Operation Relief Part-2 in Gujarati Adventure Stories by Akshay Bavda books and stories PDF | ઓપરેશન રાહત ભાગ-૨

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઓપરેશન રાહત ભાગ-૨

Night of ૩૧ માર્ચ ૨૦૧૫

આઈએનએસ સુમિત્રા પર રહેલ દરેક યાત્રી 31 માર્ચ 2015 ની રાત જાગતા રહીને વિતાવે છે અને આ તમામ 150 સૈનિક હવે પછી આવનારી દરેક ચુનોતી નો સામનો કરવા માટે તનથી અને મનથી સજ્જ થઇ રહ્યા હોય છે. આ જહાજ પર હવે 150 ખુબ જ સરસ રીતે ટ્રેઈન થયેલા સૈનિકો સિવાય ના અસંખ્ય સામાન્ય લોકો આવવાના હતા. આ સિવિલિયન લોકોમાં શારીરિક અને માનસિક રીતે કમજોર વૃદ્ધ, બાળકો તેમજ મહિલાઓ પણ આવવાના હતા. આ યુદ્ધ જહાજ માં જગ્યા ના અભાવ ની સાથે રાશન પણ ખૂબ મર્યાદિત માત્રા માં હતું. પરંતુ ભારતીય નેવી સૈનિકો મન થી તૈયાર હતા તેમને ભૂખ્યું સૂવું પડે તો પણ તે લોકો તૈયાર હતા. કોઈપણ પરિસ્થિતિ માં તે લોકો આ રેસ્કયુ મિશન કરવા જઈ રહ્યા હતા. તે લોકો ભૂખ્યા રહેવા તૈયાર હતા કારણકે રેસક્યુ થયેલો કોઈપણ ભારતીય નાગરિક ભૂખ્યો રહે તેવું તે લોકો ન ઈચ્છતા હતા.

બધા જ ક્રૂ મેમ્બર USS Cole વિશે જાણતા હતા કમાન્ડર મોકાશી આઠ માર્કોસ ની ટીમને હથિયાર અને બોટ સાથે તૈયાર થવાનો આદેશ આપે છે. આ માર્કોસ એ આઈએનએસ સુમિત્રાની ચારે બાજુએ સુરક્ષાની એક અભેદ દિવાલ ઉભી કરવાની હતી. આ સિવાય એક બીજી ટીમને જમીન પર થવાવાળી દરેક મુશ્કેલીઓનો સામનો કરવા માટે સજ્જ થવા કમાન્ડર હુકમ આપે છે.

પોતાના સૌપ્રથમ માનવીય મિશન પર જવા વાળુ આ યુદ્ધ જહાજ હવે રણભૂમિમાં પોતાના પગલા પાડી ચૂક્યું હતું.

50 Km from port of Aden
31 માર્ચ 2015

31 માર્ચ ની બપોર થતાં સુધીમાં તો આઈએનએસ સુમિત્રા ના ટેલિસ્કોપ પરથી એડીન બંદર નું દ્રશ્ય દેખાવા લાગ્યું હોય છે. બંદર થી 50 કિલોમીટર દૂરથી જ કમાન્ડર અને તેમના ક્રૂ મેમ્બર ના કાનો માં યુદ્ધના અવાજ આવવા લાગ્યા હોય છે. આકાશમાંથી વરસતા ગોળાઓની વચ્ચે આઈએનએસ સુમિત્રા એડિન બંદર તરફ આગળ વધી રહ્યું હોય છે. બંદર થી ૨૨ કિલોમીટર દૂર પહોંચતાની સાથે જ આઈએનએસ સુમિત્રા ઊભું રહી જાય છે. કારણકે આ બંદર ને સામાન્ય ઓપરેશન માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સાઉદી અરબના વિમાનો આકાશમાં ચારે બાજુ ફેલાયેલા હતા અને થોડી થોડી વારે આ બંદર પર ગોળાઓ વરસાવતા હતા.
કમાન્ડર મોકાશી સમજી જાય છે કે સાઉદી ની પરવાનગી વગર આગળ વધવું એટલે આત્મહત્યા કરવા જેવું હતું જેથી કમાન્ડર સાઉદી તરફથી આગળ વધવાની અનુમતિ માગે છે. પરંતુ સાઉદી તરફથી કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નથી. આ મિશન માટે કોઈ પણ મદદ મળે તેમ હતું નહીં તેથી કમાન્ડર હેડક્વાર્ટરમાં મેસેજ કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની જાણકારીઓ આપવાનું કામ તે દેશમાં સ્થાયી રાજદ્વારીઓ નું હોય છે. પરંતુ ભારતીય રાજદ્વારી ઓ યમનની રાજધાની સના માં હતા જે આ બંદર થી લગભગ 400 કિલોમીટર દૂર હતી. સદભાગ્યે હેડ ક્વાર્ટર માંથી કમાન્ડરને મેસેજ મળે છે કે તે જગ્યા પર એક ભારતીય પ્રિન્સિપાલ તેમને માર્ગદર્શન આપી શકે તેમ છે. આ વાતની જાણ થતાં તાત્કાલિક ધોરણે કમાન્ડર તેમને ફોન લગાવે છે.

4:00 Pm 22Km From Port of Aden

બે કે ત્રણ વખત પ્રયાસ કર્યા બાદ પ્રિન્સિપાલ ને ફોન લાગી જાય છે અને સામેથી પ્રતિઉત્તર મળે છે. આ સાથે જ કમાન્ડર પ્રિન્સીપાલને જણાવે છે કે તેઓ આઈએનએસ સુમિત્રાને પોર્ટ તરફ આગળ વધવાનો હુકુમ આપવા જઈ રહ્યા છે અને હજુ સુધી સાઉદી તરફથી કોઈ પરવાનગી મળી નથી.

કમાન્ડર નો આવો નિર્ણય સાંભળતાની સાથે જ પ્રિન્સિપાલ જવાબ આપે છે..

ક્રમશઃ