Manasvi - 5 in Gujarati Fiction Stories by Divya Jadav books and stories PDF | મનસ્વી (એક રહસ્ય) - ભાગ ૫

Featured Books
Categories
Share

મનસ્વી (એક રહસ્ય) - ભાગ ૫

મોક્ષ ની વાત સાંભળી બધા મિત્રો આશ્ચર્ય પામ્યા .અને એકી સાથે બોલી ઉઠ્યા "અમારી સાથે કોણ મોક્ષ ની વાત સાંભળી બધા મિત્રો આશ્ચર્ય પામ્યા .અને એકી સાથે બોલી ઉઠ્યા "અમારી સાથે કોણ હતું."

" હું તમારી સાથેજ હતો. પણ શરીર થી નહિ.પરંતુ તમારી વચ્ચે ઉભેલ જે મોક્ષ ને તમે જોઈ રહ્યા હતા. એ મારું પ્રતિબિંબ હતું.ખરેખર તો હું એ ગુફામાં જ ફસાયો હતો."

" તારું પ્રતિબિંબ ઓહ!!! પરંતુ મોક્ષ, એ કઈ રીતે શક્ય બને." નકુલ થી રહેવાયું નહિ અને એ વચ્ચે બોલ્યો

" હા ,નકુલ એ સાચું છે. તને અજુગતું લાગે છે ને? શું આવું હોય સકે? પણ મારી સાથે આ બધું વીત્યું છે." કહેતા મોક્ષ ની આંખો માં આંસુ આવું ગયા.

" તો ફરી તું નોર્મલ કેવી રીતે થયો? અને પેલી સ્ત્રી શું કહેતી હતી. શું તું કોઈ મુસીબત માં તો નથી ને? અને એને કેવી મદદ જોઈએ છે? " શ્યામ જાણે એક પછી એક સવાલો નો વરસાદ વરસાવી રહ્યો હતો.

"કેટલાય દિવસો સુધી હું ભૂખ અને તરસ થી તડપી રહ્યો હતો. ત્રાડો પડતો હતો. પણ ત્યાં મને કોની મદદ મળે. કોને હું બોલાવું કઈ સમજાતું નહોતું.ચારે કોર અંધકાર.અને ખાલી અંધકાર.હું ફાફા મારી રહ્યો હતો. મારા હાથ માં કઈક ખુંચ્યું હોય એવું મને લાગ્યું. કોઈ ધાર દાર વસ્તુ. એ શું હશે.એ જાણવા ની મારા માં ઉત્સુકતા જાગી. મે ફરી હાથથી ફંફોરવા નું ચાલુ કર્યું. કદાચ કોઈ હથિયાર મારા હાથ માં આવ્યું હશે? એ હથિયાર મે મારા હાથ માં લીધું .હાથ માં લેતા વેત મારું શરીર ધ્રુજારી મારવા લાગ્યું. મને કઈ ના સમજાણું કે આ મારી સાથે શું થઈ રહ્યું છે. મે મારા હાથ માંથી એ હથિયાર ફેંકી દીધું. અને મારા શરીર માં આવતી ધ્રુજારી બંદ થઈ ગઈ.અને મે હાસ કારો અનુભવ્યો.

ફરી દિવસ પાછો એજ પ્રકાશ મને દેખાણો જેની પાછળ પાછળ ચાલતો હું અહી સુધી આવ્યો હતો . હું પહેલા તો ડરી ગયો. પરંતુ મે . મારા ઉપર નો કાબૂ ના ગુમાવ્યો. મારે હિંમત કર્યેજ છૂટકો હતો.એ પ્રકાશ ધીરે ધીરે મારી તરફ આવી રહ્યો હતો. એ પ્રકાશ પુંજ મારી એકદમ નજીક આવ્યો. એ ગુલાબી રોશની માંથી મારી સામે એક સ્ત્રી ઊભી હોય એવો મને ભાસ થયો.

મે હિંમત કરી અને . મે મારાં બંને હાથની મુઠ્ઠી ઓ વાળી .પછી તેની એકદમ નજીક ગયો અને ઉભો રહ્યો.પછી હું જોર થી બોલ્યો.

" કોણ છો તમે? મને અહી શા માટે લયાવ્યા છો? હું ક્યાં છું? "

" હું સુગંધા" આ ગુફા ની પેલી પાર અમારી દુનિયા છે. "

" તો મને અહી શા માટે લઈ આવ્યા.શું મારો બલી આપવાનો છે." મારી વાત સાંભળી સુગંધા હળવું હસી. પછી મારો હાથ પકડી મને બેસાડ્યો. અને મારી સામે જમવાની થાળી રાખી.

"હું આટલા સમય પછી. સામે ભોજન જોઈ ને કઈ પણ વિચાર કર્યા વગર સીધો જમવા પર તૂટી જ ગયો. મને કેટલા દિવસો પછી જમવાનું મળ્યું હતું. ધરાઈ ને જમ્યા પછી. હું જમીન પર આરોટવા લાગ્યો. જાણે મારી સાથે કઈ બન્યું ન હોય એમ હું વર્તન કરી રહ્યો હતો.મને આમ આરોટતો જોઈ સુગંધા હસી રહી હતી. "

"તેના હસવા નો આવાજ સાંભળી હું ફરી ભાન માં આવ્યો. ભોજન મળતા હું બધું ભૂલી ગયો હોય એવું મને લાગી રહ્યું હતું."

"મોક્ષ મારી મદદ કરીશ? સુગંધા મારી સામુ જોઈ બોલી રહી હતી.

" શું? કેવી મદદ?"

એની વાત સાંભળી મને નવાઈ લાગી. અને સાથે બીક પણ લાગી રહી હતી.છતાં મે સામો પ્રશ્ન કર્યો.

" હા, મદદ . તું મારા થી ડર નહિ .હું તને કોઈ નુકશાન નહિ પહોંચાડું."

" પણ હું એક જ શું કામ?"

" તો સાંભળ, અમારી દુનિયા એટલે મનશ . હું મનસ માંથી આવું છું. ઓહો!! મારો મનશ દેશ, સોળે શણગાર સજેલી પ્રકૃતિ નો દેશ, ચારે બાજુ હરિયાળી ,વૃક્ષો, કિલ્લોલ કરતા પક્ષી ઓ, કહેતા સુગંધા ચૂપ થઈ ગઈ.એ ઘડીક તો તેની દુનિયા ની યાદો માં ખોવાઈ ગઈ. "

"આટલો સુંદર દેશ હોય. તો મારી શી જરૂર પડી"

"મારો અવાજ સાંભળી સુગંધા , ભાન માં આવી. પોતાની દુનિયાની યાદમાં ઓતપ્રોત થયેલ. સુગંધા ની આંખો માં આંસુ છલકાઈ આવ્યા."

" શું થયું? " સુગંધા ને રડતા જોઈ ને મે પૂછ્યું."

"સુગંધા કંઈક બોલવા માટે હોઠ ફફડવ્યા. એ કઈક બોલી રહી હતી.પણ તેના મોં માંથી આવાજ બહાર નહોતો નીકળતો.અથવા એમ પણ બની સકે કે . કદાચ મારા કાન સુધી તેનો આવાજ નહોતો પોંચી રહ્યો. પણ આવું કેમ થયું. શું હું અચાનક ક્યાંક બહેરો તો નથી થઈ ગયો ને.

હું હેબતાઈ ગયો. મે જોર જોર થી તાળી પાડવા માંડી. તાળી ઓનો આવાજ મને સાફ સંભળાઈ રહ્યો હતો. તો પછી હું સુગંધા નો આવજ કેમ સાંભળી નહોતો શકતો." હું એ પણ જ્યારે મનસ વિશે જણાવી રહી હતી ત્યારેજ કેમ તેનો આવજ ગળા માંથી નીકળતો બંદ થઈ ગયો. હું હવે આ રહસ્ય જાણવા આતુર હતો."

"મને માફ કરજે મોક્ષ. હું કંઇપણ બોલી નહિ સકું. મનસ ને હવે કોઈ ઉગારી નહિ સકે.એ દુનિયા સદા ને માટે અસ્ત થઈ જશે." સુગંધા નો આવાજ સંભળાયો.

હું વિસ્મ્યતા થી જોઈ રહ્યો હતો. મને નવાઈ લાગી.જ્યારે સુગંધા મનસ દુનિયા,અને ત્યાંના લોકો પર તોળાઈ રહેલ ખતરા વિશે બોલવા જાય. એટલે સુગંધા ના મોઠા માંથી આવાજ નહોતો નીકળતો. આવું શું કામ થતું હસે? મને કઈ સુજતું નહોતું.છતાં મે પાછું સુગંધા ને પૂછ્યું.

" કેમ તારી સાથે આવું થઈ રહ્યું છે. કેમ તું મનસ વિશે વાત નથી કરી શકતી."

"ગુરુ પદમ ના કારણે .તેને આપેલ શ્રાપ ના કારણે " સુગંધા આટલું બોલતા અટકી ગઈ.

" એ કઈ રીતે" મારા થી રહેવાયું નહિ એટલે મે પાછો પ્રશ્ન કર્યો. મારી રહસ્ય જાણવાની જીજ્ઞાશા વધી રહી હતી.

" આ બાબતે પણ મારા મોઢા માંથી આવાજ અટકી જશે.બસ ખાલી એમજ સમજ કે આ રહસ્ય નો ઉકેલ એકજ વ્યક્તિ પાસે છે.એ જ મનસ ને સળગતું અટકાવી શકે છે.એ જ ફરી મનસ ની હરિયાલી અને સુખ શાંતિ પાછી લાવી સકે છે."

"કોણ છે એ વ્યક્તિ ?.શું એ અમારી પૃથ્વી નો માણસ છે.? શું એને મનસ ના રહસ્ય વિશે ખબર છે.?"

કોણ છે એ માણસ? બોલ સુગંધા , મને જણાવ હું તારી મદદ કરીશ.

(વધુ આવતા અંકે)

."