Philanthropist Lallu in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | પરોપકારી લલ્લુ

Featured Books
Categories
Share

પરોપકારી લલ્લુ

પરોપકારી લલ્લુ

.............................................................................................

બહુ પહેલાંના સમય વાત છે. નાનું દસ-પંદર હજારની વસ્તી ધરાવતું એક ગામડું હતું.આ ગામડામાં લગભગ દરેક જ્ઞાતિની વસ્તીના માણસો વસવાટ કરતાં હતા. જેમાં એક ગર્ભ શ્રીમંત વ્યક્તિ ગામમાં રહેતો હતો. તેણે ગામમાં એક સુંદર મજાનું મંદિર બનાવ્યું. અને ભગવાનની પૂજા કરવા માટે મંદિરમાં એક પુજારીની પણ મૂકવામાં આવ્યો હતો. મંદિરના ખર્ચ માટે, ઘણી જમીન, ખેતરો અને બગીચાઓ મંદિરના નામ પર હતા. મંદીરમાં એ મુજબની ગોઠવણ કરી હતી કે જે લોકો ભૂખ્યા, અપંગ અથવા પવિત્ર રીતે મંદિરમાં આવે છે, તેઓ ત્યાં બે થી ચાર દિવસ રોકાઈ શકે છે અને તેઓને મંદિર તરફથી ભગવાનનો પ્રસાદ ભોજન માટે આપવામાં આવતો હતો. હવે તેને આમ મંદીરની આ પ્રકારની સમગ્ર વ્યવસ્થા સંભાળી શકે તે સારુ એક માણસની જરૂર હતી જે મંદિરની સંપત્તિનું સંચાલન કર અને મંદિરના તમામ હિસાબી તથા અન્ય કાર્યોને યોગ્ય રીતે ચલાવશે.

ઘણા લોકો તે ધનિક માણસ પાસે આવ્યા. તેઓ જાણતા હતા કે જો મંદિરની વ્યવસ્થા કરવાનું કામ મળે તો પગાર સારો મળશે. પરંતુ તે ધનિક માણસે બધાને પરત કર્યા. તે બધાને કહેતો કે "મારે એક સારાઅને સજ્જન માણસ ની જરૂર છે, અને તે માટે હું મારી જાતે તેને તેને પસંદકરીશ."

ઘણા લોકો તેના ધનવાન માણસના મનનો દુરુપયોગ કરતા હતા. ઘણા લોકો તેને મૂર્ખ અથવા પાગલ કહેતા. પણ તે ધનિક વ્યક્તિએ કોઈનું ધ્યાન ન આપ્યું. જ્યારે મંદિરના દરવાજા દર્શન માટે ખોલવામાંઆવતાં અને લોકો ભગવાનનાદર્શન કરવા માઠે આવતાં ત્યારે તે ધનિક માણસ તેના ઘરની છત પર શાંતિથી બેસતો અને મૌનથી લોકોને મંદિરમાં આવતા જતાં લોકોને જોતો હતો.

એક દિવસ એક સામાન્ય દેખાતો માણસ મંદિરની મુલાકાત માટેઆવ્યો. તેના કપડા બીલકુલ ગંદા અને ફાટેલા હતા. તે બહુ શિક્ષિત પણ હોય તેમ તેના દેખાવ ઉપરથી લાગતું હતું. જ્યારે તે ભગવાનના દર્શનકરવા માટે આગળ જવા લાગ્યો, ત્યારે ધનિક વ્યક્તિએ તે ગરીબ જેવી લાગતી વ્યક્તિને તેની પાસે બોલાવ્યા અને કહ્યું, "તમે આ મંદિરની ગોઠવણી વ્યવસ્થાનું તથા હિસાબ-કીતાબનું તમામ કાર્ય કરી શકશો?"

માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, "હું બહુ શિક્ષિત નથી." હું આટલું મોટું મંદિર કેવી રીતે મેનેજ કરી અને તેની સાચવણી અને ગોઠવણી વ્યવસ્થાનું કામ સંભાળી શકું? "

શ્રીમંતે કહ્યું, “મારે બહુ વિદ્વાન માણસ નથી જોઈતો. હું એક સારા માણસને મંદિરનો મેનેજર બનાવવા માંગું છું. હું જાણું છું કે તમે સારા માણસ છો. મારા નજરમાં આવેલ કે મંદિર તરફ જવાના માર્ગમાં મોટોપથ્થર પડેલ હતો અને તેનો એક ખૂણો બહાર આવેલ હતો. હું અહીં લાંબા સમયથી જોતો હતો કે લોકો પથ્થરના કારણે તેની ઠોકર ખાતા હતા અને પડી જતા હતા. તેમને આ પથ્થરને કારણે ઇજા થતી હતી, તે હું ઘણા દિવસોથી જોઇ રહેલ હતો. પરંતુ મેં ઘણી બધી વ્યક્તિઓને પથ્થરના કારણે કારણે ઇજા થયેલ હોવા છતાં કોઇપણ વ્યક્તિએ આ પડેલ પથ્થરને ઉઠાવીને બાજુએ નાંખવાની તસ્દી ન લીધી હતી.

આજે મારી નજર તમે આવતાં હતા ત્યારે તમારા પર પુરેપુરી પડેલ હતી, તમને આ પડી રહેલ પથ્થરના ટુકડાને કારણે કોઇ ઇજા થયેલ ન હતી તેમ છતાં તમારી નજરમાં આ પથ્થર કોઇને અનાયાસે પણ ઠોકર વાગે ઇજાપાત્ર થઇ શકે તેમ છે તેવું તમને લાગતાં આજે તમે આ પથ્થરના ટુકડાને ત્યાંથી હટાવીને બાજુ કરી દીધો. આજનું તમારું આ પરોકપકારી કાર્ય બીજા મંદીરમાં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ માટેનું એક ઉમદા કાર્ય બની રહેશે, અને બીજા હવે પથ્થરની ઠોકર વાગવાને ઇજાથી પણ બચી જશે.

તે ભાઇએ કહ્યું આ કોઇ મોટી વાત નથી. રસ્તામાં આ રીતે પથ્થર પડી રહેલ અને મને નહીં પણ બીજી વ્યક્તિને પણ અનાયાસે વાગી જાય તો ચોકકસપણે તેમને ઇજા થાય. આમ ન બને તેવા શુભ ઉદ્દેશથી માનવી તરીકે મારી માનવીય ફરજને અનુલક્ષીને મેં મારુ આ કાર્ય કરેલ છે તેમાં કંઇ નવું નથી કર્યુ.

બસ આપનું આ સાચા કર્તવ્ય કરવાનું કાર્ય જ મને ગમેલ અને આવી જ સાચી વ્યક્તિજ સારુ કાર્ય કોઇપણ પ્રકારની આશા અપેક્ષા વગર કરી શકે છે.

આપનું આ પરોકપકારી કાર્ય મેં જોઇને આ મંદીરનો સમગ્ર વહીવટ અને વ્યવસ્થાપન હું તમને સોંપવા માટે તૈયાર થયેલ છું. મને પુરેપુરી આશા-અપેક્ષા છે કે તમારી પર જે વિશ્વાસ-ભરોસો-યકીન મુકેલ છે તેમાં હું કયારેય ઉણો નહીં ઉતરું.

તે વ્યક્તિને પરોપકારી લલ્લુભાઇને મંદિરના સંચાલન કર્તા તરીકે નીમણૂંક આપવામાં આવી અને આજે મંદીરના સુંદર વ્યવસ્થાપક તરીકે મંદીરને વ્યવસ્થાને ચાર ચાંદ લગાડી દીધાં.

.........................................................................................................................................

DIPAKCHITNIS(dchitnis3@gmail.com)