સંજયને સવારે વહેલા જાગવાની ટેવ, પોતાનો નિત્યક્રમ પુરો કરીને ફોન હાથમાં લીધો. બધાના મેસેજ જોયાં. એક અજાણ્યો નંબર હતો એમનો મેસેજ આવ્યો હતો.. જોયુ તો સંધ્યાનો મેસેજ. સંજયે રિપ્લાય આપ્યો.
: Thank you.... & same 2 you
કેમ કે સંધ્યાનો પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નંબર આવ્યો હતો.
પછી રોજની જેમ સંજય કોલેજ ગયો. સંધ્યાને ઍ જ દિવસે રિચાર્જ પૂરું થઇ ગયું હતું એટલે સંજયના મેસેજ જોયા નોહ્તા.
કોલેજ પુરી કરીને બધા ઘરે જવાં નિકલ્યા. સંજય અને સંધ્યા પાર્કિંગમા ભેગા થઈ ગયા.
સંધ્યાએ સંજયને કહ્યુ મને 2 મિનિટ તમારા ફોનનું હોસપોટ આપશો???..
મારે આજ રિચાર્જ પૂરું થઈ ગયું છે એટલે હું રિચાર્જ કરી લવ, અને વ્હીકલ પણ નથી તો મારે મારા પાપાને કોલ કરવો પડશે.
સંજયને લાગ્યું કે નેટ આપવામાં શું જાય?? બિચારી એકલી હેરાન તો ન થાય...
હા, લ્યો હોસપોટ ચાલુ કર્યુ. તમે તમારું કામ પૂરું કરી દો.
સંધ્યા: Thank you..
સંજય : અરે એમા Thank you ની ક્યા વાત આવી.. કોઇની મદદ કરવી ઍ ગુનો થોડી છે..
( બંને હસવા લાગ્યા )
સંધ્યાએ એમના ફોનનું રિચાર્જ કરી દીધુ અને Wifi બંધ કરી દીધુ પછી સંધ્યાએ તેના પાપાને ફોન કર્યો પણ તેણે ઉપાડ્યો નહી. ત્રણ- ચાર ટ્રાય કરી પણ વાત થઈ નહિ.
હજુ સંજય ત્યાં જ હતો.. પણ દુર ઉભો હતો એના મિત્રો સાથે...
દુરથી સંધ્યાની તરફ નજર ગઈ અને સંધ્યા ઉદાસ હોઇ તેવુ લાગ્યું... સંજય પાસે ગયો અને કહ્યું
સંજય: કેમ ઉદાસ છો ?? કાઈ થયું છે ??? હું કાઈ મદદ કરી શકુ ?
સંધ્યા : મારા પાપા ફોન ઉપાડતા નથી અને મારી પાસે પૈસા નથી તો ઘરે હું કેવી રીતે પહોંચીશ ?
સંજય : બસ આટલી નાની વાત એમા આટલા બધા ઉદાસ?? તમને વાંધો ના હોઇ તો હું તમને ઘરે મુકી જાવ...?
સંધ્યા મનમાં વિચારવા લાગી કે શું કરુ હા કહુ કે ના??... પણ ત્યાં મો માંથી શબ્દ નિકળયો " હા "
સંજય : તમારે રહેવાનુ કઈ જગ્યાએ છે ?
સંધ્યા : C.G.Road
સંજય : સારુ.. મારે રસ્તામાં જ આવે છે... ચલો હવે વધારે મોડું કર્યાં વગર ગાડીમાં બેસો નહીંતર ટ્રાફીક હશે તો ઘરે પહોચ્વામાં મોડું થશે.
બંને કોલેજની બહાર નિકળે છે.
સંધ્યા ઍ ફૉનનાં મેસેજ જોયાં તો સંજયનો મેસેજ પણ હતો....Same 2 you... સંધ્યાએ મેસેજમા નહિ પણ સાથે સંજય હતો એટલે એને જ કહિ દીધુ કે Thank you..
સંજય : એમા Thank you શેનું કોઇ હેરાન હોઇ એમની મદદ કરવી મારો હક છે.
સંધ્યા કાઈ ના બોલી તે ચુપ જ બેઠી હતી.
સંજય મનમાં વિચારતો હતો કે શું વાત કરવી??
પછી સંજયે પુછ્યું તમે ફેમિલીમાં કોણ કોણ છો..??.
સંધ્યા : હું અને મારા પાપા..
સંજય : બીજુ કોણ કોણ છે ફેમિલીમાં ??
સંધ્યા : હું અને મારા પાપા બે જ
સંજય : સોરી મારે આવું ના પૂછવું જોઇયે...
સંધ્યા : અરે એમા સોરી શેનું ??
ત્યાં વાતોમા ને વાતોમાં સંધ્યનુ ઘર આવી ગયું.
સંધ્યા : આજ પહેલી વાર આવ્યાં છો તો મારા ઘરે આવોને
સંજય : અરે ના..ના... પછી ક્યારેક.
સંધ્યા : ના આજે જ આવો ને મારા પાપા ને પણ ગમશે ગમે આવશો તે.
સંજયને થયું કે લાવને જાવ એમના પાપાને મળી લવ અને કાઈ પ્રોબ્લેમ હોઇ તો મદદ કરુ એને ક્યા કોઇ છે.
આગળની વાત ભાગ લાગણીનો દોર -૨ માં જોઇશું..