બાવાસર અંદર ભણાવવા લાગ્યા અને અંહિ અમે અમારી રંગમહેફીલમાં જામ્યા. ક્યારનોય હું તેની સાથે વાતો કરતો હતો પરંતું જ્યારે વાત કરતા કરતા તે ઊભી થઈ ત્યારે જ મને ખબર પડી કે તે શાળાના ગણવેશમાં પણ એક પરીથી કમ લાગતી ન હતી. બેલનો અવાજ સંભળાયોને લૅક્ચર પુરૂ થતા જ બધા બહાર આવી ગયા. આ સાથે જ અમારો આ સુંદર અને ક્યારેય ન ભુલાય તેવો વાર્તાલાપ સમાપ્ત થયો.
બપોરની રીશેષનો સમય હતો, ગામની શાળાના મધ્યાહ્ન ભોજનમા અમે બેઠા હતાં. આજે પીરસવાનો વારો મારો અને અંકિતનો હતો. હું એક પછી એક એમ બધા બાળકોને પીરસતો તેની નજીક પહોચ્યોને એને મારી સામું જોયું. મે તેના ના કહેવા છતા પણ તેની ડીશમા વધારે ભોજન નાખ્યું અને જતો રહ્યો. જમ્યા બાદ અમે મળ્યા, હું, વર્ષા, અંકિત, અજય અને પારૂલ બેઠા હતાં. આમ તેમની માસુમ વાતો કરીને તેણે અમારા નામ પુછ્યા. મેં બધાના નામ તેને જણાવ્યા.
"અને તારૂ કોઈ નામ નથી!" તેણે મજાક કરતા પુછ્યું.
"રાહુલ" મેં પણ હસતા હસતા કિધું.
એણે હમમમ બોલી ટુંકમાં પતાયું. આમ અમારા ગ્રુપમાં એક નવો સભ્ય જોડાયો. દિવસો એક પછી એક વિતવા લાગ્યા અને આમ અમારી દોસ્તી વધતી રહી. આ રીતે જ મને જાણવા મળ્યુ કે એ પોતાની મરજીથી અંહિ રહેવા આવી નથી પરંતું એક એક્સિડન્ટમાં તેના માતાપિતા મૃત્યુ પામ્યા હતા એટલે હવે તેનું ગામમાં કોઈ ન હતું. આ કારણે તેની ફોઈ તેને અહી રહેવા લાવી હતી.
જેમ દિવસ વીતતા તેમ અમે નજદીક આવતા ગયા પણ આ કોઈ સ્વાર્થ વાળી નજદીકતા ન હતી પણ દિલ મળતા જતા હતા. હું રોજ તેનું અડધું લેશન કરી આપતો એ તો બિંદાસ રખડે કોઈ ચીંતા વગર. આ ટુંકા ગાળામા તેના મીત્ર ઓછા ને દુશ્મન વધારે બન્યા હતા. સહેજ પણ ન ચલાવી લે તેવા સ્વભાવનેે કારણે. રૂમની કોઈ પણ છોકરી તેની મીત્ર ન હતી. પારૂલને છોડતા બધી જ સાથે તેને દુશ્મની.
એકવાર રૂમમાં મીત્તલ તેની મીત્રો સાથે બેઠી હતી અને બારીમાંથી ફુદુ (પતંગીયું ) આયુને એ ડરી ગઈ. ડરની મારી તે બીચારી આખા રૂમમાં ભાગવા લાગી. વર્ષાએ મજાકમાં તેનું નામ ફુદુ રાખી દીધું અને આ દુશ્મનીના બીજ રોપાઈ ગયા. એક સાજે પ્લાન બનાવી ફુદુ અને તેના મીત્રોએ વર્ષાને સબક શીખવવાનો પ્લાન બનાયો. શાળા છુટતા જ જેમ જેમ અમે પોતાની શેરીમાં જતા ગયા તેમ તેમ ફક્ત હું અને વર્ષા બાકી રહ્યા હતા. મારુ ઘર સૌથી છેલ્લે આવે. અમે વાતો કરતા કરતા જતા હતા ત્યાં અચાનક એક ધક્કો આયો ને હું પડી ગયો. આમ અચાનક ધક્કાથી હું પડી ગયો જેથી કપાળમાં વાગ્યું. મેં ઊંચુ જોયુ તો ફુદુ અને તેના ત્રણ મીત્ર વર્ષાને મારતા હતા. વર્ષા પણ પાછી પડે તેમ ક્યાં હતી? એ પણ પોતાની બેગને હથિયાર બનાવીને હવામાં ફેરવતી હતી અને જે નજીક આવે તેને મારી રહી હતી. એ વધારે હતા એટલે વર્ષાનું જોર વધારે ન ચાલ્યું અને પેલા તેની ઉપર હાવી થઈ ગયા. લોકો આવી જતા બધા ભાગી ગયા પણ વર્ષાને આંખની ઉપર વાગ્યું ને ખાડો પડી ગયો. એ તો બિંદાસ્ત ઉભી હતી પણ હું રડી રહયો હતો.
શ્રાવણમાસ એટલે ભગવાન શંકરનો માસ. આ માસ હિન્દુઓ માટે બહુ મહત્વનો માસ. અમારી શાળામા બળેવ પહેલાં રાખડીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. શાળામાં દરેક છોકરી એક છોકરાને રાખડી બાધે એવો સાહેબોએ ઠરાવ રાખ્યો હતો. છોકરાએ ભેટ આપવા કંઈક લઈને આવવાનું. આમ તો મારે કોઈ બહેન હતી નહી એટલે મને તો બહું પસંદ. મારી બાએ મને પેન્સિલ લઈ આપેલ. શાળામાં ઉત્સવ શરુ થયો. ક્લાસ ટીચર એક છોકરો અને એક છોકરી ઉભા કરતા ને રાખડી બાંધતા. ટીચરે વર્ષાને ઉભી કરી અને પછી છોકરાઓ તરફ જોઈ અવાજ લગાયો
"રાહુલ". મારી તો આંખો પહોળી થઈ ગઈ. એક નજર વર્ષા તરફ તો એક નજર શિક્ષક તરફ હું કરતો હતો. મહા સંકટમાં ફસાયેલ પોતાની જાતને કેવી રીતે ઉગારવી એ મોટી મુશ્કેલી હતી.
ક્રમશ: