નાનકડી કેબિન! લોકડાઉનમાં ન બરાબર ગરાકી! અઢારેક વર્ષનો કુપોષિત છોકરો આ ખખડધજ કિટલી ચલાવતો હતો! એડીડાસના ફસ્ટ કોપી બનાવટ વાળી ટ્રેક પેન્ટનું નીચેથી એક પાઈનચું ગુડા સુધી એક તેનાથી થોડો નીચે વાળેલું હતું. ગુલાબી રંગનો ટી-શર્ટ તેનો મેલના કારણે તેનો મૂળ રંગ ખોરવી કોઈ નવા રંગે જ રંગાઈ ગયો હતો. આછી ફૂટેલી મુંછો, ગરી ગયેલા ગાલ, હોઠો પર પાન-મસાલાના આછા ડાઘ! ભલે રાશનકાર્ડ માં તે ગરીબી રેખા નીચે હોય કે ન હોય, તેની ગરીબી દેખાઈ આવતી હતી.ચા સાથે પાન-ગુટખાનો એનો નાનકડો ગલ્લો! આખો દિવસ માંડ બે-પાંચ ગરાક આવતા! તે સિવાય સાવ ભેંકાર ભાસતો હતો! દુકાન મોકાની હતી પણ લોકડાઉનના કારણે પાછળની કચેરી સાવ બંધ! ના કર્મચારી આવે ન ચાય પીવાય! મુખ્ય આવકનું સ્ત્રોત જ એ! મોટાભાગે તો રવિવારે આ દુકાન બંધ જ રહેતી, પણ હવે લોકડાઉનના કારણે નવી નવી છૂટછાટમાં આ છોકરડો બેસતો! અહીં આ પેહલાના દ્રશ્ય કઈ એવા હોતા! ત્રણ-ચાર જણા પણ પોહચી ન શકતા! એક ચા બનાવે! એક આસપાસની ગરાકી સાંચવે! એક કચેરીમાં જાય!એક ગલ્લે બેસે! આજે પરિસ્થિતિ વિપરીત હતી! દુકાનની આસપાસ ગોઠવેલા બધા બાંકડાઓ બિલકુલ ખાલી હતા! ગોળ ટુલ અનાથ ઉલળતા હતા! અહીં ગપોટા મારતા લોકો! 'એ ચાય લાવજે, એ બીડી લાવજે, એ એક વિમલ....' જેવા શબ્દો તો જાણે ગયા ભવમાં સાંભળ્યા હોય! એક અનુમાન પ્રમાણે તો કેબિનના પતરાઓ પણ પૂરતીમાત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ન મળવાના કારણે રૂપાળા લાગતા હતા!
ઉનાળાનો મધ્યાહ્નન કેબિન તપી રહી હતી! છોકરડાએ જેવું તેવું ટિફિન ખાઈને બેઠો થયો! બારે માટલાનું પાણી ગરમ થઇ ચૂક્યું હતું! તેમ છતાં તેણે પાઉન્ચ કાઢીને પીધો નહિ! બારે ઉનાળાનો આભ અંગારાઓ વર્ષાવી રહ્યો હતો. દુરદૂર સુધી માણસ તો દૂર કોઈ પશુઓ પણ નોહતા દેખાતા! બાજુમાંથી પસાર થતો સીટી રોડ બિલ્કુલ અનાથ હતો! ત્યાં એક કાર આવી ચડી! મોંઘી કંપનીની સફેદ રંગની નવી નકોર કારમાંથી ત્રણ જણા ઉતર્યા! બે જણા બાજુમાં બાંકડે જઈને બેઠા! એક ભાઈ કેબિન પાસે આવ્યો! એકદમ ટનાટન થઈને! કાળા કલરના સ્ટીલની ફ્રેમવાળા મોંઘા ચશ્મા મોઢામાં માવો ચાવી રહ્યો હતો.
"એક કડક મલાઈમાર કે ચાય....બનાવ!"
મલાઈમાર કે? મલાઈવાળી ચા? છોકરડો કઈ બોલ્યો નહીં મુંડી હલાવી! ભાઈ કોઈ અધિકારી લાગતા હતા! તેનો ઘાટો ઘેરો અવાજ! તેની બોલવાની રીત! માથામાં સુગંધી તેલ! કપડામાંથી આવતી મોંઘી મહેક! ઊંચા પહાડ જેવા શરીર પર વળાંક વાળેલી મૂછોથી તે વધારે ખુંખાર લાગતો હતો.
તેણે હાથથી ગુટખાઓ, સિગરેટ ઉપડવા માંડી! માચીસ લઈને એક સિગારેટનો મોટો ક્સ લઈને છોકરાના મોઢા તરફ જ છોડ્યો! છોકરાથી ઉધરસ ખવાઈ ગઈ! બાકીના સિગારેટના પેકેટ અને માચીસ તેણે તેના સાથીઓ તરફ ફેંક્યું!
"કેટલી વાર છે?" તે ઘરક્યો!
"સાહેબ બસ ઊફાણો લે છે. ચાય તૈયાર જ છે. તમે નિરાંતે બેસો હું આપું!"
"બેસવાની ક્યાં મા*** છે. લાવ લાવતો હોય તો..." છોકરો અંદરથી હચમચી ગયો! તે ચૂપ રહ્યો! ચાય તેને એલ્યુમિનિયમની કિટલીમાં કાઢી! તેમાંથી તેણે ત્રણ કાંચના પાયલાઓ ભર્યા! તે બાંકડે બેઠેલા ત્રણે આગતુંકોને આપ્યા!
"બિસ્કીટ બીસ્કિટ છે? તો લાવ મારુ મોઢું શું જોવે છે?"
તેની દબંગાઈમાં એકલો છોકરો મુંજાઈ ગયો! તેના બાપુ હોય તો આવાઓને હળસેલી દે! આવા તો રોજ આવે રોજ જાય! રોજે અધિકારીઓ, કર્મચારીઓ,ખાખીથી એને પાનારાઓ એને પાછો જ્યાં મીઠું રહેવું હોય ત્યાં મીઠો રહે! તેણે એના બાપને હક્કના કેટલાય સામે લડતાએ જોયા છે.ચાયના ધંધામાં આ નિયમ છે. માંગતા શરમાવું નહી! કોઈથી ડરવું કે ઘભરાવું નહિ!
"હજી એક સિગરેટનો પાકિટ આપી દે...." તે તંદ્રામાંથી જાગ્યો!
"ધંધામાં રસ નથી લાગતો! શું નામ તારું?"
"મેરામણ!"
"ક્યાં તારો બાપ?"
"નોકરીએ...!"
"બાપાને કેજે! સંતોષદાદા આવ્યા હતા."
કહેતા ત્રણે કાર તરફ વધ્યા! બે જણા બેસી ગયા! તે ડ્રાઈવિંગ સીટ પાસે ઉભો રહી! સિગારેટનો મોટો કસ લઈ હવામાં ધુંવાળો છોડ્યો!
"સાહેબ એક સો ને પાત્રીસ રૂપિયા.... થયા!"
"સાલા હરામી,હલકટ પૈસા માંગે છે? તારા બાપને ખબર પડશે તો ?"
"સાહેબ મારા બાપુએ જ કહ્યું છે કોઈ પણ હોય હક્કના પૈસા તો માંગી લેવાના!"
"સાલા મારા સામે અવાજ ઊંચો કરે છે? મને ઓળખે છે હું કોણ છું?"
"ના સાહેબ! હું નથી ઓળખતો ન મને ઓળખાણની જરૂર છે. મને મારા એક સો પાત્રીસ રૂપિયા આપી દયો! તમે કોઈ મોટા મંત્રી હોવ તો, પણ મને વાંધો નથી.હું કોઈ ચોરીના પૈસા નથી માંગતો! મારા હક્કના માંગુ છું."
આટલું સાંભળીને તે ભાઈ ઉકળી ગયા! તેણે છોકરાના ગાલ પર રીતસરનો લાફો ઝીંકી દીધો! તે હચમચી ગયો! તેના ગાલ પર રીતસરની આંગળીઓ છપાઈ ગઈ! તેના હોઠ ડરથી ફફડી રહ્યા હતા.
"ખબરદાર જો તું કે તારો બાપ અંહી દેખાણા છો તો! તારી આ કેબિન સાથે તારા આખા પરિવારને ઊપડાવી લઈશ..."
આજદિન સુધી એ ન તો આંગતુક દેખાયો! ના એના એક સો પાત્રીસ રૂપિયા આવ્યા! ન મને કે મારા પરિવારને કઈ થયું,પણ એ એક સો પાત્રીસ રૂપિયાએ તેં માણસની મોંઘીગાડીઓ હોવા છતાં તેની અંદરની ગરીબી દેખાડી દીધી! બાપુએ હવે નવો પાઠ શીખવ્યો! એવા સસ્તા લોકોની સામે ભીડવું નહિ! એવા એક સો પાત્રીસ રૂપિયાની દાન આપી દેવું! એના મનને શાંતિ મળતી હોય તો! તે આપણાથી એ વધારે ગરીબ છે એવું માની લેવું!!
સમાપ્ત!