"શું નમ્ય તારી રૂમમાં આવ્યો અને તને ઘરની બહાર લહી ગયો." મારાથી અચાનક બોલાય ગયું. હું હવે નવ્યા ની જીવન કહાનીમાં પૂરેપૂરો ડૂબી ગયો હતો. મને હવે નવ્યા ની આગળની કહાની જાણવામાં વધુ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો હતો. તેની આગળની કહાની જાણવા હું ઉત્સાહી હતો. બને તો તેની મદદ પણ કરવી હતી.
મને નવ્યા ની જીવન વિતક સાંભળતા ક્યારે બપોરના બાર થઈ ગયા તેની પણ ખબર રહી ન હતી. બપોર થવા આવ્યા હોવાથી મને ભૂખ લાગી હતી. સાથે સાથે નવ્યા ને પણ ભૂખ લાગી હશે તેમ વિચારીને મેં જમવા જવાનું વિચાર્યું. અમારા શહેરની એક સારી એવી હોટલમાં હું અને નવ્યા જમવા માટેનો વિચાર કર્યો.
મેં પ્રતીકને સાથે આવવાનું કહ્યું પણ તે ઘરે જવાનો હતો. તેની મમ્મીનો ફોન હતો તેના માટે ઘરે થોડુંક કામ છે. તેથી પ્રતીક ઘરે જવા માટે નીકળી ગયો હતો.
"ચાલ નવ્યા, હાલ જમવાનો સમય થયો છે. માટે પહેલા આપણે કશુંક જમી લહીએ." મેં કહ્યું.
નવ્યએ પહેલા તો ના પાડી પણ મેં થોડું સમણાવ્યું તેથી તે જમવા માટે રાજી થઈ. ત્યાર બાદ હું અને નવ્યા એક હોટલમાં જમવા માટે આવ્યા. એક ગુજરાતી થાળીનો ઓડર કર્યો. ઊંધિયું, પુરી, છાશ, પાપડ અને કાંદા સાથે અમારા ટેબલ પર બે ડિસ આવી. અમે બંનેએ પહેલા શાંતિથી બપોરના ભોજનને ન્યાય આપ્યો. બિલ મેં પૈ કર્યું. અને હોટલની બહાર નીકળ્યા. એક્ટિવા પરથી અમે મારી કોલેજ કેમ્પએસ ના બગીચામાં પહોંચ્યા. બપોરનો સમય હોવાથી અહીં વધુ પબ્લિક ન હતું. પણ અમુક લવબર્ડ ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા હતા. અમે પણ એક સારા બાંકડે જઈને બેઠા.
સાંજના સમયમાં અહીં સારુ એવા લોકો આવતા હતા. પણ હાલ બપોરનો સમય હતો. આથી ચારથી પાંચ જ લોકો દેખાય રહ્યા હતા. તેમાંથી એક વોશમેન કાકા હતા. જે મને ઓળખાતા હતાં. અને બીજા બે પ્રેમી જોડા હતા. અને એક બે છોકરા હતા કે જે કદાચ દોસ્ત હશે તે બેઠા હતા.
અહીં આજુબાજુ લીલોતરી હતી. સ્વસ્થ ગ્રાઉન્ડ, બાળકો માટે રમવાની સગવડ, વૃદ્ધ માટે અલગથી બેચવાની સુવિધા, જોગિંગ કરવા માટેનો અલગથી રોડ. અને ફેમેલી માટે ગ્રાઉન્ડ પણ હતું. અહીં મોસ્ટલપલી બધાને માફક આવે તેવું વાતાવરણ હતું.
"હવે તમે તમારી આગળની કહાની મને કહી શકો છો." મેં કહ્યું.
"હું તો તમને મારી આપવીતી કહું છું. પણ તમે પણ તમારી કોઈ વાત કરો તો મને પણ સારું લાગશે." નવ્યા એ કહ્યું.
"મારી લાઈફ તમારી જેવી ઈન્ટરેસ્ટિંગ નથી. એક સામાન્ય છે." મેં કહ્યું.
"કાશ, મારી પણ લાઈફ તમારી જેમ સામાન્ય હોત." નવ્યા.
"મારી લાઈફમાં પણ એક સમસ્યા છે." મેં કહ્યું .
"કંઈ સમસ્યા. તમે મને કહી શકો છો." નવ્યા.
"ખબર નહીં પણ મને ક્યારથી નવલકથા લખવાનો ઈન્ટ્રસ્ટ થયો. મને નવલકથા લખવી ખૂબ પ્રિય છે. પણ..."મેં વાત અધૂરી મૂકતા કહ્યું.
"પણ શું, તમેં પણ મારી જેમ નવલકથા લખો છો. તે એક સારી વાત કહેવાય." નવ્યા.
"પણ દુઃખ એ વાતનું છે કે હું તે નવલકથા ક્યારેય પુરી કરી શકતો નથી. આજ સુધી મારી એક પણ નવલકથા પૂર્ણ થઈ નથી. બધી નવલકથા અધૂરી નવલકથા જ રહી છે." મેં થોડાક ઉદાસ થતા કહ્યું.
"તમારે આ વિશે થોડીક મહેનત કરવાની જરૂર છે." નવ્યા એ કહ્યું.
"મારે મહેનત કરવી છે. હું મહેનત કરું છું. મેં આ વિચે અમુક નામી લેખકને ફોન કરીને પણ કોશિશ કરી જોઈ. પણ મારા નસીબ જોગે તે લેખક મને હેલ્પ કરી શકે એમ ન હતા." મેં કહ્યું.
"જુવો હું કોઈ મોટી લેખક નથી પણ હું તમને એક હેલ્પ કરી શકું છું. જો તમે ઈચ્છતા હો તો." નવ્યાએ કહ્યું.
"હા, જો તમારી પાસેથી મને કોઈ હેલ્પ મળે તો હું તમારો આભારી રહીશ." મેં કહ્યું.
"હું મારો અનુભવ કહું છું તમને કે હું જેમ નવલકથા લખું છું તેમ તમે લખશો તો તમારા પ્રોબલ્મમાં કોઈ સુધારો આવે તો સારું કહેવાય." નવ્યા એ કહ્યું.
"હું આ રીત અજમાવા તૈયાર છું. તમે મને વિસ્તારથી કહેશો તો વધુ સમજાશે." મેં કહ્યું.
પ્રોબ્લમ બધાના જીવનમાં હોય છે. હું અત્યાર સુધી નવ્યા ના પ્રોબ્લમ વિચે સાંભળતો હતો. પણ હાલ નવ્યા મારા પ્રોબ્લમ નો એક ઉપાય કહી રહી હતી. હું મારી નવલકથાના લખાણની સમસ્યા ના કારણે હું નવ્યા ની સમસ્યા ભૂલી શુકયો હતો. સામે નવ્યા પણ આજે કેવી મુસીબતમાં છે તે ભૂલીને મને મદદ કરી રહી હતી.
મેં ધ્યાનથી નવ્યા ની વાત સાંભળી. તે કેવી રીતે નવલકથા લખી રહી હતી. તે વિશે તેણે વિસ્તારથી કહ્યું હતું. એ એક વાત હતી કે તેની આપવીતી માં ક્યાંય તેને પોતે નવલકથા લખી રહી હતી તેવું કહ્યું ન હતું. તેને મને તેના પુરા દિવસના કામ કાજ વિશે કહ્યું હતું. પણ ક્યાંય તે નવલકથા લખવા વિશે કહ્યું ન હતું.
"આમ હું નવલકથા લખું છું." નવ્યએ પોતાની નવલકથા લખાણ વિશેની સંપૂર્ણ માહિતી આપતા કહ્યું. આ વિશે મને ઘણા બધા સવાલ ઉત્પન્ન થાય હતા. મેં તે નવ્યા ને પૂછ્યા. નવ્યા એ તેના સરસ રીતે જવાબ આપ્યા.
હું જેવી રીતે નવલકથા લખતો હતો તેનાથી સાવ ઉલટી રીત હતી. પણ આ એક સાચી રીત હતી. જેનાથી હું આજ સુધી અજાણ હતો. આજે મને નવ્યા મારફતે નવલકથા લખાણની એક નવી રીત મળી હતી. તેનાથી હું ઘણો ખુશ હતો.
મેં નવ્યા નો ખુબ આભાર માન્યો. પછી જ્યારે મને યાદ આવ્યું કે નવ્યા ની આપવીતીની કહાની બાકી છે ત્યારે મેં નવ્યા ના આગળ શું થયું તે વિશે પૂછવાનું વિચાર્યું. હું નવ્યા ને આગળ શું થયું તે પૂછવા જ જતો હતો ત્યાં મારી નજર ફોનમાં દેખાતા સમય પર ગઈ. અને હું ચોંકી ઉઠ્યો.
સમય સાંજના પાંચ થવા આવ્યા હતા. હું બાર વાગે નવ્યા ને મોલ માંથી જમવા માટે લાવ્યો. ત્યાંથી લહીને ને અમે આ બગીસે આવ્યા ત્યાં સુધી બે વાગી ગયા હતા. નવ્યા પોતાની કહાની શરૂ કરે તે પહેલાં મેં મારી એક સમસ્યા નવ્યા ને કહી. જેના પરિણામે નવ્યા એ મને એક ઉપાય બતાવ્યો. બસ આ ઉપાય સુચવવાના કારણે સાંજના પાંચ થવા આવ્યા હતા.
સમસ્યા એ ન હતી કે સાંજના પાંચ થવા આવ્યા છે. સમસ્યા એ હતી કે નવ્યાને રહેવા માટે શું કરશું. નવ્યા ડૂબલિકેટ અજયના ભરોસે આવી હતી. તેની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. પણ હવે મારે નવ્યા ના રહેવા માટે કોઈ રસ્તો શોધવો પડે એમ હતો.
મને એક વિચાર આવ્યો. મારે કોઈ બહેન ન હતી. ના કોઈ છોકરી મિત્ર હતી. પણ પ્રતીક પાસે એક ગર્લફ્રેંડ હતી. પ્રતીકની ગર્લફ્રેંડ નવ્યા ને તેની સહેલી બનાવીને તેના ઘરે બે દિવસ માટે રાખે તો હું બે દિવસ માં નવ્યા ના બધા જ પ્રોબ્લમ દૂર કરી શકું.
આ વિચારને અમલમાં મેં મુક્યો. પ્રતીક ને ફોન કર્યો એટલે તે અડધી કલાકમાં મારી અને નવ્યા પાસે આવ્યો. મેં પ્રતિકની ગર્લફ્રેન્ડ જ્યોતિને ટૂંકમાં નવ્યા વિશે જણાવ્યું. નવ્યા પ્રોબ્લમ માં છે અને તે મારા આઈડીના કારણે અહીં સુધી પહોંચી છે તે સાંભળીને જ્યોતિ નવ્યા ને તેની સાથે રાખવા તૈયાર થઈ.
થોડીવારમાં જ્યોતિ નવ્યા ને તેની સાથે તેના ઘરે લહી ગઈ. કારણ કે હવે સાંજના સાત વાગવા આવ્યા હતા. જ્યોતિ હમેંશા સાત પહેલા ઘરે પહોંચી જતી. એટલે નવ્યા પણ તેની સાથે નીકળી. હું અને પ્રતીક અમારા ઘર તરફ રવાના થયા.
મને આજે ઘરે જવામાં ખુશી અને દુઃખ બને હતું. ખુશી એ વાતની કે મને આજે નવલકથા લખવાની એક નવી રીત મળી હતી. દુઃખ એ વાતનું કે નવ્યા વિશે શું કરવું. નવ્યા મોટી મુસીબતમાં હતી. તેની સમસ્યાનું નિરાકરળ માટે શું કરવું.
નવ્યા જ્યોતિના ઘરે હતી. જ્યોતિએ તેના ઘરે નવ્યા તેની સહેલી તરીકે ઓળખાણ કરાવી હતી. જ્યોતિના ઘરમાં જ્યોતિના માતા પિતા અને એક જ્યોતિથી નાની બહેન દિયા રહેતી હતી. આમ તો તેમનું પરિવાર ના બધા સભ્યો નો સ્વભાવ સારો હતો. પણ જ્યોતિના મમ્મી વિમળાબેન ને મહેમાન પસંદ ન હતા. આ વાત જ્યોતિ જાણતી હતી તો પણ નવ્યા ને મદદ કરવા માટે તે નવ્યા ને ઘરે લેતી આવી. નવ્યા એ જ્યોતિ અને તેના પરિવાર સાથે રાત્રીનું ભોજન કર્યું. ત્યાર બાદ તે બંને જ્યોતિ ના રૂમમાં આરામ કરવા જતા રહ્યા. થોડી ઘણી જ્યોતિ અને નવ્યા એ વાતચીત કરતા કરતા તેમને ક્યારે નિંદર આવી ગઈ તેનો તેમને પણ ખ્યાલ ન રહ્યો.
(વધુ આવતા અંકે)