ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-30)
" અરે સરસ, કોની સાથે મેચ થાય છે નયન?" નયન ની બાજુમાં આવીને બેસતાં દવે એ નયનને પૂછ્યું.
" સર કોઈ બ્લેક કોબ્રા નામનો મોટો ગુનેગાર છે જેની સાથે મેચ થાય છે, જેના પર ૫૦૦થી વધુ મર્ડર તથા ઘણાં બધાાં ગુનાઓ અને આરોપો છે." નયને એનાં ડેટાબેઝમાં ડેટા ચેક કરી દવે ને માહિતી આપતાં કહ્યું, નયન ની વાત સાંભળી દવે અને રાઘવ તેની માહિતી જુએ છે ઉપરાંત તેના ફોટા પણ ચેક કરે છે.
" દવે જો આના જમણાં હાથ પર પણ એ જ નિશાન છે જે અત્યારે વિનય નાં હાથ પર છે." બ્લેક કોબ્રા ના ફોટા ચેક કરતાં તેના હાથ પર રહેલ નિશાન દેખાતાં રાઘવને દવે ને કહ્યું.
" હા રાઘવ , મતલબ વિનય જ બ્લેક કોબ્રા છે?" રાઘવ ની વાત સાંભળી દવે બોલ્યો.
" પણ કેવી રીતે બની શકે?" દવે ની વાત સાંભળી શંભુ એ પૂછ્યું.
" પ્લાસ્ટિક સર્જરી શંભુ."
" તમારી વાત સાચી સર, તો પછી વિનય ક્યાં છે?"
" એજ તો જાણવાનું છે હવે આપણે અને તે આપણને હવે બ્લેક કોબ્રા જ જણાવશે." દવે નયન નો આભાર વ્યક્ત કરી ત્યાંથી નીકળી વિનય નાં ઘરે જાય છે પણ વિનય ત્યાં હોતો નથી. પછી દવે શંભુ ને ગાડી વિનય ની કોલેજ તરફ લઈ લેવાં માટે કહે છે, વિનય કોલેજમાં તેના મિત્રો સાથે બેસ્યો હોય છે.
" સાલો માણસનાં રૂપમાં ભેળીયો નીકળ્યો, માસુમ બનાવવાનો કેટલો ડોડ કરે છે નાલાયક." ગાડી માંથી નીચે ઉતરી વિનય તરફ આગળ વધતાં રાઘવે દવે ને કહ્યું.
" રાઘવ શાંત એને અંહિયા કંઈ નથી કરવું, પહેલાં તેને પોલીસ ચોકી એ લઈ જઈએ ત્યાં જઈને તેની મરમ્મત કરીએ." દવે એ રાઘવ નો હાથ પકડી તેને શાંત કરાવતા કહ્યું પછી તેઓ વિનય પાસે જાય છે.
" અરે રાઘવ સર, દવે સર તમે અંહી!"
" વિનય તારું એક કામ હતું, એક આરોપી પકડાયો છે તો મારે એને ઓળખવામાં તારી મદદ જોઈએ છે." રાઘવે પોતાના ગુસ્સાને કાબૂમાં કરતાં વિનયને કહ્યું.
" ઠીક છે સર ચલો." રાઘવ ની વાત માની વિનય તૈયાર થઈ જાય છે પછી તે ચારેય પોલીસ સ્ટેશને જાય છે.
" શંભુ જરા આને અંદર લઈ જા હું આવું." દવેએ શંભુ ને વિનયને કોટડીમાં લઈ જવા જણાવ્યું. દવેની વાત સાંભળી શંભુ વિનયને કોટડી માં લઈ જાય છે, દવે પણ રાઘવ ની સાથે પાછળ પાછળ અંદર દાખલ થાય છે.
" હા તો બોલ બ્લેક કોબ્રા તે વિનય ને ક્યાં સંતાળ્યો છે?" દવે એ ડંડો હાથ માં લેતા બ્લેક કોબ્રા ને પૂછ્યું.
" તમે શું બોલો છો સર મારું નામ વિનય છે હું બ્લેક કોબ્રા નથી." દવેની વાત સાંભળી બ્લેક કોબ્રા બોલ્યો.
" બેટા તારા મગરમચ્છ નાં આંસુ તું બીજાની સામે કાઢજે મારી સામે નહીં, સાચે સાચું બોલ કે તે વિનય ને ક્યાં છૂપાવ્યો છે?" બ્લેક કોબ્રા ની વાત થી ગુસ્સે ભરાયેલાં દવે એ ડંડો ટેબલ પર પછાડતાં કહ્યું.
" સર હું સાચું કહું છું હું જ વિનય છું મને નથી ખબર તમે મને બ્લેક કોબ્રા કેમ કહો છો?" બ્લેક કોબ્રા એ તેની એક ની એક વાત નું રટણ કરી રહ્યો હતો તે બીજું કંઈ બોલે તે પહેલાં જ દવે એ તેનાં પર ડંડા વરસાવવાનું ચાલું કરી દીધું.
" હા...હા હું જ બ્લેક કોબ્રા છું, મેં જ બધું કર્યું છે." અડધો કલાક માર ખાધા પછી માર સહન ન થતાં બ્લેક કોબ્રા બોલ્યો, તેને ખબર હતી કે દવે ને તેનાં વિશે ખબર પડી ગઈ છે જેથી સાચું બોલવામાંજ તેની ભલાઈ છે આમપણ એ જાણતો હતો કે તેનું મોત નિશ્ચિત છે.
" વિનય ક્યાં છે?" બ્લેક કોબ્રા ની વાત સાંભળી રાઘવ તેને પુછ્યું.
" વિનય! તેને તો મેં ત્યારે જ મારી નાંખ્યો હતો જ્યારે તે તેની બહેનનાં ગુનેગારોને શોધવાં નીકળ્યો હતો." રાઘવ ની વાત નો જવાબ આપતાં બ્લેક કોબ્રા બોલ્યો.
" વિનયને મારી નાંખ્યો, તે કોના કહેવાથી આ બધું કર્યું અને હજી કોણ કોણ છે તમારી આ સાજીશ માં?" બ્લેક કોબ્રા ની વાત સાંભળી રાઘવે તેને પૂછ્યું.
" આ બધી સાજીશ માં જે હતાં તે તમામને મેં મારી નાખ્યાં છે, હું આ બધું તેમના માટે કરતો હતો." રાઘવ ની વાત સાંભળી થોડીવાર મૌન રહ્યાં બાદ પોતાનું મૌન તોડતાં બ્લેક કોબ્રા બોલ્યો.
" મતલબ?" કોબ્રા ની વાત ન સમજાતાં દવેએ કોબ્રા ને પૂછ્યું.
" તે લોકોએ મારી પાસે મર્ડર કરાવ્યા, કિડનેપિંગ કરાવ્યું ન જાણે શું-શું કરાવ્યું બદલામાં તેમણે મને શું આપ્યું 5 કરોડ ! તે લોકો અબજો રૂપિયાનો વ્યાપાર કરતાં હતાં જે મારા કારણે શક્ય હતો અને મને ફક્ત 5 કરોડ જ, ઉપરથી તે લોકો એ મને ફસાવ્યો જેથી હું તેના માટે ખતરો ના બનું પણ આ વાતની મને જાણ થતાં મેં તે તમામ લોકોને મારા રસ્તામાંથી હટાવી દીધા જેથી મારી અસલિયત કોઈને ખબર ના પડે અને હું તેમના અબજો રૂપિયાથી એશ કરું." કોબ્રા એ દવેને વાત વિસ્તારથી સમજાવતાં કહ્યું.
" તારો બધો જ ખેલ ખતમ બ્લેક કોબ્રા હવે તારે કેશ નહીં પણ જેલના સળિયા ગણવાના છે, તને હવે ફાંસીથી કોઈ નહીં બચાવી શકે." કોબ્રા ની વાત સાંભળી દવેવે બોલ્યો.
" પણ તમને મારા પર શક કેવી રીતે ગયો?" દવેની વાત સાંભળી કોબ્રા એ દવે ને પૂછ્યું.
" તું તારી જાતને હોંશિયાર સમજે છે, તને એમ કે દુનિયામાં હું એકલો જ હોશિયાર છું, તો સાંભળ તે તારો ચહેરો તો બદલી નાખ્યો પણ તારી ફિંગર પ્રિન્ટ તું ના બદલી શક્યો, બસ તારી ફિંગર પ્રિન્ટ જ અમને તારાં સુધી લઈ આવી." દવે એ કોબ્રા ને જવાબ આપતાં કહ્યું પછી તે બહાર નીકળી જાય છે રાઘવ અને શંભુ પણ તેની પાછળ પાછળ બહાર આવે છે. ત્રણ દિવસ પછી બ્લેક કોબ્રા ને કોર્ટમાં લઈ જવામાં આવે છે જ્યાં તેને ફાંસીની સજા આપવામાં આવે છે.
" દવે મને હજી પણ કંઈ ગરબડ લાગે છે કેમકે હજી સુધી મુખ્ય આરોપી પકડાયો નથી." પોલીસ સ્ટેશન તરફ જતાં રસ્તામાં રાઘવે દવેને કહ્યું.
" રાઘવ આ કેસમાં તારું મગજ ફરી તો નથી ગયું ને? આ કેસમાં સામેલ તમામ આરોપીઓ પકડાઈ ગયા છે."
" સરજી નું નામ સાંભળ્યું છે તે?"
" કોણ સરજી? તું કોની વાત કરે છે રાઘવ?" રાઘવ ની વાતનો ખ્યાલ ન આવતાં દવે એ રાઘવને પુછ્યું.
" અરે એ જ સરજી જેનાં વિશે પેલાં પપ્પુ એ આપણને જણાવ્યું હતું." રાઘવ જ્યારે આદિત્ય નો પીછો કરી રહ્યો હતો ત્યારે તેણે જે વ્યક્તિને પકડ્યો હતો તે વ્યક્તિ દ્વારા જાણવા મળેલ નામ યાદ આવતાં દવે ને કહ્યું.
" રાઘવ તુ જે સરજી ની વાત કરે છે કે બીજું કોઈ જ નહીં પણ ખુદ જોષી હતો, મેં તેની તમામ માહિતી એકઠી કરાવી ત્યારે મને આ વાતની ખબર પડી કે તેના માણસો તેને સરજી કહીને બોલાવતાં હતા. દવે ની વાત રાઘવને યોગ્ય લાગે છે. 15 દિવસ પછી બ્લેક કોબ્રા ને ફાંસી આપી દેવામાં આવે છે, વિનય નાં માતા-પિતા એ જાણીને ખૂબ દુઃખી થાય છે કે તેમનાં બન્ને સંતાનો મૃત્યુ પામ્યા છે, આ તરફ અંજલિ અને રાઘવ બન્ને સગાઇ કરી લે છે.
##### સમાપ્ત #####