એક ગાઢ જંગલ ની વચ્ચોવચ દેવપુરા નામ નું એમ સુંદર મજાનું ગામ હતું ,જંગલ ની વચ્ચે
હોવાથી દેવપુરા ખૂબ સુંદર અને લોભામણું લાગતું ,ચારે બાજુ લીલાંછમ ઘટાદાર વૃક્ષો
,મીઠા પાણી ના ઝરણાં , પશુ- પંખી ઓના કલરવ થી દેવપુરા ની સુંદરતા માં ચાર ચાંદ
લગાવી રહ્યા હોય એમ દેવપુરા ને કુદરત ની વિશેષ અનુકંપા ભેટ સ્વરૂપે મળી હતી.
દેવપુરા ના લોકો પણ એક બીજા સાથે હળમળીને રહેતા , વસુદેવ કુટુમ્બકમ ની સાચી
વ્યાખ્યા અહી સિદ્ધ થતી હોય એમ આખ્ખું ગામ એક થઈ ને એક બીજા ના સુખ - દુઃખ માં ભાગ
લેતા ,એક બીજા ને મદદરૂપ થતા ટૂંકમાં કહું તો દેવપુરા ની વિશેષતા જાણી ને કોઈપણ ને
અહી રહેવાનું મન થઇ જાય એટલું સુંદર ગામડું હતું.
દેવપુરા ગામ માં જ એક સુખી અને શાંતિપ્રિય પરિવાર વસવાટ કરતો હતો ,ઘર ના વડીલ
ખેતીવાડી કરીને પોતાના ઘર નું ભરણ પોષણ કરતા , એજ પરિવાર માં ૨૩ વર્ષ નો રામ નામનો
એક ને એક દીકરો હતો ,રામ એ એમના નામ ને સાર્થક કરતા બધાં જ ગુણ થી છલોછલ ભરેલો હોય
એવું એમની વ્યક્તિત્વ હતું ,સજ્જન , ગુણી. , ભક્તિપ્રિય , મહેનતુ ,
સંસ્કારી ,એવા અનેક પ્રમાણ ના ગુણો થી સહ સજ્જ હતો , થોડુંઘણું ભણતર પૂરી કરીને
હવે તે પોતાના પિતાજી ના કામ માં મદદ કરતો ,પોતાના વારસ માં મળેલી જમીન માં મહેનત
કરીને અનાજ પેદા કરતા ને એમને વેચીને પોતાનું ગુજરાન ચલાવતા ,પોતાના દીકરાની વધતી
ઉંમર પોતાની જવાબદારી વધારતી હતી ,કેમ કે લગ્ન લાયક દીકરો થાય તો એમના માટે
સુપાત્ર કન્યા , એમના લગ્ન નો ખર્ચો ,કંઈ રીતે કાઢીશું એમની ચિંતા રામ ના પિતાજી
ને ધીરે ધીરે થવા લાગી ,પણ જેમને રામ રાખે અેમને કોણ ચાખે ,એમ રામ ના પિતાજી ને
ભગવાન પર ભરોસો હતો ને બધું જ સારું થઈ જશે એવો દિલાસો ખુદ ને આપતા રહેતા .એક દિવસ
રામ બહ્મમુહૂર્તમાં ખેતર માં પાક ને પાણી સિંચવવા ખેતર માં પહોંચ્યો ,કિયારા માં
પાણી ચાલુ કરીને ખેતર ના સેઢે બેઠો હતો , સૂર્યોદય થવાનું ચાલુ થઈ ગયું હતું
,પોતાનું કામ પતાવીને રામ ઘર તરફ જવા માટે નીકળ્યો ,ઘર તરફ ના રસ્તા માં આગળ વધતા
રામ ને એક ચમકદાર પથ્થર મળ્યો ,રામ ને ખબર ના હતી કે એ એક બહુ મૂલ્ય હીરો છે પણ
,છતાં પણ એમને એ ચમકદાર પથ્થર પોતાની પાસે રાખ્યો ,ઘરે પહોંચીને હાથ - મોં ધોઈ ને
શિરામણ કરવા બેસ્યો , શિરાવિને પોતાને મળેલા પથ્થર ને મંદિર માં રાખેલી ભગવાન ની
મૂર્તિ પાછળ છુપાવી દીધો ,હવે બન્યું એવું કે રામ ને પોતાના ગયા જનમ ના કર્મો
ભોગવવા ના હશે ને જે સજ્જન પુરુષ હોય તેઓ પર મુશ્કેલી ઓ પણ વઘુ આવે ,માટે એક દિવસ
પોતાના પિતા નું અકાળે અવસાન થયું ,રામ પરથી પોતાનો છાયો જતો રહ્યો ,ઘર માં દુઃખ
ના કાળા વાદળો તૂટી પડ્યા કારણ કે ઘર માં કમાવા વાળા એક જ હતા અને રામ ની પણ ઉંમર
હજુ એટલી નહોતી , નાની ઉંમરે રામ પર ઘરની જવાબદારી આવી ગયી ,હવે પોતાના મમ્મી નું
,ખુદ નું ગુજરાન હવે પોતે કરવાનું હતું ,રામ હવે પોતાના ખેતર ના કામ ની સાથે સાથે
બીજા ના ખેતર માં પણ કામ કરવા હતો ને પોતાના ઘર ની જરૂરિયાત પૂરી કરતો ,પણ
હજુ પણ રામ ને દુઃખો સહન કરવાના બાકી હશે , રામ ના મમ્મી બીમાર પડયા ,ડોક્ટર પાસે
બતાવવા ગયા તો ડોક્ટરે કહ્યું કે એમને તો કેન્સર છે અને એમના ઓપરેશન માટે વધારે
રૂપિયા થશે પણ ઓપરેશન કર્યા પછી પણ જાજુ નહિ જીવી શકે એવું ડોક્ટરે રામ ને
જણાવ્યું , રામ પર તો જાણે દુઃખો નું આભ ફાટ્યું હોય એમ ,એક પછી એક દુઃખ આવ્યા
પહેલા પોતાના માથા પરથી પિતા નો છાયો જતો રેવો ને હવે જીવવાનો એક જ સહારો પોતાની
માં ના કેન્સર ના સમાચાર ,ઘર માં રહેલી બધી જ જમાં પુંજી ભેગી કરી તો પણ ઓપરેશન
કરી શકાય એટલા રૂપિયા નહોતા થતાં ,પણ રામ કરી પણ શું શકે પોતાથી બનતી બધી જ મહેનત
રામ કરતો ,અને માતા ના ઓપરેશન માટે રૂપિયા ભેગા કરવા લાગ્યો ,એક દિવસ બીમાર માતા એ
રામ ને પોતાની પાસે બેસાડ્યો ને કહું કે બેટા રામ ,તું મારા માટે જે રૂપિયા ભેગા
કરે છે એ ખોટા કરે છે ,કારણ કે ઓપરેશન થશે તો પણ મારા જીવવાની આશા નહિવત છે માટે
તું મારા માટે પરેશાન નહિ થા એવું રામ ની માતા એ રામ ને કહ્યું ,પણ રામ જવાબ આપતા
કહે કે માં તને કશું જ નહિ થવા દવ હું વધારે મહેનત કરીશ ને તારા ઓપરેશન માટે
રૂપિયા ભેગા કરીશ ને તને સાજી કરીશ ,પોતાની માતા ના ઓપરેશન માટે રામ હવે બમણી
મહેનત કરવા લાગ્યો ,થોડાક દિવસો પસાર થયા ,કહેવાય છે ને કે કાળ સામે કોનું ચાલે
થોડાક દિવસો માં પોતાની માતા નું પણ કમોત થયું ,રામ જાણે આખ્ખો તૂટી ગયો ,એમના પર
પેલા પિતાજી નું અને હવે પોતાની માતા નું અવસાન આમ રામ હવે અનાથ થઈ ગયો ,નાની વયે
જ પોતાના માતા - પિતાના દેહાંત થી રામ એકલો થઈ ગયો ,હજુ તો રામ ને દુનિયાદારી ની
પૂરી સમજણ પણ નહોતી,અને હવે તો દુનિયાદારી રામ ને ખુદ પોતાની રીતે શીખવાની હતી ,પણ
કહેવાય છે ને કે જેમનું કોઈ ના હોય એમનો ભગવાન હોય .
પોતાના પર આવેલા અપાર દુઃખ
માંથી ધીરે ધીરે રામ બહાર આવવાનો પ્રયત્ન કરતો હતો , ભૂલી શકાય એવા દુઃખ તો હતા
નહીં છતાં પણ ,જે થયું એ બનવા જોગુ હસે ને બન્યું પણ અમુક સમયે વીતેલી વાતો ને યાદ
કરીને ત્યાં ને ત્યાં જ બેસી રેવું યોગ્ય ના કહેવાય ,માટે જિંદગી માં આગળ વધવું
જોઈએ ને એ જ કુદરત નો નિયમ છે ,રામ સમજદાર હતો ને એમને પણ પોતાના પર આવેલી
વિપદા માંથી બહાર આવીને જિંદગી માં ધીરે ધીરે આગળ વધવા લાગ્યો ,પોતાના માતા - પિતા
ના અસ્તી ના વિસર્જન હેતુ બંને અસ્તિયો ને લયી ને પોતાના માતા - પિતા ના આત્મા ને
શાંતિ મળે એ હેતુ થી બ્રાહ્મણ પાસે વિધિ કરાવીને અસ્તિ નું વિસર્જન કરવાનું નક્કી
કર્યું .
રામ પોતાના માતા - પિતા ને ભગવાન સમાન જ માનતો માટે એમને મૃત્યુ પછી એમની અસ્તિ ને
પણ ભગવાન ના મંદિર ની પાસે જ રાખી એમની નિત્ય પૂજા કરતો , એ જ્યારે અસ્તિ ને
વિસર્જન હેતુ લેવા માટે ભગવાન ના મંદિર પાસે આવે છે તો એમને , ચૂપાવેલો ચમકદાર
પથ્થર પણ સાથે લઈ લે છે ને ,પોતાના માતા - પિતા ની અસ્તિ. આ વિશર્જન કર્યા બાદ
ઝવેરી ની દુકાને જઈને એ ચમકદાર પથ્થર ને વેચીને જે પણ રૂપિયા આવશે એ એમને ઘર
ચલાવવામાં મદદરૂપ થાય , એ હેતુ થી એમને પણ પોતાના ખીચ્ચા માં નાખીને સાથે લઈ લે છે
.
નદી કિનારે પહોંચીને બ્રાહ્મણ દ્વારા વિધિવત્ અસ્તિઓ ના પૂજાપાઠ કરીને ,નદી માં
વિસર્જન કરી દે છે ,ને પોતાના માતા - પિતા ના આત્મા ને શાંતિ મળે ને ,એમના આત્મા
ને મોક્ષ ની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના સાથે પૂજા પાઠ કરીને બ્રાહ્મણ જોડે પૂજા
સંપન્ન કરે છે .પૂજા સંપન્ન થાય બાદ પોતાને જડેલા ચમકદાર પથ્થર ને વહેંચવા ના હેતુ
થી શહેર માં આવેલી ઝવેરી બજાર ની ઝવેરી ની દુકાન તરફ જાય છે ,રસ્તા માં રામ
વિચાર કરે છે કે એમને જડેલો આ ચમકદાર પથ્થર હીરો જ છે માટે એમનું કેટલું બધું
મૂલ્ય મળશે ને એ મૂલ્ય થી પોતાના ઘર ,સારો એવો કારોબાર કરીને પોતાના માતા - પિતા એ
જોયેલા સપના પુરા કરીશ ને તેઓની આત્મા જ્યારે પોતાના દીકરા સુખી , વૈવિધ્ય પૂર્ણ
જીવન સૈલી જોશે તો એ પણ ખુશ થશે , એવા જળહળતા વિચારો સાથે રામ ના મુખ મંડળ
પર અલગ જ તેજ દેખાઈ છે ,ઝવેરી બજાર માના એક ઝવેરી ની દુકાને જાય છે ને પેલો ચમકદાર
પથ્થર ઝવેરી ને દેખાડે છે ,ઝવેરી એ ચમકદાર પથ્થર ને હાથ માં લઈને પોતાની રીતે
તપાસવા લાગે છે ,થોડીક જ વાર માં એ પથ્થર ને તપાસીને ઝવેરી કહે કે આ તો ખોટો હીરો
છે ને એમનું કશું જ મૂલ્ય ( મૂડી) મળે નહિ ,ઝવેરી ની વાત સાંભળતા જ રામ ના મુખ પર
નું તેજ થોડુક ઓછું થયું ,રામ બીજા ઝવેરી ની દુકાને જાય છે ,ત્યાં પણ એમને એ
જ જવાબ મળે છે ,રામ એ ચમકદાર પથ્થર ને લઈને ઝવેરી બજાર માં રહેલી બધી જ દુકાન માં
જાય છે ને બધે એમને એક જ જવાબ મળે છે કે આ હીરો ખોટો છે એમનું કશું જ મૂલ્ય મળે
નહિ ,નિરાશા રામ ના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી ,પણ શું થાય, " ચમકાનાર બધી જ
વસ્તુ હીરો થોડીનાં હોય " એવા વિચારો થી ખુદ ને દિલાસો આપે છે ને ઝવેરી બજાર
ની એક બાકી રહેલી દુકાન પાસેથી પસાર થાય છે , એ દુકાન ના માલિક રામ ને ક્યારથી જોઈ
રહ્યા હતા માટે એમને હાકલ કરી કે એ છોકરા અહીંયા આવતો ,કેમ એટલો નિરાશ છે , કંઈ
વહેચવું છે કે ખરીદવું છે ??? રામ એ પોતાની આપવિતી બતાવી કે મને એક ચમકદાર
પથ્થર ( હીરો) મળ્યો હતો તો મને એમ કે બહુ કીમતી હશે તો એમને વહેંચીને જે
મૂળી મળશે એ મને મદદરૂપ થશે ,પણ બધાં જ દુકાન વાળા એ આ ખોટો છે એવો જવાબ આપ્યો ,
દુકાન ના માલિક એ રામ ની વાત સાંભળીને કહ્યું કે મને એ હીરો બતાવીશ લાવ હું જોઈ
આપુ ,તું આવ દુકાન અંદર બેસ હું તને હમણાજ ચકાસીને કહું ,પણ સાહેબ ઝવેરી બજાર માં
બધાં જ વેપારી હોય એવું બને નહિ ,અમુક સાચા ઝવેરી પણ હોય નય તો એમને ઝવેરી બજાર
થોડી કહેવાય ,
" જબ તક બિકા નહિ ,તબ તક કિસીને પુછા ના થા ; "
રામે પોતાની વાત કહી કે પોતાના માતા - પિતા નું અકાળે અવસાન થયું ને પોતે હવે સાવ
અનાથ છે ,ને આ હીરો વહેંચીને જે મળે એમનાથી પોતાના માટે કંઇક કરશે ,પેલા દુકાન ના
માલિક રામ ની વાતો ને ધ્યાન થી સાંભળે છે ને જોડે જોડે હીરો પણ તપાસે છે , હીરા ને
તપાસીને રામ ને કહ્યું કે બેટા આ હીરો તો સાચો છે ,એટલું જ્યાં માલિકે કહ્યું
ત્યાતો રામ ના મુખ પર ફરી તેજ આવ્યું , રામ બોલ્યો કે તો આ ઝવેરી બજાર ની બધી જ
દુકાનવાળા એ એમ કેમ કહ્યું કે આ હીરો ખોટો છે ????? દુકાન ના માલિક જવાબ આપતા કહે
છે કે આ હીરો એટલો કીમતી છે કે હું તો શું આખ્ખી ઝવેરી બજાર વહેચી નાખીએ તો પણ
એમનું મૂલ્ય ના ચૂકવી શકે બેટા , એટલું જ સાંભળતા રામ ની આંખો માં અશ્રું
આવી જાય છે ,પણ આગળ કહ્યું એમ " જેમને રામ રાખે એમને કોણ ચાખે "
દુકાન ના માલિક ને પણ કોઈ સંતાન નહોતું ,અને પોતાના દુકાન માં કામ કરવા વાળું પણ
કોઈ નહોતું માટે ,દુકાન ના માલિક રામ ને કહે છે કે રામ તું ચિંતા ના કરીશ અત્યારે
તો હું આ હીરા ને ખરીદી શકું એવી પરિસ્થિતિ નથી પણ ,તું આ હીરા ને પેલી તિજોરી માં
મૂકી દે ને એમની ચાવી તારી પાસે જ રાખ અને તું અહી જ મારી જ દુકાને કામ કરવા આવી
જા ,થોડું ઘણું સિખજે ને જ્યારે તું આ કામ માં પારંગત થઈ જાય ત્યારે તું તારા હીરા
ને પારખીને મૂલ્ય લગાવજે ,અને હું એ મૂલ્ય ચૂકવવાનો પ્રયત્ન કરીશ .
ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો ,રામ ઝવેરી ની દુકાન માં કામ કરવા લાગ્યો ને ઝવેરી
ની ઘર માં જ રહેવા લાગ્યો ,ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો ,હવે ઝવેરી પણ રામ ને
પોતાના સગા દીકરા ની જેમ અને રામ પણ પોતાના પિતાજી ની જેમ રહેવા લાગ્યા બન્ને વચ્ચે
નો સંબંધ ખૂબ ગાઢ થવા લાગ્યો ,રામ પણ ઝવેરી ના કામ માં પારંગત થવા લાગ્યો ,સમય ને
પસાર થતાં ક્યાં વાર લાગે છે ........ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો ને રામ અને
તેના માલિક ની એટલી સારી રીતે પ્રગતિ થઈ કે મોટામોટા શહેરો માં તેમની શાખાઓ
થઈ ને જોત જોતા માં તો રામ અને એમના માલિક રૂપિયા વાળા ને મોટા માણસો બની ગયા .
એક દિવસ એમની દુકાને એક હીરો લઈ ને એક માણસ આવ્યા ને રામે એ હીરો હાથ માં લીધો ને
એમને પારખવા લાગ્યો ને આખરે એમની કિંમત દસ લાખ આકવામાં આવી ,રામ ના પિતા સમાન એમના
માલિક ને થયું કે આજ રામ ની પરિક્ષા લવ રામ ને ખુદ પર કેટલો ભરોસો છે એ
તપાશું ; માટે એમને કહ્યું કે રામ લાવ તો બેટા ...... એ હીરો મને જોવા દેતો ! રામે
એ હીરો માલિક ને આપ્યો ને માલિકે એ હીરો પારખ્યો એ દસ લાખ નો જ હતો પણ ખોટું
કહ્યું કે બેટા આ હીરો તો એક લાખ નો જ છે ,તું થોડુક ધ્યાન આપે ,જો આ રીતે જ ખોટું
મૂલ્ય આકિશ તો એક દિવસ આપણે ખોટ માં જશું બેટા ........રામે એ વાત સાંભળી ને જવાબ
આપતા કહ્યું કે માફ કરજો બાપુજી .........લેવો કે ના લેવો એ આપણી મરજી ની વાત છે
પણ ;માલિક આ હીરો દસ લાખ નો જ છે . રામ એટલું બોલ્યો ત્યાં તો માલિક ખુશ થઈ ગયા
અને આંખો માં હરખ ના આંશુ આવી ગયા ,અને પોતે જે રામ રૂપી હીરા ની પરખ કરી એ
હીરો સાચો નીકળ્યો એમનો આનંદ ,બેટા .......તું હવે બન્યો સાચો ઝવેરી . બેટા હવે
સમય આવી ગયો છે ...તિજોરી માં મૂકેલા હીરા ની કિંમત કરવાનો ...અને હું હવે એટલો
કાબિલ પણ બની ગયો છું કે તારા હીરા નું મૂલ્ય ચૂકવી શકું .રામ તો એ તિજોરી માં
મૂકેલા હીરા ને તો ભૂલી જ ગયો હતો , રામે ચાવી કાઢી ને પોતે મૂકેલા તિજોરી માના
હીરા ને કાઢી ને પારખવાનું ચાલુ કર્યું ,પણ જોત જોતા માં તો રામ નું આંખો માં
અશ્રું ની ધાર થઈ ........માલિકે કહ્યું કે બેટા ..શું થયું ? જવાબ આપતા રામ કહે
કે પિતાજી આ હીરો તો ખોટો છે ...છતાં પણ તમે આ હીરો બહુ મૂલ્ય છે એવું મને કેમ
કહ્યું હતું ? ત્યારે માલિક કહે છે કે એ હીરો ખોટો હોય શકે પણ એ ખોટા હીરા ને
ખરીદવાની તાલાવેલી માં મને તારા જેવો સાચો હીરો મળી ગયો ..બેટા ............ મે
ત્યારે તારા અંદર કંઇક કરી બતાવવા નું જુનુન અને તારા કુમળા સપના તારી અંદર સાફ
દેખાતા હતા ,જો મે પણ એ હીરો ખોટો છે એવું કહ્યું હોત તો તું અત્યારે હીરા ને
પારખનાર ના બની શક્યો હોત ...એટલું કહેતાં જ રામ અને એમના માલિક ભેટી પડ્યા .
“ જબ તક બિકા ના થા ,તબ તક કિસીને પુછા ના થા.
આપને ખરીદ કર ઇસે અનમોલ કર દિયા “
બોધ
પાઠ :- જેમ સાચા હીરા ને ઝવેરી પારખી જાય ,આવીજ રીતે આપણે પણ સાચા હીરા જેવા માણસો
ને પારખવા જોયે , આપણી થોડીક મદદ થી કોઈ નું પણ કંઈ સારું થતું હોય તો એમને મદદરૂપ
થવું જોયે ,જેમ વેલ ને ઉપર જવા જાડ રૂપી સહારાની જરૂર પડતી હોય છે આવીજ રીતે અમુક
લોકો ને આગળ વધવા માટે થોડાક સહારા ની જરૂર પડતી હોય છે . આપણે કરેલી થોડીક મદદ થી
કોઈક ની જિંદગી બદલી જતી હોય છે ,માટે મદદરૂપ બનીએ ,સમાજ માં આગળ વધતા લોકો ના પગ
ખેચવા વાળા ખૂબ જ મળશે પણ મદદ કરવા વાળા લોકો બવ ઓછા છે ,તો આપને પણ એક બીજા ને
મદદ કરીને મદદ કરવા વાળા લોકો ની સંખ્યા માં વધારો કરીએ.
સુખદ અંત.........
લી. NEHUL PATEL