લિફ્ટ લગભગ બંધ થવાની હોય છે કે, એક ઘેરો બારીટોન અવાજ આવે છે. " Don't be, because I am not". તારા નું હૃદય રેલગાડીના એન્જિનની જેમ ધડકવા માંડે છે. એ નીચે ઝુકેલી હોવા છતાં મોબાઇલ હાથમાં નથી લેતી. એ વ્યક્તિ પણ ઝૂકે છે. તારાનો મોબાઇલ હાથમાં લઇ, તારાને ખભાથી પકડીને ઉભી કરે છે. 5th ફ્લોરથી ગ્રોઉન્ડફ્લોર સુધી બન્ને કંઈજ નથી બોલતા ફક્ત એકબીજાને જોયા કરે છે. તારાને લાગે છે કે એનું હૃદય હમણાં બહાર આવી જશે!

લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર ખુલતાજ તારા બહાર નીકળી ને ઉતાવળથી ચાલવા માંડે છે કે પેલો અવાજ ફરીથી આવે છે
"તારા " અને આ વખતે તારા જોરથી એ અવાજની દિશામાં ભાગે છે અને એ અવાજને, એના સિધ્ધાર્થને વળગી પડે છે. કોઈ વર્ષોથી સુક્કી ધરા પર પાણીની રેલમછેલ કરી એને ટાઢક પહોંચાડી દે એમ બન્નેના હૈયા એક અદ્દભૂદ તૃપ્તિ, અજબનો સંતોષ, અને અદમ્ય પૂર્ણતા અનુભવી રહે છે.

આજુબાજુમાં રહેલા લોકોની પરવા કર્યા વગર બંને એકબીજાના ખભાને આસુંઓથી ભીંજવતા, હૈયાને ઠંડક આપતા એમજ એકબીજાને ભેટીને જાણે વર્ષોની દૂરી એકજ ઝાટકે પુરી કરી દેવા માંગતા હોય છે.

શુ સિધ્ધાર્થ હવે તારાની સાથે જ જીવશે કે હજી પણ એના નિર્ણયને વળગી રહેશે? શુ હવે તારા સિધ્ધાર્થ સાથે જીવવા માંગે છે? વાંચતા રહો આંગળનો ભાગ.

✍️©CA આનલ ગોસ્વામી વર્મા

સૌ પ્રથમ તો અધૂરો પ્રેમના બધા વાંચકોનો ખૂબ ખૂબ આભાર. તમારા ફીડબેક મને ખૂબ પ્રોત્સાહિત કરે છે.
🌈🌈🌈