Strong tea in Gujarati Short Stories by Nancy Agravat books and stories PDF | કડક ચા

Featured Books
Categories
Share

કડક ચા


નામ : નેન્સી અગ્રાવત

પ્રકાર : (ગદ્ય) ટૂંકીવાર્તા

તારીખ : 30.04.2021

શિર્ષક : કડક ચા

વિષય : ઘણાં લાંબા સમયગાળે મળતા બે દોસ્ત વચ્ચે થતો સંવાદ

'🔅🔅"કડક ચા""🔅🔅

હાથની આંગળીઓ એકબીજા હાથમાં ચોળતા ચોળતા...!!તૂટેલા ચંપલના પ્લાસ્ટિકમાં પગનો અંગૂઠો દબાવી જમીનને ખોદતાં ખોદતાં....!!ઘડી ઘડી નજર હાથના કાંડા પર તો ,ક્યારેક નખને દાંતની વચ્ચે ચાવી ચાવી ઉજ્જડ બનાવી,વિરમ પોતાની હરકતોથી જાણ્યે અજાણ્યે પોતાની અંદર ચાલતા તુફાનને દર્શાવી રહ્યો હતો.સામે આવશે ત્યારે શું બોલીશ..??.એના સવાલોના શું જવાબ આપીશ...??.પેહલા તો આંખો મિલાવી શકીશ કે નહી...!!.કોઈ જવાબ મારી પાસે નથી સિવાય કે પસ્તાવો છતાં હિમંત કરી આવી તો ગયો ..પણ...,!!

ત્યાં જ કિચૂડ ...કીચડ... ખટ ખટ... અવાજ થતા વિરમ પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને ધ્રુજતા પગે ચાલ્યો.. સામે.. એ જ કપડામાં મોઢામાં બાકસની દીવાસળી ચાવવાની પુરાની આદત,પાંચ વર્ષે પણ ભૂલાની ન હતી. રૂઆબદાર ચાલ,મૂછનો દોર આપતો જમણો હાથ જાણે કોઈ રજવાડાનો રાજાથી જરાય ઓછો વટ ન હતો...!!

""વીરા ,આંગળિયું ચોળવાનું બંધ કર.. આવો બીકણ કેદીથી થઈ ગયો ? તારી આશા ન્હોતી કે આવીશ મને તેડવા "" દાંત નીચે સળીને દબાવી ભીલાએ કહ્યું.

""ભીલા,આં પાંચ વરહમા તું આ જેલની અંદર દુઃખી થયો અને હું બહાર...!!સાથે કરેલા કામમાં તું એકલો સજા ભોગવી આવ્યો.તું ધારત તો પોલીસને મારી બાતમી આપી દઈ મને પણ પકડાવી દીધો હોત પણ તે પાંચ વરહમા ક્યાંય મારું નામ ન દીધું .એટલે જ તારી રિહાઈમાં મારે આવવું જ પડે એમ હતું....""" વિરમએ એકીશ્વાસે બોલી નાખ્યું.

""વીરા, તારા બાપની ચાની હોટલમાં એણે મને દહ વરહનો હતો ત્યારથી હાચવો હતો. ખાલી કડક ચા જ નથી પાઈ ને મોટો કર્યો .પણ હારે પારલેજી દઈ મોટા કર્યા છે..!!!નો ભુલાય વીરા ... ઇ...નો ભૂલાય ..બાકી ઈ કે મારા ભાગનું હોનું ક્યાં.??...કે એનેય આ હળીની જેમ ચાવી ગયો....""!!

""ભીલા,પાપના ધંધામાં પણ ઈમાનદારી હોય હો.. ફળીમાં દાટી દીધું.. તે દી જ ..જે દી તું પકડાય ગયો..""

""વાહ વીરા વાહ.... અત્યારે હોનું દેવાની વાત કરે અને તે દાડે ક્યાં ગયો હતો ...?બહારથી બાવણું દઈ દીધું...ડોબા ભૂલી કા ગયો કે હું પણ ઘરની અંદર હતો અને તું તિજોરીનું હોનું લઈ ભાગી ગયો.શેઠ ને હું હામ હામાં ઉભા.....!!!

""મને એમ કે તું પેહલા નીકળી ગયો એટલે પોટલું લઈ ભાગી નીકળ્યો. શેઠ જાગી ગયો હતો એટલે મને એમ કે બારણું વાહી દઉં તો પકડવા નો આવે ..પણ..તું હજુ અંદર હશે ઇ મને નોતી ખબર...અને ભીલા તું....."""

""અને હું પકડાઈ ગયો....એમ ને .. બીજું હુ ....પાંચ વરસ કાઢી નાખ્યા જેલમાં..તારું નામ એટલે નો લીધું કે તારા બાપ હારે મારો હિસાબ પૂરો કરી અને તને મેલું પડતો...!! પણ તું તો આજ મળવા આવ્યો અને મારું હોનુય હાચવી રાખ્યું.. એટલે હુ કરું તારું.....!??"" દાંતમાં સળી ચાવતા ચાવતા ભીલો હાસ્ય સાથે બોલતો ગયો...

"' કરવાનું કાઈ નહી.. એમ આપણી દોસ્તી થોડી જાવા દઉં... ભીલા,કપ રકાબીયુ બહુ વિછલિયું હારે ..અને ફોડિયું એટલિયું. ...હાલ નવો ટાર્ગેટ ગોતવા...."""

""પણ આ વખતે હું પેલા ઘરની બહાર નીકળી જાય અને બારણું હું વાહિસ.. તનેય ખબર પડે પાંચ વરહ જેલમાં કેમ નીકળે....!""" હસતા હસતા ભીલા એ વીરાના ખંભે હાથ મૂક્યો..

""બારણું ભલે દે પણ મારા ભાગનું હોનું તારી ફળી માં દાટી દેજે...""

""ઈ વાતમાં માલ નહી....વીરા હાલ હવે હોટલે તારા બાપના હાથની કડક ચા પીવા....!!""

""હાલ...મેલ બધું તડકે."""


written by.. નેન્સી અગ્રાવત.


(આ મારી રચના સ્વરચિત છે.કોપીરાઇટ હક મેળવેલ છે.)