Aantardwand - 1 in Gujarati Science-Fiction by Dt. Alka Thakkar books and stories PDF | આંતરદ્વંદ્ - 1

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

આંતરદ્વંદ્ - 1

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી .



એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૧


આજે ભારત માં કોરોના ના નવા ત્રણ લાખ કેસ નોંધાયા . આજે દેશમાં કોરોના થી વધુ 2800 ના મોત , કુલ મૃત્યુ અંક બે લાખ નજીક પહોંચ્યો . દિલ્હીમાં સિસ્ટમ નિષ્ફળ , ધોળા દિવસે દવા અને ઓક્સિજન ના કાળા બજાર . દિલ્હી , મહારાષ્ટ્ર , ગુજરાત સહિત અનેક રાજ્યોના અનેક શહેરોમાં લોકડાઉન તથા નાઈટ કરફ્યુ . ટીવીમાં ન્યુઝ એન્કર કોરોના ની સેકન્ડ વેવ ની ન્યુઝ આપી રહી હતી . પ્રસૂન શૂન્યમનસ્ક બની ટીવી ન્યુઝ સાંભળી રહ્યો હતો. મગજ બહેર મારી ગયું હતું. આ શું થઈ ગયું મારા દેશમાં? શું શું બની રહ્યું છે ? લાશોના ઢેર થઈ રહ્યા છે. લોકો એક બીજા ની પાસે જતાં ડરે છે અને મારા દેશની - દેશના લોકો ની બરબાદી નું કારણ હું છું, હું જવાબદાર છું આ બધા માટે. એ માથું પકડી બેસી ગયો કંઈક તો કરવું પડશે મારે. હું એવું શું કરું ? શું કરી શકું કે આ કોરોના ના કહેર થી લોકોને બચાવી શકું ?

એની આંખ સામે એ દિવસ તાદ્રશ્ય થયો , અને એની લાડકી દીકરી નમ્યા નો ચહેરો આંખો સામે તરવરી રહ્યો . બે વર્ષની માસૂમ બાળકી કેવું કાલુ - કાલુ બોલતી હતી- ઘરમાં ચારે બાજુ ડગલાં ભરતી , એ જ્યારે એની કાલી ઘેલી ભાષામાં પ્રસૂન ને બોલાવતી , પપ્પા પપ્પા કરતી અને પ્રસૂન એને હાથ માં ઉઠાવી લેતો ત્યારે પ્રસૂન ને થતું જાણે દુનિયા ભર ની ખુશીઓ તેના હાથોમાં સમાઈ ગઈ .
પ્રસૂન તેની પત્ની રમ્યા તથા તેમની લાડકી દીકરી નમ્યા ત્રણેય જણ શાંતિ થી જીંદગી જીવતા હતા . પ્રસૂન તેની નાની શી દુનિયા માં ખુશ હતો. પરંતુ અચાનક ખબર નહીં ક્યાંથી નમ્યા ને કોઈ બીમારી આવી ગઈ. લોકલ ડોક્ટરો ની દવા થી કંઈ ફરક નહોતો પડી રહ્યો . એની અને એની પત્ની રમ્યા ની આંખો સામે એમની લાડકી નમ્યા તરફડી રહી હતી આખરે ઘણા રિપોર્ટ્સ કરાવ્યા પછી ખબર પડી કે નમ્યા ને જે બીમારી છે એ રેર ઓફ ધી રેર છે . એવી બીમારી જે લાખો માં ક્યાંક એકાદ ને જોવા મળે . પ્રસૂન અને રમ્યા ખૂબ જ હતાશ થઈ ગયા કારણ કે આ બીમારી નો ઈલાજ તો હતો પરંતુ તેના માટે ખૂબ જ રૂપિયા ની જરૂર હતી . જે એકત્ર કરવા પ્રસૂન માટે કલ્પના બહાર ની વાત હતી ડોકટર ના કહ્યા પ્રમાણે આ બીમારી માટે એક ઈંજેક્શન આવે છે જેની કિંમત આશરે કરોડ થી સવા કરોડ રૂપિયા છે એનો પાંચ થી છ ઈંજેક્શન નો કોર્સ કરવો પડે અને એ અમેરિકા થી મંગાવવું પડે અહીં ભારત માં એ અવેલેબલ (available) નથી. વળી આ ઉપરાંત નમ્યા ની તબિયત સારી થાય ત્યાં સુધી દવા નો તથા હોસ્પિટલ નો ખર્ચ અલગ , પ્રસૂન તથા રમ્યા કોઈ કાળે આય રકમ ભેગી કરી શકે તેમ નહોતા , બંને મનથી ભાંગી પડ્યા .

શું થશે હવે ? શું પ્રસૂન તથા રમ્યા આ રકમ નો ઈંતજામ કરી શકશે ? એ બંને એમની લાડકી દીકરીને બચાવી શકશે ? પ્રસૂન કેમ દેશ પર આવી પડેલ સંકટ માટે પોતાને જવાબદાર માને છે ? ? ? ટીવી ન્યૂૂઝ જોતાં જોતાં પ્રસૂન કેેમ શૂન્ય મનષ્ક થઈ ગયો?
આ કહાની માં આગળ શું થશે? આ કહાની આગળ કેવો વળાંક લેેેેશેે તે જાણવા માટે વાંચતા રહો...