સાપસીડી…..21...
બેઠકમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે વારંવાર વરસાદમાં રસ્તાઓ ખરાબ થાય છે અને પાણી ભરાઈ જાય છે. આનો કાયમી ઉપાય શોધવો રહ્યો.
પ્રતીક એન્જીનીયર હતો એને સમજતા વાર ન થઇ કે ભ્રષ્ટચાર વગર આ શક્ય નથી .ગમે તેટલું કરીએ તો પણ આ થશે જ નહિતર રાજકરણીઓ કે વહીવટીતંત્ર બને ભૂખ્યા રહેશે.
નવી ટેકનોલોજી વિકસાવવી પડે જેની મોટી કિંમત પણ ચુકવવાની તૈયારી જોઈશે.
..પ્રતિકે વિચાર્યું કે એક વરસ કાઢવાનું છે .એકવાર ઇલેક્શન ડિકલેર થlય અને ટિકિટમાં એનું સિલેક્શન થઇ જlય એટલે બસ એમl જ સમય આપવાનો છે.
આ દરમ્યાન પાર્ટી અને સમાજને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રોજેક્ટ કરવા રહ્યા .જે એના રસના અને જરૂરી તેમજ ઉપયોગી બધી રીતે થઈ શકે.
.
રિવરફ્રન્ટ મોટl સાહેબનો ડ્રીમ પ્રોજેકટ
હતો. જે લગભગ પૂરો થવા આવ્યો હતો.
સાહેબની ઈચ્છા હતી કે એના પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને એક વરસમl વિધાનસભા ઇલેક્શન પહેલા રિવરફ્રન્ટ નું લોકlપર્ણ થઈ જાય. રિવરફ્રન્ટ ની આસપાસ સુંદર ગાર્ડનો અને થીમ પlર્કો ઉભl થઇ રહ્યા હતા.
યોગ ના પlર્કો ,સીનિયર્સ નું પાર્ક ,કિડ્સ ગાર્ડન, જિમ પાર્ક , she પાર્ક વગેરે અનેક પાર્કસ છેલ્લા તબકકામાં હતા.
પાર્ટી પ્લોટ અને ઇવેન્ટ્સ પાર્ક પણ આ બધાની સાથે બને સાઈડ પર થવાના હતા. શહેરમાં બીજા ઘણાં પાર્ક્સ નું આયોજન પણ કરવામા આવ્યું.આ બધું એક વર્ષમાં જ પાર પડવાનું હતું.
રસ્તાઓ અને ફલાયઓવર ના તો મોટા પ્રોજેકટ તૈયાર જ હતા. અને ઘણે ઠેકાણે કામો શરૂ પણ થઈ ગયા હતાં.બાકીના કામોનું પાંચ વરસનું પ્લાનિંગ હતું.
પાર્ટીની private સેક્ટર માં પ્રોજેકટ આપવાની નીતિ પ્રમાણે ઘણા મોટા પ્રોજેક્ટો જે ભવિષ્યમાં શહેરની શાન બlન ને અlન બનવાના હતા .આ બધા vibrant માં એમઓયુ કરી પ્રાઇવેટ પાર્ટીઓ પાર પડવાની હતી. સરકાર અને કોર્પોરેશન ની જમીન જ માત્ર આપવાની રહેતી હતી.બાકી બધું ખાનગી મૂડી રોકાણકારો અને મોટી કમ્પનીઓના હાથમાં હતું. જેમાં પ્રતિકની
શાહ એન્ડ વ્યાસ કંપની ના પણ ઇન્ટરેસ્ટ હતા .
પાર્ટી અને સાહેબનો એજન્ડા માત્ર ને માત્ર વિકાસનો હતો .શહેર ,રાજ્ય અને દેશનો વિકાસ જ વ્યક્તિનોને સમlજનો વિકાસ છે આ માન્યતા ને વિચારધારા જ હવે મહત્વની થઈ ગઈ હતી.
તૃપ્તિ આ શનિ રવિ વિકેન્ડ માં પ્રતિકના ઘરે આવવાની હતી.તેણે પ્રતીકને બિલકુલ ફ્રી રહેવા અને કોઈ બીજો પ્રોગ્રામ ન રાખવા જણાવેલ . એક વરસ ના પ્લાનિંગ બાબતે ચર્ચા કરી ત્યારબાદ આગળનું પ્લાનિંગ કરવાનું હતું. એટલે શાંતિથી વાત કરવાની હતી. જે ઘરમાં જ થઈ શકતી હતી.
પ્રતિકના મમી પપ્પા શહેરમાં જ રહેતા એના મામા ને ત્યાં જવાના હતા. મિતાના લગ્ન પછી ઘણા સમયથી વિચારતા હતા.જમવાનું પણ ત્યાં જ હતું અને સાંજે અથવા કાલે આવશે એમ કહી નીકળી ગયા. પ્રતીકને પણ જવું હતું પણ તૃપ્તિનો ફોન આવતા કેન્સલ કરી ઘરે જ રહેવાનું થયું.
પ્રતિકે બહાર થી જ જમવાનું મંગlવી લઈ મીટીંગો અને ચર્ચા ધરમાં જ કરવાનું યોગ્ય માન્યું. આમ તો આડી અવળી વાતો વધુ ચાલી રહી હતી .
બંનેની મીટીંગનો મુખ્ય મુદો હતો એક વર્ષના ક્યાં કામોને પ્રાધાન્ય આપવું ...લગભગ અડધો દિવસ તો એની ચર્ચામાં જ બનેએ વિતાવ્યો . વળી આ રીતે શાંતિ થી વાતો કરવાનો સમય બંનેને ઘણાં વખત પછી મળ્યો હતો.
સાથે સાથે જરૂર પડે ફોન કોલ્સ ચાલતા રહેતા હતા. વચમાં બે ત્રણ મિટિંગો નાની નાની બીજી પાર્ટીઓ ને વ્યક્તિઓ સાથે પણ કરી લીધી.
આ લગભગ આખો દિવસ અને બીજો દિવસ પણ લે તેમ હતું. પોર્જેક્ટ અને પ્રેઝન્ટેનશન પણ સાથે સાથે ચાલતા હતા.
અમદાવાદ અને વડોદરા ના કામો ની સાથે સાથે તેમના કેટલાક ખાસ પ્રોજેક્ટ્સ ની ચર્ચા અને નિર્ણય પણ લઈ લેવાના હતા. પ્રતીક અને તૃપ્તિ માટે તો જ્યારથી ચૂંટાયા ત્યારથી જ રાત થોડી ને વેશ ઝાઝા જેવી સ્થિતિ થઈ ગઈ હતી.
બંનેનું ટાર્ગેટ વિધાનસભા ઇલેક્શન હતું. વચ્ચે પાર્ટીએ શહેર ની જવાબદારી સોંપી જે પણ પાર પડવાની હતી. આમ તો પાર્ટી આ બંને ને જ વિધાનસભામાં મોકલે તેવી હવા હતી. બંનેની ઈચ્છા અને લક્ષ પણ એ જ હતું. એટલે જ આજની મેરેથોન મીટીંગ બને માટે અગત્યની હતી.
પછી સીટો ખાલી થવાની કોઈ સમસ્યા નહોતી. કારણ તેઓ ઈચ્છે ને પાર્ટી પણ ઇચ્છે તો બને સ્થાન તેટલો સમય પોતાની પાસે રાખી શકતા હતા અથવા પોતાના જ કોઈને પાર્ટી દ્વારા ગોઠવી શકતા હતા.
બીજો મુખ્ય મુદ્દો નક્કી કરવાનો હતો કે બનેએ સાથે જ વિધાન સભામાં જવું કે તૃપ્તિ એ શહેરની સીટ પકડી રાખવી. બને આ મુદ્દે ગડમથલમાં હતા .આમ પણ તૃપ્તિ પોતાનો બિઝનેસ કરતી અને પાર્ટીનું કામ કરતી .તેમજ જિલ્લાની પંચાયતની જવાબદારી તો હતી જ .
મ્યુનિસિપલની જવાબદારી ને આ હોદાઓ તેને કશું જ માંગ્યા વગર જ મળ્યા હતા. એટલી એ હોશિયાર હતી તો નસીબદાર પણ.
વળી બિન વિવાદાસ્પદ હોવાના કારણે પણ એના પર સંગઠનને સમાજના કેટલાક વડીલોની અમી દ્રષ્ટિ હતી જ.
પ્રતિકના માતા એના લગ્ન માટે આતુર હતા. દીકરી ના લગ્ન પછી માતા ની ઈચ્છા દીકરો પણ હવે નક્કી કરે એવી હતી. જો કે કોઈ આગ્રહ વધુ કરવાના હાલ તો સંજોગો જ નહોતા. એટલે આજે તૃપ્તિ ના કારણે પ્રતિકનું મામાના ઘરે જવાનું કેન્સલ થતા માતા ને લાગ્યું કે ભલે બને યુવાનો એકlતમાં પોતાની વાત કરે અને નિર્ણય લે.
પણ એમને ક્યાં ખબર કે આજે તો એનો સમય કે શકયતા જ નહોતી. હજુ આવી ચર્ચા આ બંનેના ટેબલ પર તેમજ એજન્ડામાં આવી જ નહોતી. નહોતો બંનેને એનો સમય ….
વાત વાતમાં પ્રતિકે તૃપ્તિને લંચ લેતા લેતા મહારાજની અને ફાર્મ હાઉસની એ દિવસની વાત કરી . જો કે મહારાજ ની પાસે મેળવવા માટે મીતા ની પરમિશન જરૂરી હોવાનું પણ કહી જ દીધું.
તૃપ્તિએ શાંતિથી આખી વાત સાંભળી સામે કહ્યું કે આ કઈ નવાઈ નથી
એના માટે...એ આવા ઘણા ને ઓળખે છે તેમજ આ અને આવા ઘણા ગુરુઓ માટે તેણે પણ સાંભળ્યું છે.પણ વિશ્વાસુ અને ખરેખર કામ પાર પાળી શકે તેવા કેટલl એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે.
જોકે પ્રતીક ઈચ્છે તો આવા એકાદ બે ગુરુને તે પણ મેળવી આપી શકે તેમ છે. વડોદરા પાસેના ગામમાં એક તો છે જેમનો આશ્રમ જ છે ત્યાં .અને તેમને મળવું હોય , કામ હોય તો આપણે જ ત્યાં જવું પડે છે એમ પણ તેણે કહ્યું.
બીજા જૂનાગઢ પlસે ગિરનાર પlસેના
આશ્રમમાં છે. જેઓ પણ આવા કામો માટે શક્તિશાળી છે. ઘણા નેતાઓને એમના આશીર્વાદ છે. તેમના દ્વારા આશીર્વાદ મળે તો પ્રગતિ બહુ ઝડપથી પાર્ટીમાંને રાજકારણમાં થઈ શકે છે એમ પણ કહ્યું. તેને પ્રતીકને આ ગુરુઓ પાસે જઈ આશીર્વાદ તો એકવાર લઈ જ લેવા આગ્રહ પણ કર્યો. પ્રતીક ના પાડી ન શક્યો. એટલુ જ કહ્યું ટાઈમ મળે પ્રોગ્રામ કરીએ.
આમ પણ રાજકારણમાં આ દેશમાં બાબાઓ અને ગુરુઓનું સ્થાન બહુ અનિવાર્ય થઇ ગયું છે. આ વlત પ્રતીકને બરોબર સમજlઇ ગઈ હતી.
લગભગ બધા નેતાઓ ના કોઈ ને કોઈ ફેમિલી ડોકટર જેવા જ ગુરુઓ કે મહારાજ રહેતા.રાજનીતિમાં એમના આશીર્વાદ આગળ વધવા અને ખાસ તો પોસ્ટ લેવા કે ચૂંટણી માટે જરૂરી મનાતા હતા .