The mystery of skeleton lake - 21 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૧ )

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૧ )

ફ્લેશબેક

પાછળના ભાગમાં જોયું કે બુકાનીધારી ફરી પેલા જગુડાને મળે છે અને એને ધમકી આપે છે . એ ડરી જાય છે અને એ વિચારીને બુકાનીધારીની બધી રીતે મદદ કરવાની બાંહેધરી આપે છે કે આમ પશુની જેમ કપાઈને મરવા કરતા બોસ સામે જઈને બંદૂકની ગોળી ખાવી સારી .

ભાગ ૨૦ અંતિમ વાર્તાલાપ

" પોલિસ....!!? એનાથી બચાવવાનું મારા પર છોડી દે , તારો વાળ પણ વાંકો નઈ થવા દવ . બસ માત્ર એક જ શરત છે મારી ..."
" શુ ...!!? "
" તારાથી શક્ય એટલી મદદ કર ...બદલામાં હું તને મદદ કરીશ...બોલ છે મંજુર ...!??"
" અંઅઅ....મંજુર ..." હવે બુકનીધારી અને જગુડો સાથે કામ કરવાના હતા . રાવણની લંકામાં વિભીષણ જન્મી ચુક્યો હતો .

ભાગ ૨૧ શરૂ.....


હવે મહેન્દ્રરાય અને સ્વાતિ સોમચંદના ઘરે પહોંચીને ગયા પોતાના સપના વિશે વાત કરવા માટે , ડોરબેલ વગાડ્યો . ખાસો સમય વિત્યા પછી દરવાજો ખુલ્યો . દરવાજો ખોલતા જ બે ચિંતાગ્રસ્ત ચહેરા સોમચંદની રાહ જોઈ રહ્યા હતા . આ જોઈને સોમચંદે બંનેને આવકારતા કહ્યું
" ઓહ ....આટલી સવાર સવાર માં ....!?? બધું ઠીક તો છેને ..... "
" હા ...આમતો બધું ઠીક જ છે ....."
" પરંતુ તમારા ચહેરા બીજું કૈક જ કહી રહ્યા છે " આ વાત સાંભળી મહેન્દ્રરાય અને સ્વાતિએ મોઢું ઝુકાવી દીધું કારણ કે વાત સો ટકા સાચી હતી . તેઓ ખૂબ મોટી ગડમથલમાં હતા ...તો ક્યાંથી ઠીક હોઈ શકવાના હતા ...!!? નીચું જોતા જ સ્વાતિની નજર સોમચંદના અંગુઠા પર બાંધેલા પાટા પર પડી અને એને યાદ આવ્યું કે પેલા ભયાનક સપનામાં ભોંયતળિયા માંથી બહાર જવાનો રસ્તો ગોતતી વખતે એક પ્લેટ સોમચંદના અંગુઠા પર પડી હતીને ત્યાં લોહી નીકળી ગયું હતું . આ જોઈને સ્વાતિએ તરત પૂછ્યું
" ત્યાં મંદિરના ભોંયતળિયેથી બહાર નીકળતી વખતે તમારા અંગુઠા પર પડેલી પ્લેટ ના લીધે વાગ્યું છે કે ....!!?? " સોમચંદ સમજી ગયા હતા કે સ્વાતિ પેલા સપનાની જ વાત કરે છે જે પોતાને આવેલું . પરંતુ એ વાતની પૃષ્ટિ કરવા પૂછ્યું " ક્યાંથી બહાર નીકળતી વખતે ...!!??" સ્વાતિએ નિશાસો નાખ્યો .... એને લાગ્યું કે કદાચ સોમચંદને એ સપનું નહીં આવ્યું હોય. છતાં છેલ્લો પ્રયત્ન કરતા કહ્યું " માફ કરજો અંકલ...પણ મને એક સપનું આવેલું ...એમાં બહાર જતી વખતે ... "
" તે એક બોલ્ટ ખોલ્યો અને એના સહારે રહેલી આ પ્લેટ મારા પગ પર પડી ...બરાબરને ....!!??" સ્વાતિની વાત અધવચ્ચે કાપતા સોમચંદે પૂછ્યું
" હા ..હા....એમજ....." સ્વાતિ એકદમ ખુશ થતા બોલી
" હું પણ એજ ગડમથલમાં છુ કે એ સપનું હતું કે હકીકત ... જો સપનું હતું તો આ ઘાવ કેવી રીતે આવ્યા ...??
"બાબુકાકા કહી રહ્યા હતા કે આપડો અકસ્માત થયો હતો ..પરંતુ એના વિશે મને કેમ યાદ નથી ..? " સ્વાતિએ કહ્યું
" કદાચ યાદ એટલા માટે નથી કે એવું કઈ (અકસ્માત) બન્યો જ નથી ...કદાચ આપણને કોઈ ગૂંચવી રહ્યું છે ચાલો આપડે ઓમકાર રેડ્ડીને સપના વિશે પૂછીએ પછી એમના જવાબ પરથી આગળ શુ કરવું એ બધું વિચારીએ " સોમચંદે કહ્યું અને ત્રણે ગેસ્ટ હાઉસ તરફ ગયા .
ત્રણે જણા ગાર્ડનની લોન વટાવી ઓમકારને આપવામાં આવેલા ગેસ્ટહાઉસ તરફ ગયા . અને દરવાજો ખટખટાવ્યો . થોડી જ ક્ષણમાં એક ભયભીત ચહેરાએ દરવાજો ખોલ્યો , સામે ઉભેલા ત્રણ ચહેરાને જોઈને કૈક ભયભીત ચહેરાને થોડો સંતોષ થયો . એ ઓમકાર રેડ્ડી હતા . એમને અંદર બોલાવતા કહ્યું .
" આઇયેના..... અચ્છા હુંવા આપ આ ગયે ....."
" ક્યાં હુઆ ... સબ ઠીક ....!!?"
" હા ... આઇયેના બેઠ કે બાત કરતે હૈન....." આટલું કહી બધાને અંદરની તરફ દોરવતા કહ્યું " ક્યાં બતાવ સા'બ હમકો પતા નહિ તુમ માનોગે કી નહીં ... પર...પર. .."
" પર ...ક્યાં ઓમકાર રેડ્ડી બતાઓ હમકો ...ક્યાં હુઆ ...!!?" આ સાંભળી ઓમકાર રેડ્ડીએ આખી વાત કહી સંભળાવી જાણે કોઇ કથાકાર કથા કહેતો હોય એમ આંખ પણ પટપતાવ્યાં વીના બધા એ સપનામાં બનેલી ઘટના ઓમકારના મોઢે પણ સાંભળી . હવે બધાને એ વાતની પૃષ્ટિ થઈ ગઈ હતી કે નક્કી કૈક મોટું રાઝ છે જે કોઈનાથી ઉકેલાઈ નથી રહ્યું ...શતરંજના બાદશાહથી પણ મોટી રમત કોઈ રમી રહ્યું છે અને પોતાને પ્યાદા માફક વાપરી રહ્યું છે . પણ કોણ....કોણ છે જેને આમ કરવાથી (મંદિર વાળી ઘટના સપનું બતાવવાથી) ફાયદો થાય એમ છે ...!? ગઈ રાતે બનેલી હકીકતને સ્વપ્ન સાબિત કરવાની જહેમત કોને ઉઠાવી હશે ...!?? અરે એનાથી મોટો પ્રશ્ન એ હતો કે આ કામ પાર કેવી રીતે પાડ્યું હશે ..?! કોઈ પાસે એક પણ વાતનો જવાબ નહતો . તેથી આ વાત ડૉ.રોય અને મુખી વડીલ હોય એમની સાથે ચર્ચા કરવાનું નક્કી કરાયું . અને સવારી સીધી ઇડર શહેરના પછવાડે આવેલી ડૉ.રોયની હોસ્પિટલ પહોંચી .
રાઘવકુમારને આ કેસથી દૂર હટવાનું ફરમાન આપવામાં આવ્યું હતું . તેથી તેઓ આ કેસ પર ખુલ્લી રીતે મદદ કરી શકતા નહી. પણ સમય મળ્યે ઝાલા સુધી યોગ્ય માહિતી પહોંચાડી દેતા અને હોશિયાર ઝાલા એ માહિતીની ઝડ સુધી પહોંચી જતા . સવાર સવારમાં રાઘવકુમાર પોતાની કેબીનમાં કોઈ કેસની ફાઈલો ઉથલાવી રહ્યા હતા . એટલી વારમાં એક કોન્સ્ટેબલ દોડતો દોડતો આવ્યો આને કહ્યું ,
"સાહેબ તમારા માટે એક ફોન છે ..... કોઈ ભાવના રેડ્ડી ...."
" એ ચૂપ ....તને ખબર નથી એ કેસ પર કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે ..." આટલું કહી એ લગભગ દોડવાની ઝડપે પેલા ટેલિફોન પાસે પહોંચ્યા અને રીસીવર હાથમાં લીધું .
" સાહેબ ... એક માહિતી છે , તમે જે કેસ પર કામ કરો છો એના છેડા કમોલી-ઉતરાખંડ સુધી ફેલાયેલા છે . ત્યાં એક્સ-આર્મી જોરાવરસિંઘના અકસ્માત કમ હત્યાની તપાસ કરો . અને સાથે કોઈ પવિત્ર સ્ત્રી કે જેની આંખના નીચેના ભાગે કાળો ડાઘ હોય એને સાથે રાખવું ભૂલશો નહિ.... મુસીબત સમયે એજ તમારી ઢાલ બનશે , તમારી તારણહાર બનશે ... !! " આટલું કહીને ફોન કટ થઈ ગયો
" હલો...હલો.....!!? કોણ છે તું ...તને ના નથી પાડી કે કેસ પર કામ કરવાનું મેં છોડી દીધું છે . આજ પછી ફોન આવ્યો છે તો અંદર કરી દઈશ " ફોન ક્યારનો કપાઈ ગયો હતો એ વાત જાણવા છતાં રાઘવકુમાર બરાડી રહ્યા હતા પરંતુ આ માત્ર બહારી દેખાવો હતો . અંદર તો ખરેખર એ ખૂબ ખુશ હતા . પેલા બુકાનીધારી દ્વારા જ એક ખૂબ જરૂરી માહિતી આપવામાં આવી હતી .પણ એ બુકાની પાછળની ચહેરો કોણ હતું એ હજી એક પ્રશ્ન જ છે .

સોમચંદ અને બીજા લોકો ડૉ.રોયની હોસ્પિટલ પહોંચ્યા . ત્યાં એમની કેબિનમાં બધા ગોઠવાઈ ગયા . ડૉ.રોય રાઉન્ડ પર ગયા હતા . થોડીવારમાં જ ડૉ.રોય આવ્યા અને પોતાની ઓફીસમાં સૌને જોઈને આશ્ચર્ય સાથે પૂછ્યું
' અરે તમે સૌ અહીંયા .... બધા ઠીકતો છોને ....!!? કાલે રાત્રે થયેલા અકસ્માતમાં કોઈને વધુ વાગ્યુંતો નથી ને ....??" સ્વાતિ અને મહેન્દ્રરાયને બાબુકાકા એ આ વાત પહેલવાથી જણાવી દીધી હોવાથી એમના મોઢા પર કોઈ ભાવ નહોતો . પરંતુ આ સાંભળી ઓમકારની આંખોના ડોરા બહાર નીકળી ગયા અને પૂછ્યું
" અકસ્માત .... ક્યારે કેવી રીતે થયો ...."
" અરે કાલ રાત્રે એક મોટી ગાડી તમારા બંનેની ગાડીને ટક્કર મારીને જતી રહી હતી અને તમને થોડી થોડી ઇજા થઈ હતી . બળવંતરાય થોડા દૂર ઉભા હોવાથીએ બચી ગયા હતા . એમને તો મને બોલાવ્યો હતો અને મેં તમારી પ્રાથમિક સારવાર કરી ઘરે મૂકી ગયો હતો ...તમને કશું યાદ નથી ...!!" ખરેખર આ વાત કોઈ ચમત્કારથી ઓછી નહોતી . કોઈ માણસોને એક જ રાતે એક જ સપનું આવે ....!!? એ પણ રતીભાર પણ અલગ નહિ ..આ વસ્તું કેમ માની શકાય ...??
" પરંતુ અમને બધાને એક જ રાતે એક જ સમયે એક સરખું સપનું આવે એ કેવી રીતે શક્ય છે ... !!?" સોમચંદે પૂછ્યું
" દુનિયામાં ઘણી એવી ઘટના છે જે માન્યામાં આવે એવી નથી હોતી છતાં બને છે ....જેમ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે એના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને અમુક સમય પછી એ ફરીવાર જીવિત નજરે પડે છે ...બસ આ એવી જ કોઈ ઘટના હોવી જોઈએ " બધાના ચિંતાગ્રસ્ત મોઢા જોઈને આગળ વાત ચલાવતા કહ્યું " કરોડો...અબજો .... માણસ માંથી કોઈ એક બનતો આ કિસ્સો છે . તમે બધા આ કામમાં એકબીજા સાથે એટલા વધુ નજીકથી જોડાયા છો કે તમે બધા એક સરખું વિચારી રહ્યા છો ..તેથી સપના પણ એક સમાન આવે એવું કદાચ બની શકે "
" ખરેખર આ વાત શક્ય છે ....!! " સ્વાતિએ પૂછ્યું .
" જી હા ..... હાલ પણ તમે બધા એક સરખું વિચારી રહ્યા છો ...... આ પાગલ માણસ શુ બકવાસ કરે છે ....?? બરાબર કહ્યુંને ...?? " આ સાંભળી બે ક્ષણનું મૌન પથરાયું અને સૌ ખડખડાટ હસવા લાગ્યા . એમને હવે સ્વીકારીલ લીધું કે કાલે રાત્રે એમને એક ખોફનાક સ્વપ્ન આવેલું હતું . હળવા થઈને તેઓ પોતાના કામે જાવા નીકળ્યા . હજી બે મગજ આ વાતનો સતત અશ્વિકાર કરી રહ્યા હતા . એક સોમચંદ અને બીજો મહેન્દ્રરાય . બન્ને માટે પાસે નક્કર પુરાવા હતા કે આ સ્વપ્ન નાજ હોઈ શકે .
સોમચંદના કેમેરા માંથી જુના ફોટોગ્રાફ પણ ડેલેટ કરી દેવામાં આવ્યા હતા જે ત્યાં મંદિરના ભોંયતળિયે પાડવામાં આવ્યા હતા , અને મેમરી કાર્ડ કાલ રાત્રે જ ફોર્મેટ કરવામાં આવ્યું હતું . જ્યારે મહેન્દ્રરાયની સાથે આવું બીજીવાર બન્યું હતું . જે સ્વપ્ન આવ્યું એવું જ કૈક હકીકતમાં બન્યું હોય . હવે મહેન્દ્રરાયને પોતાના બાપ પર શંકા જતી હતી . કારણ કે એ નાનો હતો ત્યારે એના બાપે એને કહેલું કે આ વાત એક સ્વપ્ન છે ... પણ પાછળથી હકીકતમાં આવું કૈક બનેલું . અને હાલ પણ ડૉ.રોયના કહેવા અનુસાર એના બાપ મુખી મહેન્દ્રરાય દૂર ઉભા હોવાથી અકસ્માતથી બચી ગયા અને એમને જ ડૉ.રોયને ત્યાં બોલાવ્યા . એમને અમારા જેવું સપનું નહી આવ્યું હોય ...!?? કે પછી એ બંને વખત સાચા જ હતા ....? બન્નેની શક્યતા સમાન હતી . હવે આ મુંજવણ એને અંદર જ કોરી ખાતી હતી .એને સમજાતું નહોતું કે આગળ શુ કરવું .

( ક્રમશ )

સ્વાતિ , મહેન્ડરરાય ને તો એક જેવું સપનું આવ્યું જ હતું સાથે સાથે સોમચંદ અને ઓમકાર રેડ્ડીને પણ એક પણ એવું જ સપનું આવેલું . પરંતુ આતો કેવો યોગાનુયોગ હતો....!!!? પેલા બુકાનીધારીએ રાઘવકુમારને આ કેસ સુલજાવવા કૈક હિન્ટ આપી એના પાછળ એનો શો આશય હોઈ શકે છે ..? અને વાત વાત માં આવતી કાળા ડાઘ વાળી છોકરી એટલે કે સ્વાતિ આટલી મહત્વની કેમ હતી એ કેસ માટે....?? હજારો પ્રશ્નો ના જવાબ બસ ટુક સમયમાં જ મળશે . બસ વાંચતા રહો રહસ્ય , રોમાંચ અને ટ્વિસ્ટથી ભરપુર ' ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક '

મારી આ પ્રથમ નવલકથા અડધી પુરી થવા આવી છે અને આજ છે જે મને એક સફળ લેખકમાં સ્થાન આપવી શકે છે .

મારૂ માનવું કે આ પુસ્તકને હજાર રેટિંગ્સ તો હું ધારીશ કે એક સફળ લેખકની શ્રેણીમાં તમે મને મુકવા ચાહો છો . તો મિત્રો રેટિંગ જરૂર આપશો .