'જેટલી જલ્દી બને તેટલી ઝડપથી તમામ લોકોને લઈને બંદર છોડી દો જેન્ટલમેન આ મિશન પર ભારતનું સન્માન નિર્ભર કરે છે.’
મેસેજ મળતાની સાથે જ કમાન્ડર મોકાશી પોતાના ક્રૂ મેમ્બરને સંબોધે છે
‘આ બધા જ આપણા લોકો છે જે ખૂબ જ ભયજનક પરિસ્થિતિ નો સામનો કરીને આવ્યા છે. આપણે આ લોકોને ખુબ ઓછા સમયમાં અહીંથી બહાર કાઢવાના છે. આ સાથે જ આપણે આ લોકો સાથે ખૂબ જ સારો વર્તાવ કરવાનો છે કોઈએ આ લોકો પર બુમ બરાડા કરવા નથી કે કોઈ આ લોકોને ધમકાવશે નહીં.
સખ્તાઈથી કામ લેવાનું છે પરંતુ ગુસ્સા નો પ્રયોગ કરવો નહીં. પાંચ સેકન્ડ માટે પોતાની આંખો બંધ કરો અને વિચારો કે તમારા પરિવારને આ નરક થી પસાર થવાનું છે તો તમે તેમના માટે શું કરશો?
આટલું કહીને કમાન્ડર મોકાશી ક્રૂ મેમ્બર નો જુસ્સો વધારતા કહે છે અને ખૂબ મોટા અવાજે બૂમ પાડે છે
‘ જેન્ટલમેન, લેટ્સ બ્રીંગ અવર પીપલ હોમ.’
કમાન્ડર ના હુકમ બાદ ત્વરિત ક્રૂ મેમ્બર બોર્ડિંગ ની પ્રક્રિયા ચાલુ કરી દે છે નાગરિકો નો સામાન ચેક કરીને તેને એક તરફ રાખી દરેક વ્યક્તિનું હાથી સંપૂર્ણપણે ચેકીંગ કરવાનું ચાલુ કરી દે છે.
આઈએનએસ સુમિત્રા માં ક્રુ મેમ્બર માં એક પણ મહિલા ન હોવાથી ભારતીય નાગરિકો મા રહેલ વૃદ્ધ મહિલાઓ ને બાકીની બધી મહિલાઓની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવે છે.
બંદર પર ઉભેલા આઈએનએસ સુમિત્રાની ચારેબાજુએ સુરક્ષાના બે લેયર બનાવવામાં આવે છે. બહારની બાજુએ આઠ માર્કોસ ને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે જેમનું કામ આઈએનએસ સુમિત્રા તરફ આગળ વધતી કોઈપણ બોટને અને તેના પ્લાન ને રોકવાનું અને બેઅસર કરવાનું હતું.
અંદરની બાજુએ હથિયારોથી સજ્જ સૈનિકોને ગોઠવવામાં આવે છે જેમનું કામ બોર્ડિંગ પોઇન્ટ પર અને આજુબાજુના એરિયા પર નજર રાખવાનું હતું જો કોઈ સંદિગ્ધ ગતિવિધિ જણાય તો નિર્દોષ ભારતીય નાગરિકો નું રક્ષણ કરવાની જવાબદારી આ સૈનિકો ની હતી.
તમામ નાગરિકોમાં અમુક લોકો ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ ધરાવતા હોવાથી આઈએનએસ સુમિત્રા ના ડોક્ટરો તેમની તપાસ કરીને દવાઓ આપવાનું ચાલુ કરી દે છે. આ સાથે જ આ નાગરિકોએ છેલ્લા ૨૪ કલાકથી અન્ન ગ્રહણ કર્યું ન હોવાથી તેમને બોર્ડિંગ બાદ તરત જ જમવામાં સેન્ડવીચ અને પાણી આપવામાં આવતું હતું. બધા જ સૈનિકોએ પોતાની જગ્યા અને ઓફિસ નાગરિકોને રહેવા માટે હસતા મોઢે આપી દીધા હતા. આઈએનએસ સુમિત્રા ના રસોડામાં 150 માણસની રસોઈ બનાવવાની ક્ષમતા હતી ત્યાં હવે 500 માણસની રસોઈ બનવા જઈ રહી હતી. રાશન મર્યાદિત પ્રમાણમાં હોવાથી તમામ સૈનિકો નિર્ણય કરે છે કે જ્યાં સુધી દરેક નાગરિક પેટ ભરીને જમી નહીં લે ત્યાં સુધી કોઇપણ સૈનિક ભોજનને સ્પર્શ પણ નહીં કરે.
છેલ્લા નાગરિકના જહાજમાં ચડી ગયા બાદ માર્કોસ ટીમ અને લેયર 2 માં સજ્જ સૈન્ય રેડી ટુ ફાયર પોઝિશન છોડીને આઈએનએસ સુમિત્રા માં ચડી જાય છે. આ સાથે ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રા જલ્દીથી એડીન બંદર છોડીને આખી રાત તેની સંપૂર્ણ સ્પીડ પર પ્રવાસ ખેડે છે.
શારીરિક અને માનસિક રીતે થાકેલા ભારતીય નાગરિકો સુરક્ષા અને શાંતિનો અનુભવ કરી રહ્યા હોય છે અને આજ શાંતિને લીધે ઘણા દિવસો બાદ ગાઢ નિંદ્રામાં ઢળી પડે છે.
Djibouti
7:00 Am 1 એપ્રિલ 2015
આખી રાત ના પુરપાટ ઝડપે ખેડેલો પ્રવાસ બીજે દિવસે સવારે સાત વાગ્યે પૂર્ણ થાય છે. આઈએનએસ સુમિત્રા જીભૂતી પહોંચી જાય છે જ્યાં તેમની રાહ જોઈ રહેલા ભારતના વિદેશ મંત્રી જનરલ વી કે સિંઘ તેમના 350 નાગરિકોનું સ્વાગત કરવા ઉભા હોય છે.
યમન થી 350 ભારતીય નાગરિકોની બચાવ કામગીરી નું આયોજન એટલે કે ‘ ઓપેરેશન રાહત ' ની ખબર દેશ વિદેશ માં આગ ની જેમ ફેલાઈ જાય છે.
ક્રમશઃ