The real seed of love .... in Gujarati Moral Stories by Nehul Chikhaliya books and stories PDF | પ્રેમ ના વાસ્તવિક બીજ....

Featured Books
  • ऋषि की शक्ति

    ऋषि की शक्ति एक बार एक ऋषि जंगल में रहते थे। वह बहुत शक्तिशा...

  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

Categories
Share

પ્રેમ ના વાસ્તવિક બીજ....

પ્રેમ એટલે શું???
આમ તો પ્રેમ ની કોઈ વ્યાખ્યા ન આપી શકીએ , પ્રેમ ને તો અનુભવ કરવાનો હોય, માણવાનો હોય, પ્રેમી સાથે જીવવાનું હોય ,છતાં પણ આપણે પ્રેમ ને વ્યાખ્યાયિત કરવું હોય તો ! થોડું મુશ્કેલ છે પણ કોશિશ કરીએ તો કદાચ આપણને કોઈ પરિણામ મળે ,પ્રેમ એટલે આપણું વજૂદ , આપણા જીવન ની કડી , આપણા જીવવાનું કારણ , આપડી બધી જ લાગણી નો નીચોડ એટલે પ્રેમ , પ્રેમ ની પરફેક્ટ વ્યાખ્યા તો નથી , કારણ કે પ્રેમ ને તમે શબ્દો નું રૂપ જ ના આપી શકો , એ તો એક ભાવના છે ,અને ભાવનાનું વર્ણન કરવું મુશ્કેલ છે ..દુનિયાના બધાં જ સંબંધો પ્રેમ થી જ જોડાયેલા હોય છે ,,,પ્રેમ વગર જીવવું અશકય જ છે ,, આપડે બધાં જ સામાજિક પ્રાણી કહેવાય, અને એક બીજા ના સહારા ની જરૂર પડે જ ,,પ્રેમ ની જરૂર આપણા જીવનમાં કેટલી ?? પ્રેમ ની આપણા જીવન માં એટલી જરૂર છે , જેટલું જીવવા માટે શ્વાસ.
જીવવા માટે ખોરાક લેવો , એમ જીવવા માટે પ્રેમ પણ એટલો જ જરૂરી છે …આપણી ઘરા પર સૌથી વધુ પુસ્તકો કદાચ આ જ શબ્દ પર લખાયેલા હશે , મોટા કવિઓ , મહાન પુરુષો ,સંતો , મહંતો, બધાં એ કંઇક ને કંઇક તો પ્રેમ વિશે લખ્યું કે કહ્યું હશે જ.! જેટલો નાનો શબ્દ એટલો જ સમજવો મુશ્કેલ , અત્યારના સમય માં છોકરા છોકરી વચ્ચે થતા પ્રેમ ,આપડે જોયા હશે ,કોલેજ માં જાવ , બગીચા માં જાવ , શહેર ની કોઈ પણ જગ્યાએ જાવો તો તમને પ્રેમીપંખીડા જોવા મળી જ જાય , અત્યારની પેઢી આકર્ષણ ને પ્રેમ સમજી બેસે છે . ,વધતી ઉંમર સાથે શરીર માં થતા ફેરફાર , હોર્મોન્સ ચેન્જ , થી ઉદભવતી ભાવના ને પ્રેમ સમજવો કેટલી અંશે. સાચો માની શકાય ,અત્યાર ના ખોખલા પ્રેમ ને યુવાનો સાચો પ્રેમ માની બેસે છે ,અને જ્યારે બીજા પાત્ર ની ઈચ્છા ઓ પૂરી થઈ જાય ,એટલે એ જ પ્રેમ ને છોડીને ,કોઈ બીજી જગ્યાએ ઇચ્છાએ પૂરી કરવા જતા રહે , પ્રેમ ખૂબ જ પવિત્ર લાગણી છે ,તેને ઈચ્છા ની પૂરતી માટે અપમાનિત ના કરવો જોઇએ.
પ્રેમ એ વિશ્વાસ ના નાજુક બંધન થી બંધાયેલો હોય છે ,એવું કહેવું પણ ખોટું નથી કે પ્રેમ ની ઇમારત વિશ્વાસ રૂપિ પાયા પર જ ઊભી હોય છે , અને હાલ ના સમય માં તો વિશ્વાસ મૂકતાં પેલા ૧૦૦ વાર વિચારવું પડે એવું છે, આવી પરિસ્થિતી કઇ રીતે આવી ! એમના માટે મહદ અંશે આપણે જ જવાબદાર છીએ , વ્યક્તિ પર મૂકેલા વિશ્વાસ ને એ વ્યક્તિ કોઈપણ કારણો સર વિશ્વાસ ને તોડે , ત્યારબાદ વિશ્વાસ મૂકનાર વ્યક્તિ ફરીવાર વિશ્વાસ મૂકતા ડરશે.. વિશ્વાસ કાચ ના ટુકડાં જેવું જ છે ,કોઈ એમના પર પથ્થર મારે તો આ કાચ ચકનાચૂર થઈ જશે ,એમ વિશ્વાસ પણ તૂટ્યા પછી કાચ ની જેમ જ વિખેરાય જાય છે ,જેમ કાચ ફરીથી જોડી શકાય નહિ તેમ વિશ્વાસ પણ ફરી થી જોડાતો નથી ,અને કદાચ વિશ્વાસ કરનાર વ્યક્તિ ,વિશ્વાસ તોડનાર ને માફ કરી પણ દે ને ફરીથી બધું જેમ હતું તેમ થાય જાયે તો પણ તૂટેલા વિશ્વાસ ની તિરાડો તો સંબંધ માં રહી જ જાય આ સંબંધ પેલા જેવો ફરી રેતો નથી,જેમ આપડે વિશ્વાસ મેળવા માટે મહેનત કરીએ છીએ ,, એમનાથી વધુ મહેનત વિશ્વાસ ને સાચવી રાખવા ,ટકાવી રાખવા કરવી પડતી હોય છે , આમ વિશ્વાસ, પ્રેમ નું પ્રથમ પગથિયું કહી શકાય . કોઈ પણ વ્યકિત નો વિશ્વાસ કઇ રીતે જીતી શકાય??? વિશ્વાસ જીતવા માટે તમારે સામેની વ્યક્તિ સામે સારો દેખાવ કરવો જરૂરી નથી, હા, કદાચ ખરાબ આદતો ને બદલી શકાય ,પણ તમે જેવા છો એવા જ સામે વાળા ને પણ બતાવો , સારા હોવાનું મુખોટું પહેરીને વિશ્વાસ જીતવાની કોશિશ ક્યારેય ન કરવી , એ રીતે જીતેલો વિશ્વાસ ક્યારેય લાંબો ટકતો નથી , આ તો સામે વાળા ને અંધારામાં રાખ્યા કહેવાય ,વિશ્વાસ તો અજવાળું કરે ,અને દગો અંધકાર લાવે ,તમે વિશ્વાસ સાચી વ્યક્તિ જોડે કરશો કે જેમને વિશ્વાસ નું મૂલ્ય ખબર હશે તો, એ ક્યારેય વિશ્વાસ તોડશે નહિ,અને સાચા વ્યક્તિને શોધવા માટે એમની બાહ્ય સુંદરતા ને નકારીને એમની ભીતરની સુંદરતા ને મહત્વ આપવું જોઈએ , મીઠું બોલનારા બધાં સારા જ હોયે આવી ધારણા તદન ખોટી જ છે , કડવા વેણ કહેનારા આપણું સારું ઇચ્છતા પણ હોય , માટે કોઈ પણ માણસ ને સમજ્યા , જાણ્યા વગર જ સાચા છે કે ખોટા એ નિર્ણય લેવો કઇ રીતે યોગ્ય કહેવાય? કોઈ પણ સંબંધ તૂટવા પાછળ કોઈ એક વ્યક્તિ જ જવાબદાર હોય એ વાત હું તો નથી માનતો ,જો સંબંધ સાચવવાની જવાબદારી કોઈ એક પર આવે ત્યારે સંબંધ માં દરાર પડી શકે છે, સંબંધ બંને વચ્ચે છે તો જવાબદારી પણ બંને ની જ આવે ,બંને લોકો વચ્ચે ની લડાઈ માં જો ત્રીજો વ્યક્તિ આવશે તો સમાધાન થવાની જગ્યાએ કદાચ સંબંધ વધુ ગુચવાશે , માટે જો તમારે ખરેખર સંબંધ ને સાચવો જ હોયે તો બંને વ્યક્તિ ને બેસી ને શાંતિ થી એક બીજા ની વાતો. ને સાંભળી જાતે જ નક્કી કરવું જોઈએ , કોલેજ કાળ માં થતાં પ્રેમ કદાચ લાસ્ટ સેમેસ્ટર સુધી જ રહે , એવું એટલાં માટે થાય કેમ કે ,કોલેજ પૂરી થાયે ત્યારે એમને કોઈ બીજું જ પાત્ર મળી જાય ત્યારે જૂના સંબંધો ને ભૂલી ને નવી શરૂઆત કરે ,પ્રેમ માં એક બીજા પ્રત્યે વફાદાર , વિશ્વાસુ રહેવું જરૂરી છે .પ્રેમ કોઈ વસ્તુ નથી કે બે દિવસ ઉપયોગ કરીને ફેંકી દેવું,જો પ્રેમ માં આગળ વધવાની તાકીદ ના હોય તો સંબંધ ને આગળ ના વધારવો જોયે , જે પણ લાગણી થી જોડાયેલા હોય, લાગણી નો અંત ક્યારેય ના લાવો જોઈએ હા એક લાગણી પૂરી થાય તો બીજી લાગણી થી જોડાય જવું જોઈએ , કોઈ ને આપણે પ્રેમ કરીએ છીએ , કોઈ પણ કારણો સર જુદું થવાનું થયું તો , આ પ્રેમ ને , સંબંધ ને નવું નામ આપીને ફરીથી જોડાઈ જવું જોઈએ
પ્રેમ થયા પછી ,બંને નો સાથ જિંદગી ભરનો બને, એ જરૂરી તો નથી ,હા પ્રયત્નો કરવા જોઇએ કે શક્ય બને પણ જો આવું ન બને તો , અવળા પગલાં ભર્યા વગર ,એક બીજા ને ખુશ જોવા માટે , ભલે અલગ રહો પણ એક બીજા ને જરૂરિયાત માં મદદ ,જોયે ત્યારે સુખ દુઃખ માં સાથ આપવો , એજ સાચો પ્રેમ છે …
એક વિશાળ જંગલ હતું ,જંગલ એટલું ગાઢ હતું કે સૂર્ય નો પ્રકાશ પણ ધરતી પર પહોંચે નહિ ,એટલા ગાઢ જંગલ માં ભીન્ન ભીન્ન પ્રકાર ના પશુ,પંખી ,જીવ જંતુ રહેતા હતા ,એવામાં એક ઘટાદાર ઝાડ પર ,એક ચકા અને ચકી નું પ્રેમી જોડું રેતું હતું ,બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો , એક દિવસ બન્યું એવું કે ચકી ને ચકા ના પ્રેમ ની પરિક્ષા લેવાનું મન થયું એટલે ચકા ને પૂછ્યું કે ,જો મને કશું થાયે તો તું મને છોડીને જતો રહીશ ને ??અને બીજી ચકી શોધી લઇને ને ! ચકો થોડીવાર માટે કશું જ બોલ્યો નહિ ,ચકી એ જીદ પકડી કે ,જવાબ તો આપો તો ચકો કશું બોલ્યા વગર જ એમની બંને પાંખો કાપીને ચકી ને હાથ માં આપી દે છે , અને કહ્યું કે લે મારી પાંખો ,હવે હું તને છોડીને ક્યાંય નહિ જઈ શકુ ,ચકી બોલી કે આ શું કર્યું ,તો ચકા એ કહ્યું કે તારી શંકા નું સમાધાન છે.ચકી એ ચકાની દવા કરી , પાટો બાંધ્યો , અને ચકી નો ચકા પ્રત્યે નો પ્રેમ માં વધારો થયો ,થોડાક દિવસોમાં ચકો સાજો થઈ ગયો પણ , પાંખો ના હોવાને લીધે ,ચકો ઉડી ન શકતો ,નીચે જમીન પર જઈને થોડાક ભોજન માટે અનાજ ના દાણા ને જીવજંતુ લય આવે, એમ ચકો ને ચકી ફરી શાંતિ થી રહેવા લાગ્યા ,ચકો પણ પાંખો વગર જીવતા શીખી ગયો , આમ દિવસો પસાર થવા લાગ્યા ,એક દિવસ અચાનક જંગલ માં ભયાનક આગ લાગી (દાવાનળ) આગ ખૂબ જ જલ્દી થી પ્રસરવા લાગી , ધીરે ધીરે આગ, ચકા અને ચકી ના રેહવાની જગ્યા તરફ આગળ વધવા લાગી ,,આગ માં લીલા ઝાડ પણ તડ તડ અવાજ સાથે બળવા લાગ્યા ,પંખી ઓ પોતાના માળા છોડીને ઉડી ગયા , પશુ જંગલ છોડીને જવા લાગ્યા ,,આગ એટલી ભયાનક હતી કે આગ માં કેટલા બધા તો પશુ બળી ને ભરથું થઇ ગયા,એવામાં આગ ચકો ચકી રહેતા તા એ ઝાડ પાસે પહોંચી તો ,ચકા એ ચકી ને કહ્યું કે તારી પાસે તો પાંખો છે તું તો ઉડી જા,,જો જીવતા રહેશું તો ફરી મળી શું ,નય તો આવતા જન્મ માં મળીશું , થોડી ચર્ચા કર્યા પછી ચકી થી ,આગ ની તપિશ સહન ન થતા ચકા ને છોડીને ઉડી જવાનું નક્કી કર્યું ને ,બંને છેલ્લી વાર ભેટી ને ચકી તો ઉડી ગઈ,ચકો એ ચકી ને ઉડતા જોઈને ,તેને એકલા મૂકીને ઉડી જતાં જોઈને ,ખૂબ જ રડ્યો,,, જ્યારે જંગલ માં લાગેલી આગ બુજવા લાગી , જાણે કે આખ્ખું જંગલ સળગી ગયું હોય ,એમ ચારે તરફ સુકાયેલા કાળા ઝાડ ના થડિયા ,જ બાકી રહ્યા. એ પણ સળગતા ,ચારે બાજુ લીલુંછમ જંગલ વિરાન કબ્રસ્તાન બની ગયું હોય એવું લાગી રહ્યું હતું , જંગલ ની આગ સાવ બુઝાય ગયા પછી ચકી ઉડીને ચકા ને જોવા આવી, કે તેનું આ આગ માં શું થયું , એ એમના રહેતા ઝાડ પાસે આવી ને જોયું તો ચકો મૃત્યુ પામ્યો હતો ,ચકી ખુબજ રડી ,પણ હવે શું થાય,,,જે થવાનું હતું. એતો થઇ ગયુ હતું ,ત્યારે તેની નજર ઝાડ પર ગયી,એમના થડ પર લખ્યું હતું કે ચકી તે કદાચ એમ કહ્યું હોત કે હું ચકા તને છોડીને નઇ જય શકું તો કદાચ હું આગ માં બળવા પેલા મૃત્યુ ના પામેત. કદાચ ચકી છોડીને ગઈ એ આઘાત ચકો સહન ના કરી શક્યો ને ,જેના માટે તેને પોતાની પાંખો કાપી ને આપી હોયે એ જ મુસીબત માં છોડીને ચાલ્યા જાય તો આઘાત તો લાગે જ સ્વાભાવિક છે .
જેમને તમે પ્રેમ કરો તેમને તમે મુસીબત માં સાથ ન આપો તો તેને પ્રેમ નહિ પરંતુ સ્વાર્થ નો સંબંધ કહેવાય ,સાચા માણસો ની ઓળખ મુસીબત માં જ થાય. જે ખરેખર સાચા હશે, એ તમારો સાથ ગમે તેવી મુસીબત હશે પણ તમારી જોડે જ ઊભા રહેશે ,,અને જે લોકો ખોટા હશે એ તમને આવી વિકટ પરિસ્થિતી માં એકલા મૂકીને જતા રહેશે ,,,,,,જે વ્યક્તિ એ તમારા માટે પોતાનું બધું જ ન્યોછાવર કર્યું હોય ,એમને મુસીબત ની ઘડીએ એકલા ન મૂકતા ,.જો પ્રેમ નું પહેલું બીજ વિશ્વાસ છે તો બીજું સાથ છે માટે પોતાના લોકો નો સાથ આફત ની ઘડીએ ન મૂકવો જોઈએ .
પ્રેમ ના બીજ……..
૧) વિશ્વાસ
(૨) સાથ
(૩) આદર
(૪)સનમાન
(૫)ચિંતા
(૬)મદદ
(૭)ભાવ
આ બધા જ પ્રેમ ના બીજ છે આ બધાં બીજ ને જો સાચા દિલ રૂપી જમીન માં , નિસ્વાર્થ ભાવ રૂપી પાણી પિવડવશો તો એક દિવસ તમારો પ્રેમ રૂપી વૃક્ષ ઘટાદાર વૃક્ષ બનીને તમારા જીવન. મા છાયો પ્રસરાવશે…………..અને સાથ રૂપી ફળ તમારા જીવનને મધુર બનાવશે…….માટે તમે જેમને પ્રેમ કરો એમને ખુબજ પ્રેમ કરો ,પ્રેમ જ જીવન છે. પ્રેમ વગર નું જીવન પાણી વગરની નદી સમાન છે . પ્રેમ હોય ત્યાં લડાઈ થાય,એક બીજા ની ભૂલો ને ભૂલીને ,એક બીજાને માફ કરીને સાથ રહો એકબીજા ને ખુશ રાખી અને ખુદ ખુશ થાવ.
“પોથી પઢી પઢી જગ મુઆ,પંડિત ભયા ન કોઇ,
ઢાઈ આખર પ્રેમ કા , પઢે સો પંડિત હોઇ”
આ દોહો તો બધાં એ સાંભળ્યો જ હશે ,કબીર જી નો આ દોહો કહેવા માંગે છે કે,
મોટી મોટી ચોપડીઓ વાંચીને , જ્ઞાનનું નું ભંડાર ભેગુ કરેલા લાખો લોકો મૃત્યુ ના દ્વારે પહોંચેલા જોયા હશે,એમાંના બધાં સજ્જન પુરુષ ના બની શક્યા ,પણ જો પ્રેમ ના અઢી અક્ષર જો સારી રીતે સમજી જાય , એટલે કે પ્રેમ નું વાસ્તવિક રૂપ જાણી જાય કે સાચો પ્રેમ કોને કહેવાય તો એમના જેવું દુનિયામાં કોઈ સજ્જન માણસ નથી જ્ઞાની માણસ નથી.
લી.
nehul p.patel