CANIS the dog - 31 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 31

Featured Books
Categories
Share

CANIS the dog - 31

ન્યૂઝને મીડિયા દ્વારા બહુ જ સેન્સિબલ ઉછાળવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપ પ્રશાસન મીડિયા સમક્ષ મૌન સિદ્ધ થાય છે. પ્રશાસન પાસે આનો કોઈ જ જવાબ નથી જોકે તે ચાહે તો જવાબ આપી શકે છે કે જંગલની અંદર આવી ઘટનાઓ આમ વાત કહેવાય છે પરંતુ હાઈબ્રાઈડની ઝેબમાંના કેટલાક મીડિયાએ એવી પણ ડિમાન્ડ કરી કે why not anti brute breed?

જે અંગે પણ પ્રશાાસન પાસે કોઈ જ ઉત્તર ન હતો.

થોડા દિવસ પછી આર્નોલ્ડ અને સીતા બંંને ફરીથી એ જ પૈદલ પથ ઉપર ચાલતા દેખાઈ રહ્યા છે જેમાં સીતાા આરનોલ્ડ ની સાથે પ્રાકૃતિક રીતેે જ અન અપેેક્ષીત બનીને ચાલી રહી છે.

આર્નોલ્ડ સીતા ના બર્તાવ ને કેેઝયુઅલી લે છે અનેેેે તે પણ સીતા સાથે મસ્ત થઈ જાય છે.

husky બોબી જાણે કે કબાબમાં હડ્ડી હોય તેમ એ બંનેની વચ્ચે ચાલી રહ્યો છે અને ક્યારેક ક્યારેક જાણીજોઈને તે બંનેને અલગ ચાલવા માટે વિવશ કરી રહ્યો છે. પરંતુ તેમ છતાં પણ આર્નોલ્ડ અને સીતા ના બોબી પ્રત્યેના લાડમાં કોઈ જ ફરક નથી આવતો.
એક તસ્કર ની નજર સીતા ના ગોલ્ડન ચેઇન વાળા પર્સ ઉપર પડે છે અને તેણે તેની ઉઠાંતરી કાજ મન બનાવી લીધું. પરંતુ તેણે બોબીને કંઈક એવી રીતે નજરઅંદાજ કર્યો કે જાણે તે તેને આર્નોલ્ડ અને સીતા નું નાનું બાળક જ લાગતો હોય.

તસ્કરે સ્કેટિંગ બોર્ડ ઉપર તેનો એક પગ ગોઠવ્યા અને માટે હેલ્મેટ તથા આંખો પર તેના રનર સ્પેક્ટ્સ.

એ તસ્કરે એક એક બે રાઉન્ડ સીતા અને આર્નોલ્ડ ની ફરતે માર્યા પણ ખરા જેથી કરીને તે બંને તેના પ્રત્યે થી
બેખબર થઈ જાય અને થોડે દૂર ગયા પછી તસ્કરે તેના સ્કેટિંગ બોર્ડ વડે એક કારને પૂરેપૂરી જંપ કરાવી દીધી.અને સીતા ના ગળા માંથી પર્સ ખેંચીને નીકળી ગયો સીતા ઇન્ડિય typical મા જ ચોર ચોર ની બૂમો પાડી, પરંતુ તસ્કર ત્યાંથી તરત જ રાઈટ street મા ફરાર થઈ ગયો હતો.

આર્નોલ્ડે તરત જ સીતા ને પૂછ્યું પર્સમાં શું શું હતું.
એટલે સીતાએ કહ્યું એવરીથીંગ.

બીજી જ સેકન્ડે આર્નોલ્ડે બોબીને ગો કહ્યું, અને બોબી એના કામે લાગ્યો.

બોબી પવનની ગતિ એ right side ની Street મા વળી ગયો અને એક જોરદાર બ્રેક મારીને રોડ ને સુંઘવા લાગ્યો.

બસ, બે કે ત્રણ સેકન્ડમાં જ બોબીએ ફરીથી દોડવાનું ચાલુ કર્યું અને પેલો તસ્કર દેખાવા લાગ્યો.

તસ્કરે પાછળ વળીને જોયું તો બોબી તેનો પીછો કરી રહ્યો હતો.

તસ્કર નો બોબી અંગેનો ભ્રમ તૂટી ગયો અને તેણે હેલ્મેટ કાઢીને ફેંક્યું અને પેડ ને જોર જોરથી પગ મારવા લાગ્યો.

બોબી તસ્કર ની અપેક્ષા કરતાં વધારે સ્પીડ થી પીછો કરી રહ્યો હતો અને તસ્કર કેટલેક અંશે સમજી ગયો.
અને તે તરત જ right side વળીને એક મૉલમાં પ્રવેશી ગયો.

તેના પ્રવેશ્યા ની બીજી જ સેકન્ડે ગ્લાસ ગેટ ઓટોમેટિકલી બંધ થાય છે, અને બોબી એ સજ્જનતા પૂર્વક ગેટ ઓપન થવાની પ્રતીક્ષા કરી.

ગેટ ખુલી ગયો અને બૉબી એ ફરીથી દોડવાનું શરૂ કર્યું.

બોબીએ તેની પ્રાકૃતિક રણનીતિ અનુસાર સમજી લીધુ હતું તે હવે આ ક્યાંય બચી ને જઈ શકવાનો નથી.અને આજ વાત તસ્કર પણ કેટલેક અંશે સમજી ગયો હતો.

મોલમાં બોબી અને તસ્કર ના દ્રશ્યો જોઈને ભીડ માં સહેલાણીઓ સી અફરાતફરી શરૂ થઈ ગઈ. અને રીતસર લોકો બોબીને દોડવાની જગ્યા આપવા લાગ્યા.
કેમકે મૉલ જનો એ તસ્કરના હાથમાં ઑલરેડી પર્સ જોઈ લીધું હતું. અને સમજી લીધુ હતું કે ડૉગ તેના માલિક નો જ છે.

કેટલાક લોકોએ અત્યંત વિવેકપૂર્વક બૉબીને જગ્યા આપી અને બૉબી તેમની વચ્ચે થી રીતસર છલાંગ મારીને ચીજ વસ્તુ કુદી જતો.