પરાગિની ૨.૦ - ૩૧
જ્યારે હોટલમાંથી ચેકઆઉટ થઈ જાય છે ત્યારબાદ ક્યાં જવું તે પરિતાને ખબર નથી હોતી..! તે બસ સ્ટેન્ડ પર જઈ બેસી રહે છે અને સવારે અમદાવાદની બસમાં બેસી અમદાવાદ આવી સીધી પરાગની ઓફિસ પર પહોંચે છે. પરાગ તેને પોલિસ પાસે મોકલવાની વાત કરતો હોય છે પરંતુ પરિતા ના પાડે છે. ઓફિસના બીજા એમપ્લોય સાંભળે ના તેથી પરાગ પરિતાને કેબિનમાં લઈ જાય છે. કેબિનમાં લઈ જઈ પરાગ તેને પૂછે છે, જે પણ જાણતી તે બધુ જ મને કહી દે..!
પરિતા- તમને હું બધુ જ કહીશ પરંતુ એની માટે તમારે મને કંઈ આપવુ પડશે...!
પરાગ અકળાઈ છે અને પરિતાને કહે છે, મારા કપાળ પર કંઈ લખ્યુ છે હા..? તને એમ લાગે છે કે મારી મમ્મી સુધી પહોંચવાનો એક જ રસ્તો રહ્યો છે એમ? પૈસા તને નહીં જ મળે..!
પરિતા- સારૂં તો હું કંઈ જ નહીં કહુ...
પરાગ- હા, તો કંઈ જ વાંધો નહીં...
પરાગ સિક્યોરિટીને બૂમ પાડે છે અને કહે છે, હવે જે પણ પૂછવાનું હશે તે પોલિસ પૂછશે..! પરિતા ગભરાય જાય છે અને કહે છે, આ બધુ મેં તમારી મમ્મીના કહેવા પર કર્યુ હતું... આ બધો તેમનો જ પ્લાન હતો...
પરાગ- હજી કેટલુ જૂઠ્ઠું બોલીશ?
પરિતા- હું સાચું કહુ છુ...
પરાગ- તને મારા વિશે આટલી બધી કેમની ખબર છે?
પરિતા- હા, તો એ જ કહુ છુ તમને કે આ બધો એમનો પ્લાન હતો... મને તમારા વિશે કંઈ જ ખબર નહોત..! શું આપણે કોઈ દિવસ આની પહેલા મળ્યા છીએ? તમે જ વિચારો..!
પરાગ- કદાચ એમની મજબૂરી રહી હોય? અને હુ તારા પર કેમનો વિશ્વાસ મૂકુ? શું ખબર તુ પૈસા માટે ફરી આવુ કરતી હોય?
પરિતા- હું સાચું કહુ છુ... તમારા વિશ્ બધુ જ તમારી મમ્મીએ જ મને કહ્યુ છે અને એમણે જ મને તમારી પાસેથી પૈસા માંગવાનું કહ્યુ હતુ અને સાથે એવું પણ કહ્યુ હતું કે એમાંથી છોડા પૈસા મને આપશે..!
પરાગ- મને તારા પર જરાય ભરોસો નથી.. તુ પોલિસ સાથે જાય એ જ બરાબર છે.
પરિતા પરાગ સામે કરગરતા કહે છે, હું સાચુ કહુ છુ... એમણે મને એક રૂપિયો પણ નથી આપ્યો અને મને મૂકીને જતા રહ્યા... જો તમને સાચુ ના લાગતુ હોય તો એ હોટલમાં લઈ જાવ જ્યા અમે કાલે રાત્રે રોકાયા હતા...!
પરાગને વધારે નહીં પરંતુ છેલ્લી વાત થોડો વિશ્વાસ આવે છે.
આ બાજુ સમર નિશા અને રિનીને તેમના ઘરે મૂકવા જાય છે. ઘરે આવતા જ આશાબેન નિશાને લડે છે કે આખી રાત ક્યાં હતી?
રિની નિશાને બચાવતા કહે છે, મમ્મી.. નિશા મારી સાથે હતી.. હુ અને પરાગ હમણા દાદીના ઘરે રહીએ છીએ તો નિશા ત્યાં મને મળવા આવી હતી અને મેં એને રોકી લીધી...!
આશાબેન નિશાને બોલે છે કે ફોન ત કરવો હતો..! ત્યાં સુધી રિની એશાને ઈશારો કરે છે કે કંઈ બોલતી નહીં પછી સમજાવું..! એશા સમજી જાય છે. નિશા આશાબેનને કહે છે, રિની સાથે વાતો કરવા બેસી ગઈ તો ખબર ના પડી..!
આશાબેન- ઠીક છે.... પણ એક મિનિટ.. તમે બંને વાતો કરતા હતા તો પરાગ ક્યાં હતો?
રિની કહે છે, તેમને ઓફિસમાં કામ હતુ તો મને પાર્ટી માંથી ઘરે મૂકી પાછા ઓફિસ પર ગયા હતા..!
રિની તેના ઘરે કોઈને કહેતી નથી કે તેની અને પરાગ વચ્ચે બોલવાનું થયુ છે..! રિનીનું નાનુ કપડાનું બેગ જોઈ આશાબેન કહે છે, તું બેગ લઈને કેમ આવી છે? ક્યાંક પરાગ સાથે તો ઝગડીને નથી આવીને?
રિની- ના મમ્મી... મને અહીં રહેવાનું મન થયું તો કપડાં લઈને આવી ગઈ..
આશાબેન- તો બરાબર....
રિની- મમ્મી.. મસ્ત ચા બનાવી આપ ને...
આશાબેન- હા, કેમ નહીં..! તમે ત્રણેય શાંતિથી બેસો હું હમણાં જ બનાવીને લાવી...!
રિની, એશા અને નિશા ત્રણેય તેમની રૂમમાં જાય છે.
એશા રૂમમાં જઈ તરત જ નિશાને પૂછવા લાગે છે કે સાચે સાચું કહે તો તું ત્યાં શું કરતી હતી?
રિની એશાને બધી વાત કહે છે.
એશા- નિશાડી તું તો જબરી નીકળીને... સીધી ઘરે જ પહોંચી ગઈને...!
નિશા- એ બધી વાત મૂક... તને પણ હવે એ વાત કહી દઉં... રિનીને તો ખબર પડી ગઈ છે...
એશા- કંઈ વાત?
નિશા શરમાતા કહે છે, હું અને સમર એક થઈ ગયા.... સમરે મને પ્રપોઝ કર્યુ...!
એશા આ વાત સાંભળી ખુશ થઈ જાય છે નિશાને દળે લગાવી બંને બૂમો પાડે છે.
એશા નિશા અને રિનીનો હાથ પકડીને કહે છે, દોસ્તો હુ પણ તમને એક વાત કહેવાની છુ... પહેલા બેડ પર બેસી જઈએ...
ત્રણેય બેડ પર બેસી જાય છે અને એશા કહે છે, હું પણ એક ધમાકો કરવાની છું... પછી ધીમેથી હસતાં કહે છે, હું અને માનવ મેરેજ કરવાના છીએ...!
રિની અને નિશા સાથે રિએક્શન આપે છે અને કહે છે, હેં....!
રિની એશાને પૂછે છે, તમે ક્યારે નક્કી કર્યું અને અમને કહ્યુ પણ નહીં...?
એશા- હજી કાલે સાંજે જ વાત થઈ અમારી...
નિશા- તું શ્યોર છેને એશા?
એશા- હા, નિશા.. હું એકદમ શ્યોર છુ... હું તો બહુ એક્સાઈટેડ છુ... અમે બંને મેરેજ કરીશું...
એશા બહુ જ ખુશ હોય છે. નિશા અને રિની પણ બહુ ખુશ હોય છે. એશા અને માનવની ખુશ વાળી લવ સ્ટોરી જોતા રિનીને પોતાના રિલેશનની યાદ આવે છે જે મેરેજ પહેલા પરાગ સાથે હતું..!
એશા અને નિશા બંને વાતો કરતા હોય છે જેમાં એશા જોઈ છે કે રિની કંઈક વિચારોમાં ખોવાય ગઈ છે.. એશા નિશાને રિની તરફ ઈશારો કરીને બતાવે છે કે રિનીને કંઈ થયું છે..!
એશા અને નિશા બંને એકસાથે રિનીનં બોલાવે છે... એશા રિનીને કહે છે, રિની એવી તો થયું કે તું અમારી સાથે રહેવા આવી અને એ વાત કંઈ છે જે તું અમારાથી છુપાવી રહી છે..?
રિની ખોટું બોલતા કહે છે, ના, એવું કંઈ નથી..!
નિશા રિનીને કહે છે, એક વાતનો જવાબ આપ... સવારે આપણે જ્યારે અહીં આવ્યા ત્યારે પરાગ ઘરે નહોતો..! તમારી બંને વચ્ચે શું થયું છે? રિની, તું અમારાથી કંઈ છુપાવે છે?
રિની- ના, યાર... એવું કંઈ નથી... મેરેજ પછી એક પણ વખત હું અહીં રહેવા નથી આવી અને તમને ખબર જ છે કે કેવી રીતે હું મેરેજ કર્યા પછી અહીંથી જતી રહી હતી... તો મને થયું થોડા દિવસ રહેવા જાવ..!
એશા અને નિશા સમજી જાય છે કે કંઈ તો થયું જ છે..!
રિની વાત બદલતા કહે છે, મારા તો મેરેજ થઈ ગયા... હવે એશાની વિકેટ પડવાની છે તો ચાલોને સેલિબ્રેટ કરીએ..!
એશા ખુશ થતાં કહે છે, હા... હું મેરેજ કરવાની છુ... મને તો હજી વિશ્વાસ નથી આવતો..!
નિશા- એક મિનિટ એશા... તારા હાથ આગળ કર ને..!
એશા તેના બંને હાથ આગળ કરે છે... નિશા એશાને પૂછે છે, મેરેજ કરાવાની છે તો રીંગ ક્યાં છે?
એશા- અરે... એટલુ જલ્દીમાં બધુ થયું કે.... કંઈ નહીં.. પછી પહેરાવશે માનવ મને... એને મને પ્રપોઝ કર્યુ એ જ બહુ છે મારા માટે તો..!
નિશા- તારો ફોન આપજેને એશા...!
એશા- કેમ?
નિશા- આપ ને હવે....!
એશા નિશાને તેનો ફોન આપે છે.
આ બાજુ માનવ અને પરાગ ગાડીમાં હોય છે. પરાગનો સવારથી મૂડ નથી હોતો.. પહેલા રિની પછી જૈનિકી અને છેલ્લે પરિતા આવીને બોમ્બ ફોડી ગઈ હતી..! માનવ તેના મેરેજની વાક પરાગને કહે છે. માનવ કહે છે, મેં એશાને મેરેજ માટે પ્રપોઝ કર્યુ અને એને હા પાડી..!
પરાગ માનવ માટે ખુશ થાય છે અને કહે છે, શું વાત છે માનવ..! તું પણ હવે મેરેજ કરીશ એમ ને..! કોન્ગ્રેચ્યુલેશન.!
માનવ- થેન્ક યુ..!
નિશા માનવને ફોન કરે છે, એશાનો ફોન આવતા જોઈ માનવ ખુશ થઈ જાય છે અને ફોન ઉપાડી તરત કહે છે, હા.. સ્વીટહાર્ટ બોલ શું કહે છે?
નિશા- માનવ, હુ છું...
શું પરાગ તેની મમ્મીને શોધી શકશે?
પરાગ અને રિની વચ્ચે સુલેહ થશે? રિની ક્યાં સુધી તેની આ બાળકો જેવી હરકતથી પરાગને હેરાન કરશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૨