ગુડિયા બાનું પાયલની સચ્ચાઈ જાણ્યા પછી તેની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરી રહ્યા હોય છે. બધી ગણિકાઓ આ જોઈ રહી હોય છે પણ કોઈની હિંમત ન હતી કે તે ગુડિયા બાનુંને રોકી શકે! ગુડિયા બાનુંની આગળ પાયલ ઘણી આજીજી કરી રહી હોય છે પણ ગુડિયા બાનું તેની એક પણ સાંભળતી નથી. ગુડિયા બાનું પાયલના વાળ જલીને તેને ઉભી કરે છે અને તેને આમ તેમ ધક્કા મારવા લાગી જાય છે. ગુડિયા બાનું પાયને એટલો જોરથી ધક્કો મારે છે કે તે જઈને સીધી દીવાલ સાથે અથડાય છે અને પેટના વડે નીચે ફર્શ ઉપર પડી જાય છે. પાયલ પેટ વડે નીચે પડી હતી જેથી એજ સમયે તેનું બાળક એના પેટમાં જ મરી જાય છે. પાયલ પછી તો પીડાની મારી ખૂબ ચીસો પાડે છે પણ કોઈ તેની મદદ કરવા માટે આગળ આવતું જ નથી! ગુડિયા બાનું ફરી તેના વાળ પકડી લે છે અને તેને ઊભો કરી એક રૂમમાં બંધ કરી દે છે. ત્યાં ઊભેલી દરેક ગણિકાને ગુડિયા બાનું કહે છે "આ તમારી માટે પણ એક ઉદાહરણ છે અને સબક પણ; આજ પછી કોઈપણ ગણિકા એ અહીંથી ભાગવાની કોશિશ કરી છે તો એની પણ આજ હાલત થશે! અહી ન કોઈ મા બની શકે કે ન કોઈ પત્ની! અહીં દરેક ફક્ત ગણિકા બનીને જ રહેશે." ગુડિયા બાનું ની વાત સાંભળીને ત્યાં ઉભેલ દરેક ગણિકા કંપી ઊઠે છે.
અમિત અને પાયલ એક બીજાને અનહદ પ્રેમ કરતા હતા અને આ પ્રેમ ગુડિયા બાનું ની ગુડિયા શેરીમાં બે મહિના પહેલા જ હારી ચૂક્યો હતો. બે મહિનામાં એક પણ દિવસ એવો ન વીત્યો હતો જે દિવસે અમિત પોતાની પાયલને મળવાની ચાહમાં અહી ગુડિયા શેરીમાં ન આવ્યો હોય પણ તેને હંમેશાં એમ જ કહેવામાં આવતું કે પાયલ અહીંથી પહેલા જ ભાગી ચૂકી છે, ન એની કોઈ ખબર છે ન કોઈ એનો પતો! અમિત જાણતો હતો કે આ લોકો ખોટું બોલી રહ્યા છે પણ અમિત બિચારો શું કરે? તે આ ગુડિયા શેરીમાં કોઈના સાથની ઉમ્મીદ પણ ન લગાવી શકતો હતો. આજે ઠીક બે મહિના પછી પાયલને તૈયાર કરવામાં આવી રહી હોય છે કેમકે હવે બે મહિના વિતી ચૂક્યા હતા અને આ બે મહિનામાં પાયલને રૂમમાંથી પણ બહાર નીકાળવામાં આવી ન હતી. પાયલને તૈયાર કરીને બહાર લઈ આવવામાં આવે છે અને લાવીને બજારની વચ્ચે ઊભી કરી દેવામાં આવે છે.
થોડા સમય પછી પાયલની બોલીઓ લાગવાની શરૂ થાય છે જે પાયલના કુમળા જીસ્મ ઉપર વાર કરી રહી હોય છે. પાયલ નું કુમળું જીસ્મ આ ઘાવ સહી શકે એમ ન હતું એટલે પાયલ પહેલા જ નક્કી કરી લે છે કે કંઈપણ કેમ ન થઈ જાય! પાયલ કોઈ બીજા પુરુષની નહિ થાય, અને જો એને મજબૂરીમાં પોતાનું આત્મસન્માન ખોઈને થવું પડ્યું તો એ પોતાનો જીવ આપતાં પણ નહિ રોકાય! પાયલ મનોમન નક્કી કરી ચૂકી હતી અને ગુડિયા બાનું પાયલની સૌથી ઊંચી બોલી ત્રીસ હજાર રૂપિયા બોલાવે છે અને એક શેઠ પાયલને ખરીદી લે છે. પાયલ મજબૂરી વશ થઇને પેલા શેઠને તેના રૂમમાં લઈ જાય છે અને ત્યાં જઈને તે પોતાના ઘૂંટણ ઉપર બેસી જાય છે "પ્લીઝ મને હાથ પણ ન લગાવતા, હું કોઈક બીજાની અનેકો વાર થઈ ચૂકી છું, પ્લીઝ મને હાથ પણ ન લગાવતા!" પાયલ આજીજી કરી રહી હતી પણ પેલી શેઠ પાયલની એક પણ સાંભળવા માટે તૈયાર હતો નહિ કેમકે એ નાશમાં હતો અને અત્યારે તેની હવશ જાગેલી હતી જે પૂરી કરવા માટે એ શેઠ પાયલ ઉપર ત્રાટકી પડે છે.
પાયલના જીવનમાં અમિતથી પહેલા ઘણા પુરુષો આવી ચૂક્યા હતા પણ અમિતના આવ્યા પછી પાયલની જિંદગીમાં કોઈ બીજો મર્દ આવ્યો જ ન હતો, અમિતના આવ્યા પછી પાયલ અન્ય પુરુષોને પોતાના ભાઈ સમાન માનવા લાગી ગઈ હતી પણ આજે પાયલ મજબૂરી વશ બીજા કોઈની થઈ ચૂકી હતી જેનો બોજ પાયલના જીવન ઉપર પડી જાય છે. પાયલ પહેલા ખૂબ રડે છે કેમકે તે કે અમિતને વચન આપી ચૂકી હતી, એ વચન નિભાવવામાં પાયલ અસફળ રહી હતી. પાયલને હવે પોતાની જિંદગી બોજ લાગવા લાગી હતી એટલે હવે પાયલ મન બનાવી ચૂકી હતી કે તે પોતાના જીવનને હવે ટુંકાવી દેશે! પાયલ પોતાના પ્લાન મુજબ પંખા ઉપર દોરી બાંધી દે છે અને ત્યાં લટકીને પોતાના પ્રાણ આપી દે છે.
બીજા દિવસ સવારે ગુડિયા બાનું આવીને પાયલનો દરવાજો ખટખટાવે છે પણ લાંબા સમય સુધી કોઈ દરવાજો ખોલતું જ નથી! ગુડિયા બાનું તેના માણસને બોલાવીને પેલો દરવાજો તોડાવી દે છે અને અંદર જે હતું એ જોઈને ગુડિયા બાનું ના હોશ ઉડી જાય છે. પાયલ પંખા સાથે લટકેલી હતી તો બેડ ઉપર શેઠનું પણ ખૂન થઈ ચૂક્યું હોય છે, જે જોઈને ગુડિયા બાનું ની રૂહ કંપી ઉઠે છે. ગુડિયા બાનું હવે ફસાય એવું હતું એટલે તે પાયલના રૂમમાં જ બે મોટા ખાડા કરવી દે છે. પાયલ અને પેલા શેઠને તેમાં ભંડારી આ રૂમ ઉપર લૉક લગાવી દે છે. આ વાત ફક્ત ગુડિયા બાનું અને તેના માણસો જાણતા હોય છે અને આ વાતને રાજ રાખવા માટે ગુડિયા બાનું કોઈપણ હદ સુધી જઈ શકે એમ હતી એટલે તે ફેંસલો કરે છે કે આ શેરી અમુક સમય સુધી બંધ રહેશે અને તે ગુડિયા શેરીને બંધ કરી બાકીની છોકરીઓને બીજી શેરીમાં મોકલી દે છે.
સાત
મહિના પછી
ગુડિયા શેરીને બંધ થયે સાત મહિના થઈ ચૂક્યા હોય છે અને ગુડિયા બાનું ઉર્ફ ગહેના બાનું તેના ઘરમાં જ વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. મેધા ને પણ ગુડિયા બાનું એ ગુડિયા શેરીથી નવ મહિના સુધી દૂર રાખી હતી અને આ નવ મહિના સુધી મેધા અહીં વૃદ્ધાશ્રમ અને અનાથઆશ્રમમાં રહીને દરેક લોકોની સેવા કરી રહી હતી. દિવસે મેધા રોહનની અનંત એન્ટરપ્રાઇઝ માં કામ કરતી હતી અને આ નવ મહિના દરમિયાન રોહન અને મેધા વચ્ચે પ્રેમનો સંબંધ બની ચૂક્યો હતો જેને નવી દિશા આપવા માટે રોહન મેધાને પહેલા જ એક કેફેમાં બોલાવી ચૂક્યો હોય છે. મેધા ત્યાં જઈને રોહનની રાહ જોઈ રહી હોય છે પણ રોહન ત્યાં સમયસર પહોંચ્યો જ ન હતો! મેધાને રોહન ઉપર ગુસ્સો આવી રહ્યો હતો પણ એ રોહન ઉપર ગુસ્સો કરવા માગતી જ ન હતી! કેમકે તે રોહનને હદથી વધારે પ્રેમ કરવા લાગી હતી. રોહન થોડા સમયમાં ત્યાં આવી જાય છે અને આવતાં જ પોતાના કાન પકડીને પોતાના ઢીંચણ ઉપર બેસી જાય છે. મેધા તેના માસૂમ રૂપને જોઈને જેવી જ તેને ઊભો કરવા જાય છે કે તરત જ રોહન મેધા સામે ગુલાબનો બુકે કરીને કહે છે
"જ્યાર થી મળ્યો છું તને, બસ તારા જ વિચારો દિલમાં ચાલ્યા કરે છે, કોઈપણ સમયે તું સાથે ન હોય ને તો એવું લાગે છે કે હું ધડકન વગર જ જીવી રહ્યો છું, મેધા આજ પહેલા તો કોઈની માટે આ ફીલ કર્યું નથી પણ આજે તારી માટે ફીલ કરીને દિલને શુકુન મળે છે. જિંદગીમાં તું ન હોયને તો મને આ જિંદગી બોજ લાગવા લાગે છે. મેધા જ્યારે પણ તું સાથે હોય છે ત્યારે બસ બધું ગમે છે પણ જ્યારે તું નથી હોતી ત્યારે શ્વાસ લેવી પણ મુશ્કેલ પડે છે, શું મેધા તું મારો શ્વાસ બનીને મારા હ્રદયમાં ધબકવા માટે તૈયાર છે?" રોહન મેધાને પ્રપોઝ કરી દે છે પણ મેધા શૉક થઈને ઊભી રહે છે.
ક્રમશ......
શું હશે મેધાનો જવાબ? મેધા રોહનને નિરાશ કરશે કે પછી તે ગુડિયા બાનુંની ગુડિયા શેરીના નિયમ તોડી દેશે? જાણવા માટે બન્યા રહી "ગણિકા - શ્રાપ કે શરૂઆત માં!