The Bond of Honesty in Gujarati Motivational Stories by મનોજ નાવડીયા books and stories PDF | પ્રામાણિકતા નું બંધન

Featured Books
Categories
Share

પ્રામાણિકતા નું બંધન

પ્રામાણિકતા નું બંધન


'જ્યાં પ્રામાણિકતા છે, ત્યાં વિશ્વાસનો વાસ રહેલો છે'


જ્યારે કોઈ નાનાં બાળકનો જન્મ થાય છે ત્યારે તેને કોઈ વસ્તુ કે વિચારો વિશેનું જ્ઞાન નથી હોતું અને તે પોતાના મન અને વિચારોથી બહુ શુદ્ધ, નિર્મળ અને કોમળ હોય છે. મતલબ એવો કે તે સો પ્રથમ પ્રામાણિક હોય છે. પરતું જેમ જેમ બાળકો મોટા થતાં જાઈ છે અને સમય બદલાતો જાય છે તેમ તેમ તે આ દુનિયાની મોહ, માયા અને ખોટા રસ્તાઓમાં ફસાતાં જાય છે અને તે પોતે આ પ્રમાણિકતાનાં જીવનથી બહુ દુર રહી જાય છે. પરંતુ આ દુનિયામાં હજી ઘણા લોકો એવા હોય છે જે પોતાનો પ્રામાણિકતા નો ધર્મ સાચી રીતે નિભાવતાં હોય છે. તેવીજ એક નાની વાત છે એક દરજીની પ્રામાણિકતા પર. જે પોતે માઈલો દુર હોવા છતાં પોતાનો પ્રામાણિકતા નો ધર્મ નિભાવે છે.


એક સમયની વાત છે. એક મનોર નામનાં ગામમાં એક દરજી રહેતો હતો અને પોતાની કપડાં સીવવાની દુકાન ચલાવતો હતો. તે દરજીને દુકાનમાં ગ્રાહકોની ઘણી ભીડ રહેતી.


એક વાર રજિત નામનો છોકરો પોતાનાં નવા કપડાં સીવડાવવાં માટે તે દરજી પાસે જાય છે. રજિત આ ગામમાં નવો હતો અને ત્યાંની એક ફેકટરીમાં નોકરી કરતો હતો. રજિત પોતાનુ માપ ફિટિંગ દરજી પાસે મપાવી લે છે અને નવા કપડાં દરજીને આપે છે. તે દરજીને પૈસા આપવાનાં બાકી રાખે છે અને દરજી એક અઠવાડિયાં ના સમયમાં બનાવી આપવનું કહે છે.


હવે ૨ દિવસ પછી રજિતને બીજી નોકરી જોઈન કરવા માટે ફોન આવે છે અને તેને પાછા બીજા દૂરનાં ગામમાં નોકરી કરવાં માટે જવાનું નક્કી થાય છે. આથી તે પાછો દરજી પાસે જાય છે અને આ નોકરી વિશેની વાત તે દરજીને કહે છે.


રજિત પોતાનો મોબાઈલ નંબર દરજીને આપે છે અને તે કહે છે મારા કપડા સીવાય જાઈ તો મને કોલ કરજો. હુ પૈસા તમને મોકલી આપીશ અને તમે મને કપડા મોક્લી આપજો. દરજી પણ હા પાડે છે.


લગભગ ૨ અઠવાડિયાનો સમય થઈ જાઈ છે અને રજિત પર દરજીનો કોઈ ફોન કોલ નથી આવતો અને મનોમન વિચાર કરી લે છે કે ઘણા દુર સુધીના માણસ છે તો હવે જે થાય તે. પરંતુ તેના પછી બીજા દિવસે જ દરજીનો ફોન કોલ આવે છે અને કહે છે તમારાં કપડાં સીવાય ગયેલા છે. આ સાંભળીને ને રજિત મનોમનમાં ખુશી અનુભવે છે. રજિત તે દરજી સાથે વાતચીત કરે છે અને દરજીને કહે કે હું સો પ્રથમ તમને કુરીયરમાં રુપીયા મોકલી આપુ છું અને પછી તમે મને કપડાં મોકલી આપજો. અહી આ વાતમાં રજિતની પ્રામાણિકતા ઉપસી આવે છે. કારણ કે તે જે કહે છે તે કરી બતાવે છે.


થોડા જ દિવસમાં દરજીને કુરીયર માં રુપીયા મળી જાય છે અને તે દરજી પણ પોતાના કહેવા મુજબ પોતાના એક મિત્ર સાથે રેલગાડીમા મોકલી આપે છે અને રજિતને કોલ કરી દે છે અને કપડાં તે મિત્ર પાસે થી લઇ લેવાનું કહે છે. અહીયાં દરજીની પ્રામાણિકતા પણ ઉપસી આવે છે. બાકી આટલા દૂર અંતર સુધી રહેતા હોવાથી ઘણા લોકો આવા બધામાં રસ દાખવતાં નથી.


હવે રજિત સાંજનાં સમયે પોતાની નોકરી પુરી કરીને રેલવે સ્ટેશન પર પહોંચે છે અને થોડા સમય ની વાટ જોયા પછી તે દરજીનો મિત્રની ગાડી પહોંચે છે અને રજિત તેને ગોતી લે છે અને પોતાના કપડાં લઈ લે છે. રજિત પણ દરજીને ફોન કોલ કરીને કપડાં મળી ગયાનાં સમાચાર આપે છે અને ધન્યવાદ પાઠવે છે.


આમ ઘણી મહેનત અને બંનેની પ્રામાણિકતાથી બંનેના કામ પાર પડી જાય છે. જો બંને માથી કોઈ એકે પણ જો પ્રામાણિકતાની ફરજ ના બજાવી હોત તો આ કામ પુરું ના થાત.


આથી,


"મનુષ્યએ પોતે કહેલા શબ્દો અને તેનું કરેલ આચરણ જ સાબિતી આપે છે કે પોતે કેટલો પ્રામાણિક મનુષ્ય છે"


મનોજ નાવડીયા

Manoj Navadiya

E-mail: navadiyamanoj62167@gmail.com