Smile Pls. in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | સ્માઇલ પ્લીઝ

Featured Books
Categories
Share

સ્માઇલ પ્લીઝ

1a May - વિશ્વ હાસ્ય દિવસ
. વિશ્વ શાંતિ માટે હાસ્ય એક સકારાત્મક અભિવ્યક્તિ છે.હાસ્ય દ્વારા ભાઈચારા અને મિત્રતા ની વૈશ્વિક ચેતના ઊભી કરી શકાય છે. એક સહજ અને સરળ હાસ્ય અને ક તકલીફોમાંથી મુક્તિ અપાવે છે, તથા અનેક બગડેલા સંબંધો ને સુધારે છે. હાસ્ય એ જીવનનું ખૂબ અગત્યનું પાસું છે, જે માત્ર માનસિક નહીં પણ શારીરિક રીતે પણ ઘણુ ફાયદાકારક છે.વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે સતત આનંદિત રહેતી વ્યક્તિ ને અન્ય વ્યક્તિની સરખામણીએ રોગો ઓછા થાય છે.આમ હાસ્યનું મહત્વ અને તે અંગે જાગૃતતા માટે દર મે મહિનામાં પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે.
સૌપ્રથમ વખત વિશ્વ હાસ્ય દિવસ ની ઉજવણી 10 મે ૧૯૯૮ના રોજ ભારતમાં મુંબઈમાં કરવામાં આવી હતી. યોગ હાસ્ય ચળવળ ના સ્થાપક ડો.મદન કટારિયાએ આ અંગેની વિશ્વ વ્યાપી ગોઠવણ કરી હતી. ડોક્ટર કટારીયા ભારતના એક ફેમિલી ડૉક્ટર છે, જેમણે હાસ્ય યોગ ચળવળ શરૂ કરી હતી. તેમના મતે હાસ્ય એ છે કે જે વ્યક્તિના ચહેરા ના હાવભાવ અને તેની લાગણીઓને અસર કરી શકે છે. 1998થી વિશ્વના લગભગ ૭૦થી વધુ દેશો મેંે ના પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિવસ ની ઉજવણી કરે છે. ભારતની બહાર 2000માં ડેનમાર્કમાં કોપન હેગનના ટાઉન હોલ સ્કવરમાં દસ હજારથી વધુ લોકો એકત્રિત થઇ ને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ દિવસે ત્યાં પ્રથમ વિશ્વ હાસ્ય દિવસ ની ઉજવણી થઇ હતી.
આજની દોડધામભરી જિંદગીમાં લોકો કદાચ કુદરતી હસવાનું પણ ભૂલી ગયા છે ત્યારે અનેક રોગોના ઘર બનેલા એવા સૌને અનેક ડોક્ટર હસવાની સલાહ આપે છે. અને ખરેખર નવાઈ લાગે એવી વાત છે કે જે સરળ અને સહજ હાસ્ય છે તે માટે લોકો હાસ્ય club સ્થાપે છે અને તેમાં સવારે અને સાંજે કોઈ ક્લબમાં, બગીચાઓમાં કે જાહેર સ્થળોમાં કેટલાક લોકો સાથે મળીને હાસ્ય કરે છે. જેમાં સાદા હાસ્યથી કરીને અટહાસ્ય સુધીના વિવિધ પ્રકારો ના હાસ્ય એક સાથે મળીને કરવામાં આવે છે. પણ મારા માટે તો આવું પરાણે હાસ્ય કરવું એ કરતા સરળ જિંદગી જીવી અને નિખાલસ હાસ્ય કરતા રહી સ્વસ્થ રહી શકાય એ વધુ યોગ્ય નથી લાગતું ? આવો જાણીએ હાસ્ય સ્વાસ્થ્ય ના લાભો...... *હાસ્ય શરીરની રોગ પ્રતિકારક શક્તિને બળવાન બનાવે છે. *માનસિક તાણ ઘટાડે છે.
*સંક્રમણથી લડતા એન્ટિબોડીઝ વધારે છે. ( જે આજના સમયમાં સહુથી જરૂરી વાત છે.)
*હૃદયને મજબૂત કરે છે.
*રક્તવાહિનીઓમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. *એક અભ્યાસ મુજબ રોજ 10થી 15 મિનિટ સુધી હસવા થી ૪૦ કેલરી બળે છે.જેથી ચરબી ધરાવતી વ્યક્તિઓ માટે ફાયદાકારક છે
*લાંબો સમય જીવવામાં હાસ્ય મદદરૂપ થાય છે. *ગુસ્સાને શાંત કરે છે.
*માંસપેશીઓને આરામ મળે
. *હાસ્ય એક કુદરતી વ્યાયામ છે. અને તેને આપણે સૌ જરુર અપનાવવું જોઈએ..
*એક સંશોધન મુજબ હાસ્ય એ એક પૂરક કેન્સર થેરાપી છે, કેટલાક અભ્યાસ કેન્સર સારવાર માં હાસ્યનું સીધુ સકારાત્મક પ્રભાવ બતાવે છે.
*લોહીમાં ઓક્સિજન વધે છે.
*યાદશક્તિમાં વધારો થાય છે.
*રચનાત્મકતા ને વધારે છે.
*સંબંધોને મજબૂત બનાવે છે.
*મન અને શરીરનું સંતુલન જાળવવા માટે હાસ્ય ઉત્તમ ટોનિક નું કાર્ય કરે છે.
છેલ્લા કેટલાક સમયથી સતત દોડી રહેલી વ્યક્તિઓને હાસ્ય કરવાનો સમય ન હતો અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં મહામારી ના ભરડાથી ડરી ગયેલા લોકોને ખાસ કરીને હાસ્ય દ્વારા ડિપ્રેશનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ગુજરાતમાં પેથોલોજીસ્ટ ડોક્ટર મુકુંદ મહેતા એ ઘણી હાસ્ય ક્લબોમાં માર્ગદર્શન આપેલ છે..રાા સંસ્કૃત સાહિત્યમાં રાજા ભર્તૃહરિ ના સાહિત્ય પરથી
૩ પ્રકારની હાસ્ય ટેકનીક વિકસાવવામાં આવી છે :૧) ખુલ્લુ મુક્ત હાસ્ય, ૨) મોઢું બંધ રાખીને અવાજ વિનાનું હાસ્ય ૩) અવાજ વિનાનું ભરપૂર ગળા નું હાસ્ય.
મસલ્સ તથા શારીરિક માાનસિકસ્વસ્થ અને લાભકારી એવી આ નિયમિત હાસ્ય કસરત કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય માં ઘણો લાભ થાય છે. પરંતુ લોકોમાં હર્નિયા files ગર્ભાશય એન્જાઇનાના દુખાવાના દર્દીઓ તથા વધુ માસિક સ્ત્રાવની સ્ત્રીઓએ આ હાસ્ય પ્રયોગ કરવો ન જોઈએ એવું વિજ્ઞાન કહે છે... તે ઉપરાંત એક કહેવત પણ જાણીતી છે હસુ હસુ પણ હસવા સમ બનાવશો જિંદગી આમ જ્યાં અને જેટલી જરૂર હોય તે પ્રમાણે કુદરતી નિખાલસ હાસ્ય કરી આપણી જિંદગી સરળ અને સહજ બનાવી તો ચાલો આજે જ નક્કી કરી આપણી આસપાસ તકલીફવાળા લોકોને કે નકારાત્મકતા ધરાવતા લોકોને હાસ્ય દ્વારા સકારાત્મક બનાવીએ. નકલી કે બનાવટી સ્મિત કરનાર થી સાવચેત રરહીએ.અને
યોગ્ય સમયે યોગ્ય પ્રકારનું હાસ્ય કરીએ અને હસાવીએ.કુદરતી અને નિખાલસ હાસ્ય દ્વારા સહુને તંદુરસ્ત રાખવા સાથે આપણે પણ સૌ સ્વસ્થ રહીએ...સ્માઈલ પ્લીઝ.