Manasvi - 4 in Gujarati Fiction Stories by Divya Jadav books and stories PDF | મનસ્વી (એક રહસ્ય) - ભાગ ૪

Featured Books
Categories
Share

મનસ્વી (એક રહસ્ય) - ભાગ ૪

" મોક્ષ યાર ક્યાં છો તું કેમ દેખાતો નથી. અને આ રૂમ માં આટલું અંધારું કેમ રાખ્યું છે.યાર લાઈટ તો કર કંજૂસ." નકુલ દીવાલ પર સ્વીચ શોધતા બોલી રહ્યો હતો.

" અહી અંજવાળું ના કરતા. મોબાઈલ ની ટોર્ચ પણ નહિ. " મોક્ષ નો આવાજ આવ્યો

"તું અમને કઈક બતાવા લાવ્યો હતો ને મોક્ષ? તો આ અંધારા માં અમને એ વસ્તુ કેમ દેખાશે.? શ્યામે સામો સવાલ કર્યો.

" થોડી વાર ધીરજ રાખો. હમણાં બધું સમજાઈ જશે." મોક્ષ બોલ્યો.

ઓરડામાં એક એક સાવ સન્નાટો છવાઈ ગયો. ઓરડાનો અંધકાર વધારે ને વધારે ભયંકર લાગી રહ્યો હતો. ત્યાં એક ગુલાબી પ્રકાશ મોક્ષ તરફ આવતો દેખાયો. આ જોઈ બધા મિત્રો ડઘાઈ ગયા.

એ પ્રકાશ જેમ જેમ નજીક આવતો જતો હતો. તેમ તેમ એ પ્રકાશ સાથે સાથે ધૂંધળો પડછાયો પણ એની નજીક આવવાનો ભાસ થઈ રહ્યો હતો. થોડી ક્ષણો માં એ પડછાયા માંથી એક આકૃતિ દેખાવા લાગી. ત્યાં બીજી જ ક્ષણે એ આકૃતિ સાફ દેખાઈ રહી હતી. એ એક સ્ત્રી હતી.


ગુલાબી પ્રકાશ સાથે ગુલાબી વસ્ત્રો પહેરલ એ સ્ત્રી કોણ હશે. આ પ્રશ્ન બધા મિત્રો ના મન માં ચાલી રહ્યો હતો. સાથે એનો ડર પણ રદય માં પ્રવેશી ચૂક્યો હતો. બધા એ પ્રકાશ ના અંજવાળા માં જાણે કેદ થઈ ગયા હોય એમ એક બીજા ની સામે તાકી રહ્યા હતા. સાથે રુચિ મોક્ષ થી આટલી કેમ ડરતી હતી. એ હવે બધાને સમજાય ચૂક્યું હતું.



એ સ્ત્રીનું રૂપ જાણે સ્વર્ગની અપ્સરા પણ તેની પાસે ઝાંખી પડે તેવું હતું. આસપાસ દેખાતો ગુલાબી પ્રકાશ જાણે તેના બદન માંથી જ નીકળી રહ્યો હતો. તેની આંખો ની ચમક આકાશ ના તારા જેવી લાગી રહી હતી. એ સ્ત્રી ના આવવાથી વાતાવરણ માં કઈક અલગ જ સુગંધ પ્રસરી રહી હોય એવો ભાસ થતો હતો.


પરંતુ એ સ્ત્રી કોણ હશે ? શું સંબંધ હશે મોક્ષ નો એની સાથે. અનેક સવાલો બધા ના મગજ માં ઘૂમી રહ્યા હતા. બધા નો જવાબ એકજ વ્યક્તિ પાસે હતો. એ હતો મોક્ષ.

મોક્ષ પોતાના હાથ માં કોઈ ચમકતી વસ્તુ લઈ એ સ્ત્રી ની નજીક ગયો. એ સ્ત્રી મોક્ષ સામે મલકાઈ રહી હતી. અને મોક્ષ નીડરતાથી એ સ્ત્રીની સામે ઉભો હતો.થોડી ક્ષણો માટે તે સ્ત્રી એ બધાને જોઈ રહી. પછી તેના હોઠ ફફડ્યા જાણે ફૂલો નો વરસાદ થઈ રહ્યો હોય . અને એ સ્ત્રી બોલી "મારી મદદ કરો" અને એ સ્ત્રી પાછી ગુલાબી પ્રકાશની સાથે વિલીન થઈ ગઈ.

" શું છે મોક્ષ આ બધું? ક્યાં ગાયબ થઈ ગઈ એ સ્ત્રી." રુચિ હિંમત એકઠી કરતા બોલી.

" તે કાલ જોયું એ આવું જ કઈક હતું ને રુચિ ?. મોક્ષ ઋચીની નજીક જઈ ને બોલ્યો.

"પણ તમે લોકો ડરો નહિ. તમને કોઈને પણ કઈ નુકસાન નહિ પહોંચે. મારે તો તમારા બધા મિત્રોની મદદ જોઇએ છે."

"કેવી મદદ મોક્ષ " રોમી બોલ્યો.

" પરંતુ પહેલા એ બોલ કે આ બધું શું છે?.આ સ્ત્રી કોણ છે.?" શ્યામની ધીરજ હવે ખૂટી હોય એમ બોલ્યો. રહસ્ય જાણવા ની તાલાવેલી તો બધાને હતી. સાથે આ અસામાન્ય ઘટના જોઈ ને અંદર ખાને થોડો ડર પણ લાગી રહ્યો હતો.

"કહું છું બેસો બધા.અને શાંતિ થી મારી વાત સાંભળો". ત્રણ મહિના પહેલા જ્યારે આપણે બધા .એક સાથે ઉટી ફરવા ગયા હતા. આ ત્યાર ની વાત છે.આપણે જે ગેસ્ટ હાઉસ માં રોકાયા હતા. ત્યાંથી નજીક માં એક જંગલ પડતું હતું. આપણી શરત લાગી હતી . રાતે બાર વાગ્યા પછી જંગલ ની અંદર જવાની.યાદ છે. તમને લોકો ને. અને એ શરત પૂરી કરવા માટે. હું નેહા , અને શ્યામ અમે ત્રણેય એ જંગલ માં ગયા હતા."

" હા, આપણે આખી રાત એ જંગલ માં વિતાવી હતી. યાદ છે મને શું રોમાંચક અનુભવ હતો. " શ્યામ યાદ કરતા બોલ્યો.

"એ તો બધા જાણે છે."નકુલ બોલ્યો.

" પણ ત્યાં શું બન્યું એ કોઈ ને જાણ નથી."મોક્ષ પોતાના માથા પર બંને હાથ મૂકતા બોલ્યો.

" શું બન્યું." રુચિ એ મોક્ષ તરફ નજર નાખતા પૂછ્યું.

" શ્યામ ,નેહા .આપણે જંગલ ની અંદર ને અંદર આગળ વધી રહ્યા હતા. ત્યારે ખબર હોય તો આપણ ને એક ગુફા દેખાણી હતી. અને આપણે લોકો એ નક્કી કર્યું હતું કે આપણે એ ગુફાની અંદર જઈશું ." મોક્ષ , શ્યામ અને નેહાને યાદ કરાવતા બોલ્યો.


" હા. યાદ છે. પણ આપણે એટલા બધા થાકેલા હતા કે ગુફાની બહાર આરામ કરવા માટે બેઠા હતા. પણ આપણે લોકો ને ત્યાજ ઊંઘ આવી ગઈ .અને સવાર ક્યારે પડ્યું કંઈ ખબર ન પડી. અને સવાર થતાં આપણે ગુફામાં પ્રવેશવાનો વિચાર માંડી વાળ્યો. અને ફરી ગેસ્ટ હાઉસે આવી ગયા હતા. એતો બધાને ખબર છે. " શ્યામ બોલ્યો.

" એક મિનિટ હવે યાદ આવ્યું ત્યાર પછી થી જ તારા વર્તન માં ફરક પડી ગયો હતો. આ નો આપણ ને ખ્યાલ કેમ ન રહ્યો. " રોમી આંખો પહોળી કરતા બોલ્યો.

" શું થયું હતું મોક્ષ " રુચિ ચિંતા વ્યક્ત કરતા બોલી.

" હું એ ગુફાની અંદર ગયો હતો. તમને બંને ને ઊંઘ આવી ગઈ હતી. પણ મને એ ગુફામાં શું હસે એ જોવાની તાલાવેલી લાગી હતી. હું એ ગુફામાં પ્રવેશ્યો. હું હજુ તો થોડે દૂર ચાલ્યો હોઈશ ત્યાં મને એક ગુલાબી પ્રકાશ દેખાયો. હું એ પ્રકાશ ને જોઈ અચરજ પામ્યો. પણ શું હશે તે.. જોવાની અને જાણવાની ઘેલછા માં હું એ પ્રકાશ ની પાછળ ચાલ્યો ગયો. ગુફામાં ઘોર અંધકાર છવાયેલ હતો. પરંતુ નાની એવી દીપક ની જ્યોતિ ઘનઘોર અંધકાર ને ચિરી રહી હોય એવો ભાસ થઈ રહ્યો હતો.

" હું વિચાર શૂન્ય બની એ પ્રકાશ તરફ મીટ માંડી તેની પાછળ ચાલી રહ્યો હતો. જોત જોતા માં એ પ્રકાશ એક જગ્યા એ આવીને આંખો પર થી અદ્ર્શ્ય થઈ ગયો. અને ફરી એ અંધકાર અતિ ભયંકર લાગી રહ્યો હતો. મે આમતેમ નજર દોડાવી પરંતુ ક્યાંય પણ એક પ્રકાશ ની કિરણ દેખાતી નહોતી. હું બરાડી ઉઠ્યો. હું જોર જોર થી ચિખી રહ્યો હતો. મે એ ગુફાની બહાર નીકળવા આમ તેમ દોડવાનું શરુ કર્યુ. પણ પરિણામ શૂન્ય. "

" પછી મને સમજાયું કે હું કોઈ મુસીબત માં મુકાઈ ગયો છું. અને હવે અહીંથી નીકળવું કદાચ અસંભવ છે. હું મારી જાત ને મનાવી રહ્યો હતો.કેટલાય દિવસો સુધી મે આમજ એ ખોફનાક ગુફા ,અને તેના એ અંધકાર માં જ વિતાવ્યા હશે. એ પણ મને ક્યાંક નહોતો. દિવસ છે કે રાત મને કય પણ સમજાતું નહોતું."


હું જોર જોર થી રડી રહ્યો હતો. મને કોઈ અહીંથી બહાર કાઢો ની બૂમો પાડી રહ્યો હતો. પણ ત્યાં મારું સાંભળવા વાળું કોઈ નહોતું. હું ભૂખ તરસ થી પીડાય રહ્યો હતો. કેટલાય દિવસો સુધી મને અન્ન અને પાણી નહોતા મળ્યા.ખોરાક ના મળતા મારા શરીર ની શક્તિ હણાઈ ગઈ હતી. હવે સામે મૃત્યુ સિવાય મને કંઇ દેખાતું નહોતું. "

" મોક્ષ આપણે લોકો છેલ્લા ત્રણ મહિનાથી સાથે ને સાથે જ છીએ. તો તું કેમ કહે છે કે હું ઘણા દિવસો થી તું એ ગુફામાં હતો. આપણે ત્રણેય સાથે જ જંગલ ની બહાર નીકળ્યા હતા. તે કઈક સપનું જોયું હશે." શ્યામ મોક્ષ ના ખંભા પર હાથ રાખતા બોલ્યો.

" શ્યામ ,એ હું નહોતો." મોક્ષ નીચી નજરે બોલ્યો.

"તો એ કોણ હતું. સાલા તને મગજ ના ડોક્ટર ને બતાવું જોસે. એકતો તું છેલ્લા ત્રણ મહિના થી જે વિચિત્ર વર્તન કરી રહ્યો છે .એનાથી અમે પરેશાન છીએ. અને આજે આ સ્ટોરી." શ્યામ ગુસ્સે થતા બોલ્યો.

" એ સાચું બોલી રહ્યો છે શ્યામ.મે કાલે રાતે જે જોયું એના પરથી મને નથી લાગતું કે મોક્ષ જૂઠું બોલે છે." રુચિ મોક્ષ નો સાથ પુરાવતા બોલી.


" તો પછી અત્યાર સુધી અમારી સાથે કોણ હતું. જે અજીબ વર્તન કરી રહ્યું હતુ. ક્યાંક એવું તો નથી ને કેત્ય તારું મૃત્યુ થયું હોય. અને તું આત્મા." શ્યામ હજી પોતાની વાત પૂરી કરે ત્યાજ રોમી શ્યામ ને અટકાવતા બોલ્યો. " એ શ્યામ ડરાવ નહિ."

" એવું કંઈ નથી તમે ડરો નહિ. હું જીવતો છું.મૃત્યુ નથી પામ્યો."

" તું નહોતો .તો પછી અમારી સાથે કોણ હતું? " રોમી ધ્રુજતા બોલ્યો.

" હા , બોલ કોણ હતું" બધા મિત્રો એકી સાથે બોલ્યા.