સંજયને થયું કે લાવને જાવ એમના પાપાને મળી લવ અને કાઈ પ્રોબ્લેમ હોઇ તો મદદ કરુ ઍને ક્યા કોઇ છે
સંજય અને સંધ્યા બંને ઘરે જાય છે. જઈને જોયું તો સંધ્યાના પિતા સુતા હતા. તેને સ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.. તરત જ સંજયે ઉચકીને હોસ્પિટલ લઈ ગયા. સંધ્યાને ખુબ આઘાત લાગ્યો.. સંધ્યા એટલુ માંડ બોલી શકી..." સંજય મારા પાપાને બચાવી લ્યો.. મારે એમના સિવાય કોઇ નથી." એટલુ બોલીને એમની આંખ મીંચાઈ ગઈ. સંજય ડરી ગયો.. હવે શું કરવુ. તરત જ ફોન કાઢ્યો અને તેના પાપાને વાત કરી..
સંજયના પાપા ત્યાં દોડી આવ્યાં અને તે બંને ઝડપથી હોસ્પિટલ લઇ ગયા. થોડીવારમાં સંધ્યા ભાનમાં આવી. આંખ ખોલીને જોયુ તો તે હોસ્પિટલના બૅડ પર હતી. શું બન્યુ તેની તેણે કાઈ જ જાણ ન હતી. બાજુમાં રહેલી નર્સને પુછયું મને કેમ અહી લાવ્યા છો..??
નર્શ : કઈ નથી થયુ તમને થોડા ચક્કર આવ્યાં અને પડી ગયા હતા એટલે તમને અહી લાવ્યા છે.
સંજયે હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરને બધી વાત કરી દીધી હતી. જેથી સંધ્યા વધારે ઉપદિમાં ન આવે. થોડીવાર પછી સંજયના મમ્મી પણ ત્યાં પહોંચ્યા. સંજયે તેના મમ્મીને સંધ્યાની દેખરેખ માટે તેની પાસે રહેવા કહ્યું... કાઈ પણ પુછ્યા વિના સંજયના મમ્મી તેની પાસે ગયા જાણે પોતાની દીકરી હોઇ તેમ.
સંજય અને તેના પિતા રમણલાલ બંને સંધ્યાના પપ્પાને બીજી હોસ્પિટલ લઈને ગયા. સંધ્યાને આ વાતની જરા પણ જાણ ન હતી. સંધ્યાના પપ્પાને એટેક આવ્યો હતો.. અને તબિયત લથડતી હતી.. સારી હોસ્પિટલમાં તેના પિતાને લઈ ગયા. ત્યાં બધી સારવાર ચાલું કરી...
સંજય : પપ્પા હું આ લોકોને સારી રીતે ઓળખતો નથી... સંધ્યા મારી કોલેજમાં સાથે છે. ઘરમાં સંધ્યા અને તેના પિતા બંને જ રહે છે. આપણૅ તેના કુટુંબીને ઓળખતા નથી. હવે શું કરશું..???.
રમણલાલ : બેટા... તું કાઈ ચિંતા ન કર બધું સારુ થઇ જશે. અને વાત રહી ઓળખાણની તો આ સમયે આપને તેની મદદ કરવાની હોઇ ઓળખાણ નહિ.
સાંજ પડતા સાંધ્યાને હોસ્પિટલમાંથી રજા થઈ. સંજયના મમ્મીઍ સંજયને કહ્યું આપણને સંધ્યાને આપણા ઘરે લઈ જઈએ.. બે દિવસ આરામ કરી લેશે ત્યાં તેન પપ્પાને સારુ થઈ જશે..
સંજય સંધ્યા પાસે જાય છે...
સંજય : કેમ છે સંધ્યા ??? હવે કાઈ થતુ નથી ને... કેવી છે તારી તબિયત..
સંધ્યા : સારુ છે...મને હવે મારા ઘરે લઈ જાવ જલ્દી મારા પપ્પા મારી રાહ જોતાં હશે..
સંજય : તારા પપ્પાને તાવ આવ્યો છે એને બીજી હોસ્પિટલમા રિપોર્ટ માટે લઈ ગયા છે.. અને તારે મારા ઘરે આવવાનું છે. તમે બંને સારા થઈ જશો ત્યાં સુધી મારા ઘરે રોકવાનું છે.
સંધ્યા : ના... મારે મારા પપ્પા પાસે જવું છે. મારે કોઇના ઘરે નથી જવું.
પછી સંજયના મમ્મીએ સંધ્યાને સમજવી અને હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા. સંજય બંનેને ઘરે મુકીને સંધ્યાના પપ્પા પાસે ગયો. સંધ્યાને સંજયનું ઘર પોતાનું હોઇ તેવો અહેસાસ થયો. સંજયના મમ્મીએ સંધ્યા માટે રસોઇ બનાવીને જમાડી... સાંધ્યાને લાંબા સમય પછી પોતાની મમ્મીના હાથની રસોઇ જમી હોઇ તેવો અહેસાસ થયો....સંધ્યાની આંખમાંથી ઝળઝળીયા આવી ગયા..
સંજયના મમ્મીને લાગ્યું કે કદાચ સંધ્યાને નહિ ભાવ્યું હોઇ એટલે રડતી હશે.
સંજયના મમ્મીએ પૂછ્યું " કેમ રડે છે બેટા" કાઈ થયું છે ??
સંધ્યા : ના આંટી... આજ મે ઘણા વર્ષો પછી મારી મમ્મીના હાથની રસોઇ જમી હોઇ તેવુ લાગે છે..
સંજયના મમ્મીએ પુછ્યું કેમ આવું કહે છે??
સંધ્યા : હું 7 વર્ષની હતી ત્યારના હું અને મારા પપ્પા બંને એકલાં જ રહીએ છીયે.. મારા મમ્મી નથી આ દુનિયામાં.
અને રડી પડે છે.....
સંજયના મમ્મી સાંધ્યાને સાંત કરે છે અને કહે છે.. આજથી તું મને મમ્મી કહેજે આ ઘર તારુ જ છે એમ માનીને રહેજે.
આગળની વાત લાગણીનો દોર~3 માં જોઈશું.