TOY JOKAR - 14 in Gujarati Horror Stories by Pankaj Rathod books and stories PDF | ટોય જોકર - 14

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ટોય જોકર - 14

પાર્ટ 14
આગળ તમે જોયું કે શહેર માં સાત સાત ફેમેલીનું એક સાથે હત્યા થાય છે. હેતુ ને જોકર પોતાની સાથે લહી ગયા હતા. સુરું મણીનો દીકરો જયરાજ બદલો લેવાની વાત કરે છે. રાકેશ આ જોકરને રોકાવાનું આયોજન બનાવે છે. હવે આગળ
સવારે વહેલા ઉઠીને દિવ્યા પોતાની ટોય શોપે જવા માટે નીકળે છે. તેના માટે કાલની રાત મહામહેનત થી નીકળી હતી. તેની અધિરાય હવે શરમ સીમાએ પહોંચી હતી. તેને હવે જાણવુંજ હતું કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે કે નહીં. બીજો એ સવાલ ઉતપન્ન થતો હતો કે જો મારા ભાઈ ની હત્યા કરવામાં આવી હોય તો તે આ ટોય એલિયનને કેવી રીતે જાણે છે?
મનના વિચારોની ગતિ કરતા પણ એક્ટિવની ગતિ વધુ હતું. ફૂલ સ્પીડે એક્ટિવા ચલાવીને તે ટોય શોપે પહોંચવા ઈચ્છતી હતી. પણ તેને જાણ ન હતી કે ત્યાં જઈને તેને એક ચોંકાવનારી બાબત જાણ થવાની છે.
@@@@@
કાલે રાતે સાત ફેમેલીના થયેલા મૃત્યું પાછળ કોનો હાથ છે તેના પાછળની એક કડી મળી આવી હતી. તે હતી ટોય જોકર.
ત્રિવેદીના કહેવાથી ચારેય ઓફિસર બે બે ની ટિમ બનાવીને શહેરમાં આવેલી બધી જ શોપે જઈને આ ટોય ખરીદનારું કોણ છે તે અંગેની પૂછપરછ આદરી હતી.
ત્રિવેદી પોતાની ઓફિસમાં બેસીને આ કેસ અંગે વિચાર કરી રહ્યા હતા. તેની ટેબલ પર જોકરનું ટોય પડ્યું હતું. થોડીવારેને થોડીવારે ત્રિવેદી તે જોકરના ટોય સામે જોઈ રહેતો હતો. આ અંગે તેને કશું પણ સમજાતું ન હતું. પોતાની આટલા વર્ષોના અનુભવમા આ પ્રકારની સ્થિતિ ક્યારેય જોઈ ન હતી. આ કેસ માટે આગળ શું કરવું અને આ હત્યા કેવી રીતે રોકવી તેનું ટેન્શન ત્રિવેદી ના સહેરા પર સાફ સાફ દેખાય રહ્યું હતું.
એક બાજુ ત્રિવેદી આ કેસ અંગે વિચારી રહ્યા હતા તો બીજી બાજુ પ્રતીક અને જયદીપ જોકર ટોય કઈ શોપમાંથી ખરીદવામાં આવ્યું હતું તે અંગે તપાસ કરી રહ્યા હતા. પ્રતીક અને જયદીપ વચ્ચે આમ તો અમેળ હતો. પણ આ પુરા શહેરનો સવાલ હતો માટે તે પોતાના સંબંધની કડવાશને ગળી જઈને પોતાના ફર્જ ને ન્યાય આપી રહ્યા હતા.
સવારના નવ વાગ્યાથી લહીને બાર વાગ્યા સુધી તે બને એ લગભગ અડધા શહેરની ટોય શોપને ખૂંદી વળ્યાં હતા. પણ ક્યાંય તેમને જે પ્રકારના ટોયની જરૂર હતી તેવા ટોય ક્યાંય પણ નજરે ચડ્યા ન હતા.
એક બાજુ પ્રતીક અને જયદીપ ટોય અંગે તપાસ કરી રહ્યા હતા તો બીજી બાજુ પ્રજ્ઞા અને મયૂર ટોય અંગે તપાસ કરતા કરતા એક શોપે આવી પહોંચીયા હતા. આ એજ શોપ હતી જ્યાં રાકેશને એક ગોડવુંનમાં ટોય એક્ટિવ થયેલા દેખાયા હતા.
"બોલો સર તમારે કોનું કામ છે." પ્રજ્ઞા અને મયુરને શોપમાં પ્રવેશતા જોઈને ત્યાં કાઉન્ટર ટેબલ સંભાળતી મેડમે તેમને અનુલક્ષીને કહ્યું.
જોકે કોઈ અન્ય વ્યક્તિ પ્રજ્ઞા અને મયુરના સ્થાને હોત તો તેમને આ સવાલ કરવામાં ન આવ્યો હોત. પણ કોઈ પોલીસ ઓફિસર આવે તો તેમને આ સવાલ કરવો તેવું તેના શેઠે કડક શબ્દોમાં કહ્યું હતું.
"અમારે આ પ્રકારના ટોય જોઈએ છે." પ્રજ્ઞાએ પોતાની બેગમાંથી એક ટોય નિકાળીને કાઉટર મેડમને બતાવતા કહ્યું.
આ ટોય જોઈને કાઉટર વાળી છોકરીના સહેરાની રેખા બદલાય ગઈ એ બાબત મયુરે નોટિસ કરી.
"નહીં, મેમ આ પ્રકારના અમારી ત્યાં ટોય નથી. બીજા છે તમારે તે જોઈતા હોય તો જાતે ચેક કરીને જોઈ શકો છો." કાઉન્ટર વાળી છોકરી થોડી સ્વસ્થ થતા બોલી. તેની આ બોલવામાં પણ એક ડર દેખાય રહ્યો હતો.
"ના પણ અમારે આ જ ટોય જોઈએ છે. તમારી પાસે નથી તો બીજે ક્યાં મળશે તે જણાવી શકો છો તો તમારો ઘણો આભાર." પ્રજ્ઞા એ કહ્યું.
"ના, મેમ મેં આજ પહેલા આ પ્રકારના ટોય ક્યાંય પણ જોયા નથી. એટલે મને આઈડિયા નથી. મને માફ કરજો." સંપુર્ણ સ્વસ્થ થતા કાઉન્ટર વાળી છોકરી બોલી.
"ઓકે, નો પ્રોબલ્મ, અમે તમારી શોપ માં બીજા ટોય જોઈ શકીએ કે જો તે માંથી કોઈ અમને પસંદ આવે તો કશું વિચારશું." મયુરે કહ્યું.
"ઓકે તમે જોઈ શકો છો."
કાઉન્ટર વાળી છોકરી કોઈ જવાબ આપે તે પહેલાં મયુર શોપમાં આગળ વધીને ટોય જોવા લાગ્યો. પ્રજ્ઞા પણ તેમને અનુસરતી બીજી બાજુ ચેક કરવા લાગી. દસ મિનિટ પુરી શોપ ખૂંદી વળતા કશું પણ ટોય હોવાના સબૂત ન મળતા મયુર અને પ્રજ્ઞા શોપની બહાર આવ્યા.
મયુર અને પ્રજ્ઞા જેવા શોપની બહાર ગયા ત્યારેજ કાઉન્ટર પર ઉભી હતી તે છોકરી એ ત્યાંના ટેબલ પર પડેલા લેન્ડલાઈન ફોનમાંથી માંથી કોઈને ફોન લગાવ્યો.

@@@@@

ઓફિસનું વાતાવરણ એકદમ ઠંડુ હતું પણ તે ઓફિસની ખુરશી પર બેઠેલા કરણદાસ ને પરસેવો વળી શુકયો હતો. તે ન્યૂઝ ચેનલ પર આવતા સમાચારે તેને અંદરથી હલાવી નાખ્યો હતો. તેને આ હત્યા પાછળનું કારણ ખબર હોય તેમ તેનો સહેરો ડરના કારણે પરસેવાથી રેબઝેબ થયેલો હતો.
તેની પાસે પહેલેથી એક સમસ્યા હતી. તેનું ટેનશન તો હતું પણ ત્યાં એક બીજી સમસ્યા આવી ઉભી રહી હતી.
પહેલી સમસ્યા એ હતી કે તેણે એક જોકર ટોય નું પ્રોડક્શન ખુફિયા રીતે કર્યું હતું. તે જોકર ટોય ફક્ત એક પાર્ટી ને સપ્લાય કરવાના હતા. પણ તેના કર્મચારીથી ભૂલથી શહેરની એક નાની ટોય શોપે સપ્લાય થઈ ગયા હતા. આ ભૂલ ના કારણે તેમને મોટી સમસ્યાનો સામનો કરવો પડે એમ હતો. જો આ ટોયની તપાસ કરતા પોલીસ ત્યાં આવી પહોસે તો ત્યાંથી પોલીસ કરણદાસ સુધી પહોંચે તેવો ડર તેને સતાવી રહ્યો હતો.
આ સમસ્યા હતી તે જ્યાં કાલે રાતે એક બીજી સમસ્યા આવી હતી. કાલે રાતે સાતેય ઘરે મર્ડર થયા ત્યાં કરણદાસે પ્રોડ્યૂસર કરેલા ટોય મળી આવ્યા હતા. એ બાબતે પરથી એ તો નક્કી હતું કે નજીકમાં પોલીસ તેમની પાસે પહોંચી શકે છે. તે હવે પોતાને પોલીસ થી કેવી રીતે બચવું તેના અંગે વિચારી રહ્યો હતો.
કરણદાસ આ અંગે વિચારી જ રહ્યો હતો ત્યાં તેમના ફોનમાં રિંગ વાગી. ફોનની રિંગ વાગતાજ તે ડરી ગયો. પણ જ્યારે ભાન થયું કે તેના મોબાઇલની રિંગ વાગી રહી છે ત્યારે તે રિલેક્સ થયો. આ સમયે કોણ છે તેને મનમાં જ ગાળું આપતો મોબાઈલ પરનો કોલ રિસીવ કર્યો.
"શું આપણી શોપે પોલોસ આવી હતી?" ખૂર્શી પરથી ઉભા થતા બોલ્યો.

@@@@@

રાકેશ પાસે હવે આ મહામુસીબત થી પીછો છોડાવવો એક કઠિન કામ બની શક્યું હતું. તેને પોતાની જાત પર નફરત આવવા લાગી હતી. તે હવે આ સમસ્યાના ઉપાય માટે તે ઘરેથી વહેલા નીકળ્યો હતો.
રાકેશના મતે આની શરૂઆત જંગલમાંથી થઈ હતી. કાલે રાતે તેને એક શોપમાં અજીબ અનુભવ થયો હતો. તેની પાસે બે રસ્તા હતા એક તો જંગલમાં જઈને તે ઝૂંપડીમાં રહેતા તે દાદાને પૂછીને કોઈ રસ્તો નીકળે. બીજો એ કે કાલ રાતે જે શોપે ગયો હતો તે શોપ પર જઈને તે ટોય વિચે સમજીને કોઈ કારણ નીકળે.
આમ જોઈએ તો તેની પાસે એક પણ એવો રસ્તો ન હતો જેમા તે સરળતાથી નીકળી શકે. આ વિચે ઘણું ખરું વિચાર બાદ એક નિર્ણય લીધો. તે હવે જંગલમાં જઈને આની શરૂઆત જ્યાં થઈ હતી ત્યાં જ તેનો અંત કરશે. મક્કમ નિર્ણય સાથે તેને પોતાની બાઈક ભગાવી મૂકી શહેરથી જંગલ તરફના રસ્તે. ત્યાં જવાથી તેને સફળતા મળશે કે પછી અધોર જંગલમાં તે લુપ્ત થશે તે તો હવે સમયની ગર્તા મા છુપાયેલું હતું. પણ હવે ની સફર બધા માટે ખૂબ ભયાનક સાબિત થવાની હતી. કારણ કે બધા જાણતા અજાણતા એક કાળી શક્તિ સામે બાથ ભીડવા નીકળી પડ્યા હતા.
@@@@@
જયરાજ ખૂબ ગુસ્સે હતો. તેને હવે કોઈ પણ રીતે પોતાના પિતાના મોતનો બદલો લેવા ઈચ્છતો હતો. તેની તેને તૈયારી પણ શરૂ કરી હતી. હાલ તે પોતાના ઘરે એક અજાણી વ્યક્તિ સાથે બેઠો હતો. તે અજાણી વ્યક્તિ અવલ નંબરનો શૂટર હતો. અને સાથે સાથે તે જયરાજના પિતાનો દોસ્ત હતો. આથી જયરાજ સાથે આ અજાણી વ્યક્તિ પણ જયરાજના પિતાના મોતનો બદલો લેવા માટે અહીં આવ્યો હતો. જો ઇચ્છત તો આ અજાણી વ્યક્તિ એકલા જ પ્રતીક અને પ્રજ્ઞા ને મારવાની તાકાત રાખતો હતો. પણ તેણે એક વખત જયરાજને મળવાનું વિચાર્યું. જેમાં તેને ફાયદો થયો હતો. કારણકે જયરાજ પાસે એક યોજના હતી. તે સાંભળી ને તે અજાણી વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયો હતો. કોઈ પણ પ્રશ્ન વગર જયરાજ સાથે જોડાય ગયો હતો. અહીં થી જયરાજની એક કાતિલ યોજના શરૂ થઈ હતી. જે ફક્ત પ્રતીક અને પ્રજ્ઞા પૂરતી હતી પણ તે પુરા શહેરને અસર કરવાની હતી.
(વધુ આવતા અંકે)