દ્રશ્ય પાંચ -
મેઘનાને ફરી પૂછયું સુ કહ્યું
શક્તિ ને જવાબ આપ્યો“ મે એ દુષ્ટ આત્મા અને ડેવિલ બનેને જોયા જ્યારે તે લાશો ના ઢગલા વાળા રૂમ માં હતી ત્યારે તે ઢગલા ઉપર ચામાચીડિયાં ની જેમ છત ને ચોંટીને મોટી પાંખો વડો લોકો ના લોહીથી લથપથ એ ડેવિલ જેનો રંગ લોહી ના કારણે જોઈ સકાયો નહિ પણ એને ઓળખવા માટે એની એક જલક કાફી હતી મારા માટે હા તે જ ડેવિલ હતો"
મેગના ને પૂછ્યું “હવે સુ કરવાનુ છે આપડે તો આત્માને હરવા ની તૈયારી કરી એ જો ડેવિલ પણ જોડે આવશે તો શહેર ને બચવું મુશ્કેલ પડી જસે"
શક્તિ કહ્યું " પેહલા આત્માનો નાસ કરીએ પછી ડેવિલ વિશે વિચારી સુ એ હજુ હોશ માં નથી હવે કોઈ નો જીવ તે લેવો ના જૉયીએ તો ડેવિલ હોશ માં નાઈ આવે"
મેઘના કહ્યું“ ઠીક છે હજુ મારા મનમાં એક સવાલ છે તું ગાર્ડન માંથી બચીને બહાર કેવીરીતે આવી"
શક્તિ જવાબ આપ્યો “એ મારું સિક્રેટ છે"
મેઘના બોલી “ઠીક છે પછી ક્યારેક મન થાય તો કહેજે હજુ પણ તને લઈને ગણા પ્રશ્નો છે."
શક્તિ કઈ પણ બોલ્યા વગર ત્યાં થી નીકળી જાય અને મેઘના ત્યાં હજુ વિચાર કરતી ઊભી છે . જે નજર ને દેખાતું હોય એ બધું સત્ય ના હોય જ્યારે શક્તિ ઓસ્ટ્રેલિયા આવી હતી ત્યારે જ એરપોર્ટ પર એની માતા શ્રિજયા ને ખબર પડી ગઈ હતી અને તે એરપોર્ટ પર એની રાહ જોઈ ને ઊભી હતી.
શક્તિ એરપોર્ટ ની બહાર આવી ને એની માતા ને સામે ઊભા જોઈ ને એમની તરફ આગળ વધી એમની સામે ઉભી રહી ને પૂછ્યું" તમે તમારી જાસૂસી ક્યારે બંદ કારસો હું હવે નાની નથી" શક્તિ નાની હતી ત્યારે એની માતા છોડી ને ગયા હતી પણ એની જરૂરિયાત અને સુરક્ષા માટે હંમેશા એની જોડે એની આયા હતી જેમનુ નામ હતું શાન્તા બા જે એની માતા ની આંખ અને કાન બની એની સાથે રહ્યા નાની હતી ત્યારે તે સમજી ના શકી કે એની માતા એની સુરક્ષા કરે છે પણ જેમ જેમ મોટી થઈ તેમ તેમ તે સમજવા લાગી કોઈ એની રક્ષા કરે છે પછી તેને શાંતા બા ને બધું કહી દીધું. એની માતા માટે એના મનમાં આદર અને માંન વધી ગયું પછી તે એ જ રસ્તા પર ચાલી નીકળી જેમાં તેની માતા કામ કરતી હતી. શ્રીજયા ને ગણા પ્રયત્નો કર્યા તેને રોકવાના પણ તે પાછી ના વળી એરપોર્ટ પર શ્રિજયાં ને ખબર પડી ગઈ કે તે ઓસ્ટ્રેલિયા કેમ આવી હતી.
શ્રીજયાં કહ્યું" તું જેટલું વિચારે છે એટલું સેહલુ કામ નથી અત્યાર સુધી નું સવથી મુશ્કેલ કામ છે હું નથી ઈચ્છતી તું અહીંયા રે પછી જતી રે "
શક્તિ જવાબ આપ્યો “ કામ ગમે તેટલું મુશ્કેલ હોય પણ હું પછી જવાની નથી મારી પાસે એક પ્લાન છે તમારે મારી મદદ કરવી હોય તો ઊભા રહો નૈતો પાછા જતા રહો હું એકલી સાંભળીશ"
શ્રીજયા દીકરી ની ઝિદ આગળ જુકી ગયા અને શક્તિ ની વાત સાંભળવા લાગ્યા.શ્રિજય શક્તિ ની કાબિલિયત થી ઓળખીતા હતી એના સાથે કામ નથી કર્યું પણ એના કામ વિશે ગણું સાંભળ્યું હતું માટે તેની પાસે એની વાત ને લાગુ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.
શક્તિ ને ઇન્ટરનેટ ની મદદ થી જૂના લોકો ને એ જગ્યા વિશે જેટલી માહિતી એકઠી કરી હતી તે વાંચવા લાગી અને એક પરફેક્ટ પ્લાન બનાવ્યો. ડેવિલ ગાર્ડન ની બહાર આવી શકતો ન હતો એ જો બાર અવે તો એની શક્તિઓ અડધી થઇ જાય માટે તેને બહાર લેવા માટે આવી ખોટી અફવા ફેલાવવા ની સરું કરી કે કોઈ ડેવિલ ગાર્ડન માં નથી અને એનો મોટો મોકો તેને ક્રીસ્ટી ને બચાવી ને બહાર લાવી ત્યારે મળ્યો.આવી અફવાથી ડેવિલ કોઈ ભૂલ કરે અને પોતાને સાબિત કરવા બહાર આવશે એવો વિચાર એના મનમાં હતો. તેને ખબર હતી કે ડેવિલ ને નાના માં નાનો અવાજ જે શહેર માં અવે છે તે સંભળાય છે માટે તેને એક સામાન્ય માણસ ની જેમ રેહવાનું નક્કી કર્યું અને ડેવિલ નું ધ્યાન પ્રોટેક્ટર પર રાખ્યું. ડેવિલ ને શક્તિ માત્ર લોકો ની મોત થી જ નહતી મળતી લોકો નો ડર પણ એની શક્તિ નો સ્ત્રોત હતો માટે બધા ના ન મનમાંથી ડર દૂર કરવો જરૂરી હતો શક્તિ બહાર જીવતી આવી તેથી લોકો ને લાગ્યું કે ડેવિલ થી એમને બચાવવા વડું પ્રોટેક્ટર શક્તિ છે લોકો ના મન નો ડર ઓછો થઈ ગયો.એમ શક્તિ ને પ્લાનિંગ કર્યું હતું ડેવિલ ને ડિસ્ટ્રોય કરવાનુ. પણ હજુ સુધી ડેવિલ ને બહાર આવનો અણસાર દેખાતો નથી હવે અને બીજું કંઈક કરવું પડશ એવું તે વિચારતી હતી.
શક્તિ ને ફોને અવે છે“ હેલો હા બોલ મેઘના બોલ શું શું વાત કરે છે હા એવું છું"
શક્તિ ગાર્ડન ની પાસે પોહચી અને જોવે છે તો બે છોકરાઓ ના સબ ત્યાં દરવાજા પર હતા અને કોઈ તેને ઉતારવા તૈયાર ના હતું શક્તિ આ જોઈ ને ગુસ્સા માં આવી જાય છે અને દરવાજા પર ચડી ને જાતે જ છોકરાઓના સબ ઉતારવા લાગે છે આ જોઈ ને પોલીસ અને બીજા લોકો ને પણ હિંમત અવે છે અને એ બે છોકરાને નીચે ઉત્તરે છે.
શક્તિ મેઘના પાસે જઈ ને પૂછે છે “શું થયું હતું?"