Faith and trust in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | શ્રદ્ધા અને વિશ્વાસ

The Author
Featured Books
Categories
Share

શ્રદ્ધા અને વિશ્વાસ

શ્રદ્ધા અને વિશ્વાસ બે સફળતાની પાંખો
પ્રિય પરિવારજનો,
જયાં કર્મ હોય
ત્યાં કૃષ્ણ હોય
જો સારા કાર્ય કરો તો સાથે
ને ખરાબ કાર્ય કરો તો સામે
પ્રભુ પ્રત્યે શ્રદ્ધા અને અંતરનો વિશ્વાસ એ બે જીવન રથના પૈડાં છે. આજના જમાનામાં તકલીફ એ છે કે માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો. સંપત્તિથી લાઈફ સ્ટાઈલ બદલાઈ શકે છે, પણ દિલ, દિમાગ,નિયત અને કિસ્મત બદલાતા નથી. એને બદલવા માટે તો શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સદવિચાર, સદભાવના અને સદ્વ્યવહાર આવશ્યક છે. જીવનમાં સફળતા માટે સારા સંબંધ જરૂરી છે. સારા સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા છે અને સંબંધને નિભાવવા એ લોનના હપ્તા ભરવા જેટલા અઘરાં હોય છે. વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઇ જાય છે. જો સંબંધ સાચવવા હોય તો એક - મેક ની સાથે મનમેળ રાખવો અત્યંત જરૂરી છે.
યાદ રાખો.....
નકારાત્મક અભિગમ એ દુઃખ છે,
હકારાત્મક અભિગમ એ સુખ છે.
જીવનમાં આપવાનો આનંદ કંઇક અનેરો હોય છે અને એ જાણવું હોય તો વૃક્ષ અને વાદળ ને મળવું પડે. વૃક્ષ જીવન વિકાસમાં અને વાદળ વરસીને માનવ જાતને ઉપકૃત કરે છે.
પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ જીવન ઘટમાળમાં માનવ જીવનને હરરોજ પ્રસન્નતા અર્પણ કરે છે...
જ્યારે સવારે આંખ ખૂલે ત્યારે નવું પ્રભાત નવજીવન લઈને આવે છે.
જયારે તમે પ્રસાદ (ભોજન) લેવા બેસો ત્યારે પ્રભુ એ ભૂખ્યા ના રહેવા દીધા એ કેવી રૂડી બાબત છે.
જયારે ઘરની બહાર કામ અર્થે નીકળો ત્યારે પ્રભુ તમારી સાથે રહીને તમને અપરાધ થી બચાવે છે.
પ્રભુના શિર છત્ર હેઠળ શ્રદ્ધા અને વિશ્વાસ ની બે પાંખો થી ઉડશો તો સફળતાનું આકાશ દૂર નથી.
સરસ પંક્તિથી સમાપન કરીએ..
હું નથી આકાશ કે મને
અઢળક તારા મળે, બસ
આખું જીવન વીતી જાય
એટલા મને મારા મળે....
જીવનમાં શું કરવું તે રામાયણ શીખવાડે છે, જીવનમાં શું ના કરવું તેનો બોધપાઠ મહાભારત આપે છે અને જીવન કેવી રીતે જીવવું તેનું સફળ માર્ગદર્શન ભગવદ્ ગીતા આપે છે. ઉત્તમ ભારતીય સંસ્કૃતિના સર્વોત્તમ ગ્રંથો.


ઘણા સમય પહેલાની વાત છે. એક રાજાને ભેટ સ્વરૂપે કોઈકે ગરુડ ના બે બચ્ચાં ભેટ આપ્યા,તેઓ ખૂબ ઉચ્ચ જાતિના હતા અને રાજાએ પહેલા ક્યારેય આટલા ઉચ્ચ જાતિના ગરુડ જોયા ન હતા.
રાજાએ તેની સંભાળ માટે અનુભવી માણસ નિયુક્ત કર્યો.

થોડા સમય પછી રાજાએ જોયું કે બંને ગરુડ ઘણા મોટા થઇ ગયા છે, અને હવે તેઓ પહેલા કરતા પણ વધુ સરસ લાગી રહ્યા છે.
રાજાને ગરુડો ની સંભાળ લઈ રહ્યો માણસને કહ્યું મારે એમની ઉડાન જોવી છે, તમે તેમને ઉડવાનો ઈશારો કરો.
*માણસના ઈશારા કરતા ની સાથે બંને ગરુડ ઉડવા માંડ્યા પણ જ્યાં એક ગરુડ આકાશની ઉંચાઈને સ્પર્શ કરતો હતો, ત્યાં બીજો ગરુડ થોડેક ઉપર જઈ પાછો એ જ ડાળી પર આવીને બેસી ગયો.*

*આ જોઈ રાજાને કંઈક વિચિત્ર લાગ્યું, રાજાએ માણસને પૂછ્યું, શું વાત છે જ્યાં એક ગરુડ આટલી સારી રીતે ઉડી રહ્યો છે ત્યાં બીજો ગરુડ ઉડવા જ નથી માંગતો ..? માણસે કહ્યું, હા હુઝુર, આ ગરુડની સાથે શરૂઆત થી જ આ સમસ્યા છે, તે આ ડાળી છોડતો જ નથી.* રાજાને બંને ગરુડ પ્રિય હતા, અને તે બીજા ગરુડને પણ તે જ રીતે ઉડતા જોવાની ઇચ્છા હતી.

બીજા દિવસે આખા રાજ્યમાં ઘોષણા કરવામાં આવી, કે જે વ્યક્તિ આ ગરુડને ઉંચા ઉડાડવામાં સફળ થશે તે વ્યક્તિને મોટુ ઇનામ આપવામાં આવશે.

એક થી એક વિદ્વાન આવીને ગરુડને ઉંચે ઉડાડવામાં પ્રયત્ન કર્યો, પણ અઠવાડિયા વીતી ગયા પછી પણ એક ગરુડની એવી જ હાલત હતી.

તે થોડો ઉડતો અને પાછો એજ ડાળી પર જઈને બેસી જતો, પછી *એક દિવસ કંઈક અનોખું થયું, રાજાએ જોયું કે તેના બંને ગરુડ આકાશમાં ઉડી રહ્યા છે, તેમને તેમની આંખો પર વિશ્વાસ ન હતો* અને તેઓએ તરત જ તે વ્યક્તિને શોધવાનું કહ્યું કે જેણે આ પરાક્રમ કરાવ્યું છે.

આ માણસ એક ખેડૂત હતો, બીજા દિવસે તે દરબારમાં હાજર થયો, તેણે ઈનામમાં સુવર્ણ ચલણની ભેટ આપ્યા બાદ... રાજાએ કહ્યું, "હું તારા પર ખૂબ જ ખુશ છું, ફક્ત મને એટલું કહે કે જે મોટા - મોટા વિદ્વાનો જે નથી કરી શક્યા *તે કેવી રીતે કરી બતાવ્યું?*

માલિક ..!
*હું એક સાધારણ ખેડૂત છું. હું જ્ઞાનની વધારે વાતો જાણતો નથી. મે માત્ર ઝાડની એ ડાળખી કાપી નાખી, જેના ઉપર તેને બેસવાની આદત પડી હતી, જ્યારે તે ડાળી જ ના રહી તો તે પણ તેના સાથી સાથે ઉડવા લાગ્યો.*

*આપણો જન્મ ઉંચી ઉડાન ભરવા માટે થયો છે, પરંતુ ઘણી વખત આપણે જે કરીએ છીએ, એનાથી એટલા બધા આદિ થઈ ગયા હોય છે કે આપણી ઉંચી ઉડાન ભરવા માટેની આપણી ક્ષમતા ને ભૂલી જઇયે છીએ. પોતાની ક્ષમતા ઓળખો.
શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો બધુજ થાય.
આશિષ
9825219458
Maaster બ્લાસ્ટર
MADwAJS