Kalank ek vaytha - 12 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | કલંક એક વ્યથા.. - 12

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

કલંક એક વ્યથા.. - 12

કલંક એક વ્યથા...12

આગળ જોયું આપણે રાકેશના ઘરમાં દોડધામ મચી હતી. બિંદુ ગાયબ હતી. મોનીકા મનમાં રાજી હતી. એ તો ઈચ્છતી જ હતી ,- કે બિંદુ જાય પણ એના હાથની વાત ન હતી. રાકેશ પાસે એ પણ લાચાર હતી, અને એ પોતાનો રાકેશ પરનો ગુસ્સો બધો બિંદુ પર ઉતારતી.
દાદીની મંદિરની ઘંટડી વાગી,એટલે મોનીકા મંદિરમાં ગઈ. દાદી એ મોનીકાને આવતા જોઈ પુછ્યું.

" આજ બિંદુ હજી નથી જાગી એની તબતો સારી છે ને..? "

" બા, બિંદુ ઘરમાં નથી.." મોનીકા એ શાંતિ થઈ જવાબ આપ્યો ચહેરાના કોઈ હાવભાવ વગર..

" કેમ એ વળી કયાં ગઈ..? એ પણ અત્યારમાં..! " દાદી એ આશ્ર્ચર્ય સાથે પુછ્યું."

" ખબર નહીં, કહ્યા વગર જ જતી રહી છે.... ! ભાગી ગઇ હશે આ ઘરથી કંટાળીને..."

" મોનીકા ! આ શું કે છો ..? અહીં એને શું વાંધો છે. સારો પગાર મળે છે, સારું રહેવાનું છે, એના પતિનું દેવુ પૂરુ કરવામાં મારા દકરાએ કેટલી મદદ કરી છે..એને જવુ હોય તો કહીને જ જાયને આમ ભાગીને થોડી જાય..! "

દાદી રાત ની હકિકતથી સાવ અજાણ હતા. એના ઘરમાં શું ચાલી રહ્યુ હતુ, બિંદુ અહીં કેવી રીતે આવીતી એ એમને ખબર જ ન હતી. એને તો એટલીજ ખબર હતી,- બિંદુને અહીં નોકરી એટલે કે ઘરકામ કરવા જ લાવવામાં આવી છે. એને એના પરિવારની સંમતિથી એ અહીં આવી છે. પરંતુ હકીકત તો ઘણી જ અલગ હતી.

મોનીકા ભગવાન પાસે બે હાથ જોડી એક જ પ્રાર્થના કરતી હતી કે એ પાછી ન આવે. દાદી મનોમન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બિંદુ સહીસલામત ઘરે આવી જાય જ્યા ગઈ હોય ત્યાંથી, નહીતો એના પરિવારને શું જવાબ આપશું. રાકેશ પોતાનું પાપ બહાર આવશે તો પોતાને સજા થશે એ ચિંતામાં રધવાયો થઈ આમ થી તેમ બિંદુને શોધતો હતો.
એ હવે બિંદુને શોધતો એરપોર્ટ પહોંચ્યો, ત્યા ટેક્સી સ્ટેન્ડ પર ગયો અને બિંદુનો ફોટો બતાવી પુછતાછ કરવા લાગ્યો. એમાં એક ટેક્સી ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યુ,-કે આ મેડમનો કોઈ ગાડી સાથે એક્સીડન્ટ થયો હતો અને સ્થળ પર જ એ મૃત્યુ થયુ હતુ. એમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. રાકેશને થોડી પેટમાં ઠંડક વળી, અને એ મનોમન બબડ્યો..

" ચલો સારુ થયું જે થયું, હવે કઈ બહાર નહીં આવે અને કાદાચ બિંદુ મારુ એડ્રેસ કે નંબર પણ એની પાસે લઈ ને નીકળી હશે ને પોલીસ શોધતી આવશે તો એ અમારી સબંધી હતી અને અમારા ઘરે રહેતી હતી કહી દઈશ, અને ભારત એના પરિવારને જાણ કરી દઈશ કે બિંદુ એક્સીડન્ટમાં બચી નથી શકી, એટલે મારા માથે હવે મુસીબત નહીં આવે......"

તો પણ હજુ મનમાં વિચારો ચાલું જ હતા કઈ હોસ્પિટલમાં લઇ ગયા હશે..? એ કેમ જાણું .. એની અંતીમ વિધી લાચારી ગણી કરી દેશે.. હોસ્પિટલવાળા...કેવી રીતે કનફોર્મ કરુ અહીં તો અટલી બધી હોસ્પિટલસ છે... એ વિચાર આવતા
એ એરપોર્ટથી પાછો ઘર તરફ આવવા નીકળ્યો, એને એરપોર્ટ નજીક એક હોસ્પિટલ દેખાઈ અને વિચાર આવ્યો. આ હોસ્પિટલ નજીક છે કદાચ અહીં લાવ્યા હશે...તપાસતો કરું. એ ગાડી પાર્ક કરી અંદર હોસ્પિટલમાં ગયો.

પહેલા કોઈને પુછ્યા વગર હોસ્પિટલમાં આમતેમ આમાં મર્યા અને ચકાસણી કરી. પરંતુ કોઈ શકયું કરણ ન લાગતા ઇન્ક્વાયરી બુથ પર જઈ ફોટો બતાવ્યો અને પુછ્યુ.

" મેડમ ફોટાવાળા મેડમનો એક્સીડન્ટ થયો છે, એમને અહીં લાવવામાં આવ્યા છે...?"

" હા સર, એક એક્સીડન્ટ વાલી સ્ત્રીને અહીં લાવવામાં આવી હતી. પરંતુ એ રસ્તામાં જ એકસપાયડ થઈ ગઈ હતી.પણ એ આ જ છે કે બીજુ કોઈ એ સમજ નથી આવતુ આપ સામે ડોક્ટર છે એમને પુછી શકો છો..."

રાકેશ એ ડોક્ટર તરફ આગળ વધતો હતો ત્યા એણે સામેની લોબીમાં એક લોહીથી લથબથ લાશ સ્ટ્રેચરમાં જોઈ, એણે ડોક્ટર્સને પુછવા કરતા ખુદ જ કનફોર્મ કરવાનું વિચાર્યુ. આગળ હજુ બે ડગલા વધતો હતો, કે ડોક્ટરનો અને નર્સ વાત કરતા સંભળાયા. ડોક્ટર નર્સને કહી રહ્યા હતા.

" નર્સ પહેલી એક્સીડન્ટ થયેલી સ્ત્રીની લાશને ઓળખ થઈ...? કોઈ ઓળખ પત્ર મળ્યુ..? "

" ના સર, કોઈ ઓળખ નથી થઈ એમની..આગળ શું પ્રોસેસ કરવી છે..સર..? "

" એમને શબ ઘરમાં મુકાવી દો અને પોલીસમાં ઓળખ મેળવવા જાણ કરો.."

" જી સર .." કહી નર્સ સ્ટરેચર લઈ શબ ઘર તરફ નીકળી.

એ જોતા રાકેશના એ નર્સ પાછળ ગયો. અને ઊભી રાખી એને એને બિંદુની વાત કરી ચહેરો જોવા દેવા કહ્યુ. નર્સ લાશનો ચહેરો બતાવ્યો. પરંતુ માથા અને ચહેરાના ભાગ પર વાગેલુ હોવાથી કોઇ ચોક્કસ ઓળખ ન થઈ શકી અને રાકેશે પણ એના શેતાની દીમાગની ચાલ ચલી નાખી.

હવે આગળના ભાગમાં જોઈશું રાકેશે શું રમત રમી, એનુ શેતાની દિમાગ ફરી કઈ ચાલ રમી ગયુ.

( ક્રમશ..... )

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
2, 5, 2021
રવિવાર