Year 5000 - 3 in Gujarati Science-Fiction by Hemangi books and stories PDF | Year 5000 - 3

The Author
Featured Books
Categories
Share

Year 5000 - 3

દ્રશ્ય ત્રણ -
અચાનક યાન માં ધમાકો નો આવાજ આવ્યો અને ૨૦ડિગ્રી એનગલે યાન નમી ગયું. હવે યાન બિજી દિશા માં જવા લાગ્યું. મહેન્દ્રસિંહ દોડી ને યાન ના ઓપરેટિંગ રૂમ માં ગયા. એને ત્યાં જઇ ને જોવે છે ઓપરેટીગ રૂૂમ માં આગ લાગી છે.૫૦કર્મચારી સમયે આગ માં ધકધકતા હતા આ જોઈ ને તે મદાદ માટે દરવાજો ખોલે છે અને આગની લેપ્ટો એની તરફ અવે છે તે આગ બુજાવા નો પ્રયત્ન કરે છે પણ આગ ની લેહરો ખૂબ મોોટી હોવાથી તે કોઈની મદદ કરી શકે તેમ નથી એના જવાનો મદદ માટે ત્યાં પોહચે છે પણ હવે કોઈ ને બચાવી શકાય એમ ન હતું અને ત્યાં મદદ માટે જવાનો ઊભા રાખ્યા ને હવે તે યાન ની બીજી જગ્યા ને જોોોવા જાય છે તે પેેેેહલા પ્લે રૂમ માં જાય છે અને ત્યાં સ્વાતિ અંશ ના માંથા પર વહેતું લોય રોકતા જોવે છે અને તેને હોસ્પિટલ રૂૂમ તરફ લઈ જાય છે ત્યાં ની હાલત પણ કઈ સારી નથી યાન નમી પડવાના કારણે બધું અસ્ત્યસ્ત થઈ ગયુ છે તે કઈ પણ ઠીક કરી શકે તેમ નથી ડોક્ટર ને બોલાવી ને એ અંશ ને સ્ટિચ કરવા નું કહે છે ડોક્ટર મુશ્કેલી થી બધા એકવિપમેંટ સોધે છે અને અંશ ને ત્રણ ટાંકા અવે છે.
સ્વાતિ કેપ્ટન ને કહે “ક્રિશા વોશ રૂમ ગઈ હતી એ હજુ પ્લે રૂમ માં છે મારી દીકરી ને લઈ ને આવો પ્લીઝ"
કેપ્ટન એની વાત સાંભળી દોડી ને પ્લે રૂમ તરફ પાછા જાય છે અને રેસ્ટ રૂમ માં ક્રિશા યાન ને આંચકા ના કારણે બેભાન પડી હોય છે તે અને પોતાના હાથ માં ઉચકી ને હોસ્પિટલ રૂમ માં લઇ ને અવે છે.ત્યાં સગવડ નો અભાવ હોવાથી અ
તેને ડોક્ટર નીચે જમીન પર જ સુવાડી ને ચેક કરે છે
ડોક્ટર કહે છે “તે ઠીક છે ડર ના કારણે બેભાન થઈ છે થોડી વાર માં ઊઠી જસે "
એટલા માં હિરમ એની માતા ને લઈને પછી અવે છે તે રિપોર્ટ આવ્યા પછી પાછી રૂમ માં એની માતા લક્ષ્મી ને લઈ ને જતી હતી પણ લોબી માં હતી ને ધમાકો થયો અને આંચકા ના કારણે યાન નમી પડ્યું રૂમ તરફ નો રસ્તો લાંબો હોવા ના કારણે તે આગળ જવાને બદલે પાછી હોસ્પિટલ રૂમ એને માતાને ખભા ના સહારે પાછી લઈને એવી ત્યાં એની મદદ કેપ્ટન ને કરી અને માતા ને પણ નીચે ક્રીશા પાસે બેસાડી દીથી.
સ્વાતિ અને હીર મ કેપ્ટન ને પૂછવા લાગ્યા. હીરમ ને કહ્યું" કેપ આ સુ થઈ રહ્યું છે"
કેપ્ટન જવાબ આપ્યો“મને કબર નથી ઓપરેટિંગ રૂમ માં આગ લાગી હતી કોઈ બચ્યું નથી મને કબર નથી સ્થિતિ શું છે"
સ્વાતિ ને પૂછ્યું“ આગળ શું થશે યાન ની હાલત તો બઉ ખરાબ છે બીજા બધાને ચેક કરવા પડશ આવી હાલત માં બધા ને ઇજા થઈ હસે એમને બચાવવા પડે"
કેપ્ટન જવાબ આપે છે“ મે જવાનો ને એક એક રૂમ માં ચેક કરવા કહ્યું છે બહાર તો કઈ નહતું પણ રૂમ માં કોઈ ને ઇજા થઈ હસે તો જવાનો ત્યાજ સારવાર કરશે એને વધારે વાગ્યું હસે તો અહીંયા લઈને આવશે"
સ્વાતિ એ કહ્યું “ યાન ને એમ જુકેલું ના છોડાય કંઇક કરવું જોઇએ"
કેપ્ટન જવાબ આપે છે“હા મે કોઈ ટેકનિકલ કર્મચારી બહાર જીવતો મળે તો મારી પાસે લઈ ને આવા કહ્યું છે જોઇએ હવે સુ થાય છે"
એટલામાં પ્રતીક એક કર્મચારી ને લઈ ને અવે છે તે એના રૂમ માં બીમાર હોવાના કારણે સૂઈ ગયો હતો તે બીમાર હાલત માં જ એને હોસ્પિટલ રૂમ લાવે છે એનું નામ હોય છે રામ.તેને નીચે બેસાડી ને
કેપ્ટન અને પૂછે છે “ રામ હું કેપ્ટન છું તને કબર પડી ગઈ હસે સ્થિતિ સુ છે તું અમને સમજાવી શકે છે શું ચાલી રહ્યું છે"
રામ ના પેટમાં દુખતું હોવાથી પોતાનું પેટ બે હાથ થી પકડી ને બગડેલો ચેહરો બનાવી ને ધીમે ધીમે બોલે છે " મને એતો ખબર નથી કે ઓપરેટિંગ રૂમ માં આગ કેમ લાગી પણ યાન નું જુકી જવા નું કારણ એન્જિન છે નીચે કોઈ એક એન્જિન બંદ થયું હસે એટલે યાન જુકી ગયું છે"
કેપ્ટન પૂછે છે" તો હવે આગળ સુ કરવાનુ કોઈ રસ્તો છે યાન ને ફરી ઠીક કરવાનો"
રામ જવાબ માં કહે છે “ હા નીચે જઈ ને યાન નું એન્જિન ચાલુ કરવું પડશે અને જલ્દી કરવી પડશે"
કેપ્ટન પૂછે છે " કેમ જલ્દી કરવી પડશે"
રામ જવાબ માં કહે છે " યાન હવે z5 ની દિશામાં નથી જતું તે હવે નીચે ની દિશામાં જઈ રહ્યું છે એમજ જતું જસે તો આપડે z5 થી દુર જતા જઈ સુ પછી મુશ્કેલી વધતી જસે કોઈ બીજા ગ્રહ ને ટકરાઈ જવાનો પણ ભય રેહશે"
કેપ્ટન રામ ને પૂછે છે " યાન નું એન્જિન કેવી રીતે ચાલુ કરવાનુ તું મને સમજાવી દે હું જઈ ને ચાલુ કરી આવું"
રામ જવાબ આપે છે " બધું એટલું પણ સેહલું નથી મને ખબર નથી એન્જિન કેવી રીતે ચાલુ થાય અને મારું કામ તો કમ્પ્યુટર પર યાન ની સ્થિતિ જોવાની છે આમટે એન્જિનિયર ની જરૂર પડશે યાન માં ચેક કરો કોઈ એન્જિનિયર મળે તો"
કેપ્ટન રામ ને હોસ્પિટલ રૂમ માં આરામ કરવા માટે કહે છે અને વિચાર માં પડી જાય છે એટલામાં હીરમ કહે છે "હું એક એન્જિનિયર છું પણ મને ખાત્રી નથી કે હું મદદ કરી શકીશ"
એની પાછળ સ્વાતિ પણ કહે છે કે "હું એરફોર્સ માં પાયલોટ હતી હું પણ મદદ કરવા માગું છું"
રામ નીચે સૂતો હતો અને ઉભો થઈ ને કહેછે " આ બંને ની મદદ જરૂર પડશે "
યાન માં હવે કોઈ ઓપરેટિંગ રૂમ ના હતો યાન ને ચાલવવું કેવી રીતે એજ મોટો પ્રશ્ન હતો.