હું ઘરે આવીને સૌથી પહેલા મારી અધૂરી નવલકથા પૂર્ણ કરવાનું કામ શરૂ કર્યું. મેં આજે નવલકથા લખવાની એક નવી રીત જાણી હતી. મેં આશરે બે થી ત્રણ કલાક જેટલો સમય નવલકથા પાછળ વાપર્યો. પણ મને હજી કોઈ સંતોષકારક અસર દેખાતી ન હતી. પણ મેં નવ્યા ની રીત નો ઉપયોગ કરવાનું શરૂ રાખ્યું.
આખરે હું જ્યારે કંટાળ્યો ત્યારે મેં નવલકથા લખવાનું છોડી આરામ માટે બેડ પર પડ્યો. બેડ પર પડતાની સાથે જ મને નિંદર આવી. હું ઉઠ્યો ત્યાં સવાર પડી ગયું હતું. સાત થવા આવી ગયા હતા. અમારી કોલેજનો સમય હતો આઠ વાગ્યાનો. હું ઝટપટ તૈયાર થઈને કોલેજ જવા માટે નીકળ્યો. હું કોલેજ ના ગાર્ડનમાં આવ્યો હતો.
આ ગાર્ડન કહેવાનું કોલેજ નું હતું. બાકી આ ગાર્ડન નો ઉપયોગ શહેરના કોઈ પણ કરી શકતા હતા. એનું કારણ એ હતું કે જ્યારે અમારી કોલેજ બની ન હતી ત્યારથી આ ગાર્ડન અહીં હતું. કોલેજ પહેલા પણ આ ગાર્ડન અહીં હતું. પણ પછી ગાર્ડન ની બાજુમાં કોલેજનું નિર્માણ થયું. કોલેજ સારી એવી પ્રખ્યાત થતા અને કોલેજની સંખ્યામાં વધારો થતાં કોલેજની બાજુમાં એક બીજી બિલ્ડીંગ બનાવમાં આવી. પણ તે બિલ્ડીંગ બનાવવા માટે આ ગાર્ડન કોલેજ કેમ્પસ મા આવી જતું. આથી આ ગાર્ડન ને પહેલા કોલેજ માટે જ રાખ્યું હતું. પણ પછી બીજા લોકે એ આ વિશે વિરોધ કર્યો. આ ગાર્ડન કોલેજનું ન કહેવાય આના પર શહેર ના લોકોનો પણ હક છે તેમ સાબિત કર્યું. છેવટે આ ગાર્ડનને કોલેજ અને શહેરના લોકો માટે ખુલ્લું રાખ્યું.
હું કોલેજના ગાર્ડન પર પહોંચીયો ત્યારે જ્યોતિ, નવ્યા અને પ્રતીક પહેલેથી પહોંચી ગયા હતા. હું તેમની પાસે ગયો. નવ્યા ના હાલચાલ પૂછ્યા. તેને સારું હતું. તેને જ્યોતિના ઘરે કોઈ તકલીફ પડી ન હતી. તે આજે કાલ કરતા વધુ સુંદર દેખાય રહી હતી. આજે તેણે વાઈટ ડ્રેસ પહેરેલો હતો. તે આ વાઈટ ડ્રેસ માં ખૂબ સુંદર લાગી રહી હતી. હું બે મિનિટ તો તેને જોતો જ રહ્યો. આજુબાજુનું ભાન ભૂલી ફક્ત નવ્યા ની સુંદરતામાં ખોવાઈ ગયો. પણ પછી તરત જ વાસ્તવિક જીવનમાં પાછો આવ્યો. કોઈને શક ન પડે એટલે મેં મારી નવલકથા વિશે કહેવાનું શરૂ કર્યું.
આજે મને પણ તે પસંદ આવવા લાગી હતી. હું તેને ધીરે ધીરે પસંદ કરવા લાગ્યો હતો. હજી હું તેને કાલે મળ્યો. અને તેને પુરા ચોવીસ કલાક પણ નથી થયા તો પણ મને તેના પર પ્રેમ થવા લાગ્યો હતો.
અમે પહેલા થોડોક નાસ્તો કર્યો. ત્યાર બાદ થોડીક હસી મજાક કરી. તેમાં નવ્યા એ મને નવલકથા વિશે પૂછ્યું. મને તેનાથી કોઈ ફાયદો થયો ન હતો. મને એમ હતું કે આ કોઈ સીધી અસર નહીં કરે. પણ હું તેનાથી મારી લખવાની શૈલી ભૂલી શુકયો હતો. હું નવ્યા ની રીતથી પહેલા માફક લખી શકતો ન હતો.
મેં નવ્યા ના માન ખાતર હકારાત્મક પ્રતિભાવ આપ્યો. ત્યાર બાદ નવ્યા એ પોતાની કહાની કહેવાની શરૂ કરી. જ્યાં સુધી નવ્યાએ મને કહ્યું હતું ત્યાં સુધી મેં પ્રતીક અને જ્યોતિને ટૂંકમાં સમજાવી દીધું હતું. મારી જેમ તે પણ નવ્યા ની કહાની સાંભળવા ઉત્સુક હતા.
"હું રૂમ માં રડતી હતી. મારી હાલત ખૂબ ખરાબ હતી. મને મારવામાં આવી હતી. આથી હાથ પગ દુઃખી રહ્યા હતા. મને ત્યારે ફક્ત આરતી પર ભરોસો હતો. તે કોઈ ઉપાય શોધીને મને અહીંથી બહાર નીકાળશે. પણ મારી ધારણા ખોટી પડી. મારી રૂમમાં નમ્ય આવ્યો." નવ્યા એ પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું હતું.
નમ્ય ને જોઈને હું પહેલા ડરી ગઈ. મને એમ કે નમ્ય મને મારવા આવ્યો. પણ નમ્ય એ મારા માથે હાથ ફેરવ્યો અને કહ્યું "ચાલ મારી સાથે તને હું અહીંથી દૂર સેફ જગ્યાએ લહી જાવ. જ્યાં તને હેરાન કરવા વાળું કોઈ નહીં હોય." નમ્ય મારી પાસે આવીને કહ્યું.
નમ્ય મારી મદદ કરવા આવ્યો છે તે વાતની મને નવાઈ લાગી રહી હતી. પણ આમા મને આરતીનો હાથ હોય તેવું લાગી રહ્યું ન હતું. કારણ કે આરતી અને નમ્ય ને સામસામે ભડતું ન હતું. તે એકબીજાને નફરત કરતા હતા. તો કોઈ પણ સંજોગોમાં આરતી નમ્ય ની મદદ ન માગે. જો નમ્ય ને આરતીની યોજના વિશે થોડી પણ જાણ થાય તો નમ્ય તે બધા સામે લાવીને મૂકે. પણ આરતીની યોજના માં સોના અને પૈસા મળવાના હતા. પૈસા કોઈ પણ ની નીતિ ખરાબ કરી મૂકે તો આ નમ્ય શું ચીજ કહેવાય.
હું વિચાર કરતી હતી કે મારે નમ્ય સાથે જવું કે નહી. આજ સુધી મને જ્યાં સુધી ખ્યાલ હતો ત્યાં સુધી નમ્ય કોઈ પણ સાથે કામ સિવાય વાત પણ ન કરતો. મને આજ સુધી તેણે કામ સિવાય બોલાવી પણ નથી. તો આજે અચાનક મને આવી મોટી સમસ્યા માંથી બહાર નિકાળવા આવ્યો છે તે થોડુંક અજુગતું હતું. ફકત મને બહાર નિકાળવાની વાત ન હતી. જો નમ્ય મને ઘરથી ભાગવામાં મદદ કરે એવી જાણ કાકા કે નયનને થાય તો મારી સાથે નમ્ય પણ મુસીબતમાં ફસાય જાય. આ વિશે જાણતો હોવા છતાં નમ્ય મને મદદ માટે આવ્યો છે તો કઈંક ગડબડ લાગે છે.
"ચાલ હવે આપણી પાસે વધુ સમય નથી. હાલ ઘરમાં બધા પોતપોતાના રૂમમાં સુતા છે. તારે આ બુર્ખો પહેરવાનો છે. આ ઘરની બહાર નીકળીને તારે સીધે સિધુ ચાલવા લાગવાનું છે. હું તને આગળથી બાઈક પર લહી જાશ." નમ્ય એ કહ્યું.
"તમે મને ક્યાં લહી જશો." મારા મનમાં ચાલતા અનેક પ્રશ્નમાંથી એક પ્રશ્ન મેં નમ્ય ને પૂછ્યો.
"મેં બધી જ વ્યવસ્થા કરી લીધી છે. તારે ચિંતા કરવાનની જરૂર નથી. બસ મારી સાથે આવ." નમ્ય એ કહ્યું.
નમ્ય મારી મદદ કરી રહ્યો હતો. મને તેના પર વિશ્વાસ આવવા લાગ્યો હતો. પણ મારું મન માનવા તૈયાર ન હતુ. આ ઘરમાં કોઈ પણ સ્વાર્થ વિના કોઈને મદદ કરતું નથી. આમાં નમ્ય નો કોઈ તો સ્વાર્થ છુપાયેલો છે તેવું મને લાગી રહ્યું હતું. પણ હું તે વિચે વિચાર કરવા છતાં વિચારી શક્તિ ન હતી.
મેં આખારે નમ્ય સાથે જવાનું વિચાર્યું. જો અહીં રહેત તો રાતે કાકાનો માર ખાવો પડેત. આરતી જો કોઈ ઉપાય શોધીને મને ઘરથી ભગાડે તો તેની સાથે ચોરીમાં સાથ આપવો પડેત. તે બંને કરતા મને નમ્ય સાથે જવામાં ઓછું જોખમ હતું. તેની સાથે જવામાં જોખમ તો હતું પણ તે શું હતું તે હાલ મને ખબર ન હતી. વધુ વિચાર કર્યા વિના મેં બુર્ખો પહેરી લીધો.
હું નમ્ય પાછળ પાછળ રૂમની બહાર નીકળી. નમ્ય હોલમાં રહેલા સોફા પર બેસી ગયો. મેં રૂમનું બારણું બહારથી બંધ કર્યું. રૂમની બહાર પહેલા હોલ આવતો હતો. હોલમાં કોઈ ન હતું. મને કોઈ જોઈ જશે તે વાતનો ખૂબ ડર લાગી રહ્યો હતો. પણ મારે હિંમત કરવી પડે એમ હતી. એ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. હું શાંતિથી ધીમા ડગલે હોલ માંથી ઘરની બહાર જતા દરવાજા તરફ ચાલી રહી હતી. નમ્ય મને જલ્દી બહાર જવાનું હાથો દ્વારા કહી રહ્યો હતો. મારે બહાર જઈને ઘરની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગવાનું હતું. નમ્ય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મારે ચાલવાનું હતું. મેં બુર્ખો પહેરેલો હતો. આથી મને કોઇ ઓળખી જશે તે ડર ન હતો.
હું ઝડપથી ચાલીને ઘરની બહાર જતી રહી. મારા અને નમ્ય ના જીવમાં જીવ આવ્યો. મેં નમ્ય એ કહ્યું હતું તેમ જ કર્યું. હું સીધે સીધી ચાલી રહી હતી. ત્યાં મારી આંખો એ જે જોયું તેનાથી મારી ધડકન અચાનક તેજ થઈ ગઈ. મને પરસેવો વળવા લાગ્યો. મારી સામેથી આરતી આવી રહી હતી.
આરતી ચાલક છોકરી હતી. તેની નજરોથી બચવું ખૂબ અઘરું હતું. પણ હવે પાછું વળવું અશક્ય હતું. જે પણ થાય તે જોયું જાશે તેમ વિચારીને હું આગળ ચાલવા લાગી.
આરતી તરફ હું અને આરતી મારી તરફ આગળ વધતી હતી. અમે બંને એકબીજાની નજીક આવી રહ્યા હતા. મારી ધડકનો તેજ થઈ ગઈ હતી. આરતી અને મારી વચ્ચેનું અંતર હવે ફક્ત સાત ડગલાં નું હતું.
આરતી મારી તરફ એક નજર કરીને મારી બાજુમાંથી નીકળી ગઈ. મારા શ્વાસોશ્વાસ કંટ્રોલમાં આવ્યા. મને ઉપર ચડેલો શ્વાસ હવે નીચે આવ્યો. ત્યાં પાછળથી એક અવાજ આવ્યો જેનાથી મારા હોશ ઉડી ગયા.
"એક મિનિટ બહેન. મેં તમને આ પહેલા અમારા વિસ્તારમાં જોયા નથી. અને અહીં કોઈ મુસ્લિમ ઘર પણ નથી તો તમે કોને મળવા આવ્યા છો."